________________
૧૭
જ
હિંસા ન કરે એવું રાજા ઈચ્છતા હતા. એમના પ્રધાન ઘણા બુદ્ધિશાળી અને માનવસ્વભાવને પારખુ હતા. તેણે રાજાને કહ્યું કે રાજ્યમાં અહિંસા વ્યાપક બને તે પ્રમાણે પ્રયાસ કરવા જ જોઇએ. પણ માણસના મનને તદ્ન અહિંસક બનાવી દેવું મુશ્કેલ અને કંઇક અંશે અશક્ય છે. જેને મારવાની જ આદત પડી ગઈ છે તેને તમે
પ્રબુદ્ધ જીવન
સ્થૂળ રીતે હિંસા કરતા કદાચ અટકાવી શકશે, કારણ કે તમે રણીધણી છે, પણ સૂક્ષ્મ હિંસા કરતાં તમે નહીં અટકાવી શકો, રાજાના મનમાં પ્રધાનની વાત બરાબર બેઠી નહીં. પાતાની વાતનું સમર્થન કરવા પ્રધાને નગરના ખાટકીને તત્કાળ અહિંસક઼ બનાવવા મુશ્કેલ છે એવી રાજા પાસે રજૂઆત કરી, રાજાને ખાટકીને અહિંસક બનાવવાની મુશ્કેલી ન લાગી. તેણે પસાયતાઓને હુકમ કર્યો કે ખાટકીને પગે દોરડા બાંધીને કૂવામાં ઊંધા લટકાવવા, અને હાથથી પાણી પી શકે એટલા એને પાણીથી ઊંચે રાખવા, એવા હુકમ કર્યો. પસાયતાઓએ તે રાજાની આજ્ઞા મુજબ તેને કૂવામાં અદ્ધર લટકાવ્યો.
ચોવીસ કલાક થયા એટલે તેને પેાતાની પાસે પાછા લાવવાના રાજાએ હુકમ કર્યો. પ્રધાનને પણ પેાતાની પાસે હાજર રાખ્યા. ખાટકી હાજર થયો એટલે રાજાએ પ્રધાનને કહ્યું કે આ માણસે થેવીસ કલાકમાં બિલકુલ હિંસા કરી નથી. માણસને એના વાતાવરણમાંથી બહાર રાખવામાં આવે તો એ એના દોષમાંથી મુકત થઈ જાય છે.
પ્રધાને રાજાની વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી. પછી તે ખાટકી સાથે થોડી વાતચીત કરી શકે તે માટે રાજાની અનુમતિ માગી. રાજાની સંમતિ મળતાં તેણે ખાટકીને પ્રશ્ન પૂછ્યો કે એને કૂવામાં ઊંધા લટકાવ્યો તે દરમિયાન એ શું કરતા હતા. ખાટકીએ હાથ જોડી જવાબ આપ્યો: ‘માવતર, કૂવામાં અદ્ધર લટકતાં લટકાં તો શું કામ થઈ શકે? એટલે હું તો ખૂબ અકળાતા હતા અને કયારે મને કૂવામાંથી બહાર કાઢે તેની રાહ જોતો હતો.' પ્રધાને એને ફરીથી પ્રશ્ન પૂછ્યો : ‘તારી વાત સાચી છે. માણસ કૂવામાં અદ્ધર લટકતા હોય અને પાસે કંઈ સાધન-હથિયાર ન હોય એટલે કામ કરવું તે। મુશ્કેલ. છતાં તું ચોવીસેય ક્લાક કંઈ જ નહોતો કરતો, માત્ર લટકી જ રહ્યો હતો? પ્રધાને બીજી વાર એને એ પ્રશ્ન પૂછ્યો એટલે ખાટકી વિચારમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો. વિચાર કરતાં એને યાદ આવ્યું કે પોતે તદ્દન લટકી તો નહોતો રહ્યો. તે અવારનવાર પાણીમાં ઘેટાં, બકરાં વગેરેની આકૃતિઓ દારતા હતા અને જાણે છરાથી એમનાં ગળાં કાપતા હોય તેમ એ પાણીમાં જોરથી હથેળીની કાતર મારતો હતો. જાણે પોતે ઘેટાં કે બકરાંને વધેરી નાખ્યા છે અને પાણીની છેાળાને બદલે લોહીની છેાળા ઊડે છે એમ માની રાજી રાજી થઈ જતો. ખાટકીએ પ્રધાનને ઉપર મુજબની પરિસ્થિતિ જણાવી અને કહ્યું: ‘માબાપ, આવું ન કરું તો મારો દા'ડો શી રીતે જાય.' રાજા ચતુર હતા. ગમે તેટલાં નિયમનો મૂકવાથી આદતનું જોર તત્કાળ જતું નથી એ તેને સમજાઈ ગયું.
દોરડાની અને ખીલાની હાજરી ન હોવા છતાં આદતના જોરે ઊંટ એ બંનેની હાજરી અનુભવતું હતું; ઘેટાં-બકરાની હાજરી ન હાવા છતાં ખાટકી તેમની હાજરી છે એમ માનીને તેમને કાપત હતો. તેમ ઘોંઘાટથી ટેવાઈ ગયેલું મન તેનો અભાવ છતાં તેની સતત હાજરી છે એમ માનીને અકળાય છે. એટલે મનને એકાન્ત પ્રાપ્ત થયું હાય તો પણ તે જલદી ધોંધાટમાંથી બહાર નીકળી શકતું નથી. ઘોંઘાટના અભાવના તેને ખ્યાલ આવે છે ત્યારે પણ તે એકાન્ત અનુભવવાને બદલે એકલતા અનુભવવા માંડે છે. એકાન્તમાં એક લતાને ઓગાળી નાખવાની મેટામાં મોટી તક મળે છે તે પણ એ ભૂલી જાય છે.
તા. ૧૬-૭-૧૯૭૨
ઈત્યાદિ સ્થળાએ જાય છે. ધીમે ધીમે ત્યાં પણ એને માણસાની અવરવર એટલી બધી લાગે છે કે જોશીમઠ કે બદરીની આગળ કોઈ એકાન્ત સ્થાન શોધવા તે ઝંખે છે.
વ્યવહારની અને અન્ય ધમાલાથી કંટાળી રેંટલીક વ્યકિતઓ એકાન્તની શોધમાં હરદ્વાર, હ્રષીકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ
એકાન્ત એ બાહ્ય પરિસ્થિતિના જેટલે વિષય નથી તેટલા મનના વિષય છે. તે તેના ખ્યાલ બહાર રહી જાય છે. જીવનની સાધનાની શરૂઆતમાં સ્વામી રામતીર્થ અંગે આ વાતને સમર્થન આપતો પ્રસંગ સાંભળ્યાનું યાદ આવે છે. રામતીર્થ શરૂશરૂમાં તપશ્ચર્યા કરવા જંગલમાં ગયા ત્યારે એવા ખ્યાલથી ગયેલા કે ત્યાં સંપૂર્ણ શાંતિ મળશે અને ઈશ્વરમાં ધ્યાન એકાગ્ર કરી શકાશે, તે નદીકાંઠે એક વિશાળ વૃક્ષ નીચે ઈશ્વર-સ્મરણ કરવા બેઠા. સંધ્યાના સમય થવા આવ્યા ત્યાં તે પંખીઓના કલરવથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠયું. એ જ પરિસ્થિતિ પ્રાત:કાળે, દિવસ દરમિયાન પણ પશુ-પંખીઆની અવરજવર અને અવાજ ચાલુ રહ્યાં. એમને થયું અહીં પણ જોઈએ તેવી શાંતિ નથી. જ્યાં નીરવ શાંતિ હેાય એવા સ્થળે ઉં તે ધ્યાનમાં ખલેલ ન પડે. એવા વિચાર આવતાં તેઓ હિમાલય તરફ ચાલવા માંડયા, રસ્તામાં અનેક સ્થળે શાંતિની તલાશમાં રોકાયા. પણ નીરવ શાંતિ ન મળી. છેવટે હિમાલયમાં પહોંચ્યા ત્યારે તેમને થયું કે શાંતિનું નિવાસસ્થાન હવે મળી ગયું. હાશ કરીને એક વૃક્ષ નીચે તેઓ બેઠા. થોડી વારમાં તે વાદળા ઊમટયાં. ગડગડાટ શરૂ થયો; વીજળીના કડાકા-ભડાકાથી રાખું વાતાવરણ ભરાઈ ગયું. ટપોટપ મોટા કરા પડવા માંડયા. પણ પરમાત્માને પામવાની એમની ઝંખના એટલી પ્રબળ હતી કે સંકલ્પબળે તેઓ બાહ્ય અશાંતિમાંથી આખરે એકાન્તમાં ચાલ્યા ગયા,
બાહ્ય દુનિયામાંથી પોતાની વૃત્તિઓ સંકેલાઈ જાય અને તે પરમાત્મામાં પૂરેપૂરી એકાગ્ર થઈ જાય તેની એક શિષ્યને ભારે લગની હતી. એને એકાન્તના મહિમા સમજવા હતા. એને કંઈ સૂઝ પડતી નહાતી. એ મૂંઝાતો હતો. એણે ગુરુની સલાહ લેવાના વિચાર કર્યા.
તેણે એક દિવસ ગુરુને પૂછ્યું: ‘ગુરુદેવ, તમે મને એકાંતને મહિમા સમજાવશે? હું ઘણી વાર એકાન્તમાં બેસી ધ્યાન-સાધના કરું છું, પણ મારું મન લાગતું નથી.'
ગુરુએ કશા ઉત્તર ન આપ્યો.
શિષ્યે બીજી વાર એ જ પ્રશ્ન પૂછ્યો. ગુરુએ તેને સામા પ્રશ્નો પૂછયા :
‘તુ આ સામે વહે છે એ નદી જુએ છે? ‘હા’, શિષ્યે કહ્યું.
‘તે પેલા પર્વતની પાર રહેલા રણને જોયું છે?” ‘હા, ગુરુદેવ.’
પછી ગુરુ ચૂપ થઈ ગયા. ગુરુએ શા માટે સામા પ્રશ્ન કર્યા તેની શિષ્યને સમજ પડી નહીં, એટલે તેણે પેાતાના એક અનુભવી અને અભ્યાસી ગુરુભાઈ પાસે જઈ ફરિયાદ કરી : ‘ગુરુએ મને મારા પ્રશ્નના ઉત્તર આપવાને બદલે સામા સવાલે પૂછ્યા’. શિષ્ય ગુરુભાઈને પોતાના પ્રશ્નો અને ગુરુએ પ્રભુત્તરમાં પૂછેલા પ્રશ્ને કહી સંભળાવ્યા.
ગુરુભાઈએ કહ્યું: ‘અરે સખા, ગુરુના પ્રશ્નમાં જ ઉત્તરના સમાવેશ થઈ જાય છે. તને એ ન સમજાયું?”
“શું ?” શિષ્યે વિસ્મયથી ખૂછયું.
‘ગુરુએ નદીનું એકાન્ત અને રણનું એકાન્ત એમ બંને તને દેખાડયાં. નદીના એકાન્તમાં જળની સભરતા છે. રણના એકાંતમાં જીવનના જળનો અભાવ હાવાને કારણે શૂન્યતા છે. તમે સાધના માટે એકાન્ત પસંદ કરો ત્યારે નદી જેવું સભર હાવું જોઈએ, રણ જેવું ખાલી નહીં.'
કાંતિલાલ કાલાણી
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