SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જીવન વ્યાપ્રેરિત હત્યા [આ વિષય ઉપર. પ્રબુદ્ધ જીવન'માં આવેલ લખાણ સંબંધે બે ચર્ચાપત્ર મળ્યાં છે જે નીચે આપ્યાં છે. વિષય એવો છે જેમાં બન્ને પક્ષે કાંઈ કહેવાનું છે. એવા કિસ્સાઓ ટાંકી શકાય કે જેમાં મૃત્યુ દરદી અને તેના સંબંધીઓ માટે છુટકારો લેખાય અને જીવન ત્રાસ લાગે. આવી સ્થિતિ હોય ત્યાં નિર્ણય કેવી રીતે કરવો? એક વ્યવહારુ અને સામાજિક દષ્ટિએ યોગ્ય ધોરણ એ છે કે જે વસ્તુનો સદુપયોગ કરતાં દુરુપયોગ વધારે સંભવિત છે તેને ત્યાજ્ય ગણવી. દાખલા તરીકે ગર્ભપાત અને લગ્નવિચ્છેદ. એવા કિસ્સાઓ ઘણા મળે કે જયાં ગર્ભપાતની છૂટ આપવી યોગ્ય ન ગણાય. તેવું જ પરિણીત જીવનના કેટલાય પ્રસંગો એવા દેખાય કે જયાં છૂટા કરવા સુખનો માર્ગ લેખાય. છતાં અનુભવ કહે છે કે આ બન્નેમાં સદુપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે અને વધતો જાય છે. Hard cases make bad law. પણ લપસણી ભૂમિતનો સહેલા શાર્ગ માણસ સરળતાથી લે છે. પરિણામે વધારે દુ:ખી થાય છે અને વધારે ઊંડા પાણીમાં ઊતરે છે. પણ પોતાની જાતને છેતરવાની કળા માણસ જેટલી કોઈને આવડતી નથી, સહન કરવું સહેલું નથી. તેમાંથી છૂટવાનો માર્ગ દેખાતો હોય તે માણસ તે તરફ દોડે છે. દયાપ્રેરિત હત્યાનું પણ કાંઈક આવું જ છે. મને લાગે છે, તેમાં સદુપયોગ કરતાં દુરુપયોગનો સંભવ વધારે છે. આ રસ્તો વધારે શેખવી છે કારણ કે માણસના જીવ લેવાની વાત છે, ખૂન અને દયાપ્રેરિત હત્યા વચ્ચેની રેખા પાતળી છે. અત્યારે હું ધાર્મિક અથવા નૈતિક દષ્ટિએ વિચાર નથી કરત. પણ આ દષ્ટિ વિશેષ અગત્યની છે. કર્ણ કર્મ સમતાપૂર્વક વેદવા અને આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાન છેડી શુભ ભાવનામાં વિચરવું એ કર્માય અને નિર્જરાનો માર્ગ છે. જીવવાની ઈચ્છા ન કરવી તેમ મરવાની ઈચ્છા પણ ન કરવી અને ઉદર્ભને આધીન પ્રવાહપતિત જીવન વ્યતીત કરવું તે ધાર્મિક દષ્ટિ છે. નૈતિક દષ્ટિએ પણ કોઈને જીવ લેવાનો અધિકાર અથવા જવાબદારી કોઈ વ્યકિત લઈ શકે નહિ. સ્વયંસમાધિ અથવા અનશનવ્રતથી લેખનાપૂર્વક દેહ છોડવા એ ઉચ્ચતમ માર્ગ છે. વિરલ વ્યકિત કરી શકે. તા. ૧૬-૬-૧૯૭૨ દયાપ્રેરિત હત્યા (Mercy Killing) નાં કારણા ધાર્મિક અથવા નૈતિક નથી. બીજાનું દુ:ખ જોવાનું નથી અથવા તેની સારવાર થઈ શકે તેમ નથી અથવા તે પોતે અને તેનાં સગાંસંબંધીઓ કંટાળી ગયા છે અને દુ:ખુકિત માગે છે અથવા રોગ અસાધ્ય છે માટે મૃત્યુ સમીપ લાવવું—આવાં કાંઈક કારણો હોય છે. આ બધામાં મોટે ભાગે સામાજિક અથવા કિતગત નિર્બળતા છે. – તંત્રી [ 1 ] શ્રી ગોપાળદાસ મોદીએ “દયાપ્રેરિત હત્યા”ની જોગવાઈ કરતા કાયદા માટેની હિમાયત કરતાં કરતાં સમાજનાં દંભ અને નકારાત્મક દૃષ્ટિબિંદુ ઉપર હચમચાવી મૂકે તેવાં વિધાનો કર્યા છે. આના અનુસંધાનમાં અન્ય વાચોના વિચારો પણ પ્રગટ થયા છે. સમાજને આંચકા આપે અને વિચર કરતું કરી મૂકે તેવું મને મંથનીય વિધાન પ્રગટ થતું રહે અને એ દ્વારા સમાજની વિચારશીલ વ્યકિતએના આઘાત પ્રત્યાઘાત પ્રગટ થાય એ આવશ્યક છે. આવી તદન કડવી ગાળી કે સુદર્શનની ફાકી સમાજની વિચારવિનિમય તંદુરસ્તી માટે જરૂરી તો ખરી જ. ભલે શ્રી મોદી ગમે તેવી માન્યતા રાખતા હોય, ગંભીરપણે એમની આ જ માન્યતા હોય તો કે સમાજના વિરશીલ વર્ગને એમણે ઠીક ઠીક હલબલાવ્યો તો છે જ, આ વિષયના અનુસંધાનમાં મને પૂ. ગાંધીજીએ કહેલી શ્રી પરમૂરે શાસ્ત્રીજીની સારવારનો કિસ્સો ખૂબ ખૂબ સાંભર્યા કર્યો છે. શ્રી પરસૂરે પોતે તો મૃત્યુ વહોરવા જ જઈ રહ્યા હતા. પરંતુ બાપુ'એ અત્યંત પ્રેમથી એમની પોતે જાતે જ સેવાશુશ્રૂષા કરી સાજા કર્યા, જીવન બક્ષ્મ, તંદુરસ્તી આપી આયુષ્ય બચાવ્યું એ બીના સુપ્રસિદ્ધ છે એટલે એ વિશે વિવેચન-વિવરણ જરૂરી નથી. પરન્તુ અત્રે મારે એ મુદ્દો ચર્ચા છે કે આ એ જ બાપુ હતા જેમણે સાબરમતી આશ્રમમાં વાછરડીના દયાપ્રેરિત (?) અંત આણેલા. એ સમયે આ હત્યાની બીના અત્યંત ચર્ચાસ્પદ બનેલી. સમાજના ોટા ભાગના વર્ગને ધૃણાસ્પદ લાગેલી અનેબાપુની અહિંસામાં ખામી છે એવું કહેનારા પણ ઓછા નહોતા. એ અંગેની અને એને અનુલક્ષી થયેલી ગાંધીવિચારધારા વિવાદસ્પદ જ રહેલી. ૪૧ એકને મરવાની ઈચ્છા જ હતી છતાં પરવા ન દીધા અને જીવન બક્ષ્મ. બીજાની પીડા પોતાથી ન જોવાઈ એટલે પીડામુકત કર્યું —એમાં વ્યકિતના આય અને યોગ્યતા વિચારવાં જેઈએ. પ્રત્યેક કાર્યની પાછળ, પરિણામ પાછળ અને કારણ પાછળ તેના હેતુ મંડાણ અને મંડાણ રોપનાર વ્યકિતની પાત્રતા જેવાં રહ્યાં. શ્રી મોદીએ પોતાની સમસ્યામાં પોતે જ અમુક શરતો આવશ્યક લેખવી જોઈએ એની સ્પષ્ટતા નો કરી જ છે, છતાં જીવનની કઠોર વાસ્તવિકતા કે જડ લાગણીવેડા છેડવાની એમની વાત બહુ પ્રોત્સાહિત તો અલબત્ત નથી જ. એમણે ત્રણેક શરતોની રજૂઆત કરી એ વિચારણીય હોય તોયે અનુમાદનીય નથી લાગતી. મને બરાબર યાદ છે કે શ્રી મહેન્દ્ર મેઘાણીએ “મિલાપ”નું પ્રકાશન શરૂ કર્યું તે અરસામાં શરૂઆતના જ અંકો પૈકી એક અંકમાં અમેરિકામાં રગતપીતિયા અને મરવા વાંકે જીવતા દર્દીઓની સેવા અર્થે એક મોટી વસાહતમાં સેવા કરનારા પ્રભુના પ્યારા પયગંબર જેવા એક ખ્રિસ્તી ફાધરની હકીકત પ્રગટ થયેલી, જેના અનુસંધાનમાં વાચનના વિચાર વિભાગમાં મારો પત્ર પ્રગટ થયેલા અને આપણા સાધુ સમાજ કે સેવા સંસ્થાઓ આના દાખ્ખા લે તો ઉત્કૃષ્ટ સેવા થાય એનો અનુરોધ કરેલા, એ આખાયે પરિચય અને કિસ્સો હ્રદયગમ હતો, અરે! હમણાંની જ હકીકત આ વખતના “જનકલ્યાણ” માસિકના માર્ચ-એપ્રિલ ઍક બીજામાં ડૉ. થેસ મારલીનની પ્રગટ થયેલી છે તે પરત્વે હું વાચકગણનું અને શ્રી મોદીનું ધ્યાન ખેંચું છું. દયાપ્રેરિત હત્યા સૈદ્ધાન્તિક રીતે આવકાર્ય નથી જ પણ જૈનમત અને વેદાંત અનુસાર પૂર્વપ્રારબ્ધ ઉપાર્જન અનુસાર વ્યકિત પોતાનાં સુખદુ:ખને કર્તા ભાકતા બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ લક્ષમાં રાખી તે અંગે જનમત લઈ પછી જ આવો કાયદો અમલમાં મૂકવા હિતાવહ ગણાય. શ્રી મુનશીએ “ભગવાન પરશુરામ' નામની પોતાની પુરાણ ઈતિહાસકથામાં આવા રગતપીતિયાની સેવામાં શેકાયેલી પોતાની માતા રેણુકાને પિતાની આજ્ઞા અનુસાર પાછી લઈ જવા અત્યંત મનામાંથન બાદ રાતોરાત અસંખ્ય રોગપીડિતાને સંહાર કરી નાખ્યાની વિગતો આલેખી છે એ ખરેખર વાસ્તવિક સત્ય બીના હશે કે શ્રી મુનશીજીની માત્ર કલ્પના-કથાનાયકનાં ચરિત્ર-નિરૂપણમાં સહાયક થવા અર્થે કરેલી માત્ર કલ્પના—તેનો કા આધાર મારી પાસે નથી, પણ આવા પ્રસંગે પણ ઉપર કહ્યું તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અનુસંધાન તો રહે જ છે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy