________________
તા. ૧૬-૭-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૬૫
છતાં એમ કહેવું જોઇએ કે મેકગવ ખૂબ શકિતશાળી વ્યકિત છે. તેણે ઉમેદવારી જાહેર કરી ત્યારે હાંસી થતી. ભારે પ્રતિકુળ સંજોગો અને વિરોધી વાતાવરણમાં તેણે સફળતા મેળવી છે. મેકગવર્ન Radical છે. પ્રમુખ તરીકે ચૂંટાઇ આવે તો અમેરિકાની આંતરિક પરિસ્થિતિ અને વિદેશનીતિમાં ઘણા મેટા ફેરફાર થાય. યુવાન પેઢી અને કચડાયેલ વર્ગો, ખાસ કરી હબસી
ને તેને સબળ ટેકો છે. અમેરિકન પ્રજાનું સદભાગ્ય હોય તો નિકસનને હટાવી, બેકગવને પ્રમુખ બનાવે. ઉત્તર આયર્લેન્ડ-અસ્ટર
ઉત્તર આયર્લેન્ડમાં હિંસક તાકાએ માઝા મૂકી છે. લગભગ ૧૫ લાખની વસતિના આ નાના દેશના દુર્ભાગ્યની સીમા નથી. આયર્લેન્ડને જ એક ભાગ બ્રિટને જુદો પાડી, ઈંગ્લાંડમાં મેળવ્યો. એક જ કારણ કે આયર્લેન્ડ કેથલિક છે અને ઉત્તર આયર્લેન્ડમાં પ્રેટેસ્ટન્ટની બહુમતી છે. અસ્ટરને જુદો પાડવા માટે પણ ભારે તેફાને થયેલાં. પણ આપણા દેશના ભાગલા કરવાથી જેમ હિન્દુમુસલમાનને પ્રશ્ન ૫ નહિ તેવું જ આયર્લેન્ડ થઈ.
સ્ટરમાં લગભગ ૩૫ ટકા કેથોલિક છે, બિનકેથોલિક છે તેમાં પણ પ્રેમ્બિરિયન, મેડિસ્ટ, ચર્ચ ઓફ ઈગ્લાંડ, ચ ઍફ સ્કોટલાન્ડ વગેરે ઘણા પંથે છે. સ્ટરને જુદી ધારાસભા છે અને અલસ્ટરના ૧૨ સભ્ય બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાય છે. કેથલિક લઘુમતીને બિનકેથોલિક બહુમતીએ ખૂબ અન્યાય કર્યો છે, રાજકીય અને આર્થિક રીતે; પશ્ચિમ પાકિસ્તાન અને બંગલા દેશનું બન્યું તેમ જ. કેથલિકની ધીરજ ખૂટી. ત્રણ વર્ષથી આયરિશ રિપબ્લિકન સૈન્ય IRA ત્રાસવાદી માગે છે - “ન, બૉમ્બ અને તેફાને. સામે બિનકેથેલિકના પ્રતિક્રમણે. બ્રિટને લશ્કર મોકલ્યું. કાંઇ ન વળ]. છેવટ સ્ટરની ધારાસભાનું વિસર્જન કરી, બ્રિટને વહીવટ હાથ ધર્યો. પૂબ સમજાવટને અંતે ખાયરિશ રિપબ્લિકન સૈન્ય યુદ્ધવિરામ સ્વીકાર્યો અને વાટાઘાટ માટે તૈયારી બતાવી. પણ બિનકેથેલિક બહુમતીએ યુદ્ધવિરામને સ્વીકાર ન કર્યો અને અલસ્ટર, ડિફેન્સ સૈન્ય-- UDĀ - તરફથી હિંસક તોફાને ચાલુ રાખ્યાં. કેટલાક વિભાગોને કબજે કર્યો અને No-go Area જાહેર કરી, કોઇને ત્યાં દાખલ થવા ન દેવા. છેવટ આયરિશ રિપબ્લિકન સૈન્ય યુદ્ધવિરામને અંત જાહેર કર્યો અને હવે આંતરવિગ્રહ- Civil war
જેવી પરિસ્થિતિ છે. કેટલાય નિર્દોપનાં ખૂન થયાં છે. બૉમ્બથી મિલકત પારાવાર નુકસાન થયું છે.
એક જ ધર્મના અનુયાયીઓ પણ રાજકીય, આર્થિક હિત હોય ત્યાં ધર્મને નામે જ એક થતા નથી એ જેમ પાકિસ્તાનમાં અ-- ભવ્યું તેમ અલરટરમાં. દુનિયામાં ચારે તરફ, વિયેટનામ, આરબઈઝરાયલ, એસ્ટર, હોશિયા, દક્ષિણ આફ્રિકા, અમેરિકા, બ્રિટન, હિંસાનું વાતાવરણ વધતું જાય છે. લોકોમાં ધીરજ કે સહિષ્ણુતા રહ્યાાં જ નથી એમ લાગે. ૧૩-૭-૭૨
ચીમનલાલ ચકુભાઈ સ જે નાત્મક પ્રજ્ઞાનું વિજ્ઞા ન ' [શ્રી હરીન્દ્ર દવે કવિ, લેખક અને જિજ્ઞાસુ છે. શ્રી મહેશ યોગીના ભાવાતીત ધ્યાનથી તેઓ આર્ષાયા છે તેથી તેમને આ લેખ પ્રકટ કરવામાં આવે છે. શ્રી મહેશ યોગીને એક વખત મુંબઈ જેન યુવક સંઘમાં આમંત્રણ આપ્યું હતું અને ભાવાતીત ગ ઉપર તેમણે પ્રવચન કર્યું હતું. બીજાની મને ખબર નથી પણ હું અથવા સ્વ. પરમાનંદભાઈ કોઈ પ્રભાવિત થયા ન હતા. વિદેશમાં શ્રી મહેશ ગીની પ્રવૃત્તિને સારો પ્રચાર થયો જણાય છે. કેટલા ટકે છે તે જોવાનું રહે છે. વર્તમાન સંતોષ આવા ધ્યાન, વેગ, Mysticism વગેરે પ્રત્યે આકર્ષણ પેદા કરે છે. મને તેમાં કોઈક Irrational તત્ત્વ લાગ્યા કરે છે. તંત્રી ]
મહર્ષિ મહેશ યોગી તથા તેમની ભાવાતીત ધ્યાન-ટ્રાન્ટેન્ડેન્ટલ મેડિટેશનની પ્રક્રિયા વિશે ઠીક ઠીક ચકચાર જાગતી રહી છે. તેઓ દેશ કરતાં વધુ પરદેશમાં રહે છે. એમના વિશેની જાણકારી પણ અહીં કરતાં પરદેશમાં વધારે પ્રવર્તે છે. અંગ્રેજી બોલતા સાધુઓના પ્રભાવ અને પ્રમાણ વિશે થોડું કુતૂહલ અને થોડી દ્વિધા સતત રહ્યા કરે છે, અને મહેશ યોગી એમની સાથે સંકળાયેલા પરદેશી શિષ્યનાં
નામે, એમના વિશે પ્રવર્તતી ગેરસમજૂતીઓ વગેરેને કારણે સત્યની નજીક જવાનું મન ઘણી વાર થતું હતું.
હમણાં જ એક એવી તક મળી. હૃષીકેશમાં થોડો સમય ગાળવાનું મન થયું અને કવિમિત્ર જવાહર બક્ષીએ સૂચવ્યું કે તમે મહજીિની ધ્યાન વિદ્યાપીઠમાં ઉતરશે તે ભાવાતીત ધ્યાન વિશે :
ડું જાણી પણ શકાશે, અને કદાચ તમને ત્યાં રહેવું ગમશે. - હૃષીકેશ રાત્તર વરસે ફરી જોયું ત્યારે ત્યાં વસતિ વધી ગયેલી લા ગી; માણસે અને મંદિરે બંનેની. પણ ગંગાના પ્રવાહને જોતાં મન પ્રફુલ્લિતતા અનુભવી રહ્યું. મુનિકી રેતી પરથી નાવમાં ગંગા પાર કરી ગીતાભવનથી જમણા હાથે ચાલવા લાગ્યું. બસસ્ટેપથી મુનિકી રેતી સુધી જે ઘોડાગાડીમાં આવ્યું તેમાં ત્રણ બીજી સવારી પણ હતી. એમાં બે જુવાન વેપારીએ મહર્ષિ મહેશ ગીના આશ્રમ વિશે ચર્ચા કરતા કહી રહ્યા હતા : સાંભળ્યું છે કે ત્યાં હિમ્પીને અખાડે છે, દમ મારો દમની દુનિયા છે.’ એ લોકો પણ અજાણ્યા હતા, પણ આ સ્થળ વિશેની આ છાપ ઘણાના કેટલાક સ્થાનિક લોકોના દિલમાં પણ જોઈ હતી. ગંગાની રેતી પર સુવાળા, ચમકતા પથ્થરને જોતાં જોતાં અને સાંજના સૂર્યમાં ગંગાના પ્રવાહના બદલાતા રંગે નીરખતાં નીરખતાં વસતિ પૂરી થઈ અને નિર્જનતા શરૂ થઈ ત્યાં સુધી પહોંચશે. ત્યાં એક સાઈનબેર્ડ નજરે ચડયું: “ધ્યાન વિદ્યાપીઠ, શંકરાચાર્યનગર.” અને એ દિશામાં વળે. થોડું ચડાણ છે. પથ્થરોનાં પગથિયાં દ્રારા એ ચડાણને સરળ બનાવવામાં આવ્યું છે.
ધ્યાન વિદ્યાપીઠમાં જવાનું હતું અને ત્યાં મહર્ષિજી નથી એ જાણ હતે, છતાં સ્વામી સત્યાનંદજી અને વિદ્યાપીઠના વ્યવસ્થાઅધિકારી શ્રી કે. બી. સાયગલ મળશે એને ખ્યાલ હતો.
વિદ્યાપીઠમાં પ્રવેશતાં જ ગુલાબનાં પુષ્પની લાલ, ગુલાબી અને પીળા રંગની કતારેએ પ્રફુલ્લ સ્મિત સાથે સ્વાગત કર્યું, અને એવું જ લાગીભર્યું આતિથ્ય શ્રી સાયગલની આંખમાં ચમકતું જોયું.
સીદા છતાં સગવડભર્યા આવા સાથેની આ વિદ્યાપીઠમાં અત્યારે બહુ જ થોડા માણસો હતા; ધ્યાનના વર્ગો ચાલી રહ્યા હતા અને તેમાં ભાગ લેવા થોડાક માણસે ભારતના જુદા જુદા ખૂણેથી આવ્યા હતા. ગુજરાતના બે યુવાને પણ તેમાં હતા.
અહીં ગંગા નદીના કિનારા પર આવેલા એક વાસમાં પાંચેક દિવસ રહ્યો, એ દરમ્યાન સ્વામી સત્યાનંદ પાસેથી મહર્ષિજીના ધ્યાનયોગ વિશે ઘણું જાણ્યું; શ્રી સાયગલ સાથે એ વિશે ચર્ચાઓ કરી અને ભાવાતીત ધ્યાનની પ્રક્રિયાને સમજવા અને શક્ય એટલી આચારમાં મૂકવા પ્રયત્ન કર્યો.
મહર્ષિ મહેશ યેગીની ભાવાતીત ધ્યાનની પ્રક્રિયા ધ્યાન વિશેની આપણી પારંપરિક વિભાવનાથી કોઈ પણ રીતે જુદી પડતી ન લાગી. ધ્યાન ગુરૂ વિના ન થઈ શકે એ આપણી પરંપરાની વિભાવના છે. શ્રી કૃષ્ણપ્રેમે “ભગવદ્ગીતાને યોગમાં લખ્યું છે: “દરેક શિષ્ય માટે એને (ધ્યાન) પ્રકાર જુદો છે, અને એ ગુરુ પાસેથી જાણ જોઈએ.... ધ્યાન વિશે ગ્રંથે વાંચીને ગી થવું એના કરતાં કલાસિદ્ધાંતના ગ્રંથ વાંચીને કલાકાર થવું સહેલું છે.” ધ્યાનના પ્રાથમિક તબક્કાઓમાં ગુરુનું માર્ગદર્શન શ્રી મહેશ યોગી પ્રત્યેક તબકકે સ્વીકારે છે. તે ધ્યાન માટે મંત્ર આપવામાં આવે છે. સ્થાન અને આસન વિશેની સૂચનાઓ પણ સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ કે શ્રી કૃષણપ્રેમ કરતાં જુદી પડતી નથી. પણ ધ્યાનની પ્રક્રિયામાં કોઈક એવી વિશેષતા છે, જે ધ્યાનની મુશ્કેલ સાધનાને સહજ અને સરળ બનાવે છે. '
આંખ મીંચી તમે જે કંઈ વિચાર મનમાં આવે તે આવવા દો. પછી એકાદ મિનિટે તમને અપાયેલા મંત્રનું રટણ ચાલુ કરો. મંત્રનું