________________
તા. ૧-૭-૧૯૭ર.
પ્રબુદ્ધ જીવન
૫૫
માળા અને પ્રબુદ્ધ જીવનના ખરીને ખ્યાલમાં રાખીને શ્રી. પરમાનંદ કાપડિયા સ્મારક નિધિના ટ્રસ્ટીઓએ ૧૯૭૧ના વર્ષ માટે એનિધિમાંથી રૂપિયા ચાર હજાર સંઘને ભેટ આપ્યા છે.
આપણું જનરલ ફંડ રૂ. ૨૪૧૭૧-૧૮નું ગયા વર્ષે હતું. તેમાં સંઘની આવકજાવકના વધારાની રકમ રૂ. ૩૬૩૩-૪૯ ઉમેરાતાં તે
. ૩૪૩૩-૪૯ ઉમેરાતાં તે રૂ. ૨૭૮૦૪-૬૭નું થયું. અને તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખેટ રૂા. ૬૦૧-૨૦ બાદ જતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂા. ૨૧૭૧૩-૪૭નું રહે છે.
આપણું રીઝર્વ ફંડ રૂા. ૨૬૭૦૪-૮૯• છે.
આપણું મકાન ફંડ આગલા વર્ષે રૂા. ૨૫૪૬૭-૫૭નું હતું.. તેનાંથી આ વર્ષના રિનોવેશન ખર્ચના રૂા. ૧૪૪૮-૩૮ બાદ કરતાં આપણા મકાન ફંડમાં રૂ. ૨૪,૦૧૯-૧૯ જમા રહે છે. - આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂ. ૨૧૮૩-૦૦નું હતું. તેમાં પુસ્તકોનાં વેચાણના રૂા. ૧૪-૫O આ વર્ષે આવ્યા તે ઉમેરતાં વર્ષની આખરે પુસ્તક પ્રકાશન ફંડ રૂ. ૨૧૯૭-૫૦નું રહે છે.
જવાન ફંડ તાજેતરની પાકિસ્તાન સાથેની લડાઈમાં ઘાયલ થયેલા જવાનોની વિધવાઓને અને બાળકોને મદદરૂપ બનવાના આશયથી આપણા સંઘ તરફથી ૧૯-૧૨-૭૧ના રોજ એક જવાન ફંડ શરૂ કરવામાં આવેલ. તેમાં રૂ. ૧૫૦૦૦ એકઠા થયેલ તે ગુજરાતના ગવર્નરને મોકલી આપવામાં આવેલ છે.
ના દુ:ખદ અવસાને (૧) સાંવના વધેજા સભ્ય તેમજ સામાજિક કાર્યકર એવા શ્રી
લીલાવતીબહેન સુનિલાલ કામદારનું સોમવાર તા. ૨૧-૬-૭૧
ના રેજ લાંબી માંદગી ભોગવ્યા બાદ અવસાન થયું. (૨) સંઘના વર્ષોજૂના સભ્ય, સામાજિક કાર્યકર અને હિંદી તેમજ
અંગ્રેજી લેખનાં પ્રબુદ્ધ જીવન માટે સુંદર અનુવાદ કરી આપનાર મેનાબેન નરોત્તમદાસ જેમણે પ્રબુદ્ધ જીવનમાં તા. ૨૧-૬-૭૧ ના રોજ થયેલા, તેમના સહકાર્યકર લીલાવતીબહેન કામદારની અવસાન નોંધ લીધી હતી તેમનું ત્યાર પછી એક માસ બાદ તે જ તારીખે ૨૧-૭-૭૧ બુધવારના રોજ દુઃખદ અવસાન થયું. (૩) સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળાનું છેલ્લા દસેક વર્ષથી
અધ્યક્ષપદ શોભાવનાર છે. ગૌરીપ્રસાદ ચુનિલાલ ઝાલાબાલાસાહેબનું, -હૃદય રોગના હુમલાના કારણે તા. ૧૧મી જાન્યુઆરી ૧૯૭૨ના રોજ અવસાન થયું. (જેનો ઉલ્લેખ ઉપર શરૂમાં કરવામાં આવ્યો છે.).
આ ત્રણે અવસાનની નોંધ લેતાં આપણું દિલ આઘાત અનુભવે છે-સદગતના આત્માને પરમાત્મા શારિત અર્પે એવી આપણી અંતરની પ્રાર્થના છે.
શ્રી. પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ આગળ જેને ઉલ્લેખ કરવામાં આવેલ છે તે સ્વ. પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ શરૂ કરવામાં આવેલ તેમાં આજ સુધીમાં ૧,૪૪,૨૨૫-૦૦ મેળવી શકાયા છે. આ ટ્રસ્ટના ઉદ્દેશે, પરમાનંદભાઈને પ્રિય એવી પ્રવૃત્તિઓ જેવી કે પર્યુષણ વ્યાખ્યાનમાળા” તેમ જ પ્રબુદ્ધ જીવનની પ્રવૃત્તિઓ ટકાવી રાખવી તેને વિકાસ કરવો અને આવા પ્રકારની નવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાને લગતા રહેશે એમ ઠરાવવામાં આવ્યું છે.
આ ટ્રસ્ટના એકંદરે સાત ટ્રસ્ટીઓ રહેશે એમ નક્કી કરવામાં આવ્યું છે. હાલ પુરત નીચેના ગ્રહસ્થોને ટ્રસ્ટીઓ તરીકે નીમવામાં આવ્યા છે.
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી
(૩) શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (૪) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
(૫) શ્રી પૂનમચંદભાઈ કમાણી - બીજા ટ્રસ્ટ હવે પછી જરૂર પડશે તો નીમવામાં આવશે. આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહને નિયુકત કરવામાં આવ્યા છે.
વર્ષ દરમિયાન, કાર્યવાહક સમિતિના સભ્યો તેમ જ અન્ય સંસ્થાઓએ અને મિત્રોએ જે સહકાર આપે છે એ માટે અમે સૌના ઋણી છીએ. જમભૂમિ, મુંબઈ સમાચાર અને જનશકિતએ ત્રણ ગુજરાતી દૈનિક પત્રોને પણ અમે ખાસ આભાર માનીએ છીએ. અમારી સભાઓ તેમજ સમારંભેની જાહેરાત વિનામૂલ્ય નગરોધમાં સમયસર પ્રગટ કરવા માટે.
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ સ ઘની વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જેન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૪-૬-૭ર શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલય – શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી.
તેમાં ગત વાર્ષિક સભાને તા. ૧૭-૭-૭૧ ને વૃત્તાંત વાંચવામાં આવ્યો હતો અને તે સર્વાનુમતે મંજૂર રહ્યા બાદ નીચે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શરૂઆતમાં સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંધ તેમ જ શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ૧૯૭૧ ના વર્ષના ઓડિટ થયેલા હિસાબે રજૂ કરવામાં આવ્યાં હતાં. આ વાર્ષિક વૃત્તાંત તથા હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતાં અને ૧૯૭૨ ના વર્ષનાં અંદાજપત્રો પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતાં.
ત્યાર બાદ પ્રમુખસ્તાનેથી નીચે પ્રમાણેને ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
૮ (ક) કાર્યવાહક સમિતિની મંજૂરીથી કોઈપણ વ્યકિત સંઘના આજીવન સભાસદ થઈ શકશે.
આજીવન સભાસદનું લવાજમ રૂા. ૨૫૧/- બસો એકાવન રહેશે.
આજીવન સભાસદનું લવાજમ રીઝર્વ ફંડમાં જમા કરવામાં આવશે.”
શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ટ્રસ્ટીઓની મુદત ૧૯૭૧ની આખરે પૂરી થતી હોવાથી સને ૧૯૭૨-૭૩-૭૪-૭૫-૭૬-એમ પાંચ વર્ષની મુદત માટે નીચેના પાંચ ટ્રસ્ટીઓને ટ્રસ્ટીઓ તરીકે ચાલુ રાખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) , રતિલાલ ચીમનલાલ કોઠારી (૩) , રમણિકલાલ મણિલાલ શાહ (૪) , ચીમનલાલ જેઠાલાલ શાહ
(૫) , સુબેધભાઈ એમ. શાહ - ત્યાર બાદ સંધ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના એડટર તરીકે મે. શાહ મહેતા એન્ડ ક. ને ચાલુ મહેનતાણાથી ૧૯૭૨ ના વર્ષ માટે ચાલુ રાખવા એમ ઠરાવવામાં આવ્યું અને ગત વર્ષ