________________
તા. ૧૬૭ ૧૯૭૨
પ્રાદ્ધ જીવન
સમાજસુધારાની પ્રવૃત્તિ
‘પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૭-૧૯૭૨ના અંકની તંત્રીનોંધમાં ‘મહારાષ્ટ્રની દારૂબંધી' અંગે જે લખાયું છે તેમાં સૌથી છેલ્લે એમ કહેવામાં આવ્યું છે કે ‘દારૂબંધીમાં જેને નિષ્ઠા છે તેવા સામાજિક કાર્યકરોએ વિશેષ પ્રયત્નો—ખાસ કરીને ગરીબ વર્ગમાં કરવા પડશે. સરકારને દોષ દઈ છૂટી જવાશે નહિ.' આ કથન સાચું છે, પરંતુ આ સંબંધમાં વધુ સ્પષ્ટતાથી અને વિસ્તારથી વિચાર કરી લેવાની જરૂર છે. નશાબંધીના કાર્યને અત્યંત અગત્યની એક સમાજસુધારણારૂપે સમજવું જોઇએ. ખરેખર તેા સ્વાતંત્ર્ય પહેલાં સમાજસેવકો તરફથી એવી ભાવના સાથે જ આ અને આવાં બીજા કાર્યો થતાં હતાં. આપણે સ્વીકારવું જોઇશે કે સ્વરાજ મળ્યા પછી સમાજસુધારણાનું પ્રજાકીય ધોરણ પરનું કામ લગભગ બંધ અથવા તો અતિ મંદ પડી ગયું છે અને આપણી રાજ્યરચના લૉકશાહી પ્રકારની હેવા છતાં ‘લાકો' પોતાનાં આવાં કર્તવ્યોથી વિમુખ બની જઈ સામાજિક બાબતોમાં પણ સરકાર પર અધાર રાખવા લાગ્યા છે. આનાં બૂરાં પરિણામો અત્યારે આપણે ભાગવીએ છીએ. તત્કાળ ધ્યાનમાં આવે એવાં બે બૂરાં પરિણામે તે દરરોજ અનુભવાય છે. એક પરિણામ છે દરેક બાબતમાં રાજકારણના પ્રવેશનું અને બીજું બૂરું પરિણામ છે લોકશકિત અને લેાકજાગૃતિના હાસનું. આ બંને પરિણામેા વ્યકિત તેમ જ સમાજ માટે હાનિકારક છે.
અવારનવાર હરિજનો પરના અત્યાચારોના જે બનાવા બને છે અને લોટરી, મટકા, ઘેાડદોડ, કલબામાં જુગાર વગેરે જે પ્રવૃત્તિ ચાલે છે ને વધી રહી છે તે સંબંધમાં પણ એમ લાગે છે કે પ્રજાકીય ધારણે સામાજિક પ્રવૃત્તિ થતી નથી તેથી સર્વ પ્રકારનાં સામાજિક અનિષ્ટો અંગે શરમ-સંકોચ તૂટી ગયાં છે, એટલુંજ નહિ, પરંતુ તે પ્રકારની પ્રવૃત્તિઓ પ્રતિષ્ઠા પામવા લાગી છે! નવી પેઢીના શિક્ષિતો અને પશ્ચિમી અસર નીચે આવેલાઓ નશામાં અને જુગારમાં ગર્વ લે છે! તેને આકર્ષક ફેશનનું ગૌરવ પ્રાપ્ત થયું છે ! બીજી બાજ જુનવાણી સમાજ હરિજનો પરના અત્યાચારો અને એવી અનેક બાબતોમાં જૂની રીતે વર્તવા લાગી ગયા છે.
નશાબંધીનો કાયદો હોવા જોઇએ અને હરિજના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદ નહિ રાખવાના તથા તેને સામાજિક કક્ષાએ સમાનતા આપવાના કાયદાઓના પૂરી કડકાઈથી અમલ થવા જોઈએ એમ હું માનું છું. પરંતુ સ્વરાજ મળ્યા પછી આપણે કાયદા સુધી પહોંચીને અટકી ગયા તેથી તેના અમલમાં શિથિલતા આવી ગઈ અને કાયદાની પાછળ લાકમતનું જે પીઠબળ હોવું જોઈએ તે તૂટી ગયું. આનું પરિણામ એવાં અનિષ્ટોના ફુલવા—ફાલવામાં આવ્યું છે. હમણાં હમણાં લગ્ન—વેવિશાળમાં થતાં ધનનાં કદરૂપાં છતાં આંજી નાખતાં પ્રદર્શન સામે જે પાકાર ઊઠયા છે તે આ દષ્ટિએ આવકાર્ય સમજવા જોઈએ. પરંતુ અત્યારની અગત્યની અને ખરેખરી જરૂર તો સામાજિક કાર્યોને જીવતાં, જાગતાં અને પરિણામકારક બનાવવાની છે. જ્ઞાતિ અને સંપ્રદાયની સંકુચિતતા સામે મારા વિરોધ છે, છતાં સમાજસુધારણાનું કામ એટલું અગત્યનું અને મહત્ત્વનું છે કે તે એ ધોરણ પર થાય તેણે તેને ટેકો આપવા જોઈએ. ઉત્તમ માર્ગ તો એ છે કે સાર્વજનિક ધોરણે સામાજિક સંસ્થા રચાય, અન્ય ક્ષેત્રે રચનાત્મક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાથે તેના સંબંધ બંધાય. સર્વોદય પ્રવૃત્તિમાં સમાજસુધારણાનું કામ તો થાય જ છે, પરંતુ તેમાં વિશેષ જોર અપાય એ બધું બહુ જરૂરી છે. આટલું થતાં સરકારી ધોરણે કાયદાઓ થશે, હશે તે સુધરશે, સામાજિક અનિષ્ટોને બળ આપતી છૂટછાટો પર અંકુશ આવશે અને એવી હવા ફેલાશે કે સામાજિક અનિષ્ટોની નાબૂદીનું
✩
કાર્ય સામાજિક તેમ જ સરકારી એમ બંને ધોરણે વ્યાપક રીતે થવું જોઈએ અને તે સતત ચાલુ પણ રહેવું જ જોઈએ. જૂની પેઢીની જડતા અને નવી પેઢીની નિરંકુશતા દૂર કરવાનો આ જ રાજમાર્ગ છે.
૬૯
નશાબંધીના કાયદા સંબંધમાં તે શું કહેવું ? હવે એકમાત્ર ગુજરાત રાજ્ય જ તેને વળગી રહ્યું છે. લટરીની આવકની લાલચથી પણ તે દૂર રહ્યું છે. આમ છતાં ત્યાં પણ આ બંને બાબતો વિશે ગણગણાટ શરૂ થયો છે. એમાં અમુક પ્રધાનનો હિસ્સો પણ વરતાય છે. મહારાષ્ટ્ર તો ધીમે ધીમે છેલ્લે પાટલે બેસવા તૈયાર થઈ ગયું છે. મને યાદ છે કે જ્યારે શ્રી ચવ્હાણ મુખ્ય પ્રધાન હતા ત્યારે સરકારનિયુકત ‘પ્રોહિબિશન બોર્ડની સભામાં એમણે કહેલું કે “નશાબંધી નિષ્ફળ ગયાના જે પ્રચાર થાય છે અને તેનાથી બીજા અનિષ્ટો સરજાય છેએમ જે કહેવાય છે તે સાચું હાય તો પણ સરકાર નશાબંધી જાળવવા જ ચાહે છે, કારણ કે પ્રજાને પાયમાલ કરતી બદીમાંથી સરકાર આર્થિક લાભ મેળવવા ઈચ્છતી નથી. વધુ કંઈ ન થઈ શકે તે યે સરકારે આટલું તે। આશ્વાસન લેવું જેઈએ.” શ્રી ચવ્હાણે આવા વિચારો વ્યકત કર્યા ત્યારે એ સભામાં બાર્ડના એક સભ્ય અને બાર્ડ તરફથી પ્રગટ થતા તેના એક માસિકના હું તંત્રી હતા.
નશાબંધીના કાયદાની વિરુદ્ધમાં જે કંઈ કહેવાય છે તેમાં તથ્ય જરૂર છે, પરંતુ સરકારના અને પ્રજાના પુરુષાર્થ તો એવાં અનિષ્ટો દૂર કરવાના જ હાવા જેઈએ. મહારાષ્ટ્ર સરકારે પહેલીવાર નશાબંધી હળવી કરી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તે દારૂ વગેરે અનિષ્ટો સામેના પ્રચારકાર્યમાં ઘણી મેાટી રકમ ખરચશે. આવી દલીલ બીજા રાજ્યામાં પણ થયેલી છે ને થાય છે, પરંતુ અનુભવે એમ દેખાયું છે કે આ બધી છેતરામણ છે, પ્રજાને ભ્રમમાં રાખવાનો પ્રચાર છે. નશાબંધીની વિરુદ્ધમાં જે દલીલો થાય છે તેમાં તો બીજું જોવા કે વિચારવામાં આવતું જ નથી. હવે તો એ જગજાહેર થઈ ગયું છે કે ગેરકાયદે દારૂ ગાળવાની પ્રવૃત્તિ, જયાં મુલ નશાબંધી નથી તેવાં રાજ્યા અને પ્રદેશમાં પણ થાય છે ને ત્યાં પણ એવા દારૂ પીને અનેક માણસા મરે છે. બંગાળ અને પંજાબમાં કદી અંશત: પણ દારૂબંધી થઈ નથી, ત્યાં ગેરકાયદે દારૂ ગાળવાનું દસગણું વધુ ચાલે છે. નશાબંધી રદ કરવાથી સરકારને જકાતના આર્થિક લાભ થાય છે તે ખરું, પરંતુ પ્રજાને તેથી પાંચગણું નુકસાન થાય છે. પ્રજા દારૂમાં પાંચ રૂપિયાનું પાણી કરે ત્યારે સરકારને એક રૂપિયા મળે. આ રૂપિયા લાકકલ્યાણના કામમાં જાય છે એમ કહી શકાય ખરું?
સામાજિક અનિષ્ટો દ્વારા પ્રજાની બરબાદી કરનારું નવું જે પૂર આવ્યું છે તે જાગૃત નાગરિકોએ અને સમાજસેવકોએ અટકાવવું જ જૉઈએ. સ્વરાજપ્રાપ્તિ પહેલાં વિવિધ ક્ષેત્રે સમાજસેવાની જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ચાલુ કરવા અને તેમાં જેશ પૂરવા નવાં સંગઠનો અને નવી સંસ્થાઓ જરૂરી છે. આવાં સંગઠનો દ્વારા સંધન અને પ્રચારથી માંડીને સૌમ્ય સત્યાપ્રહરૂપ પિકેટિંગ સુધીની પ્રવૃત્તિ થવી જોઈએ. મને લાગે છે કે જાહેર જીવનના કહેવાતા ઉપરના સ્તરે અને થોડાક સાધનસંપન લોકોમાં ગમે તે પરિવર્તન આવ્યું હાય, પરંતુ સામાન્ય જનસમાજનું હૈયું હજી સાબૂત છે. આ જનસમાજ હજુયે ગાંધીયુગનાં મૂલ્યામાં શ્રદ્ધા ધરાવે છે. આ કક્ષાએં સમાજસુધારણાની પ્રવૃત્તિ જો નિષ્ઠાપૂર્વક શરૂ કરવામાં આવશે તો અણધારી ઝડપથી તે વિસ્તાર પામશે, બળવાન બનશે અને તેની અસર સર્વ ક્ષેત્રામાં પ્રસરી જશે. તા. ૯-૭-’૭૨ મોહનલાલ મહેતા સોપાન
*
3