SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રબુદ્ધ જીવન ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતના આઠેય વ્યાખ્યાના ભારતીય વિદ્યાભવનમાં યોજવામાં આવ્યા હતા. જેમાં નીચે મુજબના વકતાઓને આમંત્રવામાં આવ્યા હતા. ૐ. નથમલજી ટાટીયા પ્રિન્સિપાલ રામોશી શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી ભૃણાલિની દેસાઈ પ્રા. નલિન ભટ્ટ શ્રી સનત મહેતા ફ્રી ભોગીલાલ ગાંધી મુનિશ્રી રૂપચંદજી શ્રી. પુરુષોત્તમ ગણેશ માવળ કર શ્રી વિજયસિંહ નહાર ૐ. કલ્યાણમલજી લેાઢા પ્રા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ શ્રી ગુલાબદાસ બ્રોકર ૐ. ઉષાબહેન મહેતા ફાધર વાલેસ શ્રી. એમ. હિદાયતુલ્લા આ વખતે બહારગામથી નવ વ્યાખ્યાતાઓને બાલાવવામાં આવ્યા હતા. આઠે દિવસ શ્રોતાઓની સારી હાજરી રહી હતી અને ધાર્યા પ્રમાણે કાર્યક્રમ સાંગેપીંગ પાર પડયેા હતો. વસન્ત વ્યાખ્યાનમાળા છેલ્લા ત્રણ વર્ષથી સંઘ તરફથી શરૂ કરવામાં આવેલ વસંત વ્યાખ્યાનમાળા આ વર્ષે પણ ફ્લારા ફાઉન્ટન ઉપર આવેલા તાતા ઓડિટેરિયમમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ શૂકભાઈ શાહના પ્રમુખપણા નીચે એપ્રિલ માસની તા. ૩-૪-૫-૬ના રોજ એમ સળ’ગ ચાર દિવસ માટે યેવામાં આવી હતી. વ્યાખ્યાતા તરીકે અનુક્રમે, માન્યવર શ્રી રારજી દેસાઇ, શ્રી ખુશવંતસિંહ–ઈલેસ્ટ્રેઈટેડ વિકલી ઓફ ઈન્ડિયાના તંત્રી, શ્રી અટલબિહારી વાજપાઈ તેમજ શ્રી કેન્ક મેરાઈસને બાલાવવામાં આવ્યા હતા. શ્રી ખુશવંતસિંહ સિવાયના ત્રણે વ્યાખ્યાતાઓ ખાસ દિલ્હીથી વ્યાખ્યાન આપવામાટે આવ્યા હતા. ચારે વ્યાખ્યાના ખૂબ જ રસપ્રદ રહ્યાં હતાં. શ્રોતાઓની ચિકાર હાજરી જોતાં એમ ચાક્કસ કહી શકાય કે આપણી આ વસન્ત વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર મોટા પ્રમાણમાં લોકપ્રિય બની રહી છે. આપણું.. ગૌરવ આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની ગુજરાત સરકારે, ગુજરાત ઔદ્યોગિક રોકાણ કોર્પોરેશનના અધ્યક્ષસ્થાને નિમણૂંક કરી છે તે માટે આપણે ગૌરવ તેમ જ અંતરનો આનંદ અનુભવીએ છીએ અને માર્ચ માસની ૧૧મી તારીખે તેમણે ૭૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે માટે અંતરની શુભેચ્છા વ્યકત કરીએ છીએ. તેમને તંદુરસ્તી તેમ જ દીર્ધાયુ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને આ ઉમ્મરે પણ વિવિધ કાર્યક્ષેત્રે જવાબદારીભરી કામગીરી બજાવીને સમાજ તેમજ રાષ્ટ્રની તેઓ જે સેવા કરી રહ્યા છે તે માટે ખરેખર તેઓ આપણા સૌના અંતરના અભિનંદનના અધિકારી બને છે. વૈદ્યકીય રાહત કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈ બહેનીને નાતજાતના કશા પણ ભેદભાવ રાખ્યા સિવાય વૈદ્યકીય રાહત માટે ઇજેકશના તથા પેટંટ દવાઓ આપવામાં આવે છે. જૈન કિલનિકના ડૅ. સાંધાણી ખૂબ જ જરૂરિયાતવાળા દર્દીઓની ચકાસણી કરીને ચિઠ્ઠી આપે તેમને મફત દવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગેાઠવણના પરિણામે આ પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલી રહી છે. વૈદ્યકીય રાહતનાં સાધનો પણ જરૂરિયાતવાળા ભાઈબહેનોને મત આપવામાં આવે છે. આ ખાતામાં આગલા વર્ષની રૂા. ૮૨૯-૧૫ની પુરાંત હતી અને શ. ૧૬૦૩-૦૦ ભેટના આવ્યા, આમ એકંદર રૂપિયા ૨૪૨૯-૧૫ થયા, તેમાંથી ચાલુ વર્ષમાં રૂા. ૧૧૫૯-૨૫ શુકવાયા છે તે બાદ કરતાં આ ખાતામાં રૂ।. ૧૨૬૯-૯૦ની પુરાંત રહે છે. (આગલા વર્ષે સંઘમાંથી આ ખાતામાં રૂા. ૩૦૦૦ ભેટના લીધેલા—પુરાંત રહેવાનું આ કારણ છે. વર્ષ દરમિયાન યોજાયેલાં સંમેલના ઓગસ્ટ ૨૦ ૨૬ ૧૯૭૧ ઓકટોબર ૨૩ જુલાઈ ૧૩ : સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી. અમરજરીવાળા તથા શ્રી. દામિનિબહેન જરીવાલા યુરોપના પ્રવાસે ગયેલા તેમના પ્રવાસ–અનુભવા સાંભળવા માટેની એક સભા યોજવામાં આવી હતી. શ્રી ભાગીલાલ ગાંધીના વાર્તાલાપ શ્રી ગૌ. ચુ. ઝાલાનું સમાન-વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ નિમિત્તે સ્નેહસંમેલન શ્રી વી. કે. નરસિંહન—“ઈડિયન એક્ષપ્રેસ”ના તંત્રીને સંયુકત રાષ્ટ્ર સંસ્થાદિન અંગે વાર્તાલાપ શ્રી દુર્લભજી ખેતાણીના તેમના વિશ્વ પ્રવાસનાં સંસ્મરણા અંગે વાર્તાલાપ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ‘ગુજરાત ઔદ્યોગિક નાણાં મંડળ”ના અધ્યક્ષપદે નીમાયાં તેના અનુસંધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સહિત મુંબઈની ૧૨ સંસ્થાઓ તરફથી તેમનુ બહુ માન 39 13 નવેમ્બર ડિસેમ્બર 10 43 ૩૦ ૫ તા. ૧૭–૧૯૭૨ ૧૦ ૧૯ ફ઼િકાનિવાસી શ્રી મેઘજીભાઈ સાજપાળ સાથે વાર્તાલાપ “માનવ અધિકાર દિન” નિમિત્તે જાહેર સભા-’ ‘“ઋતંભરા—શકિતદળ’નાં સંયુકત ઉપક્રમે. શુખ: શાહજાદી મરિયમબાઈ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “વર્તમાન યુદ્ધકાલિન પરિસ્થિતિ" પર પ્રવચન ૧૯૭૨ જાનેવારી ૨૫ પ્રજાસત્તાક દિન નિમિત્તે સભ્યોનું સ્નેહમિલન એપ્રિલ ૧૭: સ્વ. પરમાનંદભાઈની પ્રથમ પૂણ્યતિથિ અંગે પ્રાર્થના સભા. ૨૬:‘ડાકુઓની શરણાગતિ” એ વિષે શ્રી. જયપ્રકાશ નારાયણનો વાતલાપ. ઉપરના બધાં જ સમારંભા સઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવ્યાં હતાં. શી. પ્રમાનંદ કાપડિયા સભાગૃહ ગયા વર્ષમાં આપણે સભાગૃહ ૨૮ વખત ભાડે આપ્યો હતો. તેની કુલ આવક રૂ. ૯૫૮ થઈ હતી. લગ્ન કે સગપણ સિવાયનો બીજા સમારંભે કે મિટીંગા માટે આપણે ૩ કલાકના રૂા. ૪૩ લઈને (માઈક સાથે) માડે આપીએ છીએ. અને સંઘના સભ્યોને પોતાના મિત્રા પૈકી કોઈને જરૂર હોય તેા કાર્યાલયનો સંપર્ક સાધવા વિનંતી છે. આપણા હાલની કેપેસીટી ૧૦૦/૧૨૦ માણસાની છે. સંઘને માટે આવકનું આ પણ એક સાધન બની શકે છે તે લક્ષ્યમાં રાખવા અનુરોધ કરીએ છીએ. સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સોંધની કાર્યવાહક સમિતિની ૭ સભાઓ બાલાવવામાં આવી હતી. સંઘને ગત વર્ષમાં ૫. ૨૧૯૪૦-૫૨ની આવક થઈ હતી અને ખર્ચ રૂા. ૧૮૩૦૭-૦૩ના થયા હતા. સરવાળે રૂપિયા ૩૬૩૩-૪૯નો વધારો રહ્યો હતો. અહિં એ નોંધ લેવી યોગ્ય ગણાશે કે આ વર્ષ” શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ માટેનું ફંડ વ્યાખ્યાનમાળા દરમિયાન પણ ચાલુ હોવાના કારણે સંઘને ભેટની રકમ ઓછી મળી હતી અને એ પણ નોંધવું જરૂરી ગણાય કે પર્યુષણ વ્યાખ્યાન C
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy