SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, 117 ‘પ્રબુદ્ધ જૈન’નુ નવસ સ્કરણ વર્ષ ૩૪ : અંક ૩ प्रजुद्ध મુંબઇ જૂન ૧, ૧૯૭૨ ગુરુવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ * જ્યારથી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવના સૂત્રને ગાજતું કર્યું અને તેના આકર્ષણથી લોકસભાની અને પછી ધારાસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મેળવી ત્યારથી લોકોમાં બહુ મોટી આશાઓ પેદા કરી છે અને આ વચનના અમલ તુરતમાં કેવી રીતે કરવામાં આવે છે તે આતુરતાપૂર્વક લોકો જોઈ રહ્યા છે. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યુ, વીમા કંપનીઓના કબજે લીધા અને હવે રાષ્ટ્રીયકરણ થશે. રાજાએનાં સાલિયાણાં રદ કર્યા, ઉઘોગામાં ઈજારાશાહીને તોડવા કાયદા કર્યા, વગેરે પગલાંઓની ગરીબી હટાવવામાં તાત્કાલિક અસર નથી, લાંબા ગાળે અસર જણાય ત્યારે ખરી. લોકોને ઝટ પરિણામ દેખાય એવા કોઈ ઝડપી પગલાં લેવા માટે શાસક પક્ષ પ્રયત્ન કરી રહેલ છે. ઘણી ઉદ્દામ વાતો વહેતી થઈ છે. તેમાં હરીફાઈ ચાલી છે અને વધારે ઉદ્દામ સૂચન કરે તે સાચા સમાજવાદી લેખાય એવું વાતાવરણ શાસક પક્ષમાં ઊભું થયું છે. ગરીબી હટાવવાને સાચા માર્ગ તો એ છે કે દરેક વ્યકિતને જીવનની જરૂરિયાત, અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે. તેને માટે ટૂંકો અને આકર્ષક ઉપાય એ જણાય છે કે જેની પાસે વધારે છે તે લઈ લેવું. આથી અસમાનતા કંઈક ઘટે અને સામાજિક ઈર્ષા ઓછી થાય. પણ કરોડો લોકોની ગરીબી હટવાની નહિ. અમીરી હટે અને ગરીબીમાં સમાનતા આવે. કાયમી ઉપાપ તો ઉત્પાદન વધારવું અને તેની ન્યાયી વહેંચણી થાય તેવી વ્યવસ્થા કરવી એ છે. જીવન શ્રી મુંબઇ જૈન યુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૦-૪૦ પૈસા શહેરી મિલકતની ગરીબી હટાવનો કાર્યક્રમ અત્યારે બે મુદ્દા ઉપર કેન્દ્રિત થયા છે: જમીનની અને શહેરી મિલકતની ટોચમર્યાદા બાંધવી. આ મુદ્દાઓ ઉપર શાસક પક્ષમાં ભારે વિવાદ જાગ્યા છે. ખેતજમીનના પ્રશ્ન હલ કરવા અને ભૂમિહીનાને જમીન આપવા કૉંગ્રેસ ૧૯૫૧થી કાયદાઓ કરતી આવી છે. તેને સફળતા નથી મળી એટલે હવે વધારે વેગથી આ દિશામાં પગલાં લેવાનું વિચારાય છે. જમીનની ટોચમર્યાદા ઘણાં રાજ્યોએ બાંધી છે તેને ઘટાડી, વધારાની જમીન ભૂમિહીનોને આપવી તે વાત સાદીસીધી લાગે છે. આવી રીતે કરવાથી કેટલી વધારાની જમીન મળશે, ઉત્પાદન વધશે કે ઘટશે, કેટલા ભૂમિહીનાને જમીન આપી શકાશે, કેટલે દરજ્જે બેકારી દૂર થશે, એ બધા વિવાદાસ્પદ પ્રશ્ન છે, જેને વિશે નિષ્ણાતોમાં પણ તીવ્ર મતભેદ છે. છતાં, આ કાર્યક્રમ એટલા મુશ્કેલીભર્યા કે અશકય નથી જણાતો કે તેને અમલ ન થઈ શકે. શહેરી મિલકતની ટોચમર્યાદાનો પ્રશ્ન વધારે અટપટા અને ગૂંચવણભર્યો છે અને તેનાં પરિણામો પણ ગરીબી હટાવવામાં સીધી રીતે કે તાત્કાલિક મદદરૂપ થાય તેવું જણાતું નથી. મિલકતની અસમાનતા દૂર કરવી અથવા ઓછી કરવી તે વિશે મતભેદ નથી. શહેરી મિલકતની ટોચમર્યાદા જે રીતે બાંધવાનું વિચારાય છે તેથી ઈચ્છિત પરિણામ આવશે કે નહિ તે પ્રશ્ન વિચારણા માગે છે. ટાચમર્યાદા * એક દલીલ એમ જોરપૂર્વક થાય છે કે મેટા ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે અને તે પણ બહુ ઓછા વળતરથી, શહેરોમાં મેી મિલકતા ધરાવતા હોય તેવી મિલકતો કેમ રહેવા દેવાય? શહેરામાં થોડી વ્યકિતરાના હાથમાં મિલકતની જમાવટ હાય તે દૂર કરવાના ઘણા ઉપાયો છે. તેની ટોચમર્યાદા બાંધવાને ઉપાય સાથેા ઉપાય છે કે નહિ તે જ વિચારવાનું છે. તે વિશેના કેટલાક મુદ્દાઓના અહીં સંક્ષેપમાં નિર્દેશ કરું છું. પહેલાં તે એ સમજી લેવાની જરૂર છે કે ટોચમર્યાદા બાંધવાનું સ્થાવર મિલકતને જ લાગુ પડે છે. એક વ્યકિત પાસે દસ લાખની મિલકત હોય પણ ડહાપણથી તેણે આ બધી મિલકત જંગમ–રોકડ, શેર, ઝવેરાત, વગેરે રાખી હોય તો તેની મિલકત અબાધિત રહે છે. કોઈએ મૂર્ખાઈથી પોતાની મિલકતના મેટા ભાગનું સ્થાવર મિલકતમાં રોકાણ કર્યું હોય તો તેની ટોચમર્યાદા બંધશે. આથી શું, કોને અને કેટલા લાભ છે? આ કેટલે દરજજે ન્યાયી અથવા કાયદેસર છે તે પણ વિચારવા જેવું છે. શહેરોમાં પણ કારખાનાઓ અથવા ધંધાને માટે સ્થાવર મિલકત હોય તેને આવી ટોચમર્યાદા લાગુ કરવાના વિચાર નથી એમ જાહેર થયું છે. પરિણામે રહેણાકની સ્થાવર મિલકત હોય તેને જ આવી ટોચમર્યાદા લાગુ પડશે. તેમાં પણ ધર્માદા મિલકતો હોય કે સહકારી મંડળીઓની હાય તેને કદાચ ટોચમર્યાદા લાગુ નહિ પડે. પણ માલેકી ધોરણના ફ્લેટોને લાગુ પડશે તેમ જણાય છે. રહેણાકની સ્થાવર મિલકત, કુટુમ્બ કે વ્યકિતની હોય, તેને ટોચમર્યાદા લગાડી, સમાજને શું લાભ થવાના અને ગરીબી કેટલી હટવાની તે જોવાનું રહે છે. મોટા ભાગની રહેણાકની મિલકતમાં કાં તો માલિક પોતે રહેતા હાય અથવા ભાડે આપી હોય. એવી એક મિલકત, પાંચ, સાત કે દસ લાખની હોય તેની ટોચમર્યાદા બે કે ત્રણ લાખની બાંધવામાં આવે તો બાકીની મિલકત (તેને વધારાને હિસ્સા ) કેવી રીતે લઈ લેવી, લઈ લીધા પછી તેનો ઉપયોગ શું કરવા અથવા કોને આપી? વધારાની મિલકત લઈ લેવામાં આવે તો તેનું વળતર આપવામાં આવશે? અને તે કેટલું? એક વાત એમ વહેતી મૂકી છે કે પૈસાદાર માણસે મેટા બંગલામાં રહે છે અથવા મોટા ફ્લેટો વાપરે છે તે ગેરવાજબી છે. તેની મર્યાદા બાંધવી જોઈએ. Rationing of living space. એ યાદ રાખવું ઘટે કે આ પ્રશ્ન શહેરી મિલકતની ટોચમર્યાદા બાંધવી તેનાથી સાવ ભિન્ન છે અને જુદા પ્રકારને છે. અનાજનું રેશનિંગ થાય તેમ રહેણાકની જગ્યાનુ રેશનિંગ થાય તે મુદ્દો જુદી જ વિચારણા માગે છે. શહેરી મિલકતની ટોચમર્યાદા સાથે તેને ભેળવી દેવા ન જોઈએ. પ્રધાના પેતે મોટા બંગલાએમાં રહે છે અને મુંબઈમાં તેમને માટે ૩૦૦૦ સ્કવેર ફીટના ફ્લેટો નરીમાન પેઈન્ટ ઉપર બાંધ્યા છે તેમાં રહેવા જવા તેઓ તૈયાર નથી અને લગભગ રૂપિયા ૩૫ લાખને ખરચે બાંધેલ મકાન ખાલી પડયું છે તે પહેલાં વિચારે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy