________________
તા. ૧૬-૭ -૧૯૭૨
'પ્રબુદ્ધ જીવન
ત્યાં દશ્ય જોઇ હું ખાભી જ બની ગઇ. એક ખૂણામાં કામવાળી બાઈ ધ્રુજતી ઊભી હતી, તે બીજી બાજ એક નેકર ગભરાટમાં ઊભા રહી ગયા હતા. જમવાના ટેબલ પાસે રસોઈ જમીન ઉપર પગથી તાલ દઈ કંઈક ગણગણી રહ્યો હતો. તેની આંખો લાલઘુમ હતી અને કોઈ અને ખી સૃષ્ટિમાં વિહરતા હોય એવા એના રંગઢંગ હતા. પકાવ્યા વગરનું ચિકન ટેબલ પર જેમ તેમ પડયું હતું.
મારા ગુસ્સાનો પાર ન રહ્યો છતાં સ્વરથતા જાળવી પૂછયું: હજી સુધી જમવાનું કેમ તૈયાર નથી ?”
“યાર જ છે ને... મેમસાબ... બધુંય તૈયાર છે...બેસી જા.... વ..... સૌ... બેસી..... ( વ ...” રસોઈયાએ લલકારીને કહ્યું.
મારા રોષની સીમા ન રહી. જીભ પર શબ્દો આવી ગયા. : “ચાલ્યો જ! તને રજા આપવામાં આવે છે !” પરંતુ બાપુના જે શબ્દોએ મને અનેક વેળા સાંત્વન આપ્યું હતું ને શનિષ્ટમાંથી ઉગારી લીધી હતી તે નજર સામે તરી રહ્યા. ગુરસો કરવાથી મને પિતાને જ મોટું નુકસાન પહોંચશે એ ખ્યાલથી સભાન બની બોલી : “જે તૈયાર હોય તે ટેબલ પર મૂકો.” સૌ જમવા બેઠાં. યાદી પ્રમાણે વાનગીઓ હતી નહિ, પરંતુ મહેમાનને ખરી વરસુરિથતિ સમજાવી ત્યારે તેઓ આશ્ચર્યથી બોલી ઊઠયાં : “ પીધેલી હાલતમાં આપને રસેઈ આટલું સરસ ભોજન બનાવી શકે છે તો અમો કેવું મજાનું બનાવતો હશે!”
રાહતની લાગણી અનુભવતી હું હસી પડી. એ હાથમાં કદાચ કોઈને છેડી વિચિત્રતા પણ લાગી હશે. મારી જાતને હું સંભાળી શકી અને એક વાત એ પણ સમજાઈ કે ડિનર-પાર્ટી વગેરે ગમે તેટલાં અગત્યનાં હોય તો પણ એ આપણા જીવનમાં મુખ્ય વસ્તુ નથી.
હરેક પ્રસંગમાં ખામોશ રહેવું જેટલું જરૂરી છે તેટલું જ આપણા અંતરને ધિક્કારની લાગણીથી શુકત રાખવું પણ જરૂરી છે. આપણે ગમે ત્યાં હોઈએ અને ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ પણ મહાત્મા ગાંધીની આ શિખામણ સૌ કોઈએ ધ્યાનમાં લેવા જેવી અમૂલ્ય છે: “તમારી જાત સિવાય અન્ય કોઈ જ તમને નુકસાન કરી શકે તેમ નથી.”
મૂળ અંગ્રેજી : શ્રીમતી વિજ્યાલક્ષમી પંડિત અનુવાદક : શારદાબેન બાબુભાઈ શાહ
સભર એકાંત * આપણે ઘંઘાટમાં રહેવા ટેવાઈ ગયા છીએ. એટલે ઘઘાટ ન હોય ત્યારે પણ આપણે ઘોંઘાટને ભાવ અનુભવતા હોઈએ છીએ. આપણું મન ઘોંઘાટથી એટલું બધું ટેવાઈ ગયું હોય છે કે ખરેખર શાંતિ હોય તો પણ શાંતિ લાગતી નથી. ઘોંઘાટની આદત આપણા ઉપર સવાર થઈ જાય છે.
કયાંક સાંભળેલું દષ્ટાંત યાદ આવે છે. આરબ દેશમાં ચારેક આરબ અગિયાર ઊંટ સાથે રણના લાંબા પ્રવાસે નીકળેલા. રણના પ્રવાસમાં સવારી માટે ઊંટ જેવું ઉપકારક બીજું કોઈ પ્રાણી નથી. ઉનાળાના ધગધગતા રણમાં ચાર આરબો દિવસભર પ્રવાસ કરે અને સાંજ પડે ત્યારે અગિયારેય ઊંટને ગળે દેરડા બાંધી તેને ખીલા વડે રણની જમીનમાં જડી દે, જેથી રાત્રે તે નાસી ન છૂટે. ઘણા દિવસ પછી, પ્રવાસ દરમ્યાન એક દોરડું અને ખીલે કયાંક સરી પડ્યાં. સાંજ પડી ત્યારે ખબર પડી કે દસ ઊંટને દોરડાથી બાંધી ખીલે જડી શકાશે, પણ અગિયારમાં ઊંટને બાંધવા માટે દોરડું કે ખીલે રસ્તામાં કયાંક પડી ગયાં છે. ચારેય આરબ મુશ્કેલીમાં મુકાઈ ગયા. શું કરવું તેની પણ સૂઝ પડે નહીં. અગિયારમા ઊંટને છૂટું રાખે તે એ રાત્રે કયાંક છટકી જાય. એટલે થાકયા-પાકયા હોવા છતાં કોઈકે ઉજાગરો કરવો રહ્યો, કાં ઊંટને બાંધવા માટે કંઈક રસ્તો કરી રહ્યો. તેમણે જ્યાં મુકામ કર્યો હતો તેથી થોડે દૂર એક ઝૂંપડી જેવું દેખાયું. એક વડીલ આરબને થયું કે લાવ, ઝૂંપડીએ તપાસ તે કરવા દે. કદાચ ત્યાંથી દોરડું અને ખીલે મળી જાય. આરબ ઝૂંપડીએ પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાં એક ફકીર રહે છે. આરબે પોતાની મુશ્કેલી તેની આગળ રજૂ કરી. ફકીરે કહ્યું કે ભાઈ, મારી પાસે દોરડું, ખીલે કે બીજું કોઈ સાધન નથી, જેથી તમે ઊંટને કબજે રાખી શકે. પણ તમને ભરોસે પડતો હોય તે એક ઉપાય બતાવું. આરબને તે ઊંટ રાત્રે કયાંય છટકી ન જાય તેમાં રસ હતો. એટલે તેણે ફકીરને ઉપાય બતાવવા વિનતિ કરી. ફકીરે કહ્યું કે દસેય ઊંટને દેરડા બાંધ્યા પછી અને દોરડાને ખીલા સાથે બાંધી ભયે જડયા પછી અગિયારમા ઊંટ પાસે જવું અને તેને પણ ગળે દોરડું બાંધતા હે તેમ હાથ ફેરવ અમે તે દેરડાને ખીલા સાથે બાંધી જમીનમાં જડી દેતા હો તેવી ઉપલક ક્રિયા કરવી. પછી જેજો, સવારે શું થાય છે. આરબના મનમાં ઉપાય બરાબર બેઠે નહીં, પણ બીજો કોઈ રસ્તો નહોતા એટલે આ ઉપાય અજમાવ્યા વિના છૂટકો નહોતો. તેણે પાછા જઈ અન્ય આરબેને ફકીરે બતાવેલ ઉપાય કહ્યો, અને ફકીરના કહેવા મુજબ દસ ઊંટને બરાબર બાંધી અગિયારમાં ઊંટને પણ દોરડે બાંધી દેરડાને ખીલા સાથે જમીનમાં જડતા હોય તે આબેહૂબ દેખાવ કર્યો. પછી ભેજન ઈત્યાદિમાંથી પરવારી થાકયા પાક્યા સૂઈ ગયા. સવારે ઊઠે તે અગિયારેય ઊંટ સલામત. દસ ઊંટ જે રીતે ડેક રાખીને બેઠા હતા, બરાબર તે જ રીતે અગિયારમું ઊંટ પણ બેઠું હતું. ફકીરને ઉપાય કામિયાબ નીવડે તેથી આરબો ખુશ થયા, અને ખરેખર દોરડું બાંધ્યું નહોતું છતાં ઊંટ રાત્રે કેમ ભાગી ન છૂટયું તે અંગે ફકીરને પૂછવા માટે સવારમાં બે આરબો ગયા. ફકીરે જવાબમાં કહ્યું કે ઘણા દિવસથી એ ઊંટ દોરડાથી અને દોરડાને ખીલા સાથે બાંધી જમીનમાં જડી દેવામાં આવે છે તે ક્રિયાથી ટેવાઈ ગયું હતું. એ ટેવ એટલી ઘાટી થઈ ગઈ હતી કે તમે દોરડું બાંધતા હો તેમ એને ગળે હાથ ફેરવો અને જમીનમાં ખીલો જડતા હો એવી ક્રિયા કરો એટલે એ ખરેખર એમ જ માનીને ચાલે કે એને ગળે દોરડું છે અને તે ખીલા સાથે બાંધવામાં આવેલું છે.
આદતનું જે કેટલું જબરું હોય છે તેનો વિચાર કરતાં શ્રેણિક રાજા વિશે કયાંક વાંચેલું યાદ આવે છે. પોતાના રાજ્યમાં કોઈ પણ.
આ દ લ વા મેહે બરસે રે બાદલવા ! મેહે જગ- પિયાસા મનવા... મારે અત્તર જો જલવો.
મેહે બરસે રે બાદલવા ! જોરથી વસે શેરથી વરસે,
વરસો મૂળશધાર, જડતાનાં ઘન ઘેર મિટાવવા,
વીજ જલો આકાશ-મેહેર ૧ ગનમંડલ પે મેઘ છવાશે,
- જિગર મેં અલ્પકાર; બીજલીનુ મોહિની રૂપે,
બરસા અમીધાર, મહે-૨ મેઘમંડલ મેં પડઘમ બાજે,
ક્રાન્તિ-રવ કે થાય; વજુકડાકે હૈયે પ્રગટો, ( કાન-ગેપી પૈકાર, મહેન્ડ- ૩ મેર હી બોલે, પપિહા હી બોલે,
જીવન મેં શૂન્યકાર; કોકિલના કુંજનથી પ્રગટે,
સર્જનને કિલકાર, મહે૦- ૪ આવે મેહન! આવો રાધા !
-રવન-મન્દિર; ધરતીને ઉજ્યિારી કરવા,
ઊમટો નેહરિત. પ્રગટે જીવન-ગીતમેહ૦- ૫
પ્રા. હરીશ વ્યાસ