________________
૪૨
પ્રબુદ્ધ જીવન -
તા. ૧૬-૬-૧૯૭૨
એટલે જીવતર અને માની પ્રક્રિયાનો ભાર સર્જનહાર માથે રહેવા દઈએ. એવા “કર્માધીને પ્રાણીને જીવન આપી શકતા નથી તે મૃત્યુદંડ આપવાને અધિકાર પ્રાપ્ત કરી લેવાની હીન ભાવના કરીએ તેના કરતાં સામ્યભાવવૃત્તિ રાખી, કરુણાભરી અનુકંપાવાળી દયોદષ્ટિથી થાય તેટલું તેવા પીડિતે માટે કરી છૂટીએ તો આપણે મોત નીપજાવવાના “પાપ”માંથી અવશ્ય બચીએ, એને એ જ શ્રેયસ્કર છે, એ જ કરવા જેવું છે– પછી ભલે કદાચ આભ તૂટી પડતું હોય તે યે ભલે તૂટેજે અલંકૃત ભાષાવ્યવહાર પ્રયોગ જ છે, વાસ્તવિક રીતે એવું કદાપિ બન્યું નથી, બનવા પણ નથી; અને સંસારચક્રની ગતિ અવિરતપણે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરશે.
જયન્તીલાલ સુ. સુરખિયા
[૨] તા૦૧૬-૫-૭૨ ના અંકમાં આપે ઉતારેલા શ્રી ગેપાળદાસ મોદીના લેખ અંગે થોડુંક લખવા પ્રેરાયો છું. તે નીચે મુજબ છે:
(૧) આ પ્રશ્ન- એટલે “સુખમૃત્યુને પ્રશ્ન આજથી ત્રણેક વર્ષ પર 5. બી. માં જ ચર્ચાઈ ગયો છે. ઘણું કરીને શ્રી રમણલાલ એન્જિનિયરે આ ચર્ચા શરૂ કરી હતી.
(૨) આપે ઉતારેલું લખાણ શબ્દેશબ્દ શ્રી ગોપાળદાસનું જ હોય તે મારે કહેવું જોઈએ કે એમના લખાણમાં વિચારને ભારે ગોટાળે છે. પહેલા પેરામાં એમણે “પીડારહિત હત્યા” એવા શબ્દો વાપર્યા છે. બીજા પેરામાં લખ્યું છે, “માનવીને મરવા ન દેવ એ એક કરતા છે.” ઘેડી ક લીટીઓ બાદ લખ્યું છે. તેથી જયારે તે પિતાની જિંદગીને અંત આણવાનું નક્કી કરે ત્યારે તેને તેમ કરવા દેવા જોઈએ. સ્વેચ્છા મૃત્યુ એ માનવીને મૂળભૂત અધિકાર મનાવો જોઈએ.” એમ સ્વેચ્છા મૃત્યુની વાત કરી તરત કહે છે, “દયાપ્રેરિત હત્યા નૈતિક દષ્ટિએ પણ ગ્ય છે.” વળી ગળ લખે છે, “જેને જિંદગીને એક એક દિવસ એક એક વરસ જેવા લાગતું હોય તેને સ્વેચ્છાએ મરવા શું મમ ન દેવો?” પાછું ત્રીજા પેરામાં આવે છે, “..અને લાગણીવેડા છોડી કરુણા પ્રેરિત હત્યાને આવકારીએ.” આમ, સ્વેચછા મૃત્યુ અને કરુણા પ્રેરિત હત્યાને ગોટાળો થયો છે.
(૩) શ્રી ગોપાળદાસ આપણને લાગણીવેડા છાડવાની અને જીવનની કઠોર વાસ્તવિકતા સ્વીકારવાની ભલામણ કરે છે. આને અધાર લઈ હું પૂછું છું કે આપઘાત કરવાને આપણા મૂળભૂત
અધિકાર કોણે લઈ લીધા છે? પ્રસ્તુત ચર્ચામાં તે અસહૃા દર્દીથી પીડાતા માનવીની વાત છે. પરંતુ આપણા સેરઠી સંતો તો જીવતાં સમાધિ - લેતા. મને એમ લાગે કે મારા જીવનનું કાર્ય પૂરું થયું છે તે સંતપ
પૂર્વક મરણને ભેટતાં મને કેલેણ રોકી શકે? અસંખ્ય સ્ત્રીઓ જીવનથી કંટાળી અથવા જીવનની વ્યર્થતા અનુભવી અગ્નિસ્નાન કરે છે એમને કોણ રોકે છે? તેવી જ રીતે ક્ષે કેન્સરના દર્દી જીવનથી. કંટાળે તો પાંચમે માળથી ભૂસકો મારતાં કે ટ્રેઈન નીચે પડતું મૂકતાં અથવા દરિયામાં દોટ મૂકતાં તેને લેણ રોકે છે?
(૪) પણ પ્રશ્ન એ છે કે સમાજ એમાં અનુદન આપી શકે? આપવું જોઈએ ? ડૅ. વિનેદ શાહને જ દાખલો લઈએ. એમની દષ્ટિએ એમનું પગલું બરોબર હતું. પરંતુ આપણે એમને એવી સલાહ આપી શકીએ ? સમાજ પોતાની જવાબદારી બરોબર ઉઠાવતા નથી. (ર્ડો. વિનેદ શાહ અને અનેક ગુજરાત તરફની) તેથી જ આવા કિસ્સાઓ બને છે. શ્રી ગોપાળદાસે પહેલા પેરામાં આપેલે દાખલે જ લઈએ. રસ્તા પર કે ફૂટપાથ પર પડેલા માનવદેહના પાટલાની વાત એમણે કરી છે. સમાજ પિતાની છાતી પર હાથ મૂકીને કહી શકશે કે એ પિટલાની આવી સ્થિતિ માટે પિતાની કશી જવાબદારી નથી? ખરી વાત એમ છે કે સમાજને પિતાનું અંત:કરણ ડંખે છે; એ ડંખને ભૂલી જવાય તેટલા માટે જ એને “દયાપ્રેરિત હત્યા”ના નુક્કો આવે છે. કેન્સરના દર્દીની વાત લઈએ તે પણ એ જ કબૂલાત કરવી પડે છે કે કેન્સરના
રોગની રામબાણ દવા સમાજને જડી નથી એટલે સમાજ પિતાની લાચારી ઢાંક્વા દર્દીની દયાથી પ્રેરાવાનો દંભ કરી એના “સુખ-મૃત્યુ”ની હિમાયત કરે છે અને તે માટે કાયદો કરવાની તત્પરતા દાખવે છે.
(૫) પણ શ્રી ગોપાળભાઈને પક્ષે એમ દલીલ કરી શકાય કે “ભાઈ તમે ખોટી જીભાજોડી છેડી વ્યવહાર વાત કરશે. એક ડોસે દસ વરસથી લકવાથી પીડાય છે. ઝાડો-પેશાબ પથારીમાં થઈ જાય છે. કોઈ ખવડાવે તે ખાઈ શકે છે; પીવડાવે તે પી શકે છે. એની વફાદાર ૫ત્ની ચાકરી કરતાં કરતાં ધરડી થઈ ગઈ છે. હવે, (ક) આ ડોસે પોતે પોતાની મેળે મરવા ઈચ્છે છે પણ મરી શકતો નથી. તે એ શું કરે? (G) એની પત્નીએ એને મરવામાં મદદ કરવી જોઈએ કે નહિ? () રાજય કે સમાજ આવા કેરામાં કેમ મદદ ન કરે? (૪) પેલી સ્ત્રી જ બિચારી કંટાળી હોય અને આમાંથી છટવા માગતી હોય તો સ્વી રીતે છટે? એને છુટવો માટે સમાજે કંઈ રસ્તો બતાવવું જોઈએ કે નહિ?
(૬) આને જવાબ આમ હોઈ શકે : (૪) ડોસાને પિતાને મરવું હોય તો શ્રી ગોપાળભાઈ જેને મરજ્યિાત હત્યા કહે છે તે વર્ગમાં આ દાખલ આવે. એની પત્નીએ, એનાં નિકટનાં સગાં
ઓએ એમાં મુગી સંમતિ આપવી જોઈએ. (વ) રાજય આંખમિચામણાં કરી શકે અથવા એ કેસને વ્યકિતગત વિચાર કરી શકે કાયદાથી મદદ ન કરી શકે. રાજયની ફરજ તે એટલીજ હોઈ શકે કે એ દરદીને જીવનબોજ (સંસ્થા મારફત, આર્થિક મદદ દ્વારા કે ઘેરબેઠાં રાહત પહોંચાડી) ઓ છેઃ કરો. (૪) એની કંટાળેલી પત્નીને પણ સમાંરે- સમાજસુધારક કે . ની. જેનું ઉદારમતવાદી પત્ર એક જ સલાહ આપી શકે કે “બહેન, તા૦ ૧-૯-૧૯૭૦ના . જી.માં આવેલો “વિરલ વાત્રાલ્ય”ને કિસ વાંચી જા.” માને કે આ સ્ત્રી દયાથી પ્રેરાઈ પિતાના પતિની હત્યા કરી બેસે તે રાજય કદાચ અને હળવી સજા કરે અગર છેડી દે, પરંતુ કેસ તો ચલાવે જ. ઘણું કરીને પ્ર. ગ. માં આવે (સહેજ જદો) એક કિસ્સો આવ્યો હતા, જેમાં મરણસન્ન પિતા પિતાના અપંગ સંતાનને મારી
કાન્તિલાલ શાહ ડ. શાહનું “આત્મબલિદાન”
[ જસ્ટિસ નરેન્દ્ર નથવાણીના “ડે.. વિનોદભાઈ શાહના આત્મબલિદાન' વિશેના લેખ સંબંધમાં દેસાઈ વાલજી. ગેવિંદજીનું મંતવ્ય અહીં આપવામાં આવ્યું છે.]
પ્ર. જી. ના પહેલી જૂનના અંકમાં ડૅ. શાહના આત્મબલિદાન’ ને નામે લેખ છે તેથી આ પત્ર લખવાનું પ્રાપ્ત થયું છે. - આપઘાત અઘટિત કામ છે, સત્કર્મ નથી પણ દુષ્કર્મ છે, અપરાધ છે. આપઘાત કરનારને એના અપરાધની ક્ષમાં અપવાદરૂપ સંજોગોમાં જ મળી શકે છે. એના ઉદાહરણરૂપ તે બેત્રણ પારસી બહેન છે જેણે પોતાને દેહ ભ્રષ્ટ થાય એવી શંકાને કારણે રાજાબાઈ ટાવર ઉપરથી પડતું મૂક્યું હતું.
આપઘાતનો બચાવ કરવામાં સંયમ તથા વિવેક આવશ્યક છે, એવો બચાવ હાલતાં ચાલતાં થાય તો તેનાથી કરીને એ કુપ્રવૃત્તિને ઉત્તેજન મળે છે.
Š. શાહની આપણને દયા આવે, એને વિશે આક્ષેપરૂપ કાંઈ લખતાં આપણને સ્વાભાવિક સંકોચ થાય. પણ ભવિષ્યમાં તેના જેવું કામ કેઈ કરી ન બેસે એટલા માટે એના કૃત્યની ચર્ચા કર્યા વિના છૂટકો નથી.
સરકારી નોકરીમાં અમુક જગ્યા ઉપર માણસને હક્ક હોય છતાં તે તેને નહિ પણ બીજા કોકને મળી જાય એવું વારંવાર બનતું હોય છે. એવું બને તે વિચારવાન પુરુષ વૃદ્ધ માતાપિતા, જુવાન પત્ની તથા ગભરુ બાળકોનું હિત ધ્યાનમાં લઈને કાં તો સમસમીને બેઠો રહે ને કાં નેકરીનું રાજીનામું આપે.
. શાહને તો નેકરી વિના ચાલે એમ હતું. મેટી નેકરી ન મળી એટલે લાંઘણ કરવી, કુટુંબીમારને ખાવાનો આગ્રહ કર્યા છતાં ત્રણ ત્રણ દિવસ લાંધણ ચાલુ રાખવી આ તે કાંઈ રીત છે?
પરદુ:ખભંજન કરવું હતું તે તે જીવતાં જીવતાં કરવાના હજાર રસ્તા હતા. તીરથ કરવા ઘર બાળવાનું લવલેશ પ્રયોજન નહોતું. ૮-૬-'૭૨
દેસાઈ વાલજી ગોવિંદજી