________________
તા. ૧-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
ડૉ. વિનેાદભાઈ શાહનુ
પુસાને નામે ઓળખાતી હિંદની ખેતીવાડી સંશેધન સંસ્થા— ઈન્ડિયન એગ્રિલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના સિનિયર વૈજ્ઞાનિક સંશોધક દાકતર વિનોદભાઈ હરખચંદ શાહના આત્મઘાતને કેટલાંક
અખબારોએ પ્રથમ તો હતાશ યુવાનના કરુણ પણ કેવળ સનસનાટીભર્યા સમાચાર (Sansational) તરીકે ચમકાવ્યા. પણ સદ્દ્ગતે પોતાની સંસ્થાના વડાને લખેલ પત્રમાંની હકીકતા અને તેના ગંભીર સૂચિતાર્થી સમજાતાં સ્વાર્પણમય બલિદાનની ભવ્યતા પિછાણી દેશનાં નાના-મોટાં અનેક અખબારોએ તેમ જ પાર્લામેન્ટનાં બેઉં ગૃહાએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી, વળી આ બનાવની પૂરી તપાસ માટે મધ્યસ્થ સરકારે જો કે સંસદની કે જ્યુડિશિયલ ઈન્કવાયરી નથી. નીમી છતાં સરકારને આ બનાવ અંગે ઘણી નિસ્બત છે અને તેના તરફથી નીમવામાં આવનારી સમિતિ દ્વારા આ બાબતના સૂચિતાર્થીની તપાસ કરવાનું અને સંસ્થામાં વૈજ્ઞાનિકોની ભરતી અને બઢતીના યોગ્ય નિયમ ઘડવાનું જાહેર કરેલ છે. આપણે આશા રાખીએ કે આવી તપાસ પૂરી, ઊંડી અને નિષ્પક્ષ થઈ છે એવી પ્રજાને પ્રતીતિ થશે.
આમ અત્યારે તો આવા બુદ્ધિશાળી અને ઉચ્ચ ભાવનાવાળા એકનિષ્ઠ વૈજ્ઞાનિકોની સરકારી ખાતાંઓમાં થતી અવગણના અને તેથી વૈજ્ઞાનિક ક્ષેત્રે સંધનના કાર્યમાં થતા અવરોધ તરફ સરકારનું તેમ જ પ્રજાનું ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી પોતાના પ્રાણનું બલિદાન આપનાર વિનોદભાઈનો ઉદ્દેશ તાત્પૂરતા બર આવ્યો છે એમ લાગે છે. પણ શું વ્યકિતગત કે શું સામુદાયિક રીતે આરભે શૂરા તરીકે આપણે જે રીતે જાણીતા છીએ એ જોતાં સદ્ગતના ઉદ્દેશને પૂર્ણપણે સફળતા મળે એ માટે પ્રસ્તુત પ્રજામત લાંબા વખત સજાગ રહે અને સરકાર દ્વારા થનારી તપાસ ઉપર દર્શાવી એવી બની રહે એ ઘણુ જરૂરી છે, ખાસ કરીને જ્યારે આ પ્રશ્ન પરત્વે આ પ્રકારનું વૈજ્ઞાનિકે આપેલું આ ત્રીજું બલિદાન છે. આ અગાઉ નિષ્ઠાવાળા અને મેધાવી વૈજ્ઞાનિકો પ્રત્યે ગેરવર્તાવ અને ભેદભાવની નીતિ સામે પુણ્યપ્રકોપ દર્શાવવા ડૉ. જોરોફ્ અને બીજા અન્ય વૈજ્ઞાનિકે પેાતાના પ્રાણ હામ્યા છે.
આ હેતુથી પ્રેરાઈને સામાન્ય રીતે ચર્ચાથી દૂર રહેવાની માણ સ્થાનની મર્યાદા સમજતો હોવા છતાં હું આ લખવા પ્રેરાયો છું.
તેમના કૃત્યને કોઈ વામણાએ બાયલાપણા (Cowardly) તરીકે ઓળખાવ્યું તો વળી બીજા કોઈએ માનસિક સમતુલા ગુમાવી બેઠેલ વ્યકિતના અવિચારી કૃત્ય તરીકે ગણાવ્યું. પણ આવી ટીકા - ટિપ્પણીઓને સચોટ જવાબ રાદ્ગતે મૃત્યુ અગાઉ થોડી જ પળે પહેલાં સંસ્થાના વડાને અંગ્રેજીમાં લખેલ પત્ર પૂરો પાડે છે. એ પત્રમાં સંસ્થાના સમર્પણની ભાવનાવાળા (dedicated) અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો પ્રત્યે કેવી રીતે અને કઈ જાતના ગેરવર્તાવ બતાવવામાં આવે છે તેમ જ ખેતી સંશોધનની પ્રગતિ તેમ જ પરિણામે અંગે સંસ્થા વતી પૂર્વગ્રહયુકત મંતવ્ય સાથે બંધ બેસાડવા ખાટી સામગ્રી કે આંકડાઓ ક્રમ પીરસવામાં આવે છે તે એમણ દાખલા - દલીલપૂર્વક રજૂ કર્યા છે. એક એવા દાખલા વારાફરતી ઉગાડવાના પાક (Relay cropping) ની યોજનામાં બટેટા અને વૈશાખી મુંગના ઉત્પાદન અંગે કેવી રીતે ભ્રામક માહિતી ફેલાવવામાં આવે છે તે તેમણે બતાવ્યું છે. એમ જણાય છે કે છેલ્લાં બે વર્ષથી સંસ્થા તરફથી એને પ્રચાર કરવામાં આવે છે કે ઉત્તર હિન્દુસ્તાનની સિંચાઈવાળી જમીનમાં બટેટા, મકાઈ, મુંગ અને ઘઉંના ચાર પાકો વારાફરતી એક સાલમાં લઈ શકાય અને એ રીતે ઉત્પાદન બમણું થઈ શકે છે. હવે, જમીનના કુલ ઉત્પાદનને આજના ઊકળતા જમીનના ટોચમર્યાદાના
૨૯
આત્મબલિદાન
✩
પ્રશ્ન સાથે ઘનિષ્ઠ સંબંધ છે એ તો દેખીતું છે. આમ સદ્ગતના આત્મબલિદાનથી જમીનની ટોચમર્યાદાનો પ્રશ્ન પણ કેવી રીતે ઉદ્ભવે છે કે સંકળાયેલા છે તે મુંબઈના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના તા. ૧૧મીના અગ્ર - તંત્રીલેખમાં વિગતવાર બતાવવામાં આવ્યું છે. આમ એમની આહુતિના મૂળમાં કેવા ગંભીર પ્રશ્ના પડેલા છે તે સમજવા જેવું છે; જો કે પત્રમાંનાં એમનાં વિધાનો વિશે પૂરું સાચું ચિત્ર તે યોગ્ય અને પૂરી તપાસને અંતે પ્રજાને જાણવા મળી શકે.
પણ અગત્યની વાત એ છે કે સદ્ગતે જે ગેરવર્તાવની ફરિયાદ કરી છે તે પોતા પ્રત્યેના વ્યકિતગત વર્તાવ પૂરતી જ મર્યાદિત નથી. એમના વડાને પત્રમાં એમણે એકમાત્ર વિનંતિ કરી છે કે મારી પછવાડે ભલા થઈને સ્વાર્પણવાળા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોની – અને એવા પાંચ વૈજ્ઞાનિકોનાં નામ પણ આપ્યાં છે. સામેનાં મન – મગજ નીચેાવી નાખનારાં સંસ્થાગત કે વહીવટી ખાતાનાં આકરાં આક્રમણાથી તેમનું રક્ષણ કરજો. આ ઉપરથી શુદ્ધ સ્વાર્પણભાવે કામ કરનારા વૈજ્ઞાનિકોને ખાતા દ્વારા યોગ્ય વર્તાવ મેળવી આપવા માટેની તેમની તીવ્ર વેદના અને ઝંખનાને આપણને ખ્યાલ આવવા જોઈએ. એ પણ ન ભૂલવું જોઈએ કે પત્રમાં કોઈ સામે અંગત કડવા શુકન એમણે કાઢ્યો નથી.
વળી એક હકીકત કે જેથી પ્રજા લગભગ અજાણી છે તેને પણ ઉલ્લેખ કરવા જોઈએ તે એ છે કે વિનોદભાઈ ચારવાડ (સૌરાષ્ટ્ર) ના એક સંસ્કારી, સેવાભાવી, શ્રીમંત કુટુંબના નબીરા હતા. ખેતી સંસ્થામાં જે પ્રોફેસરનું સ્થાન તેમને ન આપવામાં આવ્યું તે જગ્યાના પગાર, વગેરેની ગણતરીએ તે એમને ગ્રેડ પ્રમાણે બહુ બહુ તો અને તે પણ કારકિર્દીના છેવટના કાળમાં કેવળ આશરે રૂ. ૨૦૦ સુધીના ફેર પડયો હોત, કે જે એમના ઘરની શ્રીમંતાઈ જોતાં કશી વિસાત વગરની વસ્તુ હતી. અને હકીકત તરીકે એ પણ નોંધવું જોઈએ કે વિજ્ઞાન સંશોધનના ક્ષેત્રમાં એમની હતી તેવી જબરી લગની તેમ જ નિષ્ઠા ન હોત તો કેવળ ધનઉપાજૈનની ગણતરીએ તો એમને એમના ઘરનાં ગણાય એવાં કારખાનાં, બાગબગીચા તેમ જ ખેતરોમાં સરકારી સંસ્થાઓનાં પગારધારણ કરતાં ક્યાંયે વધુ મોટી તકો હથેળીમાં પડી હતી.
દુનિયાનાં ઘણાંખરાં ધર્મશાસ્ત્રોમાં સામાન્ય રીતે આત્મહત્યાના નિષેધ કર્યો છે. આપણા દેશમાં કાયદાએ પણ આવા પ્રયત્નને ગુને ગણેલ છે. આમ છતાં જ્યારે અધર્મ, અન્યાય કે અનિષ્ટના પ્રતિકારમાં બીજાં બધાં પગલાં અધૂરાં કે ટાંચાં નીવડતાં લાગે ત્યારે અંતિમ પગલારૂપે પોતાના પ્રાણની આહુતિ આપવી અને ઉપલી બ્રાન્ડની આત્મહત્યા ગણીને હીણવી ન જ શકાય. પ્રજા અને સરકારની શિથિલતાને ખંખેરવા અને સમાજના અંત:કરણને જગાડવાના એકમાત્ર ઈલાજ તરીકે એવું અંતિમ પગલું અનિવાર્ય બની રહે. ગાંધીજીનું આખું જીવન અને આખા ગાંધીયુગ આના ટેકામાં પુરાવારૂપ છે. જાપાની પ્રજાની હારાકીરીની પ્રથા આવી જ રીતે કોઈ અન્યાય કે અનિષ્ટના પ્રતિકાર અગર તો કોઈ એક મહાન હેતુ ઉપર પ્રજાનું ધ્યાન કેન્દ્રિત કરવા બદલ વીરોચિત અને ગૌરવપ્રદ ગણવામાં આવે છે. વિને દભાઈએ કરેલ પ્રાણની આહુતિ કેવળ વ્યકિતગત કે ક્ષણિક હતાશામાં કરેલ આત્મહત્યા, અલબત્ત નથી જ, પણ સમર્પણવાળા વૈજ્ઞાનિકોને યોગ્ય વર્તાવ મળે અને જેથી વિજ્ઞાનસંશોધન ક્ષેત્રે યોગ્ય પ્રગતિ થતી રહે એ માટે વિચારપૂર્વક, શુભનિષ્ઠા (Bonafide) થી અને અંતિમ ઈલાજ તરીકે આપેલ બલિદાનનું સર્વોચ્ચ (Supreme) કૃત્ય હોઈને આપણા બધા માટે માનાર્હ છે. જસ્ટિસ નરેન્દ્ર નથવાણી
પૂરક નોંધ
ડૉ. વિનોદ શાહના આત્મબલિદાન સંબંધમાં તપાસ કરવા માટે ભારત સરકારે હવે. ગજેન્દ્રગડકરના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમી છે. પરન્તુ ડૉ. વિનોદ શાહના આત્મબલિદાન પછી દિલ્હીના ‘મધરલૅન્ડ' અખબારે ખેતીવાડી સંશોધન સંસ્થામાં જે ગેરરીતિઓ ચાલે છે એના એક અહેવાલ તપાસ કરીને પ્રગટ કર્યો હતો. ડૉ. વિનાદ શાહને જે અન્યાય થયો એવી ઘટનાએ તો આ સંસ્થામાં બનતી જ આવે છે. ‘મધર