SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૧૯૭૨. પ્રબુદ્ધ જીવન ૩પ. ભાગને વ્યાપાર - વિનિમય હિન્દી મહાસાગર દ્વારા થાય છે. હિંદી મહાસાગર પર પ્રભુત્વ જમાવવાની સ્પર્ધા જામે એમાં જ આ સત્તાઓ પિતા હિત માને છે. આ કારણોને લીધે તેમ જ શકિતશાળી એશિયાઈ નૌકાકાફલાની ગેરહાજરીને લીધે એશિયામાં સત્તાની સમતુલા વિદેશી સત્તાઓના હાથમાં જઈ પડી છે. હિન્દી મહાસાગરને કાંઠે આવેલા નાના-મોટા દેશે સંયુકત રીતે પણ સલામતી જાળવવા નજીક આવી શકયા નથી. પિતાનાં હિત જાળવવા આ દેશે કોઈ પ્રકારની રાજકીય સંકલન વ્યવસ્થા ગોઠવવામાં પણ નિષ્ફળ નીવડયા છે. હિન્દી મહાસાગરમાંની મહાસત્તાઓની સાઠમારી નિર્મૂળ કરવા માટે ઉસુક હોવા છતાં આ દેશે કશું કરી શકે તેમ નથી. - હિન્દી મહાસાગરમાં અમેરિકાની સલામતી વ્યવસ્થામાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સામેલ છે. હિન્દી મહાસાગરની મમમાં બ્રિટન હસ્તકના ચાગોસ ટાપુઓના સમૂહ (આડપેલગે)માં અમેરિકા અને બ્રિટન વચ્ચે ૧૯૬૬ના અંતે થયેલી સંધિ મુજબ કરોડો ડોલરને ખર્ચે ડિયેગે ગારસિયા ખાતે લશ્કરી મથક અમેરિકા બાંધી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના વાયવ્ય કાંઠે અમેરિકાનું આવું એક સંદેશવ્યવહાર મથક કામ કરે છે. ઑસ્ટ્રેલિયાના કોકબર્નમાં બીજું મથક ઊભું કરવા બ્રિટન અને અમેરિકાને આમંત્રણ મળ્યું જ છે અને હવે તે અમેરિકાના સાતમાં નૌકાકાફલાને હિન્દી મહાસાગરમાં પણ પ્રવૃત્તિ કરવા છૂટ મળી છે. આ નૌકાકાફલાના વડા હમણાં ત્રણેક દિવસ શ્રીલંકાની મુલાકાતે આવી ગયા હતા તે ખરેખર રચક છે. ગયા ઓગસ્ટમાં એકે યુગોરિલાવ તંત્રી સાથેની મુલાકાતમાં રીની વડા પ્રધાન ચાઉં એન-લાઈએ કહ્યું હતું કે મહાસત્તાની પકડમાંથી હિન્દી પેટાખંડ અને હિન્દી મહાસાગરને “મુકત’ કરવાના પ્રયાસો ચીન ચાલુ રાખશે. પાકિસ્તાનને મળતો રહેલે ચીનને સતત ટેક અને હેડેશિયા તેમ જ દક્ષિણ આફ્રિકાની લઘુમતી ગોરી સરકારને મળતી પશ્ચિમી સરકારોની હુંફ ઉપરાંત આફ્રિકામાંના પાલનાં સંસ્થાનોની પરિસ્થિતિ જોતાં મહાસમિતિને ઠરાવ કેટલે અંશે કાર્યાન્વિત કરી શકાશે એ શંકાસ્પદ છે. રશિયા સાથે ચીન સ્પર્ધા કરવા ઊતર્યું હોય એનાં અહીં અનેક દાંતે પણ જોવા મળે છે. આરબ-ઈઝરાયેલ સંઘર્ષને નામે આરબ દેશમાં અને ભૂમધ્ય સાગરમાં રશિયાને પગદંડ જામી ગયો છે. હિંદ મહાસાગરમાં પેટાળના ભૂતળનું વૈજ્ઞાનિક માપ કાઢવાના બહાને રશિયન પનડુબીઓ (સબમરીનો) હિન્દી મહાસાગરમાં હરીફરી રહી છે. સને ૧૯૬૮ થી રશિયન નૌકાકાફલો પણ આ વિસ્તારમાં જોર પકડતો જાય છે. આ અધૂરું હતું તેમ માની ફ્રેન્ચ નૌકાકાફલો પણ હિન્દી મહાસાગર ભણી ધસી રહ્યો હોવાના અખબારી અહેવાલ હતા. માતાગાસ્કરની ડિગે સુઆરેઝ મથકને મજબૂત કરવાને એ પ્રયાસ કરશે. હિન્દી મહાસાગરમાં ભારતનું ભૌગોલિક મહત્ત્વ છે. ભારત કેન્દ્રસ્થાને હોવા ઉપરાંત તેની આશરે ૩૫૦૦ માઈલની દરિયાઈ સરહદ છે. આ પરિસ્થિતિમાં ભારત જેવા દેશ શું કરી શકે છે? પિતાના સઘળા ઉદાત્ત સિદ્ધાતો હોવા છતાં તે હિન્દી મહાસાગરમાં અમેરિકા અને સાથી રાજય તથા સોવિયેટ રશિયા વચ્ચેની સત્તા માટેની દરિયાઈ સ્પર્ધા માત્ર હાથ જોડીને નીરખી ન શકે. પઢાવેલા પિપટની પેઠે આ વિસ્તારમાં “શાંતિને વિસ્તાર” સર્જવા અને જાળવવાની વાત કર્યા કરવાથી પણ કશુંય વળવાનું નથી. ભારતને ગમે કે નહીં પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિને એણે નક્કર સામનો કરવાને વખત આવી ગયા છે. આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓને વિકાસ સાધીને ભારતે સલામતી માટેનાં મથકોની ત્યાં નવરચના કરવી જોઈએ. , હિન્દી મહાસાગરનું ભારત ધ્યાન રાખે અને આ વિસ્તારમાંના દેશનું ભારત સંરક્ષણ કરે એવા બ્રિટિશ વિદેશપ્રધાન સર એલેક ડગ્લાસ હામના દિલ્હીમાં કરેલા કથનથી ભારતના અહમ્ ને પિષણ મળે છે એ સાચું, પરંતુ વિશ્વમાં એક મહાન રાષ્ટ્ર બીજા મહાન રાષ્ટ્રનાં પગલાં અને પ્રયાસે, હિતો અને વૃત્તિઓ સામે ગળાકાપ હરીફાઈ કરતું હોય ત્યારે આવું કહેવું વ્યવહારમાં નિરર્થક છે. બ્રિટન - જ દાખલો લઈએ. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ હોવા છતાં, હિન્દી મહાસાગરમાં રશિયાની વગ વધી ન જાય એથી તો બ્રિટને દક્ષિણ આફ્રિકાને શઅસહાય આપવાનું ચાલુ કર્યું હતું. આ માટેનું કારણ કદાચ દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારને પંપાળવા. પણ હોય ! એમાં ઊંડા ન ઊતરીએ તો પણ સાઈમન્સ ટાઉન કરાર પ્રમાણે તે એણે અમેરિકાના લધુ સાથીદાર જ કાર્ય બજાવવાનું રહે છે! પશ્ચિમના દેશો અને એમાંય ખાસ કરીને અમેરિકાને ચિંતા છે કે ઊભી થતી કહેવાતી સત્તાની સમતુલાના શૂન્યાવકાશનું સ્થાન લેવા માટે રખે રશિયા દોટ મૂકે! પરિણામે ભૂમધ્ય સમુદ્રમાં રશિયા અને અમેરિકા વચ્ચે આવી સ્પર્ધા થતી રહી છે. પરંતુ એશિયા ખંડને સાંકળતા હિન્દી મહાસાગરમાં નૌકાકાફલાને ધજગરે ઊંચે રાખવાને ધખારો અમેરિકાને છે એ અછાનું નથી. એથી તો સાતમે કાલે અહીં પહેરે ભરતો હતો. આના પુરાવા પૅક ઍન્ડરસને એની કટારેમાં આપ્યા છે. - હવે પ્રશ્ન એ છે કે આવું થયા કરશે તે રશિયા શાંત રહેવાનું કે? ચક્કસ નહીં જ. રશિયાના પૂવચ બંદર બ્લાસ્ટીસ્ટોકમાં નાંગરેલ રશિયન નૌકાકાફલામાંથી રશિયા પણ એનાં જહાજોને અહીં મોલવાનું જ–અને આવા પ્રયાસો થયા પણ છે. પરંતુ અહીંથી જ આ સ્પર્ધા અટકે એવું લાગતું નથી. રશિયાને દૂર રાખવા માટે અમેરિકા ચીન સાથે કોઈક પ્રકારની સદાબાજી કરે એવું લાગે છે. જાપાને એના સંરક્ષણ ખર્ચમાં તાજેતરમાં ધરખમ ઉમેરો કર્યો છે. ઉત્તર પ્રશાંત મહાસાગરમાં જાપાન પિતાને નૌકાકાલે ઊભે નહીં જ કરે એની કોઈ ખાતરી નથી. અને પરિણામે અમેરિકા અને રશિયા ઉપરાંત હિન્દી મહાસાગરમાં ચીન અને જાપાન પણ પોતાનાં હિત જાળવવા અને હરીફ સત્તાની શકિતને સીમિત કરવા આંટાફેરા કર્યા જ કરશે. આમાં અમેરિકાને બ્રિટન મદદ નહીં કરે એમ કેમ માની લેવું? . . આ સંદર્ભમાં સર એલેક ડગ્લાસ હ્યુમનું સૂચન ગમે તેટલું મહત્ત્વનું અને જરૂરી હોય તો પણ એ કેટલું વ્યવહારુ છે? . તેમ છતાં એ જરૂરી છે કે કેટલીક મહાસત્તાઓના ધાકધમકીના રાજકારણને પ્રતિકાર કરવા, આપણી દરિયાઈ સરહદોનું સંરક્ષણ કરવા અને આપણાં રાષ્ટ્રીય હિતોની સલામતી માટે ભારતે પોતાને નૌકાકાફ્લો વધારવો જોઈએ, આપણાં મથકો વધુ અદ્યતન બનાવવા જોઈએ. વિશાખાપટ્ટમ ની યોજના આ દિશામાંનું એક મહાકાય પગલું જ છે. આપણાં વ્યાપારી જહાજોના કાફલાને પણ વિશાળ રીતે વિસ્તારવો જોઈએ, નહીં તો હિન્દી મહાસાગરનું “હિન્દી” વિશે પણ આપણી મશ્કરીરૂપ બની રહેશે! ' તાજેતરમાં પેટા ખંડની કટોકટીમાં એક વસ્તુ હવે સ્પષ્ટ દેખાય છે કે બીજી સત્તાઓના દબાણથી પર જઈને પણ ભારત પિતાની સ્વતંત્ર નીતિ અખત્યાર કરી શકે છે. જો કે ચીન અને અમેરિકા આને પ્રતિકાર કર્યા વગર રહેશે પણ નહીં. ધાકધમકીના રાજકારણને વશ થયા વિના ભારત પોતાની નીતિ અમલમાં મૂકી શકે છે એ તાજેતરના યુદ્ધમાં પુરવાર થયું છે. ટૂંકમાં આપણા રાષ્ટ્રહિત ખાતર આવા પ્રકારના રાજકારણનો પડકાર ઝીલવામાં ભારતે વધુ મજબૂત બને એ સમયને તકાજો છે. આથી તે લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરીને આ વિસ્તારમાં આપણી સલામતી માટે ભારતીય નૌકાદળે હવે તે વિકાસકાર્યનું મંડાણ કરી દેવું પડશે. વિપુલ કલ્યાણી
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy