________________
તા. ૧-૭-૧૯૭૩
આ શૅગ પણ જાપાનમાં જ પહેલા જણાયા હતા. જસતને રીફાઈન કરવા માટેનાં એક કારખાનામાં કેડમિયમ ધાતુ એક સાધન તરીકે વપરાતી હતી. આ કારખાનાનું પાણી પાસેની નદીમાં તથા ડાંગરના ખેતરોમાં વહેવરાવવામાં આવતું હતું. એ ડાંગર ખાનારા અને પા પીનારા કેટલા માણસોને જ્યારે હાથ-પગનાં આંગળાં વાંકા થઈ વાનો રોગ થયેલો જણાય ત્યારે એનું સંશોધન થયું અને માલૂમ પડયું કે એ રોગ કેડમિયમના સૂક્ષ્મ અંશને કારણે થયા છે. આ પણ ઉદ્યોગિકરણના એક. નવા અભિશાપ છે.
પ્રબુદ્ધ જીવન
પ્રદૂષણ કેવળ ઉઘોગાના ક્ષેત્રેજ પ્રપરેલું છે એવું નથી. ખેતી વાડીના ક્ષેત્રે પણ એ પ્રસરેલું છે. હકીકતમાં તા પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિ એકબીજા ઉપર આધાર રાખીને જ જીવવા માટે એટલાં બધાં ટેવાયેલાં છે કે એ આધારની એકાદ કડ઼ી પણ જો તોડ વામાં આવે તો પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિ બન્નેને હાનિ થયા વિના નહિ રહે.
વૃક્ષાખાસ કરીને વિશાળ વૃક્ષો હવામાંનો કાર્બન ડાયોક્સાઈડ પેાતાના ઉપયોગમાં લે છે અને માનવીના ઉપયોગમાં આવે એવા પ્રાણવાયુ બહાર છેડે છે. માનવીના ઉચ્છ્વાસમાંથી જે કાર્બન ડાયોકસાઈડ બહાર નીકળે તે વનસ્પતિ પેાતાના શ્વાસમાં લે છે અને વનસ્પતિના ઉચ્છ્વાસમાંથી જે પ્રાણવાયુ બહાર નીકળે છે તે પ્રાણીઓ પોતાના શ્વાસમાં લે છે! કેવું ચક્ર પ્રકૃતિએ ગાઠવ્યું છે! હવે જો ડોનું આપણે નિકંદન જ કાઢયા કરશું તે પછી પ્રાણવાયુ પુરનારું આપણે માટે રહેશે કોણ? એટલા માટે તે આપણા પ્રાચીનાએ ઝાડોની, પૂજા કરવા સુધીની પ્રતિષ્ઠા કરી હતી અને મધુવાતા તાવતે તથા મધુપાત્રો વનસ્પતિ જેવી પ્રાર્થના આપણા ઋષિઓ ઠેઠ વેદકાળથી કરતા આવ્યા હતા. જાપાનમાં આજે મોટાં ઘેઘૂર ઝાડાને કોઈ કાપતું નથી અને રસ્તા વગેરે માટે જગ્યા જોઈતી હોય તો અપાર જહેમત ઉઠાવીને પણ એ આખાંને આખાં ઝાડોને બીજે ઠેકાણે લઈ જવામાં આવે છે. ઝાડોની પ્રતિષ્ઠા એ લાકો કપરા અનુભવ પછી કરવા મંડયા છે.
અત્રે મોરક્કોના એક જૂના રાજાની વાત યાદ આવે છે. મારીકોમાં એમ પણ ઝાડા ઝાઝાં નથી કારણકે સહરાના રણના ઉત્તર છેલથી થોડે દૂર જ આવેલા એ પ્રદેશ છે. ઉકત રાજાના મહેલ એક વખત બંધાતા હતા અને એક મોટું ઝાડ એ બાંધકામની ગાર્ડે આવતું હતું એટલે ઈજનેરોએ કાપી નાખવાનો હુકમ આપ્યો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એણે મના કરી અને ઈજનેરીને આજ્ઞા કરી કે મહેલનો નકશો બદલો પણ આ ઝાડ કાપવાનું નથી. આવા વૃક્ષપ્રેમ માનવજાત કેળવશે તો જ એનો ઉદ્ધાર છે. આપણે ત્યાં કોયલી રિફાઈનરી જ્યારે બંધાઈ ત્યારે રિફાઈનરીની જગ્યામાં સુંદર આંબાવાડિયાં હતાં. રિફાઈનરીના કાબેલ ઈજનેરીને આ આંબાના ઝાડો ન કાપ્યાં અને રિફાઈનરીનું આયોજન એ રીતે કર્યું કે જેથી આજે, રિફાઈનરી વૃક્ષરાજીમાં છૂપાયેલાં રમકડાં જેવી લાગે છે. આ ઈજનેરોને આપણે અભિનંદન આપવાં જ જોઈએ.
ખેતીવાડીમાં રાજકાલ હરિયાળી ક્રાંતિને નામે, રસાયણિક ખાતરના જબરા ઉપયોગ થઈ રહ્યો છે. સાથેસાથ જંતુઘ્ન દશાન પણ જંગી ઉપયોગ થઈ રહ્યો છે. આ બધાના ઉપયોગ ન થા જોઈએ એવું મારું કહેવું નથી પરંતુ એના ઉપયોગ વિવેકપુર:સર થવા જોઈશે. આજે જ માન્નુર આવ્યા છે કે ત્રિપુરાના જંગલના પ્રાણી ગામાંથી ઘણા જંતુન દારાની ગેરડહાપણભર્યા ઉપયોગથી માર્યા ગયા છે અને જે ત્રિપુરામાં ૧૦ વર્ષ પહેલાં ૨૦૦ જેટલા રોયલ બેંગાલ ટાઈગર-શાહીવાઘ- હા ત્યાં આજે માત્ર ચાાર જ છે! એક જ પ્રમાણે બીજા પ્રાણીગા પણ નાશ પામ્યાં છે. અમેરિકામાં ડી. ડી. ટી. ઉપર છદંતર પ્રતિબંધ મૂકવાની વિચારણા ગંભીર રીતે ચાલી રહી છે એ વાત આ સંદર્ભમાં જણાવવા જેવી છે.
સૂક્ષ્મ જીવણના પણ આ પ્રદુષણના ભાગ બનતાં અટકયાં નથી: · કલકત્તા યુનિવર્સિટીના માટી જીવાણુશાસ્ત્ર (સાઈલ માઈકો બાયેલાજી)ના એક સંશોધકે રીઝેાબિયમ નામના જીવાણા પર કરેલા પ્રયોગાની વાત જાણવા જેવી છે. આ જીવાણુ જમીનમાંના નાઈટ્રોજનનો જથ્થા વધારી આપે છે એટલે જમીન માટે એ ઘણા ઉપકારક છે અને એની વંશવૃદ્ધિ જેમ વધારે થાય તેમ વધારે ફાયદો મળે છે. હવે એમેનિયમ સલ્ફેટ જેવાં તીવ્ર રાસાયણિક ખાતરો જ્યારે જમીનમાં વપરાય છે ત્યારે એ ખાતરની અસરને કારણે રી
૬૧
બિયમની વંશવૃદ્ધિ થતી નથી. એથી ઊલટું રિઝોબિયમને ખાઈ જાય એવાં બીજાં હાનિકારક જીવાણુઓની વૃદ્ધિ થાય છે. એટલે, જમીનમાં રાસાયણિક ખાતર વાપરવાનો નિર્ણય કરતી વખતે, જમીનની જે જીવાણલક્ષી સમતોલતા છે-બાયોલોજીકલ ઈકવીલીબ્રિયમ છે તે લક્ષમાં રાખવું અત્યંત જરૂરી છે. રાસાયણિક ખાતરી કે જંતુઘ્ન દવાઓની સ્મિત કરતાં પણ જમીનની જીવાણલક્ષી સમતોલતા નજર સમક્ષ રાખવા જેવી છે.
આમ આપણે જોયું કે નિસ્પ્લે પ્રવર્તાવેલાં ચક્રમાંથી કોઈ બાકી રહ્યું નથી. જીવાણુથી માંડીને વનસ્પતિસૃષ્ટિ, પ્રાણિસૃષ્ટિ, હવા, માટી વગેરે બધાં જ એક બીજાને સહારે સહસ્તિત્ત્વ માણે છે. ગોવો નીવસ્થ નીવનમ્--જીવ એજ જીવનું જીવન છે એવી સંસ્કૃત ઉકિતમાં પણ આ સહારાની ભાવના જ ડોકાય છે ને! વિજ્ઞાનની પ્રગતિ અને ઉદ્યોગિકરણ આ સહારાના મૂળમાં સુરંગ ન ચાંપે એ જોવાની સમસ્ત માનવજાતની ફરજ છે. (સમાપ્ત) –મનુભાઈ મહેતા
લાકશાહીનું ત્રીજું જૂથ
પ્રિય મનુભાઈ :
તા. ૧૦-૬-૭૨
તમે આ વખતે મુંબઈ આવ્યા યારે તમે મને લોકશાહીની રક્ષા માટે એક “ત્રીજું જૂથ” કરવા વિશે વાત કરી તેમાં મને રસ પડયા. વિશેષ આનંદ એ થયું કે આ જૂનની ૧૪મી તારીખે થોડા મિત્રો અમદાવાદમાં આ વિશે ચર્ચા કરવા મળવાના છે. અનુકૂળ હોત તો હું પણ આ સભામાં હાજર રહેત. હાજર રહી શકતા નથી એટલે આ પત્ર લખું છું.
