SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પ્રબુદ્ધ જીવન તો, ૧-૭-૧૯૭૨. E ૧૯૭૧ના ચોપડાઓ એડિટ કરી આપવા માટે તેમને આભાર માનવામાં આવ્યો. ત્યાર બાદ ચાલુ વર્ષ માટે સંઘની કાર્યવાહક સમિતિના પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શરૂઆતમાં પાંચ અધિકારીઓ સર્વાનુમતે ચૂંટાયા બાદ ઉપસ્થિત સભ્યોને મતપત્રકો વહેંચવામાં આવ્યાં હતાં અને કારોબારીના પંદર સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. ચૂંટણીની વ્યવસ્થા તથા મતગણતરીનું કામ સંઘના એડિટર શ્રી. મહેતા તથા કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી બાબુભાઈ જી. શાહને સોંપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સભ્યોને બોલવા કે સૂચનો કરવા પ્રમુખશ્રીએ ત્યાર બાદ વિનંતિ કરી હતી અને પ્રબુદ્ધ જીવન વિષે પણ સૂચને કરવા જણાવ્યું હતું. “પ્રબુદ્ધ જીવન” જે રીતે પ્રગટ થઈ રહ્યું છે તે વિશે સૌ. સભ્યએ સંતોષ વ્યકત કર્યો હતે. શ્રી વસંતલાલ નરસિંહપુરાએ વસત વ્યાખ્યાનમાળા ચાર ને બદલે છ દિવસની રાખવી એમ સૂચવ્યું હતું , શ્રીયુત ચીમનલાલ ચકભાઈ શાહને સૌરાષ્ટ્ર મેઈલમાં જવાનું હોવાથી તેઓ ૫-૪૫ વાગ્યે ગયા હતા અને શ્રી રતિલાલ ચીમનલાવ કોઠારીના પ્રમુખસ્થાને નીચે પ્રમાણે કામ આગળ ચાલવું પ્રા. રમણલાલ શાહે એવી સૂચના કરી હતી કે જે વ્યકિત સતત ૨૫ વર્ષ સુધી સંઘના સભ્ય તરીકે ચાલુ રહે તે આજીવન સભ્ય ગણાય એવી જોગવાઈ કરવી જોઈએ.' આના અનુસંધાનમાં શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆએ એવી સુચના કરી હતી કે પ્રા. રમણ ભાઈનું જે સૂચન છે એના અનુસંધાનમાં મારું એવું રાચન છે કે જે વ્યકિત સંઘની કાર્યવાહક સમિતિ પર સતત ૧૫ વર્ષ સુધી ચાલુ રહી હોય તે આપોઆ૫ આજીવન સભ્ય ગણાય એવી જોગવાઈ કરવી જોઈએ. આ સૂચન પર હવે પછીની કાર્યવાહક સમિતિ વિચારણા કરશે એમ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું. સંઘના સભ્યો અને પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો વધારવા માટે દરેક સભ્યો જહેમત ઉઠાવે એવી મંત્રીઓ તરફથી વિનંતિ કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાનના સભ્યોએ સંઘના કામમાં જે સહકાર આપ્યો છે તે માટે સૌનો હાર્દિક આભાર માનવામાં આવ્યા હતા. - ત્યાર બાદ સંધના એક સભ્ય શ્રી ચંપકભાઈએ ગણિતના પ્રયોગ કરી બતાવ્યા હતાં. અને પ્રમુખશ્રીના આભારદર્શન પછી સભા બરખાસ્ત થઈ હતી. ચૂંટણીનું પરિણામ ૧૯૭૨ ના વર્ષ માટે સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણીનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું. ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ ૨. , રતિલાલ ચીમનલાલ કોઠારી ઉપ-પ્રમુખ ૩. દામજીભાઈ વેલજી શાહ કોષાધ્યક્ષ ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રી આ સુબોધભાઈ એમ. શાહ , પ્રવીણભાઈ મંગળદાસ શાહ સભ્ય ટેકરશી કે. શાહ ૮. , જાંતિલાલ ફોહચંદ શાહ ૯. આ નિરુબહેન એસ. શાહ , કે. પી. શાહ , દામિનીબહેન જરીવાળા ૧૨. પ્રા. રમણલાલ સી. શાહ શ્રી બાબુભાઈ જી. શાહ ૧૪. , એમર જરીવાળી , ધીરજલાલ ફુલચંદ શાહ ૧૬' , મફતલાલ ભીખાચંદ શાહ એ ભગવાનદાસ પોપટલાલ શાહ ૧૮. , હરિલાલ ગુલાબચંદ શાહ , એ. જે. શાહ આ રમણિકલાલ મણિલાલ શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ૬ આશાનો ટમટમતે દિવડો સમાજના નિર્મળ પ્રવાહમાં કચરો વધવા માંડે છે ત્યારે કેટલોક કચરે પાકીને તળિયે બેસી જાય છે. અમુક હલકો કચરે સપાટી ઉપર દષ્ટિગેચર થાય તે રીતે તર્યા કરે છે. પરંતુ નષ્ટ થયેલા તળિયાના કીચડ અને તરી રહેલા હલકા કચરાની વચ્ચે એક શુદ્ધ પ્રવાહ સતત વહેતો હોય છે. પ્રદર્શનકારી ખર્ચને વરેલ સમાજો એક દંભી વર્ગ એ ઉપલી સપાટીને કચરો છે. તે કચરો વધી જાય છે ત્યારે નીચે મજબૂત રીતે વહેતો મધ્યમવર્ગને પ્રમાણિક જળને પ્રવાહ દેખાતો નથી. પણ તે સતત વહેતો હોય છે અને તે, જ સમગ્ર સમાજને જીવતો રાખે છે. આજકાલ વર્તમાનપત્રોમાં, સરકારી તંત્રમાં લાંચરૂશવત, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, ચેરી, સિનેમામાં અર્ધનગ્ન દશ્યો અને કાળાંબજાર વગેરેના અહેવાલ આપણે વાંચીએ છીએ. કેટલાક વર્તમાન પત્રો વાચકોના મનોરંજન માટે સનસનાટીભર્યા સમાચાર પીરસે છે. સ્ત્રી-પુરુષના આડા સંબંધ, છૂટાછેડાના જૂજ બનાવના સમાચાર, બળાત્કારના અહેવાલો અને બીજી કાળવાણીએ છાપીને આ વર્તમાનપત્રો વાચકના મનને ભ્રષ્ટ કરે છે એટલું જ નહિ નિરાશાવાદી લોકોના મનમાં સમાજની તંદુરસ્તી અંગે હતાશા ફેલાવે છે. બ્રિટનની એક યુનિવર્સિટીના સમાજશાસ્ત્રીએ ભવિષ્ય ભાનું હતું કે આવતા ૧૦ વર્ષમાં ૨૫ ટકા જેટલા લગ્ન છૂટાછેડામાં પરીશમશે. સ્વિડન જઈ આવનારા લોકો ત્યાં ફેલાયેલા પેશાબને લગતા રોગોના આંકડા વર્તમાનપત્રોમાં વાંચીને પછી તેના મિત્રોને એ વાતો વધારીને કહેશે. રશિયામાં જઈને ત્યાંનું કંઈક નઠારું જોવાનું ઘાને મન થશે. રશિયામાં ગુનાખારી બહુ ઓછી છે એટલે ત્યાંની જે લગભગ ખાલી હોય છે તે વાત આપણે ગળે જલદી નહિ ઉતરે. પરંતુ રશિયામાં હવે સંયુકત કુટુંબમાં રહેતા સભ્ય અંદર અંદર ઝઘડીને કાં તે આત્મઘાત કરે છે અગર તો પોતાના જ સગાવહાલાને ઝેર દઈને મારી નાંખે છે તેવા કેટલાક દાખલા આપણને કોઈ આપશે તો તેમાં રસ પડશે. જાપાનની ઔદ્યોગિક પ્રગતિ સામે ત્યાંના પ્રદુષીત વાતાવરણની વાત આપણી સામે ઘેરી દેખાય છે. અમેરિકાની સમૃદ્ધિ સામે ત્યાંના યુવાનોમાં ચરસ-ગાંજાની લતનાં અઢળક દાખલા અપાય છે. સુરેપની “પરમિટીવ સંસાયટી”ના સરદાર સમાચાર આપવાની જહેમત લઈને ત્યાંની સાંસ્કૃતિક પ્રવૃત્તિના સમાચાર વાંચવાની કે છાપવાની કોઈ તસદી લેતું નથી. ભારતમાં સામાજિક ભ્રષ્ટાચાર છે તે દુનિયાના બધા દેશોમાં આપણા કરતાં અનેકગણો ભ્રષ્ટાચાર છે તેમ માનીને આપણે સમાધાન લઈએ છીએ. દિલ્હીની કોલેજ કે સ્કુલના હજારે વિદ્યાર્થીઓમાંથી બે-ચાર છોકરા છોકરી ગાંજો પીએ એટલે તુરત જ તે સમાચારને મોટા મથાળા હેઠળ ચમકાવવામાં આવે છે. “જન્મભૂમિ” દૈનિકમાં આ લેખકે શ્રી મેહનલાલ પી. ગાંધીના સોગ સાથે સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લેખમાળા લખી હતી ત્યારે તેનાથી સરકારની આંખ ખુલવાને બદલે અને લાંચ આપનાર કે લેનારને માટે આત્મપરિક્ષણને વિષય બનવાને બદલે તે લેખમાળા માત્ર સૌનું મનોરંજન બનવા પામી હતી. લોકોએ એમ માની જ લીધું છે કે “બધે જ ભ્રષ્ટાચાર છે, કોઈ પ્રમાણિક નથી.” સરકારી તંત્રમાં લાંચીયા અમલદારોની વરચે રાંખ્યાબાંધ પ્રમાણિક અમલદારે લાલચ સામે ઝઝુમતા હોય છે તેવી વાતનો ઉલ્લેખ કરીએ તો તેના પ્રત્યે કોઈ લક્ષ્ય આપશે નહિ. “વ્યાપાર” નામના અર્ધસાપ્તાહિકે એક વખત વ્યાપારી ક્ષેત્રે જે કોઈ પ્રમાણિક વેપારી હોય તેના જીવનચરિત્ર પ્રગટ કરવાનું સાહસ કરેલું. માત્ર બે જ લેખ પ્રગટ થયા ત્યાં તંત્રી ઉપર પત્રો આવવા માંડયા કે “જે કહેવાતી પ્રમાણિક વ્યકિત વિશે તમે લખે છે. તેણે તમને પૈસા ખવરાવ્યા લાગે છે...વગેરે.” ૧૦. » છે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy