________________
તા. ૧-૭-૧૯૭૨
સાહિત્ય બહાર પડયું છે. પારા સાયકોલાજી વિજ્ઞાનના વિષય છેં. આ બધી માન્યતાઓના પાયા એ છે કે આત્મા અમર છે અને મુકિત ન મળે ત્યાં સુધી પુનર્જન્મ છે. જે ધર્મમાં આવી માન્યતા નથી તેને માટે આવા કોઈ પ્રશ્ન નથી.
જીવ
મારા નાના એવા અનુભવ કહું – હું બે વર્ષના હતા ત્યારે મારી માતા ગુજરી ગઈ. એમ કહેવાય છે કે મારામાં રહી ગયો છે તેથી મારી બીજી માતાના શરીરમાં તે આવે છે. મારી બીજી માતા તે સમયે ધૂણે છે અને મારી માતા તેની મારફત બાલે છે. આ વાત હું માનતો નથી તેનું દુ:ખ ઘણી વખત તે મારી બીજી માતા મારફત વ્યકત કરે છે. તેની સદ્ગિત માટે મારામાં જીવન રાખવા હું તેને કહું છું પણ તેથી તેને વિશેષ દુ:ખ થાય છે. મારી બીજી માતા ખૂબ ધાર્મિક છે અને આવા પ્રેતાત્માઓમાં માનતી નથી—છતાં તેના શરીરમાં મારી માતા આવે ત્યારે તે નિરૂપાય થાય છે. હવે તો તે લગભગ બંધ થયું છે પણ શરૂઆતનાં વર્ષોમાં સારા પ્રમાણમાં હતું.
પ્રબુદ્ધ જીવન
વિનાબાજીના પ્રશ્નાત્તરના મે અહીં એટલા માટે ઉલ્લેખ કર્યાં છે કે વિનાબાજી સંત અને જ્ઞાની પુરુષ છે. તેથી તેમના વચન અથવા માન્યતાઓના આધાર જાણવાની જિજ્ઞાસા છે.
જાપાનના વડા પ્રધાનની નીવ્રુત્તિ
જાપાનના વડા પ્રધાન શ્રી સાટોએ જાહેર કર્યું છે કે પક્ષ બીજા નેતાની ચૂંટણી કરે – જે ૫ મી જુલાઈએ થવાની છે પછી તેઓ નિવૃત્ત થશે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં મી. સાટો સૌથી લાંબા સમય૭ વર્ષ-વડાપ્રધાન રહ્યા છે. આ સમય દરમિયાન જાપાને આર્થિક ક્ષેત્રે અદભૂત પ્રગતિ કરી છે. વળી, શ્રી સાટોના પ્રયત્નોથી જાપાને ખાકીનાવા ટાપુ અમેરિકા પાસેથી પાછા મેળવ્યા છે જે જાપાન માટે ગૌરવની વાત છે. થોડા વખત પહેલાં જ તેમનાં પહો - લીબરલ ડેમોક્રેટીક પક્ષા – ચૂંટણીમાં બહુતિ મેળવી છે. તો પછી શ્રી રાટો નિવૃત્ત શા માટે થાય છે? રાજ્કીય પુરુષો સ્વેચ્છાએ સત્તા છેડે તેવું ભાગ્યે જ બને છે. પક્ષામાં અને દેશમાં સાટાની નીતિની સારા પ્રમાણમાં ટીકા થાય છે. પણ એવું તા કયા આગેવાન વિષે નથી બનતું ? સાટાની ઉંમ્મર– ૭૧ વર્ષરાજકીય પુરુષો સત્તાને વળગી રહે છે તે પ્રમાણમાં મોટી ન કહેવાય. સત્તા ફરજિયાત છેાડવી પડે તે કરતાં સ્વેચ્છાએ નિવૃત્ત થયું તેમાં સાટાએ ડહાપણ વાપર્યું છે અનેં એક અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડયું છે. તેમને પા જ બહુમતિમાં હાઈ સત્તા ઉપર રહેવાના છે અને તે જ પક્ષો બીજા નેતાની ચૂંટણી કરવાની છે. જાપાનમાં સામાન્યપણે નિવૃત્ત થતા વડા પ્રધાન પાતાના અનુગામી નિયુકત કરે છે. આ વખતે તીવ્ર હરીફાઈ છે અને સાટા પોતાના અનુગામી નિયુકત કરી શકે તેમ નથી. પક્ષમાં ખાસ કરી વિદેશ નીતિ અંગે ઊંડા મતભેદ છે. ૧૯૬૯ માં આપણા કૉંગ્રેસ પક્ષમાં જે બન્યું એવી કાંઇક પરિસ્થિતિ જાપાનમાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને અમેરિકા સાથે ખૂબ ગાઢ રાંબંધા રાખ્યા છે. અમેરિકાનું ખંડિતું રાજ્ય હોય એવી રીતે જાપાન આટલાં વર્ષ રહ્યું છે. પરિણામે, જાપાનના હિતમાં જરૂર હોવા છતાં, ચીન સાથેના સંબંધા સુધારવા કોઈ પ્રયત્ન થયા નહિ. આ નીતિને નીટ્સને મોટો આંચકો આપ્યો. જાપાનને જાણ પણ કર્યા વિના ચીન સાથે મૈત્રી કરવાના નિક્સને પ્રયત્નો આદર્છા. જાપાનની પ્રજાને આથી આઘાત થયો. છે. સાટા નીક્સને મળવા અમેરિકા આવ્યા. કાંઈ વળ્યું નહિ. તેથી જાપાનમાં એક વર્ગ એમ માને છે કે સાટેની નીતિનિષ્ફળ ગઈ છે અને આગેવાનમાં અને નીતિમાં પાયાનો ફેરફાર થવા જોઈએ. સાટાના અનુગામી તરીકે બે મુખ્ય હરીફો છે. વિદેશમંત્રી ૬ કુ ડા
3
૫૧
અને વિદેશ વ્યાપાર મંત્રી ટનાકા - સાટો કુકડા નેજ ટેકો આપે છે. ફ્ કુ। સાટાની નીતિ માટે ભાગે ચાલુ રાખવાના હીમાયતી છે. ટનાકા વિરોધીજૂથના આગેવાન છે. જાપાનમાં હવે ચીન સાથે સંબંધા સુધારવાની તીવ્ર લાગણી છે—વ્યાપારની દ્રષ્ટિએ પણ આ જરૂરી માનવામાં આવે છે. ટાકા આગેવાન ચૂંટાય તો જાપાનની વિદેશ નીતિમાં પાયાના કેરફાર થશે.
મહારાષ્ટ્રમાં દારૂબંધી
મહારાષ્ટ્રના વિધાન સભા પો મોટી બહુમતિથી ( માત્ર છ વિરુદ્ધ મતે) દાંરૂબંધી રદ કરવાના ઠરાવ કર્યો છે. આથી આશ્ચર્ય થાય તેમ નથી પણ ઊંડા ખેદ થાય. છેલ્લા ત્રણ વર્ષથી દારૂબંધીની નીતિ મહારાષ્ટ્ર સરકાર હળવી કરી રહી છે. દારૂબંધી રદ કરવાના કારણા એ આપવામાં આવે છે કે તેને કારણે જે અનિષ્ટો ઉત્પન્ન થયા છે તે દૂર કરવાનો આ એક જ માર્ગ છે. આ અનિષ્ટો માટે કોણ જવાબદાર છે? ગેરકાયદે દારૂ મોટા પાયા ઉપર ગળાય, ભ્રષ્ટાચાર, લાંચરુતખેરી, આ બધું છે. તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર, પેાલીસ, ન્યાયતંત્ર, કોઈને દારૂબંધીમાં શ્રાદ્ધા નથી. તેના અસરકારક અમલ માટે જે પગલાં લેવા જોઈએ તે લીધા નથી અને રાગને દૂર કરવા દરદીને ખતમ કરવા જેવી નીતિ હવે રાખત્યાર કરે છે. પ્રજાના દોષ ઓછા નથી. માણસ સમજણપૂર્વક વ્યસન છેડતા નથી. શિક્ષિત હોય તા દલીલ કરશે કે કાયદાથી અમને નૈતિક બનાવી નહિ શકો. દારૂના વ્યસનથી થતો વિનાશ આંખે જોવા છતાં, માણસ તેને વળગી રહે છે. સરકાર ભલે દારૂબંધી રદ કરે. પ્રજાની ફરજ નૅથી ઓછી થતી નથી પણ વધે છે. કાયદાથી જ દાંરૂબંધી સફળ થાય નહિ દારૂબંધીમાં જેને નિષ્ઠા છે તેવા સામાજિક કાર્યકરોએ વિશેષ પ્રયત્નો – ખાસ કરી ગરીબવર્ગમાં કરવા પડશે. સરકારને દોષ દઈ છૂટી જવાશે નહિ.
અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી :
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી એક અજબ વસ્તુ છે. કરાડો ડાલરનું ખર્ચ થાય. ઉમેદવારો તરફથી જે રીતરસમો અજમાવવામાં આવે છે તેમાં પ્રજાને મૂર્ખ બનાવવાની તરકીબા દેખાય. નીક્સનની છેલ્લી ચૂંટણી સંબંધે એક પુસ્તક બહાર પડયું છે. To Sell the President-એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂ કે પ્રેસ કોન્ફરન્સ ગેાઠવવામાં કેટલું ખર્ચકેટલું નાટકી તત્ત્વ ! ગેરરીતિઓન ય કોઈ પાર નહિ. હમણાં જ બહાર આવ્યું છે કે ડેમોક્રેટીક પક્ષની ઓફિસમાં જાસૂસી કરી તેને માટે કાર્ટમાં દાવા થયા છે. આ ચૂંટણીમાં નિકસનના ચૂંટણી મેનેજર જાહન મીચેલ છે, જે અમેરિકાના એટર્ની જનરલ હતા અને નિકસનની ચૂંટણીનું સંચાલન કરવા તે પદનું રાજીનામું આપ્યું. મીચેલના પત્ની માર્થા મીચેલેં હમણાં જાહેર કર્યું, I am not going to stand for all those dirty things that are going on. અને ત્રાસી જઈ પતિનો ત્યાગ કર્યો. જે પ્રકારનું જીવન જીવવું પડે છે તે વિશે તેણે કહ્યું It is horrible to me, I have been through so much. I don't like it. Martha is not going to stand for it. માર્થા મીચેલ પોતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતી વ્યકિત છે.
આ લખ્યા પછી સમાચાર આવ્યા કે જોહન મીચેલે નીક્સનના ચુંટણી મેનેજર તરીકે રાજીનામું આપ્યું છે અને નીક્સને તે સ્વીકાર્યુ છે.
અમેરિકા અને વિયેટનામ
વિયેટનામના યુદ્ધના અંત લાવવા ચાર વર્ષથી પેરિસમાં મંત્રણાઓ ચાલે છે, તૂટી જાય છે, ફરી શરૂ થાય છે. અમેરિકાની પ્રજા