________________
પર
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૧૯૭૨
છે. જુદા
જ પ્રગતિ થાય છે. આ
આ યુદ્ધથી ત્રાસી ગઈ છે. અમેરિકાનું અર્થતંત્ર આ દ્ધને કારણે આંચકા અનુભવે છે. નિકસને ચૂંટણી વખતે વચન આપ્યું હતું કે અમેરિકા બધું લશ્કર વિયેટનામમાંથી પાછું ખેંચી લેશે.
લશ્કરની સંખ્યા મોટા પ્રમાણમાં ઓછી કરી છે. પણ ભયંકર બોમ્બવર્ષા ચાર માસથી ચાલુ છે. પિતાના લશ્કરની રાંખ્યા ઘટાડી અમેરિકન સૈન્યની ખુવારી ઓછી કરી પણ અમાનુષી બોમ્બમારાથી વિયેટનામની પ્રજાનું સત્યાનાશ વધારી દીધું. આ વિનાશ માત્ર ઉત્તર વિયેટનામને નથી. દક્ષિણ વિયેટનામ જેના રહાણ માટે અમેરિકા આ યુદ્ધ લડવાનો દાવો કરે છે તેને વિનાશ અમેરિકન બેમ્બમારાથી એટલે જ થાય છે. દક્ષિણ વિયેટનામનું એન લેક શહેર, જે સાયગોનથી ૬૦ માઈલ ઉપર છે, તેના ૩૦ હજાર શહેરીઓમાં અત્યારે ભાગ્યે જ એક હજાર રહ્યા છે, એક મકાન ઉભું નથી, એક વાહન નથી. ૧૫ લાખ નિર્વાસિતો ઘરબાર છોડી બેહાલ દશામાં સાયને આસપાસ પડયા છે. ઉત્તર વિયેટનામમાં માત્ર લશ્કરી સ્થાનો ઉપર બેબ પડે છે તેમ નથી – તેની ફેકટરીઓ, સ્ટીલ પ્લાન્ટ, જળાશયો, બંધે. નહેરે બધાને નાશ કરી રહેલ છે. અમેરિકાના અત્યાચારીએ માઝા મૂકી છે. ચૂંટણી પહેલાં યુદ્ધને અંત આવે તે નિફસને ફરી પ્રમુખ ચૂંટાય એમ મનાય છે. તેથી ઉત્તર વિયેટનામને નમાવવા જબરજસ્ત આક્રમણ. હવાઈ અને નૌકાદળનું કર્યું છે. નિકસનની મુત્સદ્દીગીરી એટલે દરજજે સફળ થઈ છે કે ચીન અને રશિયા સાથે રાંબંધો સુધારી, ઉત્તર વિયેટનામને તેમના તરફથી મળતી મદદનું પ્રમાણ ઓછું કર્યું છે અને આ બન્ને દેશો પોતાના સ્વાર્થ માટે ઉત્તર વિયેટનામ ઉપર સમાધાન કરવા દબાણ લાવી રહ્યા છે. ઉત્તર વિયેટનામ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયું છે. અત્યારે સમાધાન કરે તે કદાચ નિકસન ઠીક પ્રમાણમાં નમતું મૂકે પણ બન્ને વિયેટનામ એક કરવાની ઉમેદ હાલ તુરત તો નિષ્ફળ જાય. એમ મનાય છે કે નિકસન હારે અને ડેમેકૅટિક પક્ષના ઉમેદવાર મેક ગવર્ન ચૂંટાય તે અમેરિકા બિનશરતે લશ્કર પાછું ખેંચી લે. નવેમ્બર સુધી ખેંચવું ઉત્તર વિયેટનામ માટે મુશ્કેલ છે અને તેમાં ય નિકસન ફરી ચૂંટાય તો વેર વાળે.
અમેરિકાને વિયેટનામની પ્રજાનું આવું સત્યાનાશ વાળવાને શું અધિકાર છે? વિયેટનામની પ્રજાએ અમેરિકાનું શું નુકસાન કર્યું છે? ચીનનું વસ્વ વધતું અટકાવવા અથવા સામ્યવાદ રોકવાનું બહાનું પણ હવે રહ્યું નથી. મહાસત્તાઓના પાપ અમાપ છે. તેમની સમૃદ્ધિ તેમને તે શાપરૂપ છે પણ દુનિયાને પણ શાપરૂપ છે. સત્તા અને સમૃદ્ધિના મદમાં અમેરિકા આજે આ નહિ જુએ પણ આ પાપની શિક્ષા ભેગવ્યે જ છૂટકો છે.
-ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રબુદ્ધ જીવન વિષે [પ્રબુદ્ધ જીવન માં રસ લેતા એક શુભેચ્છકને પત્ર અહીં પ્રગટ કરવામાં આવ્યો છે.] મુરબ્બી શ્રી ચીમનલાલભાઈ,
પ્રબુદ્ધ - જીવન જ્યારે પ્રબુદ્ધ - જૈન' ના શિર્ષકથી બહાર પડતું હતું ત્યારથી લગભગ શરૂઆતથી - તેને હું ગુણાનુરાગી વાચક છું. સદ્ગત પરમાનંદભાઈ સાથે ઝવેરાતના ધંધાને એક જ ક્ષેત્રના તે વેળાના વ્યવસાયને લીધે ૧૯૨૯ થી - એટલે આજથી લગભગ ૪૨ વર્ષથી તેઓશ્રીના ઠીક ઠીક નિકટના પરિચયમાં હતો. “પ્રબુદ્ધ જૈન માંથી “પ્રબુદ્ધ - જીવન ઉપસાવીને આ પ્રતિષ્ઠિત પાક્ષિકની તેઓએ એક નિષ્ઠાથી જે સેવા કરી છે અને કોઈની પણ શેહ રાખ્યા વિના મોકળા મને નિર્ભીક વિચારો જાહેરમાં મૂકતા રહેલા, અને એ રીતે ફેલાવામાં ભલે નાના - વર્તુળમાં જ તે ફરતું હોય, છતાં જે સધનપણે
લેખે તેમાં આપતા તેથી, વિચારવંત વાચકવર્ગમાં આ પાક્ષિકે ઘણી ઉમદા અને ઉત્કૃષ્ટ છાપ ઉપસાવી છે. - મુ. પરમાનંદભાઈના દેહાવસાન વેળા આ પાક્ષિકને નહિ પૂરાય તેવી ખોટ સાલશે - ઠશે તેમ લાગેલું. તે વેળા પણ આપના રાજ્યદ્વારી ઘટના અંગેના લેખે ઘણી વાર યા કેટલીક વાર તેમાં પ્રસિદ્ધ થતા રહેતા હતા જએટલે આપના નામથી તે અક્ષરદેહથી તે આપના પરિચયમાં અમે છીએ જ. પૂજ્યશ્રી મોટા પણ આપના તેવા કેટલાક લેખો વાંચતા હતા. મુ. શ્રી. પરમાનંદભાઇ અને કદીક કદીક મળવા પણ આવતા અને એમના દેહના પડવાથી આ પ્રતિષ્ઠિત પાક્ષિકને મોટો ધક્કો પહોંચશે તેવી લાગણી હતી. પરંતુ સદ્ભાગ્યે આપે એનું સંચાલન - તંત્રીપણું સ્વીકાર્યું ને ઉત્તરોત્તર પ્રબુદ્ધ જીવન માં જે લેખેની હારમાળા છપાઈ રહી છે - જુદા જુદા વિદ્વાન વિચારવંત લેખકોને પણ સાથે મેળવીને પ્રબુદ્ધ જીવન” જે પ્રગતિ સદાય ઉત્તરોત્તર કરતું આવ્યું છે ને કરી રહ્યું છે તે જોઈ ઘણે હર્ષ થાય છે. આવા views Papers આપણી ભાષામાં - નિષ્પક્ષપણે સમાજનું ઘડતર કરી રહ્યાં હોય તેવાં નહિ જેવાં છે. પ્ર. જીવન કદાચ સુખદ અપવાદ ગણાય. ગ્રાહકોની વિપુલ સંખ્યા - એ તો ઉલ્ટ કદાચ તેની ઉત્તમતાની સામી દિશામાં પણ જાય. તે ન્યાયે પ્ર. જીવન ઉત્કૃષ્ટ પાક્ષિક ગણાય.
