________________
પ્રબુદ્ધ. જીવન
તા. ૧-–૧૯૭૨
પ્રદુષણ ઉઘોગીકરણને અભિશાપ
(ગતાંક્થી ચાલુ)
નથી, લોભ નથી. સઘળુ જ્યારે શાંત બને છે. મનની ગતિ પરમ વિધાયક છે. ત્યાં કશું જ ખંડનાત્મક નથી, સર્જનાત્મક છે.
રેસિડેન્સયલ સ્કૂલ ખેલવી યોગ્ય છે. જ્યાં માબાપ શિક્ષક અને છોકરા સાથે એકત્ર મળી શકશે. ખુલ્લે દિલે જ્યાં તક્લીફ હોય તેની ચર્ચા કરી શકે,
મનુષ્યનું સામાન્ય જીવન સુસંવાદી જીવન બની શકે–જો મનુષ્ય બાહ્ય-ભીતર સંપૂર્ણ રીતે નિરાંતમાં હોય અને સુસંવાદી જીવનમાંથી જે જે પ્રતિઘોષ ઉઠવાન તે પ્રેમ અને સહયોગના ઉઠવાના.
શરીર અને મનની પેલી બાજ પણ ચેતનાનો આયામ છે કે જયાંથી મનુષ્ય મન અને શરીરને કરણ તરીકે વાપરે. પરંતુ કયારે ય કરણના ફુલ ગુલાબના ના બને. ચેતનાના એ આયામથી મનુષ્ય સર્વ સંબંધોમાં વ્યવહાર કરી શકે તે સંભવ છે.
જો માણસ એકાંતમાં જાય તો સમષ્ટી સાથેના સઘળા સંબંધને તેડવાને અને શુષ્કતાને વરવાનો. શિક્ષણ તો એ છે કે શારીરિક જરૂરિયાત જે મૂળભૂત છે-ઊભી કરેલી માગ નહીં–તેના માટે જરૂરી કામ કરે. સાથે પિતાને જાણે-જુએ અને પશુ-પક્ષી અને વનસ્પતી સાથેના પિતાના જીવનને જોડે, તેડે નહીં; એક એવે સુસંવાદી સૂર આંતરિક બાહ્યજીવનના સંબંધમાં સધાય અને જીવનને સુસંવાદી બનાવે, સુસ્વર બનાવે. - મનુષ્ય પ્રતીકેમાં જીવ્યો છે. સમય પણ પ્રતીક છે. શબ્દ પણ પ્રતીક છે. પ્રતીક આપણે આપણી અનુકૂળતા ખાતર રયા છે. એમાં સપડાવું જોઈએ નહીં.
છેલલે બોલતાં કહ્યું કે, કેળવવાને - સુસંસ્કૃત કરવાને યુગ હવે સમાપ્ત થયો છે. શિક્ષાણ યુગ શરૂ થયો છે. વિશ્વ અતિ કટોકટીની ઘડીઓમાંથી પસાર થઈ રહ્યું છે. મનુષ્યનિર્મિત સીમાડાડાઓ તૂટી રહ્યા છે. આજની પેઢી તૂટેલા સીમાડાને જોઈ રહી છે. નવનિર્માણની સૂઝ નથી એટલે શું કરવું એની મુંઝવણમાં છે. એક જબરજસ્ત 'આવાન મનુષ્ય જાતિ સમક્ષ છે. આજને વિભાજીત મનુષ્ય પૂર્ણતાને ઝંખે છે. મનુષ્યને પૂર્ણતામાં વિક્સવામાં મદદ કરવી અને પૂર્ણતાની સાથે તેને સુગ્રથિત કરવું તે શિક્ષણ. - શિક્ષણના ઘણા પાસા છે. એક તો જીવન જીવવા માટે કમાવું. તેના માટે પણ શિક્ષણ જરૂરી છે. દૈનિક જીવનમાં પોતાની સાથેના સધળા સંબંધમાં કઈ રીતે વર્તી રહ્યા છીએ. તેની આ જગતમાં સભાનતા રહેવી, રાખવી તે પણ શિક્ષણ છે. સંબંધ તો અરીસા છે. જેમાં મનુષ્ય પોતે પોતાની જાતને જોઇ શકે છે. ત્રીજ બહારના જગત પશુ-પક્ષી અને પ્રકૃતિ સાથેનું સંવાદીપણું સધાવું એટલે એકમેકને સાંકળીને સમગ્રતામાં જીવવું તે છે.
પ્રજ્ઞા અને બુદ્ધિને ભેદ સમજાવતા દિદિએ કહતું કે વ્યકિતવ્યકિતમાં તીવ્ર બુદ્ધિ, મંદ બુદ્ધિ, વ્યકિતગત સંભવી શકે છે. પરંતુ પ્રશામાં તો દરેક મનુષ્યનું સત્વ છે. એ કોઇનામાં વધારે ઓછી હોવી સંભવ નથી - દરેકમાં છે. ઉદ્દઘાટન થયું નથી એટલું જ છે. શીખવવું એક ધંધે છે. કમાવા માટે કરેલું કૃત્ય છે. એની પાછળ કમાવાને હેતુ છે. એટલે તે આંશિક છે. જ્યારે શિક્ષણ સમગ્રતાને સમગ્રત્વ સાથેનું સંકલન સાધવાને નિહૈ તુક પ્રયાસ છે તેથી જ મારે માટે શિક્ષક એ પવિત્ર વ્યકિત છે. જે નાના કુમળા બાળકોની જીવન કળીને વિકસાવવા માટે અને તેમાં રહેલી સુરભિત પૂ૫ બનવાની સંભાવનાને છતી કરવા માટે અભૂતપૂર્વ પ્રયાસ આદરે છે.
મૌન માટે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, મારી અનુભૂતિ છે તેમાં જીવું છું તેથી હું કહું છું અહીં જયારે બેલી રહું છું ત્યારે એની પાછળ મારે કોઈ હેતુ નથી. એ અહેતુક છે. તમે મને ફરીથી બેલાવે એટલે તમને સારું લાગે તેવું બોલું એ કોઈ હેતુ નથી. કેવળ અહેતુક હોવાને કારણે શ્રોતા-વકતા વચ્ચે સહસંવાદી પારું શબ્દના સેતુથી રચાય છે.
આભાર માનીને સહુ વિખરાયા. પ્રભા મરચંટ
દુનિયાના ૨૨૦૦ જેટલા અગ્રણી વિજ્ઞાનીઓએ પ્રકૃતિના ચકને તેડવાથી થતી હાનિ અંગે ચેતવણી આપત જે સંદેશો સમસ્ત દુનિયાની પ્રજાને આપ્યો છે તેની વાત આપણે ગયા લેખમાં જોઈ ગયા. હવે આ લેખમાં હાનિ કેવા પ્રકારની હોય છે તેનાં કેટલાંક શાબ્દિક ઉદાહરણ જોઈશું. પ્રત્યક્ષ ઉદાહરણો-તસવીરા-માટેઅવકાશ નથી.
આ લખાય છે ત્યારે તા. ૨૨મી જૂને જ સમાચાર પ્રસિદ્ધ થયા છે કે, ટોકિયોના નગરપતિએ હવેથી બસમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે કારણકે મેટર ગાડીઓના ધૂમાડાને કારણે હવામાં જે પ્રદુષણ થાય છે અને કાર્બન મેકસાઈડ નામના ઝેરી ગેસનું જે પ્રસારણ થાય છે (આ ગેસ સૂક્ષ્મ પ્રમાણમાં મોટરના એકઝોસ્ટમાંથી નીકળે છે.) તેને ઓછું કરવા માટે લોકે વધારે ને વધારે ઓછી ગાડી વાપરે એ દાખલે તેમને બેસાડવે છે. એક રીતે જોઈએ તે અત્યારે છે તેવી મેટર ગાડીઓ અથવા તે કોઇ પણ ઇન્ટરનલ કમ્બશ્યન એંજિન (સિલિન્ડરની અંદર બળતણ બાળતું એંજિન) લાંબે ગાળે માનવ સમાજ માટે શાપરૂપ થઈ પડે એમ છે. એટલે તે અમેરિકાના લેસ જલ્સ જેવાં મહાનગરમાં કાયદે કરવામાં આવ્યો છે કે ૧૯૭૫ની સાલ પછી અત્યારે છે તેવી મેટર ગાડીઓ શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં ફરવા દેવામાં નહિ આવે. જે ગાડીઓમાં, પાછળથી નીકળતા એક્ઝોસ્ટના ઝેરી વાયુઓને હાનિરહિત બનાવવાની વધારાની યંત્રસામગ્રી ગોઠવવામાં આવી હશે તેવી જ ગાડીઓને ફરવા દેવામાં આવશે. કોઈને કદાચ આ ગભરાટીયું પગલું લાગશે પરંતુ એમાં સાચી દુરંદેશી રહેલી છે.
અને આ દુરંદેશી બીજા દેશોના અનુભવમાંથી જન્મેલી છે. લડાઇ પછીનાં ઉધોગીકરણને કારણે જાપાન આજે એટલું સમૃદ્ધ થઈ ગયું છે કે ત્યાં મેટરગાડીઓને પાર રહ્યો નથી. આ મેટર ગાડીઓમાંથી નીકળતા ધૂમાડાને કારણે તથા અન્ય કારખાનામાંથી બહાર ફેંકાતા કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, એમેનિયા વગેરે જેવા હાનિકારક વાયુને કારણે ટોકિયોનું વાતાવરણ એટલું દુષિત થઈ ગયું છે કે માનવીને જોઈએ એટલે પ્રાણવાયુ પણ ઘણી વાર હવામાંથી મળતું નથી અને માનવી ગૂંગળામણ અનુભવે છે. આવી ગૂંગળામણ અનુભવતો માનવી જોઈતો પ્રાણવાયુ મેળવી શકે એ માટે શેરીઓને નાકે, પ્રાણવાયુ પુરાં પાડતાં યંત્રો રાખવામાં આવ્યાં છે. આ યંત્રમાં એક સિક્કો નાંખે અને મંત્ર સાથે જોડેલ બુરખા નાક પર લગાવી દે એટલે એ યંત્રમાંથી પ્રાણવાયુ નીકળીને તમારા શ્વારની સાથે અંદર જાય. આપણા બીમાર માનવીઓને હોસ્પિટલમાં ઓકિસજન આપવામાં આવે છે એ તો આપણે બધા જાણીએ છીએ પરંતુ સાજા માનવીઓને રસ્તે ચાલતાં આ પ્રમાણે એક્સિજન લેવો પડે છે તે આજનાં ઔદ્યોગિકરણની જ બલિહારી છે–કહે કે અભિશાપ છે.
પૃથ્વીનાં ઘણાં તત્ત્વોની સાથે સૂક્ષમ પ્રમાણમાં પાર ભળેલ છે. આ તને જ્યારે ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે ત્યારે, એમાંને પાર, નકામાં તત્ત્વ તરીકે બહાર ફેંકાઈ જાય છે (એને ભેગા કરીને એને અન્યથા ઉપયોગ કરવાનું વેપારી દષ્ટિએ પરવડતું નથી) આ પારો સૂક્ષ્મ સ્વરૂપે પણ નદીમાં જો વહેવરાવવામાં આવે તે એ, એ નદીમાંની માછલીઓના શરીરમાં પ્રવેશે છે અને પછી એ માછલી ખાનારને એ રેગ થાય છે કે જેને કારણે એ આખી જિંદગી પીડાય છે. એનાં અંગે બધાં વાંકાં થઈ જાય છે, મેં વાંકુ થઈ જાય છે, હાડકાં વળી જાય છે અને એ કાંઈ કામને રહેતા નથી. જાપાનના મિયામાટા નગરમાં સૌથી પહેલાં આ વાત નજરે પડી હતી એટલે આ રોગને મિયામાતા ડીસીઝ એવું નામ આપવામાં આવ્યું છે.
આ જ પ્રમાણે કેડમિયમ ધાતુનું ચોક્કસ પ્રમાણ જે શરીરમાં જાય તે હાથનાં આંગળાં બધાં વાંકાં ટૂંકા થઈ જાય એવો રોગ થાય છે.
બુક મનુષ્ય