________________
૬૬
પ્રબુદ્ધ જીવન
રટણ ચાલુ હાય ત્યારે પણ બીજા કોઈ પણ વિચારોને રોકવા કે રૂંધવામાં મહર્ષિ માનતા નથી. કયારેક વિચારોના પ્રવાહમાં મંત્રનું રટણ વિસરાઈ જાય તે પણ ચિન્તા નહીં એમ તેઓ માને છે. મંત્ર વિચારોના ધસારાને કારણે બદલાઈ જાય તે પણ ચિન્તા નહીં. ધ્વાન કરતાં કરતાં તમનેં નિદ્રા આવે તો સૂઈ જવાની પણ છૂટ. પણ જે ક્ષણે જાગા તે ક્ષણે તમે ધીમે ધીમે, કોમળતાથી મંત્રને ફરી યાદ કરૉ. મંત્રનું રટણ હાઠના ફફડાટ વિના મનમાં જ થવું જોઈએ. અને મંત્રનું રટણ સભાનતાથી નહીં, પણ સહજતાથી, અને મંત્રને અત્યંત કોમળ બનાવતાં બનાવતાં થવું જોઈએ. અને કયારેક એવી સ્થિતિ આવે જ્યારે મંત્ર પણ ન હોય, વિચાર પણ ન હોય! એ સ્થિતિ સમાધિની નજીક છે.
પણ આ પ્રક્રિયા માર્ગદર્શન વિના કરવામાં રહેલા જોખમ સામે ચેતવણી આપવામાં આવી છે. સમાધિ કે નિદ્રા વચ્ચે અથવા મંત્ર કે વિચારના પ્રવાહ વચ્ચે ભેદ કે વિવેક કેમ કરવા, કયાં કરવા એ માત્ર માર્ગદર્શક જ કરી શકે. જે લોકો અહીં ધ્યાન વિદ્યાપીઠમાં ધ્યાન-આસન-પ્રાણાયમના સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરે, તેઓને ધ્યાનદીક્ષા આપવાનો અધિકાર મળતો હોય છે.
ભાવાતીત ધ્યાનની આ વાતમાં ઘણા લોકોને રસ પડયા છેઅને એમાં કેટલાક તેા ઉત્તમ સ્થપતિઓ, ક્લાકારો, વૈજ્ઞાનિકો, મનોવિજ્ઞાનીઓ વગેરે હાય છે. સ્થાપત્યના ક્ષેત્રમાં આજે જેમનું નામ જગવિખ્યાત છે એવા બકમિનિસ્ટર કુલરના મહર્ષિ મહેશ યોગી સાથેના એક સંવાદ મે' વાંચ્યો હતો. ડો. ફકુલરે ‘મહાન કૃતિ વિધાન સાથેના સંપર્કની વાત કરતાં કહ્યું કે આ સૌથી વધુ રહસ્યમય અનુભવ છે. એમણે કહ્યું: ‘વિજ્ઞાનને પ્રારંભ જ નિર્વ્યાજ રહસ્યભૂમિમાં થાય છે'
મહર્ષિ મહેશ યોગીએ આ સાથે સંમત થતાં કહ્યું: ‘સર્જનાત્મક પ્રજ્ઞાના વિજ્ઞાનના શિક્ષણનો આરંભ સાર્વત્રિક ચેતના સાથેના સીધા સંપર્કથી શરૂ થવા જોઈએ... સર્જનાત્મક પ્રજ્ઞાના અનુભવથી આરંભ કરો અને આ અનુભવ તમારા જીવનના પ્રત્યેક તબક્કાને જીવંત કરે એવું કરો—જીવનને પૂર્ણ બનાવે.'
એક બીજા સ્વીડિશ સ્થપતિ નેસ આલિવગ્નેને એક મઝાની વાત કહી: ‘ઘણાં ઘરો કે ઉપવન એકસરખાં હાય તો યે કંટાળા આવે. માણસને મીઠાશમાં પણ તારવણી કરતાં આવડવી જોઈએ, વૈવિધ્ય જ સર્જનના પાયામાં છે.' મહિઈએ આ વૈવિધ્યની વિભાવના જોડે સંમત થતાં કહ્યું કે સ્થપતિએ કૃતિવિધાનને સ્થળ અને વાતાવરણના સંદર્ભમાં તે જેવુ જ જોઈએ, પણ એમાં રહેતા માણસાના સંદર્ભમાં પણ એના વિચાર કરવો જોઈએ.’
અમેરિકાના અગ્રણી લશ્કરી અસર જનરલ ફ઼ાંકલિન એમ. ડેવિસે તે ભાવાતીત ધ્યાનની પ્રક્રિયા વિશે એવું કહ્યું છે કે ‘આથી મને ખૂબ જ ફાયદો થયો છે. મારા મિત્રા, મારા સાથીઓ અને મારી પત્ની કહે છે કે એથી મારી પ્રકૃતિમાં સુધારો થયો છે અને માગે ડોકટર કહે છે કે મારું બ્લડપ્રેશર દસ પાઈટ જેટલું ઘટી ગયું છે. લશ્કરી શિક્ષણમાં સર્જનાત્મક પ્રજ્ઞાનું મહત્ત્વનું સ્થાન છે...' અને મહર્ષિએ જનરલ ડેવિસના આ વિધાન વિશે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘જ્યારે લશ્કર સર્જનાત્મક પ્રજ્ઞાની ભૂમિકા પર ઉત્થાન સાધશે ત્યારે વિશ્વશાંતિ વાસ્તવિકતા બની જશે.'
ભાવાતીત ધ્યાન વિશે આપણે સંમત થઈએ કે ન થઈએ, કેટલીક વસ્તુઓ આ ધ્યાન વિદ્યાપીઠમાં નોંધપાત્ર લાગી. ત્યાં મહર્ષિની પૂજા નથી થતી. મહર્ષિના ગુરુ અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય શ્રી બ્રહ્માનંદ સરસ્વતીની પૂજા થાય છે. ત્યાં મહર્ષિની છબીઓ સ્થળે સ્થળે દેખાતી નથી.
તા. ૧૬-૩-૧૯૭૨
દરજજા વિશે પ્રશ્નો પૂછવામાં આવતા નથી. ધ્યાન એ કોઈ સંપ્રદાય કે ધર્મ સાથે સંકળાયેલી વસ્તુ નથી.’
સ્વામી સત્યાનંદ સાથે ધ્યાન વિશે જ કેટલીક વાતો કરી ત્યારે તેમણે કહ્યું : ‘અમારે ત્યાં અહીં કાઈને તેમના ધર્મ, જાતિ કે સામાજિક
છતાં કેટલાક પ્રશ્નો આપણા મનમાં ઊઠતા જ રહે છે: ભાવાતીત ધ્યાનમાં ધ્યાન લગાવવું પડતું નથી, આપોઆપ ધ્યાન લાગી જાય છે એવા ધ્યાન વિદ્યાપીઠના દાવા આપણી પરંપરા સાથે સુસંગત છે, પણ તે બતાવે છે એટલા સરળ અને સહજ છે ખરો ?
ધ્યાન સર્વ કોઈને સુગમ બને એ પરિસ્થિતિ આદર્શ તરીકે ગમે છે, પણ એને સર્જનાત્મક પ્રજ્ઞાના વિજ્ઞાન તરીકે જ જોતા મહર્ષિ તે એને વાસ્તવિકતા તરીકે ચકાસવાના પ્રયત્નો કરે છે; એ ડોકટરો કે વૈજ્ઞાનિકોને ધ્યાનની સ્થિતિ વિશે પ્રયોગા કરવા દે છે, અને ડાક્ટરો અને વૈજ્ઞાનિકોની આ અંગેની નોંધા રસપ્રદ પણ હાય છે.
સર્જનાત્મક પ્રજ્ઞાને આપણે સહજસ્ફૂરણા તરીકે લેખતા આવ્યા છીએ. અહીં એને પહેલી જ વાર વિજ્ઞાન તરીકે જોવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આધ્યાત્મિકતા હવે ધીરે ધીરે વૈજ્ઞાનિકોની પ્રયોગભૂમિમાં પ્રવેશ કરવા લાગી છે. તેઓ કયારેક એમાંથી નવાં સમીકરણો, તારણેા કે નિરીક્ષણે શોધી કાઢે તો કદાચ નવાઈ નહીં હરીન્દ્ર દવે
લાગે!
શ્રી પદ્મનાભ જૈનીના વાર્તાલાપ
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે મંગળવાર તા. ૪-૭-’૭૨ના સાંજના ૬-૧૫ કલાકે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મિશિગન યુનિવર્સિટીમાં ભારતના ધર્મના અભ્યાસ કરાવતા પ્રાધ્યાપક શ્રી પદ્મનાભ જૈનીના એક રસપ્રદ વાર્તાલાપ રાખવામાં આવ્યા હતા. શ્રી ચીમનલાલ ચકુભાઈએ શ્રી પદ્મનાભનું સુખડના હારથી સ્વાગત કર્યું હતું. જયારે સંઘના મંત્રી શ્રી સુબોધભાઈએ આભારદર્શન કર્યું હતું.
શ્રી પદ્મનાભભાઈએ એમના પ્રવચનની શરૂઆતમાં સ્વ. પરમાનંદભાઈનેં શ્રાદ્ધાંજલિ આપી હતી. પછી, અમેરિકામાં ભારતીય દર્શન વિશે અમેરિકન લોકોનેં કેવી રીતે જિજ્ઞાસા શરૂ થઈ એની એમણે ટૂંક ઈતિહારા કહ્યા. આજે ત્યાં વિદ્યાર્થીએ બુદ્ધ ધર્મ વિશે અને હિંદુ ધર્મ વિશે ખૂબ જાણવા આતુર છે. બુદ્ધ ધર્મનું આકર્ષણ સવિશેષ છે, કારણ આ ધર્મ અંગે હજારો પુસ્તકો અનેક ભાષામાં લભ્ય છે જ્યારે જૈન ધર્મ માટે બહુ જ મર્યાદિત સંખ્યામાં પુસ્તકો છે. જૈન ધર્મના ઉચ્ચ અભ્યાસ માટે તો હજુય થોડાં પુસ્તકો મળે પરંતુ પ્રાથમિક શિક્ષણ માટે બિલકુલ પુસ્તકો છે નહિ. ત્યાં વિદ્યાર્થીઓ ચાર કલાક કૉલેજોમાં ભણે છે અને રોાળ કલાક ઘરે વાંચે છે અનેં જૈન ધર્મ ઉપર પેપરા તૈયાર કરે છે. આપણે ત્યાં જૈન સ્કોલરોની ખૂબ અછત છે. આથી જૈન ધર્મના જેવા જૉઈએ તેવા પ્રચાર થતા નથી. ભગવાન મહાવીરની ૨૫૦૦ વર્ષની નિર્વાણ જયંતી આવે છે ત્યારે આપણે કેન્દ્ર સરકારના સહકાર વડે પરદેશનાં આપણાં બધાં એલચી ખાતાં દ્નારા સભા અને મિલનોનું આયોજન કરવું જોઈએ. આ નિર્વાણ જયંતી માટે અહીં જો કોઈ વર્ગ વિધ કરતા હાથ તા એની અવગણના કરી આ કામ ઘણા મેટા પાયા ઉપર થવું જોઈએ. જૈન ધર્મે શ્રીમદ્ રાજચંદ્ર જેવા બીજા અનેક જન્માવા પડશે અને તે જ જૈન ધર્મનો પ્રભાવ પડશે. બાકી જૈન ધર્મના જે સંપ્રદાયા છે એને ભૂલી જઈ સૌએ માત્ર સાચા જૈન થવાનું છે; અને આ જો નહિ થાય તે આવતી પેઢીને જૈન ધર્મ માટે આદર નહિ રહે.
શ્રા પદ્મનાભ જૈનીની અમેરિકામાં એટલી બધી લોકપ્રિયતા છે કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ એમને નિમંત્રણ આપ્યું છે અને તેઓ સપ્ટેમ્બર ૧૯૭૨થી ત્યાં જોડાવાના છે. યુનિવર્સિટી ઑફ કેલિફોનિયાનું એમનું ઠેકાણું છે :
Prof. P. S. JAINI
Dept. of South and Southeast Asia, University of California,
BERKELY
CAL. 94720
(સંકલન : ચીમનલાલ જે. શાહ)
બ્