હું એમ સમજું છું કે રાજ્યકર્તા પક્ષ એ એક જૂથ છે અને એક દિવસ સત્તા ઉપર આવવાની આશા સામે કામ કરતા વિધ પક્ષા બીજું જથ છે. આ બે જૂથોથી પર એક એવું ત્રીજું જૂથ હાઈ શકે જે લાકશાહી રાજકારણથી અલિપ્ત ન રહે પણ તે દ્રારા કોઈ સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્ન ન કરે, કાયદાના રાજ્યમાં જે સ્થાન ન્યાયાધીશનું છે તેવું સ્થાન લોકશાહી રાજકારણમાં આ ત્રીજા જૂથનું હાઈ શકે.
આમે ય તે આપણા લોહીમાં મુરબ્બીશાહી એટલી બધી ભળી ગઈ છે કે લાકશાહીનાં મૂલ્યો માત્ર સપાટી પર જોવા મળે છે. લોકશાહીનાં મૂલ્યો આ છે: કાયદાનું રાજ્ય, વાણીસ્વાતંત્ર્ય, વિચાર સ્વાતંત્ર્ય, મંડળી અને સભાસ્વાતંત્ર્ય, અને નિયત સમયે મુકત મતદાન દ્વારા સરકાર બદલવાની સગવડ. લોકશાહીમાં બધું જ બદલાયા કરે, પાત્ર અચલાયતન છે વિરાધ વ્યકત કરવાની અસરકારક સગવડ. મારી દષ્ટિએ લાકશાહીના વૈભવ એ છે કે તેમાં સાાધીશ મત સામે વિરોધ વ્યકત કરવાની છૂટ છે એટલું જ નહિ પણ એ વિરોધ વ્યકત કરવાની નાની મેાટી અનેક નહેરો છે. આપણા દેશમાં સ્વાતંત્ર્ય મતની આવી રહે ત્યારે જ બંધાશે કે જ્યારે સહજ રીતે લેાકશાહી વિરોધ વ્યકત કરવા માટે અનેક સંરથાઓ ઊભી થશે.
આવી નહેરો એ લોકો જ બાંધી શકે જેમને રાજ્યસત્તા પાસેથી કશું જ જોઈશું ન હાય. એનાર્કિક્સ્ટની જેમ ત્રીજું જૂથ રાજ્યસત્તાના વિરોધ ન કરે પણ જેમ તપસ્વી સાંસારથી અલિપ્ત રહેાના પ્રયત્ન કરે તેમ આવા લોકો રાજ્યસત્તાથી અલિપ્ત રહે. અનાસકિતથી પ્રજાકલ્યાણનાં કામ આવા કાર્યકરો ઉપાડે અને લેાકોનું બળ હાય તેટલું જ કામ કરે તો રાજ્યસત્તાનેં રૉસ્કારી બનાવવાના માર્ગ પર થોડાં પગલાં ભરી શકાય.
રોજિંદા જીવનની દષ્ટિને આ વિચારોનો અર્થ એ છે કે લોકશાહીના આવા રક્ષકોએ ચૂંટણીમાં ભાગ લઈ ધારાસભ્ય કે લેકરાભામાં જવું ન જોઈએ. રાવા સેવકોને મન ચૂંટણી એ અનિષ્ટ નથી. તેમને મન તે ચૂંટણીએ પવિત્ર સંરથા છે. એના રક્ષણ માટે તેઓ એટલા બધા સક્રિય અને સજાગ રહે કે જરૂર પડ્યે તેના રક્ષણ માટે પ્રાણ પણ આપી દે. હું માનું કે રાષ્ટ્રધ્વજ વગેરે પ્રતીકોનું સન્માન થાય તે યોગ્ય છે. પણ તે કરતાંય વધારે પાયાની પ્રવૃત્તિ ચૂંટણી છે. ચૂંટણી જ્યાં અશકય હાય તેવા દેશના રાષ્ટ્રધ્વજને કોણ નમન કરે? ચૂંટણી વિશે આપણા કેટલાક સર્વોદય આગેવાનોએ જે અરાજકતાવાદી અભિપ્રાયો વ્યકત કર્યા છે તેથી લેકશાહી અને સર્વોદય સમાજના સ્વપ્નને વિના કારણ હાનિ પહોંચી છે.
એટલે ચૂંટણી તે આપણા માટે ઘીના દીવા છે. આ ચૂંટણીની પદ્ધતિ સત્તા, ધન અને બીજી—બળજબરીથી વધુને વધુ મુકત થતી જાય તે માટે આ “ત્રીજા જૂથે” પ્રયત્નો કરવા જોઈએ, એ રીતે ત્રીજું જૂથ લોક્શાહીના શિક્ષકનું કામ કરે પણ પરિસ્થિતિ એટલી