SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન પક વૃક્ષોનાં પાંદડાં પર જે જળબિંદુ રહ્યાં છે, તેને સૂર્ય રશ્મિ આવીને ચમકાવે છે. પવન જોરથી વાય છે. કાલે જ જંગલમાં ફરવા ગયા હતા. ઘરથી જંગલ દૂર નથી. ધરતી પર તોતિંગ વૃક્ષોની હારની હાર લાગી હતી. અને અમે બધા વૃક્ષોની તોતિંગતા આગળ ખૂબ નાના લાગતા હતા. અરે, વનની શોભાનું શું વર્ણન કરવું. બધું જ લીલુંઝાડ, પાન, થડ નીચે જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ત્યાં ધરતીને લીલે શણગાર દેખાઈ આવતો હતો. આજે દિદિ ૨-૩૦ વાગે ‘શિક્ષણનું આહવાન” The challenge of Education ઉપર બોલવાના છે. અમે દિદિ જયાં બોલવાના હતા તે સભાગૃહ પાસે આવી પહોંચ્યા. સભાગૃહમાં છે જેને શિક્ષણમાં રસ હોય તેવા એકસો દસ મનુષ્ય હતા. દિદિ માટે મેટા ટેબલ પર બેઠક બનાવી હતી. શાંતિ અને શિત માટે તે પશ્ચિમ બ્રખ્યાત છે જ. શાંતિ ઘણી હતી. સભાગૃહને છેડે ટેબલ પર પુરતક વેચવા માટે મૂકયા હતા. જેણે સંચાલન કર્યું તેણે સ્વાગત કર્યું અને દિદિએ બોલવાની શરૂઆત કરતાં કહ્યું : હોલેન્ડની ભૂમિ પર આવવાને મને આનંદ થાય છે. મારી ઘણી ઓળખાણો અને મિત્રો આ ભૂમિ પર છે. | ‘શિક્ષણનું આહ્વાન સમસ્ત માનવ જાતને પ્રાણપ્રશ્ન છે. શિક્ષણ શબ્દ સમજવા પહેલા Training, Culture અને Education સમજવા જરૂરી છે. કારણ કે ત્રણે શબ્દ આપણે સાથે સાંકળ્યા છે. આજ્ઞાથી–હુકમથી જે કાંઈ વિકાસ થાય છે તે કેવળ આંશિક યાંત્રિક હોય છે. તેમાં મનને પણ વિકાસ નથી. તેમાં પુનરાવર્તન તે છે જ, પરંતુ સ્થળ હિંસા સમાયેલી છે. જેવી રીતે પશુઓને કેળવવામાં આવે છે. Training શારીરિક સ્તર પર છે, તદ્દન પ્રાથમિક છે. પછી આવે છે. Culture સુસંસ્કૃત કરવું, શણગારવું, ઓપ આપવો. શરીરને, મનને નક્કી કરેલા આદર્શ મુજબ નક્કી કરેલી પદ્ધતિ મુજબ ઓપ આપવો, એમાં પણ સભ્ય રીતે વિચાર પદ્ધતિ લાદવાનું તે આવે જ છે. Training કરતાં આમાં હિંસાનું સ્વરૂપ પાતળું છે. પરંતુ હિંસા તો છે જ. આ પણ આંશિક છે. જ્યારે શિક્ષણ તે જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન આણે છે. એને લાવવું પડતું નથી. શિક્ષણ સમૂળી સમગ્રતામાં ક્રાંતિ છે. શિક્ષણમાં ક્રાંતિ આણવી એ મનુષ્યજીવનનો પ્રાણપ્રશ્ન છે. એને માટે મનુધ્યમાં હોવી જોઈએ શીખવાની લગન, શીખવાની ધગશ. મનુષ્ય એકદમ સાવધ હોવો જોઈએ. ગ્રહણ શકિત અને સંવેદનશીલતા હોવા અત્યંત જરૂરી છે. શિક્ષણ છે સમગ્રતાને સર્વાગી વિકાસ. શિક્ષણ એકાંગી નથી. માબાપ શિક્ષણ માટે ગમે તેટલા આતુર હોય પરંતુ બાળકમાં-વિદ્યાર્થીમાં જે જીવતી ધગશ ના હોય, ગ્રહણ ' શકિત ના હોય, સંવેદનશીલતા ના હોય, તો મનુષ્ય શીખી શકતો નથી. શકિત કંઠિત બની જાય છે. કશાના માલિક થવું, કશા ઉપર વિજય મેળવ જો એ જીવનની રીત માબાપે નક્કી કરી હોય તો પોતાના જ આગ્રહને બજ, બાળક પર લદાવાને અને એમાંથી પ્રગટ થવાના સ્પર્ધા–હરીફાઈ–ઈર્ષા–જલન.. શિક્ષણ એ આજને જીવનમરણનો પ્રશ્ન છે અને મને લાગે છે કે જીવન જીવવાની રીતમાં સમૂળી ક્રાંતિ તે છે શિક્ષણ. અને એ પ્રકારનું શિક્ષણ વિધાયક છે, સર્જનાત્મક છે. એ જ દિવસે શિક્ષણ ઉપર પ્રશ્નો પૂછાયા. પ્રશ્નનો જવાબ આપતાં દિદિએ કહ્યું કે, શિક્ષાણ જીવનથી અલગ નથી. મનુષ્ય જીવનને અનેક ખંડમાં વિભાજીત કર્યું છે. ઘરમાં રહેતા મનુષ્યનાં જીવનનું મૂલ્યાંકન સત્ય, પ્રેમ, સહકાર પર આધારિત હોય છે. પરંતુ ઘરની બહાર નીકળતા એ જ મનુષ્યનું ધંધામાં મૂલ્યાંકન સ્પર્ધાપર આધારિત મહત્વકાંક્ષા મેળવવાની ઈચ્છા હોય છે. એને કારણે અસત્યઈર્ષ્યાને જન્મ થાય છે. વળી રાજકારણમાં મૂલ્યાંકન તદ્દન જુદું હોય છે. દૈનિક જીવનમાં આવા વિરોધાભાસ વચ્ચે મનુષ્ય જીવતો હોય છે. આવો બાંડિત માનવ-વિભાજીત માનવ કોઈ પણ સંબંધમાં પછી તે પત્ની હોય બાળક હોય કે પિતા હોય, શું આપી શકે? વળી મનુષ્યને આગ્રહ પણ એવો રહેવાને કે બાળક પણ વિવિધ મૂલ્યાંકનમાં જીવતું થાય. આમાંથી મુકત થવાને કોઈ ઉપાય છે ખરે કે? જે જીવનમાં શિક્ષણની ધગશ જાગી હોય, અત્યારની કટોકટીભરી પરિસ્થિતિ નિવારવાની અજબ તડપન દિલમાં જાગી હોય, એને માટે જીવન હોડમાં મુકવાની તૈયારી હોય, તે કશુંક પરિણામ આવવાને સંભવ છે. ત્યારે માનવ પોતે, પોતાની જાતને મનુષ્ય સાથેના સંબંધમાં, સમાજ સાથેના સંબંધમાં, સમષ્ટિ સાથેના સંબંધમાં જેતે થઈ જશે. અને એ જ દષ્ટિ તે છે શિક્ષણ. પ્રથમ પિતાથી જ શરૂઆત કરવાની છે. જીવનમાં અગ્રતા શિક્ષણની માગને અપાય તે સંભવ છે ખરો. આવા મનુષ્ય પોતાનામાં શિક્ષણની અપૂર્વ ક્રાંતિ સજીને, જીવંત અણુઓ બનીને અનેકના જીવનમાં વિધાયક ક્રાંતિ લાવી શકે. કોઈકે પૂછયું કે નાના બાળકને ફરજિયાત કામ કરાવવું પડે. ફરજ ના પાડીએ તો બાળક કેવી રીતે ઉછેરાય. અને તે કાંઈ ખબર જ હોતી નથી. નાના બાળકને શિક્ષણ કેવી રીતે આપવું? દિદિએ જવાબ આપતાં કહ્યું કે, સ્ત્રી-પુરૂષના સંભોગ વખતથી જ શિક્ષણ શરૂ થાય છે. સ્ત્રી - પૂરૂષની ત્યારની માનસિક પરિસ્થિતિ ઉશ્કેરાટ ક્રોધ-ઈષ્ય મહત્વકાંક્ષાથી ભરપૂર હોય તો બાળકને માનસિક ઢાંચે તે ત્યાં જ બંધાવાને, જ્યારે તમે બાળકમાં આગ્રહ, ક્રોધ જાઓ ત્યારે પોતે પોતાની જાતને અને એ વખતની પરિસ્થિતિને યાદ કરવી જરૂરી છે. પ્રથમ દષ્ટિ દોષિત તે પિતે જ છે. એટલે માતાપિતા બનવું એ જીવનની અત્યંત પવિત્ર ઘટના છે. માબાપ બનવા પહેલા મનુષ્ય પોતાની જાતને શિક્ષિત કરવી જરૂરી છે. આ મુદ્દો દિદિએ એમના પહેલા પ્રવચન વખતે મૂકેલો. બીજે દિવસે બોલતા દિદિએ કહ્યું કે, મનુષ્ય નિર્મિત સીમાડા -ઢાંચા તૂટી રહ્યા છે. આજની પેઢીની સમક્ષ એક આવાન ખડું થયું છે. પ્રથમ તે મનુષ્ય નિર્મીત ઢાંચાને અસ્વીકાર છે. જે ગતિથી વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી રહ્યા છે. અને મનુષ્ય મનની ભૂમિકા પર બંને ત્યાં જ છે. બાહ્ય–આંતરિક સંઘર્ષ ચાલુ છે. એને સમન્વય સાધી શકાય તે શક્ય છે. જો મનુષ્ય આંતરિક ગતિને પિતાના વિવિધ મૂલ્યાંકનથી વિચારોના વિરોધાભાસથી કુંઠિત ના કરે તો નવા મનુષ્યનું નિર્માણ થવાનો સંભવ છે. જે સમગ્રતામાં સાહજિક રીતે જ જીવતો હોય તે સહજતા સમગ્રતામાં જીવનારની સૌરભ બની રહેશે. - શરીરની જરૂરિયાત મૂળભૂત માગ અને મન વચ્ચે સંઘર્ષ ચાલે છે. એનું ખેંચાણ દબાવ મન ઉપર રહ્યા કરે છે. જો આપણે બરાબર જાણતા હોઈએ અને માનતા હોઈએ કે મન શું છે એ કેવી રીતે કામ કરે છે, એનું કશું જ જ્ઞાન આપણને મળ્યું નથી અને એ વિદ્યાર્થીને બાળકને મળવું જરૂરી છે. આપણે જાણતા ના હોવા છતાં જાણવાને દંભ તૂટશે તો ત્યાંથી પણ શિક્ષણની શરૂઆત છે. તે વિદ્યાર્થીને મન શું છે તે કેવી રીતે કામ કરે છે, એ આજના નૂતન અવિાને શિક્ષણમાં દાખલ કરી શકાય. જીવન અશાંત છે. અને આવાને જીવનમાં આવવાના. એ આહ્વાને સમશ્યા તે ત્યારે બને છે કે જીવનમાં સામે જે આવ્યું છે તેને જોવું નથી, જાણવું નથી, સ્વીકારવું નથી. એની સામેથી મેં ફેરવી લેવું છે. દૂર ભાગવું છે. ત્યારે તે સમશ્યા બની જાય છે. આદુવાહન અવસર ત્યારે બને છે કે જયારે મનુષ્ય તેમાંથી શીખે છે. પિતાની જાતને શિક્ષિત કરે છે. મૌનને પણ શિક્ષણમાં આવરી લેવું જરૂરી છે. અનેક ખેંચ દબાવ સંઘર્ષથી માનવ ઘેરાય છે. ક્રોધ લોભ, મોહ-મમતામાં આંતરિક શકિત ખર્ચાય છે જ. મૌન એક એ આયામ છે કે જે શકિત અનેક દિશાઓમાં વેરવિખેર થઈ છે તેને તેના મૂળમાં લઈ જાય છે. મનુષ્ય સંપૂર્ણ રીતે નિરાંત અનુભવે છે. ખેંચ નથી. દબાવી
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy