________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭–૧૯૭૨
--
-
--
પા
પા
પા
-
- -
-
-
- -
-
-
-
વણસી હોય કે શિકાર કરતાં વધુ ઝડપી અને જલદ ઉપાયની જરૂર ઊભી થાય ત્યારે ત્રીજા જૂથે અમુક ચોક્કસ અન્યાય સામે, બધાં બંધારણીય દરવાજા ખખડાવ્યા પછી, સત્યાગ્રહ માટે પણ તૈયાર રહેવું જોઇએ. આમાં બે મુદ્દા ખાસ લક્ષમાં લેવા જેવા છે. એક તો એ કે કઈક સામાન્ય (જનરલ) મુદા પર સત્યાગ્રહનો આશરો ન લેવું જોઈએ. દેશમાં લાંચરુશવત વધી ગયા છે એ જાણતા હોઈએ તો પણ મુંબઈ કે અમદાવાદમાં તેની સામે સત્યાગ્રહ થાય તે પવનચકકી સામે માથું પછાડવા જેવો પ્રયોગ થાય. પણ એમ માલૂમ પડે કે કોઈ પ્રધાનને કે તેના સગાને નવા બંધાયેલા સિનેમાઘરમાં ભાગ છે તે બધા બંધારણીય પગલાં લીધા પછી અને કંટાળો આવે તેટલી સરકારને આજીજીનો કર્યા પછી આ સિનેમાધરનું લાઈસન્સ રદ કરાવવા સત્યાગ્રહ થઈ શકે.
મારી એવી માન્યતા છે કે આ ત્રીજા જૂથનું મુખ્ય કામ તે ગરીબી અને બેકારી થોડી હળવી થાય એ માટેની પ્રવૃત્તિ અને લોકશિક્ષણનું રહેશે. આઝાદી પછી આપણા લોકસેવકોએ દરિદ્રનારાયણ સચિવાલયને મેંપી દીધો છે. દરિદ્રનારાયણને ફરીવાર આપણા મનના અને ઘરના આંગણામાં પ્રવેશ મળે તે માટે આ ત્રીજા જ પિતાનું બધું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ થાય તો જ તે જૂથની લોકશાહીના રક્ષક તરીકેની પ્રતિષ્ઠા બંધાય.
આટલું જ મહત્ત્વનું કામ વહીવટીતંત્રને લેકશાહીના રંગે રંગવાનું છે. આધુનિક સમાજમાં જયાં જાગતી લેકશાહી હોય તેવા દેશમાં પણ વહીવટી તંત્રની એટલી બધી પકડ જીવન પર જેવા મળે છે કે લોકો તેને અમલદારોની સરમુખત્યારશાહી કહે છે. જ્યારે આપણે રાજયને અનેક પ્રકારની જવાબદારી ઉપાડવાનું કહીએ ત્યારે વહીવટી તંત્ર મોટું અને બળવાન બને એથી નવાઈ લાગવી ન જોઈએ. વહીવટી મંત્ર કોઈ પણ લ્યાણ રાજ્યમાં કોઈ પ્રચંડ વૃક્ષની જેમ પથરાયેલું રહેવાનું છે. હવાને દૂષિત કરવાની મેટરકારની જેમ આ એક અનિવાર્ય દૂષણ છે. આપણે વહીવટીતંત્રમાં એક પ્રકારની બીક પેસાડવાની છે. સામાન્ય માણસને મન લોકશાહી એટલે દૂધનું કાર્ડ, પોલીસ, સરકારી કચેરીને કારકૂન, કોર્ટ, ન્યાયાધીશ, સરકારી શાળા કોલેજોના આશર્યો, રેલવેને બુકિંગ કલાર્ક અને પોસ્ટ ઓફિસનો મનીઓર્ડર લેનાર કારકન, સરકારી કર્મચારીઓમાં લોકોને ઓછી કનડગત કરવાની અને કયારેક મદદરૂપ થવાની ટેવ ત્યારે જ પડે જયારે લોકોએ ચૂંટેલા પ્રધાનની કાર્યપદ્ધતિ એવી હોય કે જેથી તેમના કારણે અમલદારોને અન્યાય ન કરવો પડે. પ્રધાને જયારથી અમલદારો પાસે ખાટું કરાવવા માંડે. તે દિવસથી વહીવટીતંત્ર વાતર મટીને શેઠ થઈ જાય. આથી વહીવટી તંત્રની શિથિલતા, લાંચિયાવૃત્તિ કે કનડગત માટે તે તંત્રના ચૂંટાયેલા પ્રધાનને સૌથી પહેલાં જવાબદાર ગણવા જોઈએ. લેકશાહીમાં વહીવટી તંત્રને યશ અને અપયશ ચૂંટાયેલા પ્રધાનોને જ મળવો જોઈએ. ત્રીજા જુથે વહીવટી તંત્રની ક્ષતિ માટે પ્રધાનેની જવાબદારી વિશે લોકમત કેળવવો જોઈએ.
ત્રીજા જૂથને આપણે લેકશાહીના અને દરિદ્રનારાયણના રક્ષકની જવાબદારી સોંપીએ ત્યારે પ્રશ્ન થાય કે આવા જથના છૂટા છૂટા કાર્યકરે જ હોય કે તેમની એક સંરથા હોય. આમ તો ત્રીજા જૂથનું કાર્યક્ષેત્ર એવું છે કે સંરથાની ઝંઝટમાં પડ્યાનું આવા લોકોને ન ગમે. પણ કોઇ કરવા જેવું કામ સંસ્થાના સામૂહિક બળ સિવાય થઈ શકે નહિ એવું મારું મંતવ્ય છે. એ રીતે ત્રીજા જૂથની સંરથામાં સર્વન્ટસ ઓફ ઈન્ડિયા સાસાયટી, ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિ અને સ્વ. ડૅ. રામમનહર લોહિયાની અન્યાય સામે શીંગડાં ભરાવવાની તાલાવેલીનું મિલન થવું જોઈએ. આવી સંસ્થાનું અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં એક વિચારપત્ર પણ હોવું જોઈએ. આમ થાય તે જ પ્રજાને અને રાજકારણના બે જૂથોને ખાતરી થાય કે ત્રીજું જૂથ એ કોઈ કોફીહાઉસનું ગામગપ્પામંડળ કે કરોડરજજુ વિનાના ભલા માણસનું ટોળું નથી, પણ આધુનિક રાજ્ય રસ્થાને વધુ માનવીય અને લોકાભિમુખ કરવાનું અસરકારક “ત્રીજું બળ” છે.
સ્નેહાધિન શ્રી મનુભાઈ પંચોળી
આ વાડીલાલ ડગલી લોકભારતી, સણોસરા
ની પ્રણામ
( ૯ સંઘ સમાચાર -
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા સપ્ટેમ્બર માસની પમી તારીખથી ૧૨મી તારીખ સુધી-એમ આઠ દિવસની ગઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વ્યાખ્યાતાઓ નક્કી કરવા માટે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે.
સ્થળ: ભારતીય વિદ્યાભવન. સમય : સવારના ૮-૩૦
આઠે દિવસની સભાનું પ્રમુખસ્થાન પ્રા. રમણલાલ ચી. શાહ સંભાળશે.
સંધના આજીવન સભાસદ વિષે
તા. ૨૪-૬-'૭૨ના રોજ મળેલી સંઘની વાર્ષિક સભાએ ઠરાવું છે કે કાર્યવાહક સમિતિની મંજૂરીથી રૂ. ૨૫૧ ભરીને શ્રી મુંબઈ જેન યુવક સંઘના આજીવન સભ્ય બની શકાશે.
ઘણા સભ્યોની વિનંતીને માન આપીને આ જોગવાઈ કરવામાં આવી છે, માટે આ વિશે રસ ધરાવતી વ્યકિતઓને આજીવન સભ્ય થવા માટે વિનંતિ કરવામાં આવે છે.
ચાર પદયાત્રી બહેનનું સન્માન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને મુંબઈ સર્વોદય મંડળના સંયુકત ઉપક્રમે ૧૨ વર્ષ માટે ઘરબાર છોડી નીકળેલી લોકહિતનું ચિન્તન કરતી, યાત્રાએ ચાર પદયાત્રી બહેનનું સન્માન સંઘના કાર્યાલયમાં ગુરુવાર તા. ૬-૭-૧૯૭૨ સાંજના ૬-૩૦ વાગે કરવામાં આવશે.
શ્રી પરમાનંદભાઈ કાપડિયા સભાગ્રહ
ઉપરોકત હૉલ મિટીંગ તેમ જ સ્નેહસંમેલન માટે ભાડે આપવામાં આવે છે. સવાસે ખુરસીઓ તેમજ નીચે પાથરવાની જાજમ. તેમ જ માઈકની પણ વ્યવસ્થા છે. સંપર્ક સાધો:ટે. નં. ૩૫૦૨૯૬.
પ્રાધ્યાપક પદ્મનાભ જૈનને વાર્તાલાપ
અમેરિકાની મિશીગન યુનિવર્સીટીમાં કેટલાય વર્ષોથી જૈન ધર્મને અભ્યાસ કરાવતા પ્રાધ્યાપક શ્રી પદ્મનાભ જૈન સાથે એક રસપ્રદ વાર્તાલાપ સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, મંગળવાર તા. ૪-૭-૭૨ના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે રાખવામાં આવ્યો છે.
સંઘના સભ્યને વિજ્ઞપ્તી ૧૯૭૨ના ચાલુ વર્ષના મેટા ભાગના સભ્યોના લવાજમ હજુ બાકી છે. તે જેમના લવાજમે બાકી છે તેમને લવાજમના રૂપિયા દસ કાર્યાલય પર મેકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
0 મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ઋતંભરા-શકિતદલના અભ્યાસક્રમ વર્ગો
ટૂંક સમયમાં જ નીચેના સ્થળે શરૂ થનાર છે. આ વર્ગમાં આધ્યાત્મિક જ્ઞાન તેમજ ધ્યાન વિષેની તાલિમ આપવામાં આવશે. જે બહેનોને આ વર્ગને લાભ લેવા ઈચ્છા હોય તેમને ૨૯, ડુંગરશી રોડ, મલબાર હિલ, મુંબઈ-૬ (ટે. ૩૫૦૧૭૬) એ સરનામે બપોરે ૨ થી ૬ વાગ્યા દરમિયાન ખબર આપવા વિનંતી છે.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક: મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬
શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