________________
૪૬
પ્રબુદ્ધ જીવન
સદીઓથી ચાલતા વેપારી ને
- મહાત્મા ગાંધીએ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના જંગ પૂર કરીને માતૃભૂમિમાં મુકિતસંગ્રામનું તારણ બાંધ્યું ત્યારે દેશના વેપારી વગે તેઓને અને રાષ્ટ્રીય કોંગ્રેસને પૂરેપૂરો સાથ આપ્યો તથા પરિણામેાની પરવા કર્યા વગર પરદેશી શાસકે સામેની અઢી દાયકાની લડતમાં તેમને સાય આપ્યો. એટલે જ્યારે દેશ સ્વતંત્ર બન્યો ત્યારે એવી અપેક્ષા રખાયેલી કેહવે વેપારી વર્ગ તથા શાસક વર્ગ એક બનીને કામ કરશે તથા બંનેના સહકારથી પરદેશી તંત્રની બસે અઢીસો વર્ષની શાષણનીતિથીરૂંધાયેલા દેશના આર્થિક વિકાસનાં દ્વાર ખુલ્લાં થશે. પણ આ ધારણા ખોટી પડી. શાસક કોન્ગ્રેસ પક્ષની રશિયાના સામ્યવાદને રંગે રંગાયેલી અર્થનીતિમાં વેપારી વર્ગ માટે સ્થાન નથી અને સ્વાતંત્ર્યના અઢી દાયકાના સમયમાં પણ વેપારી વર્ગને તે આ નીતિના સપાટામાંથી પોતાના અસ્તિત્વને કેમ ટકાવી રાખવું તેની મથામણ કરવાની વેળા આવી છે.
હકીકત એવી છે કે આપણા દેશના ઈતિહાસ લખાવા શરૂ થયા ત્યારથી આજ અઢી હજાર વર્ષથી આપણા દેશના વેપારી વર્ગ તથા શાસક રાજ્યકર્તા વર્ગ વચ્ચે મહદશે ગજગ્રાહ ચાલતા જ આગ્યો છે અને એવા ગજગ્રાહ ચાલુ રહેવા છતાં વેપારી વર્ગ આજદિન સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો છે..
ચંદ્રગુપ્ત મૌર્યના મહાઅમાત્ય કૌટિલ્યે લખેલા “અર્થશાસ્ત્ર”ના વિખ્યાત ગ્રંથમાં એક પ્રકરણ છે, જેનું મથાળું છે, “વેપારીઓ સામે રક્ષણ.” .” તેના ચેાથા સર્ગનું આ બીજું પ્રકરણ છે અને એ આખાય પ્રકરણમાં આજના જમાનાનેય આંટી દે તેવી વેપારી વર્ગ પ૨તેની શ્રાદ્ધા તરી આવે છે.
એમાં વેપારી માલ ઓછા આપે, તાલમાપનાં વજન હોવાં જોઈએ તેથી હલકાં રાખે, વેચાણ માટે પૂરા જોખ ન આપે તેવાં ત્રાજવાં રાખે અને માલખરીદી માટે વધુ જોખ આપે તેવાં ત્રાજવાં રાખે, એ બધાંને માટે તેઓને દંડની સજાના પ્રબંધ રાખવામાં આવ્યો છે.
માલની ખરીદી યા વેચાણની જ. ગેરરીતિઓ નહિં, માલ ગીરવી રખાય અને તેના પૈસા પાછા ન મળતાં વેપારી તેવા માલનું વેચાણ કરવા જાય ત્યારે તે પરને પોતાના અધિકાર પુરવાર કર્યા વંગર તેનું વેચાણ થઈ શકતું નહિ. ગીરવી રાખેલા માલ હાય તેં કરતાં વધુ ગુણવત્તાના છે એમ કહીને તેના વધુ દામ મેળવવાની તજવીજ પણ દંડપાત્ર બનતી. ગુણવત્તા જ નહિ પણ એક વિસ્તારમાં બનેલા કે નીપજેલા માલને વધુ કિંમત ઉપજાવવા બીજા વિસ્તારની નીપજ તરીકે ઓળખાવે તે તે પણ ગુના ગણાતા. આવા ગુના
ઓમાં વેપારીએ ઓછાવત્તા ભાવ આપીને જેટલી કિંમત ઓછી ચૂકવી હોય કે વધુ મેળવી હોય તે કિંમત મજરે આપવી પડતી અને ઉપરાંત તેનાથી બમણા દંડ ભરવા પડતા.
કોઈ કારીગરે તૈયાર કરેલ માલનું વેપારીઓ સાથે મળીને ઓછું મૂલ્ય નક્કી કરે તે કાવતરાના ગુનો ગણાતા અને માલ હોવા છતાં વેચે. નહિ તે માટે આકા દંડના સજાપાત્ર બનવું પડતું.
અઢી હજાર વર્ષ પહેલાંના એ જમાનામાં પણ ભેળસેળ હતી. અર્થશાસ્ત્રમાં અનાજ, તેલ, ક્ષાર, મીઠું, સુગંધી દ્રવ્યો અને ઔષધની વસ્તુઓમાં ભેળસેળ કરવાના કાર્યને ગુનારૂપ તથા દંડપાત્ર ગણવામાં આવ્યું છે.
માલ પર વેપારીઓએ કેટલા નફો ચડાવવા તેનું પ્રમાણ નક્કી હતું. અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે કે વેપાર નિયામક સ્થાનિક પેદાશ પર વેપારીના પાંચ ટકા નફો ચડાવી તથા વિદેશથી આવેલા આયાતી માલ પર દસ ટકા નફો ચડાવી તેની કિંમત નક્કી કરશે. આનાથી · અર્ધ (એ સમયનો સિક્કો) પણ વધુ ભાવ લેનાર વેપારીઓ
દંડપાત્ર બનતા.
અને રાષ્ટ્રીયકરણ ! અન્ન નિગમ! મારકેટિંગ કર્પોરેશન! આ આજની કલ્પના છે? તે વાંચા, અર્થશાસ્ત્રના આ જ પ્રકરણના
તા. ૧૬-૬-૧૯૭૨
શાસક વર્ગ વચ્ચેના ગજગ્રાહ !
અંતમા લખ્યું છે કે “જ્યારે જ્યારે કોઈ વસ્તુના પુરવઠો વધી જાય ત્યારે ત્યારે વેપાર નિયામક તેના વેચાણનું કેન્દ્રીયકરણ કરશે અને આમ કેન્દ્રીયકરણ કરાયેલા માલ વેચાઈ જાય નહિ. ત્યાં સુધી અન્યત્ર તેના વેચાણ પર પ્રતિબંધ મૂકશે.
“પ્રજા પરત્વે જે સાનુકૂળ વલણ ધરાવતા હોય તેવા વેપારીઓ પછી આવા પુરવઠામાંથી રોજની કમાણીવાળા માણસાને માલ પૂરો પાડશે.
“આવા માલ પર થયેલા મૂડીરોકાણ, ઉત્પાદિત માલનું પ્રમાણ, તેના પર ભરવામાં આવેલા લાગા, રોકાણ પર ચડેલું વ્યાજ, ભાડું તથા તેના પર થયેલું અન્ય ખર્ચ, એ બધાની ગણતરી કરીને વેપાર નિયામક આવા માલની કિંમત નક્કી કરશે.’’
અઢી હજાર વર્ષ પહેલાના આ પ્રબંધા અને વેપારીઓ સામેના ઈસુ ખ્રિસ્તની વીસમી સદીના વર્તમાન ભારતના પ્રબંધોમાં જો કાંઈ ફરક હોય તો તે મૂળભૂત સિદ્ધાંતાના નથી, માત્ર તે સમયના અને આજના વેપારની પરિસ્થિતિમાં થયેલા પરિવર્તન પૂરતા છે.
ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય તેના પૌત્ર અશોકના મૃત્યુ બાદ નબળું પડયું. એ પછી આપણા દેશ પર પરદેશી દળાના એક પછી એક આક્રમણા થતાં આવ્યાં તથા અંધારયુગ આવ્યો જે ચેાથી પાંચમી સદીના ગુપ્ત વંશના થોડા અજવાળા સિવાય લગભગ એક હજાર વર્ષ ચાલુ જ રહ્યો અને ત્યાં. તે આપણા દેશ પર મુસલમાનનાં ધાડાં ચડી આવ્યાં અને તેઓએ પોતાનો પગદંડો જમાવ્યો. મુસલમાન સલ્તનતના રાજવંશે એક પછી એક પલટાયા કર્યા પણ તેનેા અમલ તો સમય વહેતા ગયા તેમ તેમ દેશમાં 'વિસ્તરત ગયો તથા તેમના અમલના વિસ્તરણ સાથે તેમના શાહસાદાગરોનું વર્ચસ પણ વધનું જ ચાલ્યું. અંગ્રેજોના જમાનામાં જેમ નફાકારક વ્યાપારી પ્રવૃત્તિની તથા આયાતનિકાસના વિદેશવેપારમાં યુરોપી વેપારીઓની બાલબાલા હતી તેમ ઈસ્લામી સલ્તનતાના જમાનામાં પણ દેશના વિદેશવેપારમાં પરદેશના મુસલમાન વેપારીઓની જ બોલબાલા હતી. અને તે પછી ફિરંગીઓ આવ્યા, વલંદા આવ્યા, અંગ્રેજો આવ્યા. તેઓની વેપારી નીતિ તો આપણા દેશના આધુનિક ઈતિહાસની સર્વેને સુવિદિત વાત છે. આવા સદીઓના પ્રતિકૂળ સંજોગામાં પણ આપણા દેશને વેપારી વર્ગ કેમ ટકી રહ્યો, પેાતાનું અસ્તિત્વ કેમ ટકાવી શકયા અને નષ્ટ્રનાબૂદ બની કેમ ન રહ્યો એ જ અચંબો પમાડે તેવું છે.
મોહનલાલ પી. ગાંધી
શૂન્યતા
ન ભકિત, ને શકિત, ન યુકિત, ન મુકિત, સ્મૃતિમાત્ર ખારી, બન્યો છું. સંસારી; પરિતાપ સંતાપ નિશ્ચિત વાર્તનિપાત જ્યાં દુ:ખ પ્રપાતનો હું સદા અધિકારી,
મહાઘેર ભીષણ ફંડ દુ:ખ તાંડવ કરે અનન્ત અંત નીરખી રહ્યાં શું વિચારી ? મહત્ત ભવન્ત આપ અન્તરે કરી નિવાસ પ્રકાશ જ્યાત જગવી અખંડ એકધારી
નથી આશ અભિલાષ પ્રયાસ જીવનતણાં; મૃત્યુ, અમૃતપદ સર્વ વિસારી - રહ્યો કોઈ સંકલ્પ ના, કલ્પ ના, વિકલ્પ વા સ્વલ્પશૂન્યતા છે મેં સ્વીકારી
રમેશ લાલન
d