________________
તા. ૧૬-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૨૪
વિધાયક, સર્જનશીલ અસંતોષ
3
માંગે છે
, મારે છેસંતાય શા
સંકલ્પને પુષ્ટિ આપશે. કાકાસાહેબ કાલેલકરે પણ કહ્યું છે: “સંતેષ શાને અસંતેષ બંનેને જીવનમાં સ્થાન હોવું જોઈએ. પ્રગતિ કરનાર માણસ ચાલુ સ્થિતિ વિશે વસંતુષ્ટ રહેવાને જ. એની સાથે જ પ્રગતિ થઈ રહી છે. પ્રગતિને અવકાશ ઘણે છે. પિતે આળસુ રહ્યા નથી. સમાજ પણ પિતાની જડતા છેડી રહ્યો છે એવો અનુભવ થયો એટલે આત્મવિશ્વાસ વધે એના સંતોષથી તેઓ પુરુષાર્થ વધારે છે. કેટલાક લોકોને અસંતેષ એમને ક્રિયાશૂન્ય બનાવે છે. પછી એવા લેકે સમાજની કેવળ ટીકા જ કરે છે અને પોતે અકય બને છે.”
એટલે અસંતોષ હોય તો ખરાબ નથી પણ અસંતોષ પ્રકાર કે છે એના પર એ હાનિકારક છે કે નહિ એને આધાર છે. જીવનમાં જે લે કે કશુંક મહાન કામ કરવા માગે છે કે કરી રહ્યા છે અને જીવનમાં ખૂબ ઊંચે સુધી જવા માગે છે એ બધા લોકોમાં પિતાની આસપાસની પરિસ્થિતિ વિશે અસંતોષ હોય છે, કશુંક નવું કરવાની, નવું શોધવાની ઈચ્છા, જીવનને કલ્યાણકારી, ઉન્નતિકર માર્ગ લેવાની તાલાવેલી અને એ માટે પુરુષાર્થ કરવાની તત્પરતા તેમ જ સંલ્પશકિત હોય છે. આવા લોકોને અસંતોષ વિધાયક હોય છે, સર્જનડીલ હોય છે અને એથી વ્યકિત તેમ જ સમાજની પ્રગતિ થાય છે.
પિનાકીન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની
વાર્ષિક સભા
માણસના જીવનમાં અસંતોષ હોય એમાં મૂળભૂત રીતે કશું ખાટું નથી પણ એને એ અસંતોષ શા માટે છે? જીવનમાં એ શું પ્રાપ્ત કરવા માગે છે? અને જીવનને એ કઈ દિશામાં લઈ જવા માગે છે? એ પ્રશ્નના ઉત્તર પર એને અસંતેષ યોગ્ય છે કે નહિ એ વિશે નિર્ણય થઈ શકે છે.'
જીવનમાં જે પ્રગતિ સાધવા માગે છે, વિકાસ કરવા માગે છે એનામાં અસંતોષ હોય એ સ્વાભાવિક છે. આવા અસંતોષમાંથી જ માનવજાતની પ્રગતિ થઈ છે. માનવજાતે સિદ્ધિનાં નવાં નવાં શિખરો સર કર્યા છે. માણસને ૨અંતેષ પોતાની પ્રગતિ માટે હવે જોઈએ. પિતાના જીવનને પોતાની રીતે આગળ લઈ જવા માટે હવે જોઈએ, પિતાના વ્યકિતત્વને સમગ્ર રીતે વિકાસ સાધવા માટે હવે જોઈએ. અને સંતાપ સારો છે. હકીકતમાં, માણસના જીવનમાં પિતાના વિશે આવો અસંતોષ હો જ જોઈએ.
પણ બીજા એવા લોકો પણ હોય છે કે જેમને અસંતોષ એમને અને બીજાને માટે હાનિકારક હોય છે. અસંતોષ નકારાત્મક હોય છે, તેમાં વિધાયક કે સર્જનશીલ એવું કશું હોતું નથી. એવા માણસને એમ થાય છે કે પિતાના પડોશીને, અને પિતાની નિફ્ટના માણને જોઈને તે મળે છે, પિતાને કંઈ મળતું નથી. આ જાતની બીજા સાથેની સરખામણીને લીધે જે ઈર્યા અને દ્રપ જાગે છે અને પછી આ ઈર્ષામાંથી જે રીતેષ પ્રગટે છે એ અસંતોષ માણસને પ્રગતિ તરફ લઈ જતું નથી, એથી એનામાં કશા સારાને, સુંદરને ઉદ્ ભવ થતો નથી. આવા અસંતોષ તે માણસના અંતરને કેરી ખાય છે. એ પછી બીજાને અને પિતાના સંજોગોને દોષ દેવા લાગે છે અને નિષ્ક્રિય બની જાય છે. ઈર્ષા અને પજન્ય અસંતોષ રોની કાર્યશકિતને હણી નાખે છે. આથી ડ પતે તે અસ્વસ્થ રહે જ છે પણ બીજા એની નજીકના માણરોને પણ તમે હેગન - પરેશાન કરી મૂકે છે, કેમ કે આવા માણસે બીજાની સારી સ્થિતિને જોઈને કોચવાયા કરે છે અને એમને આ કચવાટ એમની આસપાસના વાતાવરણને પણ દૂષિત કરી મૂકે છે.
આ રીતે જેને હાનિકારક કહી શકાય એવા અસંતોષને ભાગ બનનારા જીવનમાં કોઈ પ્રગતિ સાધી શકતા નથી કે જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. ઊલટાનું પેતાને નહિ મળ્યું હોય તે બીજાને મળેલું જોઈને ખૂબ જ અસંતુષ્ટ થઈ જાય છે. એમનાથી એ જોઈ શકાતું નથી એટલે બીજા સાથેના એમના સંબંધોને પણ કેટલીક વાર આંચ આવે છે. છેવટે પિતાના સ્વભાવને કારણે તેઓ એકલા પડી જાય છે, બીજાબથી વિખૂટા પડી જાય છે. અાવે વખતે તેને તે પિતાના સ્વભાવની ખામીને જોવાને બદલે બીજાને જ દેષ દેવા લાગે છે. આવા માણસે પછી પોતાના જીવનના આનંદને ગુમાવી બેસે છે, એમને ફરયિાદો કરવા સિવાય બીજું કશું રહેતું નથી. એમને કયાંય અને કશામાં સારું દેખાયું નથી, કશા માં એમને રસ પડતો નથી. ઓસ્તેિ આસ્તે એમની દષ્ટિ જ વિકૃત બની જાય છે.
એવા પિતાને અને બીજાને હાનિકારક એવા અસંતોષમાંથી માણસે પ્રયત્નપૂર્વક મુકત થવું જોઈએ. આમાંથી મુકત થવા માટે એણે ઈર્ષા તેમ જ દ્રપમાંથી પણ મુક્તિ મેળવવી જોઈએ. એટલે આપણે અસંતોષ કેવા પ્રકાર છે એ માણસે સમજી લેવું જોઈએ.
જો તમારો અસંતોષ સાચી દિશાને હશે, જીવનમાં વિકાસ અને પ્રગતિ સાધવા માટે હશે, તમે જીવનમાં જ્યાં ઊભાં છા ત્યાંથી અગિળ વધવાની તાલાવેલીમાંથી તમારા અસંતેષ સર્જાયો હશે, તમારે અસંતેષ નકારાત્મક નહિ, પણ વિધાયક હશે, કશુંક સુંદર, કશુંક સારું, ઉન્નતકારી પ્રાપ્ત કરવા માટે હશે તે તમારામાં એ માટે પુરુષાર્થ કરવાની, ધાર્યા નિશાને પહોંચવા માટે કામ કરવાની શકિત આવશે.
આ પ્રકારને સાત્ત્વિક, સર્જનશીલ અસંતોષ તમારા જીવનને ગતિ આપશે, તમે જીવનમાં નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાના “તમારા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જન માસની તા. ૨૪ શનિવાર સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ
મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકા
લયના આડિટ થયેલા હિસાબોને મંજુરી આપવી. (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. ૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫
સભ્યની ચૂંટણી કરવી. (૪) શ્રી. મ. એ. શાહ સા. વા. પુ. માટે પાંચ ટ્રસ્ટીઓની
નિમણુંક કરવી. (૫) બંધારણમાં આજીવન સભાસદ માટે અને બંધારણમાં
ફેરફાર કરવા અંગે બંધારણમાં સુધારા અંગે વિચારણા
અને નિર્ણય.. (૬) સંઘના તથા વાચનાલય અને પુસ્તકાલયના ઍડિટરોની
નિમણુંક કરવી.
ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સંઘને વૃત્તાંત, સંઘના તેમજ વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબે તેમ જ ચેપડાએ સંઘના કાર્યાલયમાં ખુલ્લાં રાખવામાં આવ્યા છે. સેમવારથી શનિવાર સુધીના દિવસોમાં બપોરના ૨ થી ૫ વાગ્યા સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. સભાસ્થળ: સંઘનું કાર્યાલય ૩૮૫, સરદાર વી. પી. રોડ, ચીમનલાલ જે. શાહ, વનિતા વિશ્રામ સામે, સુબેધભાઈ એમ. શાહ, - મુંબઈ - ૪. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.