________________
તા. ૧૬-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૫
શું
તેલસમ્રાટોનાં સામ્રાજે
,
ઈરાકે પશ્ચિમી માલિકીની ઈરાકી પેટ્રોલિયમ કંપનીનું રાષ્ટ્રીયકરણ કર્યું છે. જ્યારે કોઈ દેશ પશ્ચિમી કૅર્પોરેશનનું રાષ્ટ્રીયકરણ કરે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએ, કારણ કે આપણા દેશમાં પણ ત્રણ પશ્ચિમી તેલ કૅર્પોરેશન આપણ શેષણ કરી રહ્યાં છે, ૨ાવારનવાર આપણું નાક પણ દબાવે છે. તેમ છતાં આપણે તેમને રાષ્ટ્રીયકરણ નથી કરી શકતા. સ્વતંત્રતા મેળવ્યા પછી આપણે આપણી ધરતીમાંથી તેલ છૂધીને પગભર થવા માગતા હતા, પરંતુ પશ્ચિમી તેલ કંપનીઓએ કહી દીધું કે ભારતની ધરતીમાં તેલ નથી! તેમ છતાં રશિયાના અને આપણા નિષ્ણાતોએ તેલના અમાપ ભંડાર શેાધી આપ્યા.
તેલસમ્રાટેની એ શેષણનીતિ છે કે તેમના જગતવ્યાપી સામ્રાજ્યમાં તેલના ભાવ ઘટી ન જાય તે માટે તેઓ તેલના ઉત્પાદનમાં છત થવા નથી દેતા. આથી ઉત્તર ઈરાકમાં વિશાળ તેલક્ષેત્રને પટ ધરાવતી હોવા છતાં ઈરાકી પેટ્રોલિયમ કંપની ત્યાં તેલનું ઉત્પાદન નહોતી કરતી. ભારતમાં આસામમાં અલ્પ પ્રમાણમાં તેલનું ઉત્પાદન મર્યાદિત રાખીને વિદેશી તેલ કંપનીઓ બીજાં તેલક્ષેત્રો વિકસાવવા નહતી માગતી.
મેટાં તેલ કોર્પોરેશનો ડઝન જેટલાં છે. અને મુખ્યત્વે તે અમેરિકન, બ્રિટિશ, ડચ અને ફ્રેન્ચ છે. પરંતુ આ બધાં કૅપેરેશને પેટા કંપનીઓ દ્વારા એકબીજા સાથે સંકળાયેલાં છે. દા. ત. આસામ ઑઈલ કંપનીનાં મુળ બમ શેલમાં નીકળે અને બર્મા શેલનાં મુળ ધણાં અમેરિકન, બ્રિટિશ અને ડચ કૅપરેશને સાથે સંકળાયેલાં છે. એમની અક્યામત અને આવકો એટલી બધી છે કે આંકડામાં ગણવી મુશ્કેલ લાગે. દા. ત. દુનિયાની સૌથી મોટી તેલ કંપની અમેરિકાની સ્ટાન્ડર્ડ ઓઈલ કંપની છે જેમાં ૧,૪૫,000 થી વધુ માણસે કામ કરે છે અને ૧૭ અબજ ૫૪ કરેડ ફૈલર કરતાં વધુ કિંમતની અસ્કયામતો ધરાવે છે. શયલ ડચ શેલ ગ્રુપની પરનિસ રિફાઈનરી નેધરલેન્ડમાં વર્ષે અઢી કરોડ ટન તેલ શુદ્ધ કરવાની શકિત ધરાવે છે. આપણી આંખો દેશમાં બધી રિફાઈનરીઓ એટલું તેલ શુદ્ધ કરવાની શકિત હજી ૧૯૭૩માં મેળવશે એવી આશા છે.
આપણા ઈન્ડિયન ઓઈલ કૅર્પોરેશનમાં મૂડીરોકાણ માત્ર ૭૧ કરેડ ૧૦ લાખ રૂપિયા છે. આઈલ એન્ડ નેચરલ ગેસ કમિશનમાં ૧૨૩ કરોડ ૩૦ લાખ રૂપિયા, ઉદ્યોગેની જીવશકિત તેલ છે અને તે હજી મહદ્ અંશે વિદેશી કંપનીઓના હાથમાં છે, કારણ કે તેઓ ત્રણ રિફાઈનરી ધરાવે છે. મુંબઈમાં ઈસ અને બર્મા શેલ, વિશાખાપટ્ટમમાં કાલટેકસ. આ ત્રણે રિફાઈનરીઓ પોતાને જોઈનું કાચું તેલ પોતે પોતાના ભાવે આત કરે છે અને તે માટે પણ તેમને હૂંડિયામણ ચૂકવવું પડે છે. આ કંપનીએ આયાતભાવમાં વધારો કર્યા કરે છે અને આપણું નાક દબાવીને તે વધારે મંજૂર કરાવે છે. ઉપરાંત જાહેર ક્ષેત્રની કેટલીક રિફાઈનરીઓમાં પણ વિદેશી મૂળિયાં છે. ભારત - પાકિસ્તાન વચ્ચેનો વિગ્રહ દરમિયાન આ વિદેશી કંપનીઓએ આપણું ગળું દબાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આપણે તેને પૂરતા પુરવઠો ભરી રાખ્યો હતો.
વિદેશી તેલસમ્રાટે પહેલી નજરે ન દેખાય એવાં સામ્રાજયો ધરાવે છે એટલું જ નહિ પણ એ સામ્રાજ્ય વડે વિદેશ પર પિતાને પ્રભાવ પણ પાડે છે. તેઓ સરકારેને સ્થાપી અને ઉથાપી શકે છે. દા. ત. ઈરાનના વડા પ્રધાન ડે. મુસાદિકે ૧૯૫૧માં મજલિસ (સંસદ) માં કાયદો પસાર કરીને એંગ્લે• ઈરાનિયન આઈલ કંપનીનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે અમેરિકાના સર્વશકિતમાન જાસૂસી ખાતાએ ડૅ. મુસાદિક સામે લશ્કરી બળવે કરાવીને તેમને પદભ્રષ્ટ કર્યા. ઈરાનના શાહે તેમને જેલની સજા કરી, અને રાષ્ટ્રીયકરણ રદ કી.
આમ વિદેશી તેલસમાને વિદેશમાં કાંધિયાઓ પણ મળી રહે છે. કુવૈત, સાઉદી અરબસ્તાન અને કેટલીક શેખે એવો બીજ કાંધિયા છે, જેમની મારફત અમેરિકા અને બ્રિટન પશ્ચિમ એશિયામાં રાજદ્વારી સત્તા પણ ભેગવે છે.
રશિયાએ એવા સૂત્રને ઉત્તેજન આપ્યું છે કે આરબ તેલ આરબ પ્રજા માટે છે. ઈરાકી પેટેલિયમ કંપની રાષ્ટ્રીયકરણ રશિયાના પ્રોત્સાહનથી થયું છે એ સૂચક છે. એક બાજુ મેસ્કોમાં નિક્સન
અને રશિયન નેતાઓએ સંખ્યાબંધ કરારો પર સહી કરીને બંને પક્ષે વચ્ચે તંગદિલી ઓછી કરવાના તથા સહકાર અને સહઅસ્તિત્વના કરાર કર્યા છે અને બીજી બાજુ આરબ તેલ અરબીકરણ કરવા રશિયા આરબેને પ્રેત્સાહન આપે છે, જેથી પશ્ચિમી લાગવગને ફ પડે. - ઈશન, સાઉદી અરબસ્તાન અને કવૈત પાકિસ્તાનના સક્રિય ટેકેદારો છે. તેઓ પશ્ચિમ એશિયામાં બ્રિટન અને અમેરિકાનાં હિતોનું રક્ષણ કરવા માગે છે. ત્યારે રશિયાને એ સામ્રાજ્યવાદી હિત ઉખેડી નાખવામાં રસ છે. આથી ગયા એપ્રિલમાં કેસિગિને બગદાદની મુલાકાત લીધી હતી, ઈરાકની સરકાર સાથે મૈત્રીકરાર કર્યા હતા અને એક ભાષણમાં કહ્યું હતું કે પશ્ચિમ એશિયાની દેશે પિતાની સ્વતંત્રતાનું સંગઠન કરી શકે અને પ્રજાને સામાજિક ન્યાય આપી શકે તે માટે તેમણે પોતાના તેલ પર પોતાનું સ્વામીત્વ મેળવવું જોઈએ; સામ્રાજ્યવાદી દેશે એવો પ્રચાર કરે છે કે આરબ પ્રજા તેલને વહીવટ કરવા શક્તિશાળી નથી, પરંતુ સમાજવાદી દેશના સહકારથી અરબ પ્રજા બધા પ્રશ્નો હલ કરી શકશે.
આ પ્રોત્સાહન મળ્યા પછી ઈરાકની સરકાર ઈરાકી પેઢેલિયમ કંપની સાથે વાદ-વિવાદમાં ઊતરી હતી, પણ કંપનીના તેલસમ્રપ્ટેએ ઈરાકી સરકારની હિંમતની એછી કિંમત આંકવાની ભૂલ કરી. ઈરાક જ્યારે રાજાશાહી શાસન નીચે હતું ત્યારે તે અમેરિકાની લશ્કરી છાવણીમાં હતું, પરંતુ ૧૯૫૮ના જુલાઈમાં લશ્કરનાં ઉદ્દામ તત્ત્વોએ બળવો કરીને રાજા, રાજકુટુમ્બ અને રાજાશાહીનો નાશ કર્યો અને અમેરિકાની સેન્ટ છાવણીને ત્યાગ કર્યો. તેમ છતાં ઈરાકની ઉદ્દામવાદી સરકારો પણ એંગલે - અમેરિકન તેલસમ્રટેની પકડમાંથી મુકત થઈ શકતી ન હતી. હવે જનરલ અહમદ હસને ઓલ - બકરની સરકારે આ સાહસ કર્યો છે, જે બે દાયકા પહેલાં ડો. મુસાદિકે ઈરાનમાં કર્યું હતું અને તેની સજા ભેગવી હતી.
પરંતુ ઈરાક ઈરાન નથી, અને આ જમાન મુસાદિક નથી. અમેરિકાને જસસી ખાનું તેલસમ્રાટની મદદે આવશે અને ઇરાકી સરકારને ઊથલાવી નાખવા, અને તેમ ન બને તે ગૂંગળાવી નાખવા. પ્રયાસ કરશે. પરંતુ ઈરાકને રશિયાનું પીઠબળ છે. તેલસમ્રાટોએ બધાને ચેતવણી આપી છે કે અમારાં ઈરાકી તેલક્ષેત્રનું તેલ અમારું છે, તે કોઈ ખરીદશે નહિ. પરંતુ આ ચેતવણીની બહુ અસર થાય એવી વકી નથી. આપણે વિદેશી તેલમાટેની પકડમાંથી છૂટવા માગીએ છીએ. આપણું નાક કોઈ દબાવી ન શકે એવી રીતે આપણે આપણા માટે તેલ ખરીદવા માગીએ છીએ, અને ઈરાક આપણને કિફાયત ભાવે અનુકૂળ શરતે તેલ આપશે એવી વકી છે.
પરંતુ તેલસમ્રાટ સહેલાઈથી પીછેહઠ કરશે નહિ. તેઓ ઈરાક ઉપરાત ઈરાકી તેલ ખરીદનારાઓનું પણ નાક દબાવવાના પ્રયાસ કરશે. - રાજકીય સ્વતંત્રતા મેળવવી એ એક વાત છે, આર્થિક સ્વતંત્રતા મેળવવી એ જુદી વાત છે; અને આર્થિક સ્વતંત્રતા વિના રાજકીય સ્વતંત્રતાનું બહુ મહત્વ નથી. લેટિન અમેરિકાના બધા દેશે સ્વતંત્ર છે. પણ માત્ર બે - ત્રણ અપવાદોને બાદ કરતાં અમેરિકાના તેલસમ્રાટે અને બીજું કૅપેરિશને એ દેશેમાં સરકારે સ્થાપી અને ઉથાપી શકે છે.
ત્રણ વિદેશી તેલ કંપનીઓ સાથે આપણે ત્રણ રિફાઈનરીએ વિશે કરેલ કરાર કેટલીક રીતે આપણા હિતની વિરુદ્ધ હોવા છતાં આપણે તેમનું રાષ્ટ્રીયકરણ કરી શકતા નથી, કારણ કે તેમના પટાની મુદત હજી ઘેાડી બાકી હોવાથી આપણને એ નૈતિક બંધન નડે છે; અને તેમને દુશમન બનાવવાથી તેઓ આપણી તેલની આયાતમાં વિક્ષેપ પાડે એવો ડર છે.
બ્રિટન, ફ્રાન્સ અને નેધરલેન્ડનાં રાજકીય સામ્રાજ કરતાં એ દેશનું અને ખાસ કરીને અમેરિકાનું અદશ્ય આર્થિક સામ્રાજ્ય વધુ વ્યાપક અને બળવાન છે. પરંતુ રશિયાની મદદથી હવે તેમાં ભંગાણ પડવા લાગ્યું છે. અહજીરિયા અને લીબિયા પછી હવે ઈરાકે તેને મોટો ફટકો માર્યો છે. પરંતુ કાનખજરાના બે - ચાર પગ તૂટી જાય તેથી તે પંગુ બની જતા નથી. આપણે તેલના ક્ષેત્રે સ્વાશ્રયી ન થઈને ત્યાં સુધી આપણી સ્વતંત્રતા પાંગળી છે.
| વિજયગુપ્ત મૌર્ય