દા. ત. જૂન ૧ લી. (૧૭૯૭૨) ને અંક (૩૪૩) આખેયે અંક કેટલો બધો વિચારપ્રેરક ને મૌલિક વિચારોથી સભર છે?
સદ્ગત વિનોદભાઈ શાહ ઉપરને જસ્ટિસ નથવાણીને લેખ કેટલે બધે ઉમદા છે?
આપ આવી જૈફ ઉમ્મરે પણ આ ભારે બોજ ૫સિકના સંપાદનને અને તંત્રીપણાને ઉપાડે છે . અને તે પણ બીજી આવશ્યક પ્રવૃત્તિઓની સાથે સાથે - તે જોઈ આપને અમારું શિર વંદન કરે છે.
' પૂજ્ય શ્રી મેટાએ આપને સપ્રેમ ભાવપૂર્વકના પ્રણામ પાઠવ્યા છે.
લિ. નંદુભાઈ શાહના જ્યજીનેન્દ્ર શ્રી સુવાબાઈ જનઘર્મ પ્રચારક પ્રશિક્ષણ કેન્દ્ર,
બેંગ્લોર જૈનધર્મ પ્રચારક પ્રશિક્ષણ કેન્દ્ર (જેને ટ્રેનિંગ કૉલેજ) માં પ્રવેશ ચાલુ છે. માત્ર દસ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જ લેવાના છે. આથી સર્વે જૈનાચાર્યો, અખિલ ભારતીય જૈન કોન્ફરન્સના અધિકારીઓ, મહાવીર નિર્વાણ શતાબ્દી મહોત્સવના સંજક, ધાર્મિક શિક્ષણ શિબિરના સંચાલકો, જૈન શિક્ષણ સંસ્થાઓ ધાર્મિક અધ્યધન કેન્દ્રોના કાર્યકર્તાઓ અને વિદ્વાનો, કૅલેજ-યુનિવર્સિટીઓના પદાધિકારીઓ અને પત્ર-પત્રિકાઓના સંપાદકેને વિનંતિ છે કે તેઓ સંસ્કારાર્થી, વિદ્યાપિપાસુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં પ્રાર્થનાપત્રો પોતાની ભલામણે સાથે મેક્લવા અનુગ્રહ કરે.
પ્રસ્તુત કેન્દ્રના ઉચ્ચ સ્તરના તાત્ત્વિક અને ભાષાકીય અભ્યાસકમમાં હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત બધી ભાષાઓનું ગંભીર અધ્યયન સમાવિષ્ટ હોવાને કારણે પ્રવેશે છુક છાત્રોને ઓછામાં એ P.U.C. સુધીનો અભ્યાસ હોવો જરૂરી છે. વિદ્વાન પ્રચારકો, કાર્યકર્તાઓ અને ગૃહપતિઓના નિર્માણ પ્રશિક્ષણ અર્થે તેમજ સાધુ-સાધ્વીઓ-સાધકોના અધ્યાપનના ઉદ્દેશ્યથી આયોજિત ચાર વર્ષના આ અભ્યાસક્રમના શિક્ષણ કાળમાં અધ્યયન, અધ્યાપન ભજન, નિવાસ, ગ્રંથાલય વગેરેને પ્રબંધ નિઃશુલ્ક વિનામૂલ્ય છે. અભ્યારાક્રમ પૂરું થયા પછી પ્રચાર-પ્રસાર કેઈને માટે રૂા. ૨૫૦/- પ્રતિ મસના વેતનથી નિયુકત કરવાની વ્યવસ્થા પણ છે. પ્રાર્થનાપત્ર અને વિશેષ માહિતી નીચેના સરનામેથી મળી શકશે. પ્રવેશે છુક છાત્રો પિતાના પ્રાર્થનાપત્ર આવશ્યક ભલામણ સાથે, પ્રધાનાચાર્ય શ્રી સુ. જૈન પ્ર. પ્ર. કેન્દ્ર ૧૬, ખ્રિમરોઝ રોડ, બેંગલોર-૨૮ને મેક્લી આપે.