SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭–૧૯૭૨ આ બધા વિચાર સૂક્ષ્મ રીતે કરવા જોઈએ, અને આવી અસમાનતાના કારણે જે અરાજકતા પ્રવર્તી રહી છે, તેના ધસમસતાં પૂર આવી રહ્યાં છે, તેનાં દર્શન જયારે ક્ષિતિજની પેલી પાર થઈ રહ્યાં છે ત્યારે તેના ઉકેલ માટે ગંભીરતાથી વિચાર કરવા જ જોઈએ, અને તેમ કરવા માટે અમારી આ ત્રીજી શકિત દ્રારા કામ કરવાના આંદોલનમાં સહભાગી થવું તે ઉત્તમ રસ્તે છે, માટે મારી આપ સૌને વિનંતિ છે કે અમારા કામમાં ઉપરની સહાનુભૂતિ નહિ, પરંતુ; હૃદયથી ટેકો આપેઆમ કરવું તે સૌના લાભની વાત છે. ત્યાર બાદ નિર્મળાબહેન વેદે બેાલતાં જણાવ્યું કે વિનોબા કાંતા છે. તેમણે આપણને વિચાર આપ્યો, તેના અમલ આપણે કરવાના છે. ક્રાંતિના વિચાર સર્વત્ર પહોંચાડવાના છે. ગામડાના માણસે વિચારને તરત જ સમજે છે, પરંતુ બુદ્ધિમાનીને સમજાવતા બહુ વાર લાગે છે. એનું કારણ એ છે કે તેઓ ગામડાઓના સંપર્કમાં નથી, પ્રેકિટકલ જીવનથી અજાણ છે. ભૂદાનનું કામ મોટું છે; તેના માટે ખૂબ શકિત અને સહુના સાથની જરૂર છે. જેમ આપણે ઘરના પરિવારને અને સરકારને ચલાવવા માટે સહયોગ આપીએ છીએ એ રીતે આ કામને સૌને સહયોગ મળવા જોઈએ. આવી ગંભીર સમસ્યા હલ કરવી હોય તે સમય પણ કાઢવા જોઈએ. આપણે સમાજનું માળખું એ રીતે બદલવાનું છે કે ઉપરના, એટલે કે દિલ્હીના ઑર્ડરથી નહિ પરંતુ નીચેથી, એટલે કે ગ્રામપંચાયતોના નિર્ણયો પ્રમાણે આખા દેશનું કામ ચાલવું જોઈએ. અને બહુમતીથી જ નહિ પરંતુ સૌની સંમતિથી કામ થવું જોઈએ. મેજોરેટી હમેશાં દરેક ક્ષેત્રે માઈનોરિટીને દબાવતી હાય છે. દરેક વ્યક્તિને ભગવાને પુષ્કળ શકિત આપી છે. એક વિરોધી વ્યકિત પણ સંગઠનમાં આગ લગાવી શકે છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. તેની સારી વાતા ભલે સ્વીકારીએ. આજે આપણે સૌ પેાતાના સંરક્ષણ પૂરતો જ વિચાર કરતા થયા છીએ. લાંબી ગુલામીને કારણે આત્મશકિતની પિછાણ આપણે ખાઈ બેઠા છીએ. અમારું કામ ફકત ભારતદેશ પૂરનું મર્યાદિત નથી, આખી દુનિયાનેં આ કામથી દેરવણી મળે અને આખી દુનિયા એક કુટુંબ બને એવી અમારા કામ પાછળની વિશાળ ભાવના છે. અમે જનતા પર વિશ્વાસ રાખીને ચાર વર્ષથી ફરીએ છીએ. માનવ સર્વત્ર એક સમાન છે એવા અમારો દઢ વિશ્વાસ છે એટલે ગમે તેવા ભય સામે પણ અમને અંશમાત્ર ડર લાગતો નથી. આપણે ઘણાં ઘણાં ભાષણ સાંભળીએ છીએ. પરંતુ સૂક્ષ્મ અંશમાં પણ તેનો અમલ કરતાં નથી એટલે પ્રગતિ થતી નથી. આજની સભાનું ગ્રૂપ જોઈને હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું. મને ખૂબ જ ખુશી અને આનંદ ઊપજમાં છે. આવાં ગ્રૂપો આ વાત મન પર લેં તે ઘણું કામ થઈ શકે. ત્યાર બાદ હેમબહેન ભરાલી, જે આ ટુકડીના નૅતા છે તેમણે બેાલતાં જણાવ્યું કે: આપણે એટલા બધા ધાર્મિક વૃત્તિના છીએ કે ઉપવાસ કરીએ છીએ, શાસ્ત્રો સાંભળીએ છીએ, દેવમંદિરે જઈએ છીએ, દયાની લાગણી ધરાવવાના દાવા કરીએ છીએ-આમ છતાં અન્યાયોની પરંપરા વધતી જ ચાલી છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે આજના નવયુવાન કાર્બનપેપર બની ગયો છે. બધાને આસાનીથી જ કામ કરવું છે, પેટનું પાણી ન હલે અને ક્રાંતિ સર્જાય એમ સૌ ઈચ્છે છે. ૭૧ આજના યુગ કાનૂનયુગ છે. કાનૂનો અમુક હદ સુધી જ સારા છે. બાકી જયાં કાનૂન છે ત્યાં તેનાં રસ્તા પણ છે. માટે માત્ર કાનૂન દ્ગારા કામ નહિ ચાલે; કેમકે આજે આખી દુનિયામાં અવિશ્વાસે સામ્રાજ્ય જમાવ્યું છે. એટલે અરસપરસના પ્રેમ દ્વારા સમાજ બનાવવા તે જરૂરી છે-તે ઈન્ડિયન કલ્ચર છે. આજે સામાજિક ક્ષેત્રે બિલકુલ કામ નહિ કરનારા એવા ભાઈઓ પૂછે છે કે ૨૧ વર્ષની પદયાત્રા દ્વારા વિનોબાજીએ શું કામ કર્યું ? શું પ્રગતિ સાધી? આવી વૃત્તિ આપણા સમાજને કેટલું બધું નુકસાન પહોંચાડે છે ! માટે અમારા કામના સંદર્ભ અને મૂલ્ય સમજવા સૌ પ્રયત્ન કરે એવી મારી વિનંતિ છે, આપણે એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાંખવાની વૃત્તિ પણ હવે છેડવી જોઈએ. દરેક માણસ સક્રિય બનશે તે જ કંઈક પરિણામ સાંપડશે. નવા ઢંગથી નવી રચના કરીને અમારે દુનિયાને દગ કરવી છે! ગાંધીજીને આજે આપણે ફોટકેમ્પમાં પૂરી દીધા છે. નશાબંધીના અને હરિજનઉદ્ધારના નારામાં જકડી દીધા છે, સફેદ ટોપી અને ખાદીમાં વણી લીધા છે. કોઈના હ્રદયમાં કે સમાજનાં વાણી-વર્તનમાં તેમનું દર્શન થતું નથી. આપણે સ્વરાજ્ય નથી મેળવ્યું પરંતુ સ્વદેશી રાજય મેળવ્યું છે. સ્વરાજયની મંઝિલ હજુ ઘણી દૂર દેખાય છે. જો એ રસ્તે પ્રવાસ કરીશું તે જ ત્યાં પહોંચીશું. ગાંધીજીએ અંગ્રેજીને હઠાવવાની વાત કરેલી, જયારે આજે આપણા સામાન્ય ઘરમાં પણ પપ્પા-મમ્મીના શબ્દપ્રયોગાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે શહેરો ગામડાંઓનું શોષણ કરી રહ્યાં છે. દૂધનું ઉત્પાદન તે ગામડાંઓ કરે છે, આમ છતાં ત્યાંના છેાકરાઓને કે બીમારને પણ દૂધનું ટીપું નથી મળતું. તે ડેરીઓ દ્વારા શહેરમાં આવે છે. ગામડાની બહેનોને પહેરવાં પૂરાં વસ્રો નથી મળતાં.આ રીતે અમીરી અને ગરીબીની ખાઈ વધતી જ ચાલી છે. આજે હથિયારોની નહિ પરંતુ વિચારાની લડાઈ ચાલી રહી છે, માટે હૃદયપરિવર્તનનું કામ ભારતદ્વારા જ દુનિયામાં થશે તે આપણે બતાવી આપવાનું છે. એ માટે આપણે જનમતને જાગ્રત કરવા જોઈએ. સમસ્યાઓને તેના શુદ્ધ સ્વરૂપમાં સમજીને સમજાવવી જોઈએ અને આને માટે દરેકે વધારે સમય આપવા જોઈએ. આપણુ સૂત્ર હોવું જોઈએ; “ઉત્તમ લેના, ઉત્તમ દેના.” મુંબઈ મહાનગરી આ દેશના દરવાજો છે. આપણે હેલ્દી ડેમોક્રસી માટે હેલ્થી માનસ કેળવવું જોઈએ. શ્રોતાઓએ આટલી તલિનતાથી અને શાંતિથી અમને સાંભળ્યાં અને અમારા કાર્યમાં આટલો રસ દાખવ્યો તેથી અમને ખરેખર ખુશી ઊપજે છે. ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહે આભારવિધિ કરતાં જણાવ્યું કે આજની આ સભાનાં પદયાત્રીબહેનોનાં વકતવ્યોથી હું એટલા બધા પ્રભાવિત થયો છું કે મારી લાગણીને વ્યકત કરવાના મને શબ્દો મળતા નથી. આપણને આપેલા ચોક્કસ માર્ગદર્શન માટે આપણે આ પદયાત્રી બહેનોના ખરેખર ૠણી છીએ. બાદ સભા વિસર્જન થઈ હતી. સંકલન: શાન્તિલાલ ટી. શેઠ ડાબી બાજુથી પહેલા ત્રણ પદયાત્રી બહેના (૧) લક્ષ્મીકુકન, (૨) નિર્મળ વેદ, (૩) હેમ ભરાલી—નેતા (૪) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, (૫) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, (૬) સર્વોદયવાળા શ્રી કાન્તાબહેન (૭) શ્રી ચીમનલાલ જે. શાહ,
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy