SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬–૧૯૭૨ લન્ડ ના અહેવાલ મુજબ સંસ્થાના વડા ડૅ. સ્વામીનાથન જે સ્થાને ભગવે છે એ સ્થાન . એ. બી. જોશીને મળવું જોઈતું હતું. ડૅ. જોશી ૧૯૬૮થી કાર્યવાહક વડા તરીકે કામ કરતા હતા, પરંતુ ડે, સ્વામીનાથનના શ્વશુર અને નાણા ખાતાના ભૂતપૂર્વ મંત્રી શ્રી ભૂતલિંગમ અને આયોજનપ્રધાન (એ વેળાના કૃષિપ્રધાન) શ્રી સુબ્રહ્મણ્યમે એમને ટેકો આપે અને તેથી જ ડૅ. જોશીને પાછળ રાખીને ડે. સ્વામીનાથનને સંસ્થાના વડા બનાવવામાં આવ્યા. એ જ રીતે બીજા એક હૈ. દાસને જેમને માસિક ૪૦૦ રૂપિયા પગાર મળતો હતા એમને અચાનક સિનિયર બાયોકેમિસ્ટ બનાવી એમને ૧૧૦૦ થી ૧૪૦૦ રૂપિયાના પગારના ગ્રેડમાં મૂકી દેવામાં આવ્યા. એમની આગળ ઘણા અનુભવી અને નિષ્ણાત વિજ્ઞાનીઓ હતા તેમને પાછળ રાખી દેવામાં આવ્યા. આવી જ બઢતી માત્ર અઢી વરસના અનુભવવાળા 3. એસ. એલ. મહેતાને મળી. જે કે બઢતીને કાયદે ચક્કસ કહે છે કે આવી બઢતી ૧૦ વરસના અનુભવ પછી જ મળે છે. ૨૧ વરસના અનુભવવાળા બાયેકેમિસ્ટ ડૅ. વાય, પી. ગુપ્તાને ત્રણ ત્રણ વાર પાછળ રાખી દેવામાં આવ્યા છે. પહેલીવાર ડું, એન. એસ. નાઈક, બીજીવાર ડ. એચ. કે દાસ અને છેલ્લે ડે. એસ. એલ. મહેતા એમને પાછળ રાખીને આગળ ગયા હતા. . નાઈકને તે ત્રણ જ વર્ષમાં બાયોકેમિસ્ટ્રી વિભાગના વડા બનાવી દેવામાં આવ્યા હતા. એમને ૩૫૦ રૂપિયાને પગાર મળતું હતું એમાંથી અત્યારે એમને ૧૩૦–૧૬૦૦ રૂપિયાના ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. સાહિત્ય-શિખરની તીર્થયાત્રા વાચનને આનંદ જેણે માણેલો છે તે દરેક પુસ્તકપ્રેમી પિતાના જીવનમાં અવિસ્મરણીય બનેલી કેટલીક એવી સાહિત્યકૃતિઓનાં નામ યાદ કરી શકશે કે જે ફરી ફરીને વાંચવાની ને બીજાઓને વંચાવવાની એને હોંશ થાય અને જે આપણે સહુ આપણાં સંતાનને વારસામાં આપી જતાં ઊંડું સુખ પામીએ, ધન્યતા અનુભવીએ. આવો આપણી સાહિત્ય- વીરસે લાખે ગુજરાતી કુટુંબ સુધી સાવ નજીવી કિંમતે પહોંચાડવાની એક યોજના લેકમિલાપ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પુસ્તક - વર્ષના શુભમુહૂર્તે આ યોજનાનું મંગલાચરણ થાય છે. કાકાસાહેબ કાલેલકર અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવા પ્રકાંડ વિદ્વાનેથી માંડીને સાહિત્ય, સંસ્કાર, કલા અને શિક્ષણ તેમ જ પત્રકારત્વ ક્ષેત્રના અનેક ધૂરિણાઓ આ યોજનાને ઉમળકાથી વધાવી લઈ તે સફળ નીવડે તેવા આશીર્વાદ વરસાવ્યો છે તે જ તે યોજનાની મહત્ત્વ અને મૂલ્યની પ્રતીતિ માટે પર્યાપ્ત છે. યોજના એવી છે કે તત્ત્વ અને સત્ત્વની દષ્ટિએ ચિરકાળ ટકી શકે અને પ્રજાને જેનાથી વિમુખ રાખવાનું કોઈ પણ રીતે ઈચ્છનીય ન જ લેખાય તેવા આપણા અમૂલ્ય સાહિત્યરાશિને સંક્ષિપ્ત સ્વરૂપે અને સહુ કોઈને પરવડી શકે એટલી કિંમતે પ્રસાર કરવું અને તે ઉદાત્ત કાર્યમાં સાહિત્યની તથા શિક્ષણની સંસ્થારને અને વ્યાપારઉદ્યોગ જગતને સહયોગ પ્રાપ્ત કરવો જેથી કરીને જનાને સાતત્ય જળવાઈ રહે અને સફળતાપૂર્વક તે સિદ્ધ gય. એ યોજનાનાં મંડાણ પાંચ પુસ્તકોથી થાય છે. શ્રી પ્રભુદાસ ગાંધી કૃત “ જીવનનું પરોઢ”, ન્હાનાલાલનાં કાવ્યો, ધૂમકેતુની વાર્તાઓ, ગિજુભાઈના લેખે તથા પન્નાલાલ પટેલ કૃત “માનવીની ભવાઈ” --આ પાંચ પુસ્તકોના સંક્ષેપ (કમમાં કમ સૌથી વધુમાં વધુ ૨૫૦ પાનાં એટલે પાંચ પુસ્તકો મળીને કુલ ૭૫૦ પાનાં) પ્રજાને ઘેરબેઠાં માત્ર છ જ રૂપિયામાં રવાનગી ખર્ચ પણ વસૂલ કર્યા વિના પહોંચાડવાં એવી વ્યવસ્થા વિચરાઈ છે. લખી-વાંચી શકે તેવાં ૩૦ લાખ ગુજરાતી કુટુમ્બ હોવાનું અનુમાનીને લેક મિલાપ ટ્રસ્ટે પહેલે વરસે ફકત એક લાખ સુધી જ પહોંચવાની નેમ રાખીને આ પેજના ઉત્તરોત્તર વિસ્તારવાનું ધાર્યું છે. ઉકત પાંચ પુસ્તકોને પહેલો સેટ ૧૯૭૩ના પ્રજાસત્તાક દિને એટલે કે ૨૬ મી જાન્યુઆરીએ પ્રગટ થશે અને આવા ઓછામાં ઓછા એક લાખ સેટના આગેતરા ઘરાક ૧૫મી ઑગસ્ટ, ૧૯૭૨ સુધીમાં નેધવાને સંકલ્પ ટ્રસ્ટ કર્યો છે. દશથી ઓછા સેટ માટે આગેતરી વદી નોંધવામાં નહીં આવે પરંતુ પ્રકાશન પછી આ પુસ્તક રોટ . ૧૦ ની કિંમતે છુટક ખરીદનારને બજારમાંથી મળી શકશે. વેપારી પેઢીએ, ઉદ્યોગે, બૅન્કો, સરકારી કચેરીઓ વગેરેના કર્મચારીઓ પણ સાથે મળીને ૧૦-૨૦ રોટનું જૂથ રચીને સેટ મગાવે તો તેમને દર દશ સેટના રૂા. ૬૦ માંથી રૂ. ત્રણ લેખે વ્યવસ્થાખર્ચ મજરે આપવામાં આવશે. અનેક કુટુંબ પિતાને માટે તેમ જ સ્વજનેને શુભ પ્રસંગે ભેટ આપવા માટે આ સેટ ખરીદી શકશે. મિત્રો પણ જૂથ બનાવીને તેમ જ શાળા-કોલેજોમાં પણ જૂથ બનાવીને સામટા સેટ ખરીદી શકાય છે. આપણી વિવિધ જિલ્લા પંચાયત, ગુજરાત રામજિ શિક્ષણ સમિતિ અને રવી રાજ્યવ્યાપી સંસ્થાઓ પણ સામટી મેટી સંખ્યામાં સેટની વરધી આપી શકે છે. આ યોજના અંગેનાં નાણાં ‘લેકમિલાપ ટ્રસ્ટ' ના નામનાં ડ્રાફટ કે મનીઓર્ડરથી ૧૫ ઑગસ્ટ, ૧૯૭૨ સુધીમાં “લેકમિલાપ ટ્રસ્ટ, પાસ્ટ બેકસ ૨૩ (૧૫૬૫, સરદારનગર) ભાવનગર-૧” એ સરનામે મેકલવાનાં છે. આ યોજનામાં ૮૬ ટકા જેટલો ખરચ તે માત્ર પુસ્તકેનાં કાગળ- છપાઈ પાછળ થવાનો છે. બાકીના ૧૪ ટકામાંથી અડધી રકમ લેખકોના પુરસ્કારમાં અને અરધી વ્યવસ્થા - ખરચમાં વ૫રાય એવો અંદાજ છે. આખીયે યોજના નહિ નફ, નહિ ખાટ એ ધોરણે કરવામાં આવી છે. " [શ્રી મુંબઈ જેન યુવક સંઘમાં પણ આ સેટને માટે નામ ' નોંધવાની વ્યવસ્થા છે. ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ]. શ્રદ્ધા કેરી વાટખચી શ્રા એ પુરુયાર્થીનું બખ્તર છે. બચવાને માટે મેટામાં મોટી ઢાલ છે. એ રક્ષણ થવા માટેનું જ નહિ, પણ રક્ષણ કરવા માટેનું પણ શસ્ત્ર છે. જીવનમાં સતત ચાલી રહેલા યુદ્ધમાં આપણે જો એને પળેપળ અને દક્ષતાપૂર્વક ઉપયોગ નહિ કરીએ તે સંગ્રામમાં જીત મળતાં આપણને વાર લાગશે. આત્માએ આત્માને ઓળખ હોય તે શ્રદ્ધા એક એનું મેટામાં મોટું સાધન છે. શ્રદ્ધા માણસને શ્વાસની ગરજ સારે છે. બારે વાંસ ડબ્બા હોઈએ ત્યારે ડુબતાને તારનારી તે પરમકલ્યાણમયી માતા છે. નદીના જોસમાં વહી જતા પાણીની વચમાં આવી ગયેલી હોડીને માટે સામે પ્રવાહે જવા માટે સાનુકૂળ પવન શ્રદ્ધા છે. પુણ્યાર્થીના પ્રયત્નદીપકનું તે તેલ છે. તપ્ત. હૃદયનું ને ડાલમડલ મનનું તે શીતળ વિશ્રામસ્થાન છે. ચાલતાં શીખતા બાળકની તે ચાલણગાડી છે. બાળકને જીવન પાનાર માતાનું તે દૂધ છે. ' ભૂલ્યા અથડાનારાઓને તે ધ્રુવતારે છે. એના વડે તે પોતાના માર્ગનું નિશાન સાચવી રાખી શકે છે ને આગળ વધે છે. ગમે તેવા સંજોગોમાં જે કદી પણ શ્રદ્ધાને છોડતો નથી, તેના પર તે ન્યોછાવર થઈને પિતાના વરદ હસ્તે તેને સર્વ કાંઈ આપે છે. એના ચરણમાં જે પોતાનું સર્વસ્વ બલિદાન દે છે તેને યજ્ઞ પૂરો થતાં પોતે જાતે દર્શન આપે છે. આ શ્રદ્ધાધનની અમૂલ્યતાને લીધે જ કોઈ કવિએ લખ્યું છે : “શ્રદ્ધા કેરી પણ ન ખૂટો વાટમાં વાટખચ.” બીજું બધું થજે. પણ હે ભગવાન! અમારા પરમ પાથેયની વોટખર્ચોની શ્રદ્ધા કદી ન ખુટાડજો. શ્રી મેટા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy