SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૭-૧૯૭૨ શુદ્ધ જીવન શ્રી મુ ંબઇ જૈન યુવક સ ંઘના વાર્ષિક વૃતાંત અમને જણાવતાં આનંદ થાય છેકે ગત વર્ષ દરમિયાન સંઘની બધી જ પ્રવૃત્તિઓ--પર્યુષણ વ્યાખ્યાનમાળા, પ્રબુદ્ધ જીવન, વસંત વ્યાખ્યાનમાળા, વાચનાલય-પુસ્તકાલય તેમ જ વૈઘકીય રાહતની પ્રવૃત્તિ સમા રીતે ચાલી રહી છે. આ વર્ષની બન્ને વ્યાખ્યાનમાળાઓના પર્યુષણ વ્યાખ્યાનમાળા અને વસન્ત વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ ઉંચ્ચ કોર્ટીના હતા, એ કારણે શ્રોતાઓને પૂરો સંતોષ થયો હતો. બન્ને વ્યાખ્યાનમાળાઓના શ્રોતાઓના એક વિશિષ્ટ વર્ગ નિર્માણ થયા છે અને એ રીતે આપછી બન્ને વ્યાખ્યાનમાળાઓનું જનતા માટે અનેરું આકર્ષણ રહ્યું છે. આપણી વસંત વ્યાખ્યાનમાળાનું આ ચેાથું વર્ષ હોવા છતાં, આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળા જેટલું જ તેણે આકર્ષણ ઊંભું કર્યું છે, અને જે રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રોતાઓના ધસારો રહે છે એવા જ ધસારો આ વખતે વસંત વ્યાખ્યાનમાળામાં પણ રહ્યો. એ કારણે આવતે વર્ષે આપણે આનાથી જગ્યામાં મેટી તેનું આયોજન કરવું પડશે. આના માટે આપણે ગૌરવ લઈ શકીએ તેમ છીએ. સંઘનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન,' સ્વ. પરમાનંદભાઈની ગેરહાજરી છતાં તેનું ધારણ જાળવી રાખી શક્યું છે અને વાચકો માટે તે સંતોષપ્રદ રહ્યું છે એનો યશ તેના હાલના વિદ્રાન મંત્રી અને આપણા સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના ફાળે જાય છે. એટલે પ્રબુદ્ધ જીવનનું શું? એવા પ્રશ્ન હવે ઉદ્ભવતો નથી. તે ઉત્તરોત્તર પ્રગતિના પંથે વળશે એવી શ્રદ્ધા પ્રગટે છે. ગઈ સત્તરમી એપ્રિલના રોજ, આ બધી જ પ્રવૃત્તિઓનાં પ્રાણ સમા શ્રી. પરમાનંદભાઈએ એકાએક આપણી વચ્ચેથી વિદાય લીધી–જે આપણી ક્લ્પનામાં પણ નહોતું. આથી પ્રથમ તે મેટા પ્રશ્નાર્થે સૌને ચિન્તિત કર્યા કે હવે સંઘની પ્રવૃત્તિઓને એ જ ધારણે કેવી રીતે ચાલુ રાખી શકાશે? પરંતુ સાથીઓએ સાથે મળી ચર્ચાવિચારણા કરી અને બધાનો એકમત થયો કે જે રીતે પ્રવૃત્તિએ ચાલે છે એ જ રીતે તેને ચાલુ રાખવી સૌનો તેમાં સહકાર સાંપડયો અને શ્રીયુત _ ચીમનલાલ ચકુભાઈ શાહનું માર્ગદર્શન મળ્યું. પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ તેમણે સંભાળ્યું. વ્યાખ્યાનમાળાના આયોજનનો ભાર પણ તેમણે ઉપાડયો. આ રીતે દરેકના ઉત્સાહમાં વધારો થયો અને પ્રવૃત્તિને વેગ મળ્યો. તા. ૧૬-૫-૭૧ના રાજ, સ્વ. પરમાનંદભાઈની સ્મૃતિમાં ૬૪ પાનાનો પરમાનંદ કાપડિયા સ્મૃતિ અંક પ્રગટ કર્યો. તેમને પ્રિય એવી પ્રવૃત્તિએ પર્યુષણ વ્યાખ્યાનમાળા અને ‘પ્રબુદ્ધ જીવન’ લાંબા ગાળા સુધી ચાલુ રહે એવા આશયથી, તેને આર્થિક કારણે સહન કરવું ન પડે એવી કલ્પનાથી, પ્રેમાનંદ કાપડિયા સ્મારકનિધિ નામનું ફંડ શરૂ કર્યું અને તેમાં રૂા. ૧,૪૪,૨૨૫ મેળવ્યા અને તેનું ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું. પ્રેમાનંદભાઈના અવસાન બાદ પ્રથમ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન પણ સફળ રીતે પાર પડયું. ત્યાર બાદ, વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન છેલ્લા દશેક વર્ષથી સંભાળી રહ્યા હતા તે પ્રો. ઝાલાસાહેબનું ઓગસ્ટની ૨૬મી તારીખે સન્માન ર્યું. પરંતુ ચારેક મહિનાના ગાળામાં જ તા. ૧૧-૧-૭૨ના રૉજ પ્રો. ઝાલાસાહેબનું પણ અવસાન થયું. જાણે પરમાનંદભઈને આંબી જવાના તેમના પ્રયત્ન ન હોય ! એમની મૈત્રીની ગાંઠ પણ એવી જ હતી. આટલી પૂર્વભૂમિકા પછી વાર્ષિક વૃત્તાંતની વિગતો ઉપર આવીએ. આ અહેવાલ વહીવટની દષ્ટિએ તા. ૧-૧-૭૧ થી ૩૧-૧૨-૭૧ સુધીના અને કાર્યવાહીની દૃષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૭-૭-૭૧ના રોજ મળી હતી ત્યારથી આજ સુધીના એટલે તા. ૨૪-૬-૭૨ સુધીને છે. પર — ૧૯૭૧ ગત વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનને રૂા. ૧૧૩૨૨-૫૦ની આવક થઈ છે, જ્યારે શ. ૧૭૪૧૩-૭૦નો ખર્ચ થયા છે; પરિણામે રૂા. ૬૦૯૧-૧૪ની ખોટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી આપણા આ પ્રકાશનને દર વર્ષે રૂા. ૨૫૦૦ ભેટ મળે છે તે માટે આપણે તેમના આભારી છીએ. નવા વર્ષમાં બુદ્ધ જીવનની ખાટમાં મોટો વધારો થશે. કારણ કે પ્રબુદ્ધ જીવનના સંપાદન કાર્યમાં મદદરૂપ બને એ માટે એક મદદનીશ રાખવામાં આવ્યા છે અને તેમને ઓનેરૅરિયમ તરીકે માસિક રૂપિયા ૧૫૦ આપવાનું આપણે નક્કી કર્યું છે. એટલે તેના રૂા. ૧૮૦૦ થાય. પ્રબુધ્ધ જીવનમાં જે લેખા પ્રગટ થાય છે તેના લેખકોને રૂા. ૧૫ લેખ દીઠ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું હોઈને તેના અંદાજ રૂા. ૧૦૦૦ થાય. તે ઉપરાંત તા. ૧-૧-૭૨થી પ્રબુદ્ધ જીવનની છપાઇમાં ૨૫ ટકાનો વધારો થયા છે એટલે લગભગ રૂા. ૧૮૦૦ થયા.એમ રૂપિયા ૪૬૦૦ના ખર્ચ વધવાને સંભવ છે. તા પ્રબુદ્ધ જીવન પગભર બને અથવા તો તેની ખોટ ઓછી આવે તે માટે શું કરવું એ આપણા સૌને માટે ચિ તાનો વિષય બને છે. ફકત સાત રૂપિયાની વાર્ષિક લવાજમમાં લગભગ ૨૪૪૧૨=૨૮૮ પાનાનું ચિન્તનસભર વાંચન પીરસતું આપણું આ પાક્ષિક તો જ પગભર બનેં જો, મિત્રા એના માટે કૌટુંબિક-સામાજિક પ્રસંગો પર કંઈક રકમ ભેટ તરીકે નોંધાવે અને તેના ચાહક એવા દરેક ગ્રાહક અને સભ્ય જો વર્ષમાં બે બે નવા ગ્રાહકો લાવી આપે અને મેને જિગ કમિટિના સભ્ય વર્ષમાં વીશ વીશ ગ્રાહકો લાવી આપે. પ્રબુદ્ધ જીવનની ખાટને ઓછી કરવા માટેના ઉપરના અમારા વિકલ્પો પ્રત્યે કાળજીભર્યું ધ્યાન આપી અમને એ રીતે સહકાર આપવા અમારી સૌને હાર્દિક વિનંતિ છે. શ્રી. મ. મ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ગત વર્ષ દરમિયાન રૂ।. ૧૧૪૩-૦૦નાં નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યા છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૧૩,૧૫૪-૦૬નો ખર્ચ થયા છે, જ્યારે આવક રૂા. ૫૮૭૬-૦૮ની થઈ. (જેમાં મ્યુનિસિપાલિટીની શ ૨૫૦૦ની ગ્રાન્ટનો સમાવેશ થાય છે.) એટલે રૂા. ૭૨૭૭-૯૮ની ખોટ આવી છે. આગલા વર્ષોની ખોટ રૂા. ૧૬૦૪૩-૪૦ ઉભી છે તેમાં તે રકમ ઉમેરતાં વર્ષની આખરે રૂા. ૨૩૩૨૧-૩૮ની ખાટ ઉભી રહે છે. વાચનાલયના હવે વધારે ઉપયોગ થઈ રહ્યો છે. હવે નવા અંગ્રેજી મેગેઝિના પણ મંગાવવા શરૂ કયાં છે. પુસ્તકાલય પણ સારી રીતે ચાલી રહ્યું છે. નવા નવા સભ્યો નોંધાય છે અને નવાં પુસ્તકો પણ વસાવવામાં આવ્યાં છે, તેમ જ સમયે સમયે તેમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે. શ્રીમતી વર્ષાબેન કાપડિયાની સહાયથી અમે લાયબ્રેરીની સમગ્રતયા પુનર્રચના કરી શક્યા છીએ. તેમના પણ અમે આભારી છીએ. અને લાયબ્રેરી સમિતિના મંત્રી શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ આ અંગે ખૂબ રસ અને ઉત્સાહપૂર્વક પોતાની સેવા આપી રહ્યા છે. લાયબ્રેરી વ્યવસ્થિત બનાવવામાં એમના પણ માટી ફાળે છે. અત્યારે પુસ્તકાલયના ૨૨૭ ચાલુ સભ્યો છે. પુસ્તકાલય પાસે કુલ અંદાજ ૬૭૦૭ પુસ્તકો છે. વાર્ષિક લવાય રૂા. ૫] છે, પુરતક ડીપોઝીટ રૂપિયા ૧૦] રાખવામાં આવેલ છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૮ ઓગસ્ટથી તા. ૨૫ સુધી—એમ આઠ દિવસની પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy