________________
હર
પ્રબુદ્ધ જીવન
☆
એક ઉત્તમ
જગતના મહાન પુરુષામાં જેની ગણના થાય છે એવા મહાત્મા ગાંધી પાસેથી લગભગ દસ વર્ષ પહેલાં એક સુંદર સાંજે મને ઉત્તમ બોધપાઠ મળ્યે,
માનવતા વિશેની આપણી માન્યતામાં જ્યારે ઓટ આવે છે ત્યારે ઊંડા ખેંદની લાગણી આપણને ઘેરી વળતી હાય એવેા અનુભવ ઘણા લોકોને થયો હશે, આવી અવસ્થામાંથી મારે પણ પસાર થવું પડેલું. મારા પતિનું તાજેતરમાં જ અવસાન થયેલું. આ દુ:ખ સાથે બીજી આઘાતજનક વાત મને એ લાગી કે પતિનું મૃત્યુ થતાં હિન્દુ કાયદાની દષ્ટિએ મારું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ હતું નહિ. આઝાદીની લડતમાં અન્ય સ્ત્રીઓ સાથે મે" પણ પુરુષો સાથે વર્ષો સુધી કામ કર્યું હતું અને દેશને મુકિત મળી ત્યાં સુધી અનેક યાતનાઓ સહન કરી હતી, પરંતુ કાયદાની દુનિયામાં પુરુષ સાથેના સંબંધના ધોરણે જ સ્ત્રીના હક્ક-અધિકારને માન્ય ગણવામાં આવે છે. મારે સંતાનમાં પુત્ર ન હોવાથી કુટુંબની માલમિલકતમાં કશા જ હિસ્સા નહોતા, મારી ત્રણ પુત્રીઓને પણ કોઇ અધિકાર નહાતા, આ પરિસ્થિતિ મને દુ:ખ પહોંચાડે તેવી વસમી હતી. આવા જુનવાણી કાયદાને ટેકો આપનાર કુટુંબીજન પ્રત્યે. મારા દિલમાં ભારે રોષ જાગ્યો હતો.
આ દિવસેામાં પેસિફિક રિલેશન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા અમેરિકા જતાં પહેલાં હું ગાંધીજીને મળવા ગઇ. વાતચીત પત્યા પછી ગાંધીજીએ મને પૂછ્યું: “સગાંસંબંધીઓ સાથે તે સમાધાન કરી લીંબું છે ને ? ”
તેઓ કંઇક મારી વિરુદ્ધમાં પક્ષ લઇ રહ્યા છે એવું લાગતાં હું ચેડી ચાંકી અને બોલી, “મારે કોઇની સાથે કશું થયું નથી, પરંતુ આવા અર્થ વગરના કાયદાનો લાભ લઇ જે લોકો મારી સ્થિતિને વધુ કપરી બનાવી મૂકે છે તેમની સાથે મારે કંઇ જ લેવાદેવા નથી.’’
ગાંધીજી થૅડીવાર બારીબહાર જોઇ રહ્યા પછી મારી તરફ હસી બોલ્યા : જા ! બધાની વિદાય લઈ આવ ! સભ્યતા અને સૌજન્ય- આપણે વીસરી જઇ શકતા નથી. આપણે ભારતવાસીઓ તે આ ગુણાનું ખૂબ મહત્ત્વ આંકીએ છીએ.”
“ના, આપને રાજી રાખવા ખાતર જે લોકો મને નુકસાન પહેોંચાડી રહ્યા છે. તેમને મળવા હું નહીં જ જાઉં.'' મેં મક્કમ
તાથી ઉત્તર વાળ્યો.
“તારી જાત સિવાય બીજું કોઇ તને નુકસાન કરી શકે તેમ નથી.” ગાંધીજીએ હજી પણ પોતાના આગ્રહ ચાલુ રાખી હસતાં હસતાં મને સમજાવવાનું ચાલુ રાખ્યું.
“તારા દિલમાં કડવાશ ભરી છે તેને દૂર નહીં કરે તે એ તને નુકસાન કરશે. ’”
હું ચુપચાપ સાંભળી રહી. ગાંધીજી આગળ બાલ્યા: “તું એક નવા દેશમાં જાય છે, કારણ કે અંતરથી તુ દુ:ખી છે અને આ સ્થિતિમાંથી છૂટવા ઇચ્છે છે. પરંતુ હું તને એક વાત મૂ? અહીંથી નું છૂટી શકશે, પરંતુ તારી જાતમાંથી છૂટી શકશે ખરી ? અંતરમાં જ્યાં સુધી અશાંતિ ભરી છે ત્યાં સુધી બહારથી તને શાન્તિ પ્રાપ્ત થશે ખરી ? થોડી સૌમ્યતા કેળવી આ વાતનો વિચાર કર ! તેં આપ્તજનને ગુમાવ્યા છે એ દુ:ખ પર્યાપ્ત છે. એમાં તારૂં વધારો કરવા છે ? અંદરના ડંખને દૂર કરી દિલને સરળ બનાવવાની નૈતિક હિંમત તારામાં નથી માટે જ ને ?”
ગાંધીજીના શબ્દો મને અસર કરી ગયા. દિવસા સુધી મેં મથામણ અને બેચેની અનુભવી. છેવટે એક દિવસ મારા સાસરિયામાં ફોન કરી, પરદેશ જતાં પહેલાં સૌને મળવાની ઇચ્છા વ્યકત કરી.
તા. ૧૬-૭-૧૯૭૨
શિખા મણ
✩
એ લોકો સાથેની મુલાકાત દરમિયાન પાંચ-છ મિનિટમાં જ [હું જોઇ શકી કે ' મારા આવવાથી સૌએ ખુશી અનુભવી હતી અને રાહત વાતાવરણ સર્યું હતું. મારી યોજના મે સૌને રામજાવી અને એક નવા કાર્યના આરંભ માટે હું પરદેશ જઇ રહી હતી. એ માટે સૌની શુભેચ્છા ચાહી. મારામાં ગજબનું પરિવર્તન થયું હતું. માથા પરથી જાણે મેટા બાજો ખસી ગયા હતા અને હળવી ફૂલ બની ગઈ હતી,
આ નાનકડી ઘટનાથી મારા જીવનપરિવર્તનના પ્રારંભ થયો. દોઢ વર્ષ પછી સંયુકત રાષ્ટ્રસંસ્થામાં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા તરીકે હું ન્યૂયોર્કમાં હતી. દક્ષિણ આફ઼િકામાં વસતી ભારતીય પ્રજા તરફ જે ખરાબ વર્તન દાખવવામાં આવતું હતું એ અંગેની ભારતની ફરિયાદ એ મહત્ત્વના સવાલ હતા. બંને પક્ષ વચ્ચે ગરમ ચર્ચા થઈ. વિરોધ પક્ષે ભારતની પ્રતિષ્ઠાને તેમ જ મને અપમાનજનક લાગે એ રીતે જે સંભળાવ્યું તેથી મને ઘણું ખરાબ લાગ્યું. જેવા સાથે તેવાની નીતિ અપનાવી મે' પણ વળતા જવાબો આપ્યા,
વસમા શબ્દોની આ વાગ્ધારા ચાલી રહી હતી. ત્યાં એકાએક મને ગાંધીજીનું સ્મરણ થયું. બાપુ આવી રીતે પસંદ કરે ખરા ? એમની દૃષ્ટિએ તે કોઈ પણ વાતનો ઉક્લ જેટલે મહત્ત્વા હતા એટલા જ, બલ્કે એથી પણ વિશેષ, એ ઉકેલ લાવવા જે માર્ગ અખત્યાર કરવામાં આવતા હતા, એ હતો. માનભંગ થઈએ એ રીતે વાણીનું જોર વાપરી કોઈ ખરડો પસાર કરાવી શકયા તા એ મૂલ્ય પણ શું?
રાતના સૂતી વખતે મેં નક્કી કર્યું કે ગમે તે પરિણામ આવે પરંતુ યુ. એન,માં ગમે તેવી વાણી ઉચ્ચારીશ નહિ. પરસ્પર દોષારાપણ અને ગમેતેમ બાલીને વિજય મેળવવાનું વલણ છોડી દઈ આખી ચર્ચાના મેનવેસરથી આરંભ કર્યો અને વિરોધ પક્ષને એક નવી ભૂમિકા પર લઈ આવી. પછી તે બધી ચર્ચા મુદ્દાસર ચાલી,
છેલ્લે દિવસે કમિટી હાલ છેાડતાં પહેલાં હું વિરોધ પક્ષના પ્રતિનિધિમંડળના નેતા પાસે ગઈ અને બાલી : “ આ ચર્ચાસભામાં મારા કોઈ કાર્યથી કે શબ્દોથી આપને દુ:ખ લાગ્યું હેય તે। ક્ષમા માગવા આપની પાસે આવી છું. .”
ઉષ્માપૂર્વક મારી સાથે હાથ મિલાવી તેમણે કહ્યું : “મારે કંઈ જ ફરિયાદ નથી.”
(18)
એમની સાથેના સારા સંબંધનો મને સંતાય હતા. એ કરતાં મારી જાતને હું સંભાળી શકી હતી એને અપૂર્વ આનંદ હતો. ગાંધીજીની શિખામણે આમ મને મારી જાતમાંથી ઉગારી લીધી હતી.
નાની નાની ઘટનાઓમાં પણ ખામેાશી જાળવી રાખવા બાપુના શબ્દાએ મને ખૂબ પ્રેરણા આપી છે. મારા અનુભવની એક વાત કહું છું . તેમાં કદાચ અનેક બહેનો પોતાના સૂર પુરાવશે. રાતના માનો કે સ્વપ્ન આવ્યું કે કોઈ અગત્યના મહેમાનાને ઘેર જમવા બાલાવ્યા છે. મહેમાનો આવી ગયા છે ને જમવાના સમય થઈ ગયો છે, પરંતુ સાઈનું કંઈ જ ઠેકાણુ ` નથી. તમે હાંફળાંફાંફળાં થઈ દોડાદોડી કરો છે એટલામાં આંખ ખૂલી જાય છે ને એ તે કેવળ સ્વપ્ન હતું એમ જાણી રાહતના ભાવ અનુભવા છે.
પરંતુ મારે તો ખરેખર આવી ઘટના બની હતી, ઈગ્લેંડ ખાતે ભારતના હાઈ કમિશનરની મારી ફરજ દરમ્યાન ત્યાંના વડા પ્રધાન અને લેડી એડન મારે ત્યાં જમવા આવે એ નાની વાત ન ગણાય. ભાજનની યાદીથી માંડી મીણબત્તી અને ફૂલોની રાજાવટ, રંગ વગેરે બાબતાની મેચેાકસાઈપૂર્વક યોજના કરી હતી. મહેમાન આવી ગયા અને બે વાર પીણું આપ્યા પછી મે ભાજનની તૈયારી કરવા બટલરને ઈશારો કર્યો. ઘણી રાહ જોયા પછી ત્રીજી વાર પણ યારે પીણુ આવ્યું ત્યારે મહેમાનોની માફી માગી હું રસોડા ભણી દોડી.
v