SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૩૨ અને ન્યાતજાત જ માત્ર નહિ પણ ન્યાતના વાડા અને તડોનો પણ વિચાર કરતાં હાય છે. આમ આપણે હિંદી જનકે ભારતના નાગરિક બનીને નહિ, અરે, ગુર્જરી, બંગાળી કે પંજાબી બનીને પણ નહિ પણ અમુક એક ગામના, અમુક ન્યાતના, અમુક વાડાના માનવી તરીકે રહેવામાં જ રાચતા હોઈએ છીએ. આમ આપણા નાગરિકત્વની શરૂઆત અને સમાપ્તિ સ્વ - સ્વહિતમાં જ થાય તે એનું પરિણામ એવું દુ:ખદ આવે કે આપણે પણ કવિની માફક ગાવું પડે કે હું ભારતને કયાંય ન ભાળુ ! હરિજના પાછળ, એમનાં હિત પાછળ સરકાર આજે ઘણા ખર્ચ કરે છે. છતાં યે આજે જ્યારે દેશમાં ઠેરઠેર હરિજનો પર જાતજાતના અત્યાચારો થતા હોવાની ખબર રોજ છાપામાં વાંચતા હાઈએ ત્યારે આપણે હરિજનો પ્રત્યેનું આપણૢ વર્તન ન્યાયભર્યું છે એમ કહી શકીએ એમ છીએ? હવે આજના શિક્ષણક્ષેત્ર તરફ દષ્ટિપાત કરીએ. સરસ્વતીન મંદિરો સમી શાળા અને કોલેજો પણ આજે સરસ્વતી કરતાં લક્ષ્મીની આરાધના અને વિદ્યાર્થીઓની વિવેકબુદ્ધિ વિક્સાવવાને બદલે વેપારી ગણતરીને વધુ પ્રાધાન્ય આપતી નજરે પડે છે. આ જ પ્રમાણે એમાં અપાતું જ્ઞાન જીવનકેન્દ્રી નહિ પણ પુસ્તકકેન્દ્રી જ હોય છે અને પરીક્ષાઓ વિદ્યાર્થીની કુશાગ્ર બુદ્ધિ અથવા સમજની નહિ પણ એમની સ્મૃતિની કસોટી સમી જ બની રહી છે. શિક્ષણને જીવનાભિમુખ બનાવવાના ધ્યેયને અનુલક્ષીને મહાત્મા ગાંધીએ પાતાની પાયાની કેળવણીની પદ્ધતિમાં શ્રમનું મૂલ્ય સ્વીકાર્યું હતું. આપણે શ્રમનું મૂલ્ય વિરાર્યું એટલું જ નહિ પણ શ્રમ કરવાને હીં કામ માનવા લાગ્યા. આપણા વિદ્યાર્થીઓ અમેરિકા જેવા દેશમાં જઈ રસાઈ પણ કરે પણ સ્વદેશ પાછા ફર્યાં પછી તો જાણે હાથ પરદેશમાં જ મૂકીને આવ્યા હોય એવું વર્તન કરે છે. એટલે જ એમનાથી નોકર ન આવ્યો હોય તો પણ ન પત્નીને ઘરકામમાં મદદ થાય કે ન નાનાં બાળકોને સચવાય, કે ન વૃદ્ધ માતાનો હાથ પકડાય. આમ જેની પાસેથી પ્રારબ્ધને પડકારવાની અપેક્ષા રાખી શકાય એવા નવજવાના આજે પુરુષાર્થના પૂર્ણવિરામ રામા બની ગયા છે. ‘આચાર્યાં દેવા ભવ’ એ જૂના જમાનાથી ચાલી આવેલું સૂત્ર છે અને છતાંયે આજે આપણા દેશમાં શિક્ષકોની પરિસ્થિતિ કેવી દયનીય છે એ સૌ કોઈ જાણે છે. એમને માટે આપણે ફાળે ઉઘરાવવા પડે છે, અમીરા આગળ ભિક્ષાપાત્ર ધરવું પડે છે. શિક્ષકને દેવ બનાવવા તે બાજુએ રહ્યું પણ એને માટે માણસ બનીને રહેવાનું પણ આપણે મુશ્કેલ બનાવ્યું. જે સમાજ શિક્ષક પાસે જ ગુલામી ખત લખાવી લેવા માગે એ, એ શિક્ષક દ્વારા કેળવાયેલા નવજવાનો સ્વાભિમાની નાગરિક બને એવી અપેક્ષા શી રીતે રાખી શકે ? મૂડીવાદની અસરને લીધે આજે માણસ કરતાં મશીનનું અને નીતિ કરતાં નફાનું જ મૂલ્ય વધુ અંકાય છે. મૂડીવાદની ત્રણ નિશાનીએ સાદા, સટ્ટો અને સંગ્રહખારી. આની ઉપર નિયંત્રણ લાવવા સરકાર કરવેરા વધાર્યે જાય છે. એટલે જ પૂંજીપતિ પહેલ વધારે કમાવાની ચિંતામાં પડયા હોય છે, એ કમાયા પછી કરવેરામાંથી કેમ બચવું એની મુકિતપ્રયુકિત શોધવાની ચિંતામાં પડે છે. આમ થવાથી એક બાજુ કાળાં બજારના ડેરા વધે છે ને બીજી બાજું ગાલિયતનાં થાણાં. એક વખત એક મિલમાલિકના ઘરમાં એક સુંદર પૂતળું જોવું. જોઈને એમની ક્લાપ્રિયતાની પ્રશંસા કર્યા વિના ન રહેવાયું, પણ સાથે જ એમના દંભ પ્રત્યે અણગમો વ્યકત કર્યા વિના પણ ન રહેવાયું. પૂતળું હતુ એક મજૂર સ્ત્રીનું, જ્યારે મિલમાં કોઈ સ્ત્રી, તે પણ સગર્ભા સ્ત્રી, ફરિયાદ લઈને આવે ત્યારે શેઠજીને એની ફરિયાદ સાંભળવાનો સમય તે ન જ હોય. એમની ઑફિસ સુધી આવવાનું મળે તો મેં એ અભાગિયણનાં અહાભાગ્ય! જો પહેરેગીરની નજર ચૂકવી એ આ લક્ષ્મીનંદનનાં અભેદ્ય દુર્ગ સુધી આવી શકે તે એની પ્રતિમાની પ્રશંસા કરતા આ પ્રતિષ્ઠિત શેઠ પાસેથી એને મળે કાં ગાળા, કાં હડહડનું અપમાન અને પહેરેગીરની લાતો, આ જ પ્રમાણે કહેવાતા મજૂર - નેતાઓની ભ્રમજાળમાં ફસાઈ દલિત વર્ગના મજૂરો અને કારખાનામાં કામ કરતા કારીગરો સતત માગણી કરતા હોય છે કામનો સમય ઓછો કરી. ફુરસદના સમય વધારવાની. આ માટે જાપાનનો એક દાખલા ઘણા બોધપ્રદ બની રહેશે. જાપાનમાં અનેક અમેરિકન કંપનીઓ અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરે છે. ત્યાંના મજૂરોએ શેઠિયાઓને વિનંતિ કરી કે અઠવાડિયાની બે રજાને બદલે એક જ દિવસની રજા આપે. કારણ તા. ૧-૬-૧૯૭૨ બે દિવસની રજા મળતાં નવરા બેઠાં ઘરમાં કજિયા વધવા લાગ્યા, ફુરસદને કારણે ‘શોપિંગ' કરવાનો માહ અને ખર્ચ વધવા માંડયા. પરિણામે માનસિક તાણ વરતાવા માંડી. આ ઉપરાંત બે રજાને કારણે રાષ્ટ્રીય સંપતિનું ઉત્પાદન પણ ઘટવા માંડયું. આનાથી જાપાનનાં મજૂરામાં પોતાની ફરજનું અને રાષ્ટ્રીય જવાબદારીનું કેટલું ભાન છે એનો સહજ ખ્યાલ આવશે. યુદ્ધ પછી જમીનદારુત થયેલું જાપાન ફરી પાછું સમૃદ્ધ બન્યું એની પાછળનું એક મોટું કારણ આ પણ હોઈ શકે. આપણે ત્યાં સ્થિતિ આથી ઊલટી છે. શેઠિયાઓનો નફો વધતા જાય છે, મજૂરોની માગ વધતી જાય છે, અને વધુ સ્ફુરસદ મળે તે એના શો ઉપયોગ કરવા એ એમને સમજાતું નથી. પરિણામે એ અર્ધનગ્ન નટ-નટીઓનાં બીભત્સ નૃત્યો જોવા માટે ક્લાકોના કલાકો લાંબી કતારમાં ઊભા રહી સમયના અપવ્યય કરે છે. આવું થતું અટકાવવા માટે મુખ્ય ઉપાય એ છે કે કામને ક°ટાળાજનક બનાવવાને બદલે રસપ્રદ બનાવવું. ફુરસદના સમયનો સદુ પયોગ થાય એવી ટેવા લોકોને પાડવી અને કામ કર્યા વિના કોઈને પણ રોજીરોટી ન મળે એ જોવું. ગાંધીજીએ Bread Labouroના સિદ્ધાન્ત દ્વારા આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ લોકોને આજે શ્રામથી કમાયેલું ધન નહિ, વિના ામે સહેલાઈથી મળત પૈસા મેળવવાની જ લગની લાગી છે. કમભાગ્યે આપણી સરકારો પણ લૉટરી કાઢી લોકોની આ વૃત્તિ દાબી દેવાને બદલે એને ઉત્તેજન આપે છે. ગાંધીજી અને એમના ગુરુ ગોખલેજી જીવનભર એ પાઠ પઢાવ્યો કે નીતિ અને રાજનીતિમાં કોઈ ભેદ ન હોવા જોઈએ. આજે આપણે ગાંધીજીના આ ઉપદેશનું પગલે પગલે ખંડન કરી રહ્યા છીએ. લોકોની સેવાના સાધનસમી રાજનીતિ આજે એમના શોષણ માટે વપરાઈ રહી છે. ભારતની આઝાદીના ઈતિહાસને એક મોટો બોધપાઠ એ છે કે ક્રાંતિ ગતાનુગતિકતા અથવા અંધ અનુકરણ દ્વારા નથી આવતી તેમ જ નવી વાત, ફકત એ નવી છે એટલા માટે જ એને સ્વીકાર કરવાથી પણ નથી આવતી. એ ફાનથી પણ નથી આવતી કે ગાળાગાળીથી પણ નથી આવતી. એ આવે છે સાચાં મૂલ્યોની સમજથી, માનવીનું માનવી તરીકે ગૌરવ કરવાંથી. પણ આજે તો જનતાની સુસ્તી અને હિંસક પદ્ધતિઓના સ્વીકારથી તેમ જ શાસનકર્તાઓની સત્તાપરસ્તીથી આવી ક્રાંતિ અદશ્ય થઈ ગઈ છે, ઈન્કિલાબ ઊંધા થઈ ગયો છે, સત્યાગ્રહ હઠાગ્રહમાં પરિણમ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણે જોઈએ છીએ કે વિશ્વશાંતિનાં સ્વપ્નાં સેવતી દુનિયા ભીષણ સંહારને આરે આવીને ઊભી છે. અત્યાચારો આચરતા નરરાક્ષાસા મિજબાનીએ ઉડાવે છે, જ્યારે નિર્દોષ પારેવાંના પ્રાણ સાથે ક્રૂર રમત ખેલાય છે. કવિ માણેકે કહ્યું છે એમ “હું તો દેખું એ જ દાનવરાજ ચાલે છે બધે સંહારી કબૂતર, શિકારી બાજ મા'લે છે બધું ” આમ, સર્વ ક્ષેત્રે માનવ આજે ભાન ભૂલ્યો છે. માનવીય મૂલ્યો વિસારે પડયાં છે. માનવી અવકાશયાત્રી બન્યો છે, પણ ધરતી પર, માનવી બનીને જીવતાં વીસર્યાં છે. એણે ઉપગ્રહ પર વિજય મેળવ્યા છે, પણ પૂર્વગ્રહોના પાશમાંથી એ છૂટયો નથી. માનવ ભલે ભગવાન ન બને પણ સાથેસાથે એ શયતાન પણ બને. સાચા માનવ તરીકે - ઈન્સાન તરીકે જીવતાં શીખ તો પણ આપણી દુર્ગતિ થતી અટકશે. દગતિ અટકાવવાના ઉપાયો છે ખાટી ભાવનાઓ, આડંબરો કે ખાટાં મૂલ્યોના ચકરાવામાં ન પડતાં બુદ્ધિનું પ્રાધાન્ય સ્વીકારી, બુદ્ધિગમ્ય વાતાના પુરસ્કાર કરવા, સાથેસાથે કર્ણાસભર હૃદયે માનવનિષ્ઠ ક્રાંતિનું નિર્માણ કરવું અને સર્વ સંસ્કૃતિઓનાં શ્રેષ્ઠ તત્ત્વોનો સમન્વય સાધવા. આ કામ આપણે જ કરવાનું છે. એ સરકાર ન કરી શકે. નાગરિક નૈતિક રીતે નબળા હોય છતાં યે સરકાર નૈતિક રહી લેાકશાહીને સફળ બનાવે એમ ઈચ્છવું એ આકાશકુસુમવત ્ વાત છે. દરેક માનવી નૈતિક રીતે સબળ બની સાચા ઈન્સાન અને આદર્શ નાગરિક બનવાના, ન્યાયપથથી ચલિત ન થવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કરશે । માણસાઈના ઓલવાતા દીવા ફરી પ્રજવલિત થશે એમાં શંકા નથી. ઉષાબહેન મહેતા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy