________________
પ્રબુદ્ધ જીવન,
તા. ૧૬-૬-૧૯૭૨
૪૦.
---
-----
કે અમેરિકામાં ભાગ્યે કોઈ છોકરી એવી હશે કે જેણે લગ્ન પહેલાં જાતીય સુખ ન ભેગવ્યું હોય, જેમાં મારી દીકરીને પણ સમાવેશ થઈ જાય છે. એમણે છોકરાઓને ઉલ્લેખ નહોતો કર્યો. પરંતુ છોકરીએના ઉલ્લેખમાં તે આપોઆપ આવી જાય છે. છોકરીઓની આ સ્થિતિ હોય તે છોકરાઓ એનાથી વધુ મુકત સંબંધ બાંધ્યા વિના ને જ રહે. આ સંબંધ લગ્નની અંદર રાસ્ત રહેવું જોઈએ તેવી સ્થિતિ હતી ત્યારે પણ પુર છે વધુ છૂટ ભેગવતા હતા, પછી એ બાકાત શી રીતે હોય?
આ મોજણી છાપાંમાં વાંચવા મળી તેની જોગાનુજોગ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ તરફથી પ્રસિદ્ધ થયેલ ‘કામવિજય’ પુસતક સમાનાર્થે પ્રાપ્ત થયું. અમેરિકાના વિચારક અને લેખક શ્રી સી. જે. વાનલીટના કોન્કવેસ્ટ ઓફ ધ સર્પન્ટ’ પુસ્તકનું શ્રી રઘુ નાથજી નાયક અને શ્રી અશ્વિનભાઈ પટેલે કરેલું ભાષાન્તર છે.
જે અમેરિકામાં લગ્ન વિના જાતીય સુખ ભેગવવાની મને વૃત્તિ વધી રહી છે તેના જ એક લેખકે ધર્મની પાપપુણ્યની ભાવનાને વશ થઈને નહિ પણ ઉત્ક્રાંતિની દષ્ટિએ માનવ વિકાસ સાધવ હશે તો સંયમને–બ્રહ્મચર્યને માર્ગ અપનાવ પડશે તેવી રજૂઆત આ પુસ્તકમાં કરી છે–
પુરુષ અને સ્ત્રીના શરીરમાં રહેલી જાતીય ગ્રંથિએ પ્રજનનશકિત પૂરી પાડનારા મધ્યવર્તી પાવર સ્ટેશન ગણાવી શકાય. આ સ્ટેશનની ઉત્પાદનશકિત અમર્યાદ નથી. એક માર્ગે આ શકિતને જલ્થ વપરાઈ જાય તો અન્ય હેતુઓ માટે એાછા-કદાચ અતિશય અલપ જ8થે જ બાકી રહે. પ્રજનન ગ્રંથિઓ વડે બે પ્રતિસ્પર્ધી હેતુઓ સિદ્ધ થાય છે: (૧) પોતાની જાતિની ઉત્પત્તિ માટે બહિ:સ્ત્રાવી અને બીજી પોતાના પોષણ, વિકાસ અને સંવર્ધન માટે અંત:સ્ત્રાવી રસ પેદા કરે છે. માનવજાતે પોતાની આપખુદીથી એક ત્રીજો હેતુ ઉમેર્યો છે. પિતાની અનિયંત્રિત વાસનાઓને સંતોષવા માટે મોટા જસ્થામાં બહિ:સ્ત્રાવી રસે, જે ખરેખર બિન-ઉત્પાદક અને દરેક રીતે ક્ષીણતા લાવનારા છે”
“આ બહિ:સ્રાવનું અમર્યાદ ઉત્પાદન અંત:સાવી રસના ભેગે જ થઈ શકે, જે અંત:સ્ત્રાવી કાર્યો પર નુકસાન કરનારાં પરિણામે જ લાવે. પિતાનાં દ્રવ્યના ઉત્પાદન માટે આ ગ્રંથિઓ લેહીના પ્રવાહમાંથી કેટલાંક અતિકીમતી ત ખેંચી લે છે. આથી બીજાં અંગ માટે આવશ્યક હોય તેવાં તો પૂરતા પ્રમાણમાં બચતાં નથી. અંતે આખા શરીરતંત્રને શેવું પડે છે. પ્રજનનની ગ્રંથિઓને માનવીની ભેગેછાની વૃતિને નિમિત્તે વિકારવશ થવા દેવામાં ન આવે તો તે કેવળ માબાપ બનવાના નૈસર્ગિક હેતુ-પ્રસંગેએ જ બહિ:સ્રાવ રસ તૈયાર કરશે. તેથી આ ગ્રંથિઓના અંત:સ્ત્રાવી રસેનું શરીર, મન, ચારિત્ર અને આત્મતત્ત્વના સંપૂર્ણ લાભ માટે ઉત્પાદન થશે.” - “લગ્નસંસ્થા માનવજાતની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. તેમાં ક્રાંતિકારી ફેરફાર કરવાની જરૂર છે. એને કામવાસનારૂપી ઝેરી સાપે કેરી ખાધલી હોવાથી તે અંદરખાનેથી જીર્ણ થઈ ગયેલી છે. મૂળભૂત રીતે જોઈએ તે લગ્નસંસ્થા એક ઉત્તમ સંસ્થા છે. માત્ર નવી પેઢી ઉછેરવાના સાધન તરીકે જ નહિ, પરંતુ જવાબદારી, સહકાર, નેહ, નિસ્વાર્થવૃત્તિ અને આત્માની ઉન્નતિ કરનારા ગુણાના વિકાસની એ ઉત્તમ સંસ્થા છે.”
“પરંતુ રુક્ષ જડવાદ અને કામુકતાના જમાનામાં પરિણીત અવસ્થા, ખાસ કરીને, વિષયસેવનની અનુકુળતા માટે પસંદ કરવામાં
આવે છે. એમાં વધારેમાં વધારે ઉત્તેજના અને સંજોગ માણવાની તક મળે છે. લગ્નસંસ્થા કાયદેસર ભેગે ભેગવવાની જાણે મુકત પરવાને બની ગઈ છે. શરીરનું આકર્ષણ અને જાતીય અનુકૂળતા મદભરી રીતે શોધવામાં આવે છે, જેને લગ્નથી સધાતી સફળ મૈત્રી માટેની પાયાની જરૂરિયાત માનવામાં આવે છે. એમાં કાયમી સુખ સમાયેલ હોત તો એનાં અનર્થ પરિણામે આવ્યો ન હત–શારીરિક , અને માનસિક થાક, લગ્નજીવનને શાક, સંતાપ, ઝઘડા, અંટસ
અને ધૃણા, છૂટાછેડા લેવા માટે દોડાદોડ, જ્ઞાનતંતુઓના શે તેમ જ જાતીય દર્દીની સારવાર માટે ર્ડોકટરેને ત્યાં આંટાફેરા અને ગર્ભાશયમાં અશકત બની ગયેલાં રોગગ્રસ્ત બાળકોનું જગતમાં આગમન.”
આ બધી આપત્તિઓને લગ્નજીવનના વધારે પવિત્ર ખ્યાલ દ્વારા જાતીય આવેગે ઉપર નિયંત્રણ દ્વારા અટકાવી શકાય. પરિણીત જીવનમાં વારંવાર શરીર–સમાગમ સ્વાભાવિક છે એમ આરોગ્યપ્રદ છે એવી આધાર વિનાની માન્યતા માનવ-મન ઉપર જડાઈ ગયેલી છે. એ સ્વાભાવિક પણ નથી તેમ આરોગ્યપ્રદ પણ નથી એ વાત બહુ થોડા લોકો જાણવા માગતા હોય છે.”
“લગ્નને પરવાને કાંઈ અચળ અને અફર એવી શારીરશાસ્ત્રની નક્કર હકીકતેને ફેરવી નાખતા નથી. પ્રજનન હેતુ–વિના સંભોગ લગ્નવિધિ પહેલાં જેટલા વાંધાભર્યો છે એટલે જ લગ્નવિધિ થયા પછી પણ વાંધાભ છે. જેની પાછળ ગર્ભાધાનને હેતું હોય તેવા સભેગને જ માન્યતા આપી શકાય. માનવબાળકની પુખ્ત ઉંમરે પહોંચવાની ક્રિયા ધીમી ગતિએ ચાલે છે તેથી મા–બાપની દેખભાળ લાંબા સમય માટે આવશ્યક રહે છે. આમ હોવાથી માનવજાત લગ્નબંધનની મર્યાદા માગે છે. એટલે લગ્નબહારની જાતીય વૃત્તિને માન્ય ગણવાને પ્રશ્ન રહેતું નથી.”
એક બાજુ સુખ ભોગવવાની વધી રહેલી લાલસાને લીધે લગ્નબહાર એ સુખ મેળવવાનું વલણ વધતું જાય છે, ત્યારે લેખક શરીરવિજ્ઞાનને હવાલે આપીને એ સુખ લગ્નની અંદર પણ ગર્ભાધાન પૂરતું જ ભોગવવું તે સામા છેડાને હવાલે આપે છે. પ્રાણીઓ વંશવૃદ્ધિના મર્યાદિત હેતુ પૂરતાં જાતીય વૃત્તિથી પ્રેરાય છે, તેમને દાખલો લેખક આપે છે. પરંતુ કુદરતે જે પેજના કરી છે તેમાં માનવીએ બુદ્ધિકૌશલ્ય વાપરીને તેમાં પરિવર્તન આણેલું છે, તે એમની ધ્યાનબહાર જાય છે. પ્રાણીમાં કુદરતે દૂધ તેનાં બચ્ચાંના ખેરાક તરીકે પેદા કરેલું છે. પરંતુ મનુબે ગાય અને ભેંસને પાળીને એની પાસેથી બચાંને જરૂર હોય તે કરતાં વધુ અને લાંબા સમય સુધી દૂધ પ્રાપ્ત કરવાનો વિકાસ સાધે છે. આમ કુદરતી હેતુ કરતાં ઘણું બધું દૂધ પ્રાણી પાસેથી માનવીએ મેળવવાની સિદ્ધિ મેળવેલી છે. એ જ રીતે માનવશરીરમાં પ્રજનનની જે ગ્રંથિ બહિ:સ્ત્રાવી રસ ઉત્પન કરે છે તે કામસુખ માટે વધુ પેદા કરવાની સિદ્ધિ હાંસલ નથી કરી તેમ માનવાને શું કારણ છે? માનવીએ ત્રીજો હેતુ એને શોધી કાઢયા છે તેમ એ રસ વધુ પેદા કરવાની સિદ્ધિ ન મેળવી હતી તે ક્ષીણ થઈ ગયું હતું. માનવી અપશુકટિએ રહ્યો નથી ત્યારે કામવાસનાની બાબતમાં તે કટિએ રહે તેમાં એનો વિકાસ છે તેમ શા માટે? ,
માણસે જાતીય સુખને વધુ આનંદ માણવા હશે તો પણ સંયમ દ્વારા જ તે પ્રાપ્ત થઈ શકશે. એ સંયમને મધ્યમ માર્ગ લગ્નસંસ્થા દ્વારા શોધાયેલો છે. હવે એ મધ્યમ માર્ગ વટાવી જઈને તે સુખ ભેગવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે કોઈ નવ મધ્યમ માર્ગ શોધાશે.
ઈશ્વર પેટલીકર
તે