SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પ્રબુદ્ધ જીવન ✩ પદયાત્રી બહેનેાના આચાર્ય વિનોબા ભાવેની પ્રેરણા અને આશીર્વાદ મેળવીને ચાર બહેનોની એક ટુકડી બાર વરસની પદયાત્રાએ નીકળી છે. ૧૯૬૭ના ઑકટોબરની ૨૫મી તારીખે ઈન્દોર પાસેના કસ્તુરબાગ્રામથી આ બહેનોએ પોતાની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતા, આ ચાર બહેનોમાં આસામનાં હૅમ ભરાલી ટુકડીનાં નેતા છે. કસ્તુરબા ટ્રસ્ટ હેઠળ વરસાથી એમણે આસામમાં રચનાત્મક કામો કર્યા છે. બીજા બહેન લક્ષ્મી કૂકન પણ આસામનાં છે. તે પણ સાળ વર્ષની વયથી સામાજિક કાર્યોમાં રસ લઈ રહ્યાાં છે. પંજાબનાં નિર્મળબહેન વેદ એમ. એ. સુધી ભણેલાં છે અને કસ્તુરબાગ્રામમાં સામાજિક શિક્ષણ સંગઠન કેન્દ્રનાં સંચાલિકા હતાં. સિંધનાં દેવી રિઝવાનીએ પણ કસ્તુરબાગ્રામમાં નિર્મળબહેન સાથે કામ કરેલું છે. આ ચારે બહેનો ગુજરાત સહિત દેશનાં કેટલાંક રાજ્યોની પદયાત્રા કરીને અને લોકોમાં સર્વોદયના સિદ્ધાંતાના પ્રચાર કરતાં હાલમાં ' મહારાષ્ટ્ર અને મુંબઈની પદયાત્રા કરી રહ્યાં છે. મુંબઈની પદયાત્રા દરમિયાન શ્રી મુંબઈ જૈન યુવક સંધ તથા મુંબઈ સર્વોદય મંડળના આશ્ચયૅ શ્રી. પરમાનંદ કાપડિયા સભાગૃહમાં પદયાત્રી હેનાની જાહેર સભા તા. ૬-૭-'૭૨ના રોજ યોજવામાં આવી હતી. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તેમનું સ્વાગત કર્યું હતું અને સર્વોદય કાર્યકર શ્રી કાન્તાબહેને તેમના તેમ જ તેમના કાર્યના વિસ્તારથી પરિચય આપ્યા હતા. ચારમાંથી એક બહેન અન્ય રોકાણને કારણે હાજર રહી શકયાં નહોતાં. પરંતુ ચોથા બહેન તરીકે વિનોબાજીના આશ્રમનાં અંતેવાસી બહેન શ્રી મહાદેવી તાઈ તેમની સાથે આવ્યાં હતાં. વ્યાખ્યાનની શરૂઆત આસામી બહેન લક્ષ્મી ફૂંકને કરી હતી તેઓ ફકત છ જ ચોપડી ભણેલાં છે, પરંતુ છ ભાષાઓ પર તેઓ કાબૂ ધરાવે છે અને તેઓ વકતવ્યનિપૂણ છે. તેમનું વકતવ્ય સાંભળવું એ એક લહાવો છે એવી છાપ મન પર પડી. તેમણે કહ્યું કે અમે ફકત ચાર બહેન! કોઈ પુરુષના સહારા વિના પગે ચાલીને પદયાત્રા કરીએ છીએ એથી લોકો આશ્ચર્ય અનુભવતા હોય છે. આમ તે જૈન સાધુ–સાધ્વીઓ પણ પેદલ ચાલે છે, પરંતુ અમે તો દીક્ષા લીધી નથી છતાં આ વિજ્ઞાનના ઝડપી જમાનામાં પેદલ કેમ ચાલીએ છીએ એવા લોકોના મનમાં પ્રશ્ન થાય છે. પરંતુ જેમ જેમ વિજ્ઞાનના વિકાસ થશે તેમ તેમ વ્યકિતઓ નજીક આવે એવા ઉપાયો શોધવા પડશે. આમ તો અમે રૅડિયા સ્ટેશન પરથી બાલીએ ત પણ ઘણા લોકોને અમારા વિચારો સંભળાવી શકીએ. પરંતુ પ્રત્યક્ષ પરિચયના કારણે અંગત સંબંધ જેવી લાગણી જન્મે છે અને એવા શુદ્ધ સંબંધ પછી આપેલી સમજણ માણસ તરત જ ગ્રહણ કરે છે. પણ આજના જગતમાં, ખાસ કરીને ભારતમાં, આજે કયાંય શુદ્ધ મનુષ્યનાં દર્શન નથી થતાં, અને આજે કોઈ શિખ તરીકે, કોઈ હિંદુ તરીકે, કોઈ જૈન તરીકે, કોઈ પારસી તરીકે પેાતાની આળખાણ આપતા હોય છે, પરંતુ પ્રથમ પાતે મનુષ્ય છે તે સૌ આજે ભૂલી ગયા છે. કુટુંબ, સ્કૂલ, પ્રાંત, પંથ, સંપ્રદાય, જાતિ, એવાં એવાં સાઈનબાો વડે આજનો માનવી ઢંકાઈ ગયા છે. આપણી મૂળ સંસ્કૃતિની ભાવના “વસુધૈવ કુટુંબકમ્ ” ને ફરીથી જીવનમાં લાવવાની જરૂર છે; અને એમ કરવા માટે ધર્મની, ખંથાની, પક્ષાની, ભાષાની, પ્રાંતોની દીવાલા તોડીને મુકત બનવાની જરૂર છે. તે જ ‘વિશ્વમાનવ' બનવા જેટલી વ્યાપક ભાવના ઊભી થઈ શકે. તા. ૧૬-૭-૧૯૭૨ વિશ્વમ ધૃત્વના સ ંદેશ ✩ સ્વાતંત્ર્ય પહેલા આપણામાં આશા હતી. હવે આપણે પરાશામાં —પારકાની આશા પર–જીવી રહ્યા છીએ, એટલે આપણા અને દેશના વિકાસ અટકી ગયા છે. કેમકે પરાશામાં હમેશાં નિરાશા સમાયેલી હોય છે. આ બધું કેમ થાય? લોકો માને છે કે સમજાવવાથી તો કોઈ સમજતું નથી હતું. પરંતુ ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ, કારણકે આપણા વિશ્વાસ ડગી ગયેલા છે. જો હૃદયના વિશ્વાસ હશે તે સમજાવટથી માણસ અવશ્ય સમજશે. કેમકે માણસમાં હર પળે પરિવર્તન થતું હોય છે. નીચેની ત્રણ કૃત્રિઓમાંથી આપણે સંસ્કૃતિને અપનાવવાની છે. (૧) પ્રકૃતિ: એટલે સ્વભાવથી ઉપર ઊઠવું. (૨) વિકૃતિ: એટલે સ્વભાવથી નીચે જવું (આવી વિકૃતિ મનુષ્યમાં આવે છે, પશુમાં વિકૃતિ આવતી નથી. હજારો વર્ષથી ગાય ધાસ ખાય છે તેમાં ફરક પડતા નથી. મનુષ્યમાં કેટલું બધું પરિવર્તન આવેલ છે!). (૩) સંસ્કૃતિ :. એટલે સ્વભાવ પર વિજય મેળવવા. સુબુદ્ધિ અને કુબુદ્ધિ દરેકના હૃદયમાં હોય છે. જ્યાં સુમતિ-સન્મતિ હોય ત્યાં સંપત્તિ આવે અને કુમતિ હોય ત્યાં વિકૃતિ આવે, આપણા દેશનો પ્રશ્ન હલ કરવા માટે કેવા રસ્તા લેવા તેની નિર્ણય કરવા તે આજે આપણા હાથની વાત છે, કેમકે આજે આપણે ગુલામ નથી, સ્વતંત્ર છીએ. આપણા દેશ કેટલો મોટો છે? ખાપણા એક દરભંગા જિલ્લાની વસતિ ૪૮ લાખની છે. જયારે આખા ડેન્માર્ક દેશની વસતિ ૪૮ લાખની છે. આપણા દેશ વિવિધ મનુષ્યાનું અને વિવિધ સમસ્યાઓનું સંગ્રહાલય છે એમ પણ કહી શકાય. આપણે ત્યાં ખાનપાન, ભાષા, રહેણીકરણી, રીતરિવાજોની કેટલી વધી વિવિધતા છે ! પણ જો સમસ્યાઓ ન હેાય તે જીવનમાં રસ પણ શું રહે ? પરંતુ તેને હલ કરવા માટે સાંસ્કૃતિક તરીકે અપનાવવા જોઇએ. આપણા દેશની કેટલી પ્રતિષ્ઠા છે! ચીનવાળા કહે છે કે ખૂબ પૂણ્ય કર્યા હોય તેને બુદ્ધના દેશ ભારતમાં જન્મ મળે ! સમાજમાં ત્રણ શકિતઓ દ્વારા કામ લેવાનું હાય છે: (૧) શસ્ત્ર (૨) કાનૂન (૩) કરુણા. પરશુરામે પૃથ્વી નક્ષત્રિ કરવા માટે કેટલા પ્રયત્નો કર્યા? પણ તે હિંસાનો માર્ગ સફળ ન થયો. આજે પણ જગતમાં યુદ્ધોદ્રારા કેટલી હિંસા ચાલી રહી છે? પરંતુ રાર્વત્ર નિષ્ફળતા જ માલૂમ પડે છે. તાજો દાખલા બંગલા દેશના તપાસીએ. ત્યાં પિશાચી હિંસા થઈ, પરંતુ સફળતા ન મળી. માટે ત્રીજી શકિતથી સમશ્યાને હલ કરવાના આજે પ્રયત્ન ચાલી રહ્યા છે, જે અત્યંત આવકારદાયક અને આવશ્યક છે. આ વિચારની અને પ્રેમની શકિત છે. એક બેત્રણ વાર ભલે નિષ્ફળતા મળે, પરંતુ અનેકવાર સમજાવવાથી મનુષ્ય અવશ્ય સમજી જાય છે. શંકરાચાર્યે જ એક પ્રશ્નના ઉત્તરમાં કહેલું કે મારી પાસે તે એક. શસ્ત્ર છે-‘સમજાવટ,’ બીજા શસ્રો હૃદયપરિવર્તન નહિ કરાવી શકે. આપણે વિચારવાનું એ છે કે સમતા, બંધુત્વ, સમાનતા અને સ્વતંત્રતા કેવી રીતે લાવી શકાય ? આજે આપણે શ્રામની કિમત ઘટાડી છે અને બુદ્ધિ અને પૂંજીની કિમત વધારી છે, પણ આપણે વિચાર નથી કરતા કે ગમે તેટલી બુદ્ધિ અને પુંજી હોય પણ જો કામિક ન હોય તો મકાન ન બની શકે, અનાજ ન પાકી શકે, માટે શ્રામની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી શાંતિ નથી સ્થપાવાની. આવા અસમાન સમાજ કેમ અનેં કર્યાં સુધી ચાલે ? આપણે ત્યાંની આજની પરિસ્થિતિ માણસને વિકળ બનાવે તેવી છે. એક માણસ સાવ ભૂખ્યા રહે છે. સૂકો રોટલો પણ તેને પૂરો મળતો નથી અને બીજા બત્રીસ જાતનાં ભાજન જમે છે અને તેને પચાવવા માટે ટીકડી ખાવી પડે છે. એક બહેનનેં શરીરની આબરૂ ઢાંકવા માટે અર્ધ-વજ્ર પણ નથી મળતું ત્યારે બીજી બહેન વજ્રના કબાટો ભરતી હોય છે. એક માણસને તૂટીફ્ ટી ઝૂંપડી પણ આશ્રાય માટે નથી મળતી ત્યારે બી માણસ વિશાળ મહેલાતા વાપરે છે. એટલે આજની રાજયનીતિ છે તે ટુકડા કરવા માટેની રાજયનીતિ છે. જોડવા માટેની નહિ,
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy