________________
E
૨૪
પ્રબુદ્ધ જીવન
હડાવવાથી “ગરીબી હઠાવા” કાર્યક્રમના મૂળમાં ઘા થાય છે. કારણ, દારૂ ગરીબની જૂજ આવકને ભરખી જનારા સૌથી મોટા દૈત્ય છે.
તામિલનાડુ સરકારે દારૂનાં પીઠાંની હરાજી કરીને રૂા. ૪૫ કરોડ મેળવ્યા, જે શિક્ષણ માટે વાપરવાના છે. પણ એ ૪૫ કરોડ કયાંથી આવવાના ?-લોકોમાં ખીસાંમાંથી. લોકો રૂા. ૨૨૫ કરોડનો દારૂ પીએ ત્યારે સરકારને રૂા. ૪૫ કરોડની આવક થાય. ગરીબ લોકો એમના રોટલા પર કાપ મૂકી પાંચ રૂપિયાને દારૂ પીએ તેવી સરકાર જોગવાઈ કરે ત્યારે સરકાર એક રૂપિયા શિક્ષણ માટે મેળવે! રોટલે છીનવીને નિશાળ આપવાની આ રીત નિર્દય ન કહેવાય?
‘બૂટલેગિંગ’ ઉર્ફે ગેરકાયદે દારૂ વધી ગયો, માટે દારૂબંધી દૂર કરવી જોઈએ એ દલીલને મૂળમાંથી વાઢતાં શ્રી પટવારી કહે છે કે હકીકતો આથી ઊલટી જ છે,
–જસ્ટિસ ટૅક્સંદે નોંધ્યું છે કે દારૂબંધી વગરનાં ‘ભીનાં’ રાજ્યોમાં ગેરકાયદે ભઠ્ઠીઓ વધુ મોટા પ્રમાણમાં હતી.
—આજે પણ જ્યાં કાયદેસર દારૂનાં પીઠાં હોય છે ત્યાં નજીકમાં જ ગેરકાયદે દારૂના અડ્ડા હાય છે. કારણ ‘સરકારી’દારૂની બાટલી પેણા બે રૂપિયે પડતી હોય ત્યારે ગેરકાયદે બાટલી દસ આને મળતી હોય છે. કાયદેસર દારૂ બનાવતી બ્રૂઆરીએ પોતે જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ બજારમાં સેરવી દઈ વેરામાંથી બચી જતી
હોય છે.
–ઝેરી દારૂ પીને મોટી સંખ્યામાં માણસે મરવાના સૌથી ગમખ્વાર કિસ્સા ‘ભીનાં’ રાજ્યોમાં જ વધુ બન્યા છે. દિલ્હીમાં કૃષ્ણનગરમાં કાયદેસર પીઠાની નજીક જ વેચાતો ગેરકાયદે દારૂ પીને ૧૦૦ જેટલા માણસ મર્યા; મદ્રાસમાં ૧૬૦ જણ પીઠાની સામે જ ગેરકાયદે લઠ્ઠો પીને મર્યા; મુંબઈમાં ખપેલીમાં ૧૩૦ જણ મર્યા તે પણ પીઠાને પડખે જ લઠ્ઠો ચડાવીને મર્યા (આ લખાતું હતું ત્યારે ‘ભીના' દિલ્હીમાં જ ઝેરી લઠ્ઠો પીને બીજા ૨૫-૩૦ જણ મર્યા).
માટે ‘બૂટલેગિંગ’ની બદી એ દારૂબંધીની નીપજ છે એમ માની લેવું અવાસ્તવિક છે. દારૂબંધી વિનાના અમેરિકામાં ૫૦ ટકા દારૂ ગેરકાદેસર ગળાયુ-પિવાય છે એમ પણ શ્રી પટવારી ચીંધી બતાવે છે.
દારૂને કારણે બજેટમાં કરની આવક થાય છે, પણ સામે પાસે બીજા ખર્ચ ઘણાં વધી પડે છે. દારૂની આવક અને શિક્ષણનું દાન એરણની ચારી કરીને સાયનું દાન કરવા બરાબર છે.
–ગુનાખારી અને કેરટકજિયા વધે છે. –અનીતિ અને જુગાર જેવી બદીઓ બહુકે છે. -મજૂરોની કાર્યક્ષમતા ઘટે છે અને એમની ગેરહાજરીનું પ્રમાણ
વધે છે.
સામે પાસે દારૂબંધીથી ગરીબ દૂધે વાળુ કરતાં થાય છે (અમૂલભાઈ તા કહે છે કે વલસાડના માછી-કાળી તે તાઠીએ જ વાળ ફરે છે. રોટલા, વાલ અને તાડી એ એમનું સામાન્ય ભજન છે.)
લોકો બચત કરે છે. હિરજનો અને મજૂરો અમદાવાદમાં ૫૨,૦૦૦ અને ગુજરાતમાં અન્યત્ર ૩૭,૦૦૦ મકાનોના માલિક બન્યા છે તે માટે તેઓ દારૂબંધીને શિક કોય આપે છે.
Àાકીના પૈસા દારૂમાં વેડફાતા બચે છે તેથી તેઓ કાપડ વગેરે બીજો માલ-સામાન ખરીદે છે અને સિનેમા જુએ છે. આને કારણે સરકારને મનોરંજનવેરો, વેચાણવેરા વગેરે આવકમાં વધારો થાય છે. ૧૯૬૦થી ૧૯૭૦ દરમિયાન ગુજરાત રાજયની આ પ્રકારની આવક ૧૯ ગણી થઈ ગઈ એમ કહી તેને માટેનાં કારણેમાં તેઓ દારૂબંધીની નીતિને બિરદાવે છે.
દારૂબંધીથી કમ-સે-કમ જુવાન પેઢીને તે દારૂની વારસાગત લતમાંથી બચાવી શકાઈ છે. અને બીજા કોઈ રાજ્ય કરતાં ગુજરાતના રસ્તા લથડિયાં ખાતા દારૂડિયાના અનિષ્ટથી ચોખ્ખા રહ્યા છે. મદ્રાસ,
મ
દિલ્હી, બનારસ કરતાં અમદાવાદ-વડોદરા આ બાબતમાં ઘણાં વધુ સ્વચ્છ અને સંસ્કારી તરીકેની છાપ પાડે છે.
તા.૧૬-૫-૧૯૭૨
વિશ્વના અગ્રણી ડૉકટર લૉરેન્સ એ. સેન્સમન ગુજરાતના દારૂબંધીના પ્રયોગથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ તે પછી દુનિયામાં જયાં ગયા છે ત્યાં તેમણે કહ્યું છે કે દારૂબંધીની સફળતા જોવી હોય તે ગાંધીની માતૃભૂમિ ગુજરાતમાં જઈને જોઈ આવા.
દારૂબંધીના લાભ એવા છે જેને ઈનકાર કરી શકાય એમ નથી. દારૂબંધીનો અમલ શિથિલ પડયો છે તેની ના પાડી શકાય તેમ નથી, બંને બાજુની દલીલામાં પૂરનું વજૂદ છે.
તે હકીકત શી છે? દારૂબંધી જો સારી હોય, તે તેનો સંપ્ કેમ ઢીલા પડતા જાય છે?
ગુજરાતનાં ગામડાગામમાં ગ્રામદાનકાર્ય અંગે નિરંતર ફરતા રહેતા બે મિત્રને પૂછ્યું કે દારૂ વિશે શી હાલત છે? ત્યારે એ મિત્રએ પોતાની છાપ આપતાં કહ્યું કે દારૂના ચાળે વધતા જાય છે એ હકીકત છે. ૨૫૦થી ઓછી આવકવાળા તો શું પીએ? પણ તલાટી હોય તો જરૂર પીએ! કેમ કે એને ‘ઉપરની આવક' હોય છે. ‘ઉપરની આવક’ (લાંચ કે જુગાર મટકાની કે કાળાં બજારની આવક) સાથે દારૂની લતનો સીધા સંબંધ જણાય છે. અવળે રસ્તે આવેલા પૈસા દારૂમાં અને વ્યભિચારમાં વાપરવાનું મન પહેલું થાય છે.
અમૂલભાઈએ પણ બીજી એક રીતે આ નિરીક્ષણને અનુમાદન આપ્યું હતું. મુંબઈની લાલબાગની ગંદી ચાલીમાં રહેતા મજૂરને મોંઘવારી મળી, વધારાની આવક જેવું બોનસ મળ્યું, પણ એનું રહેઠાણ તે એ જ ગંદી ચાલીમાં હતું તેવું રહ્યું. એ વધારાની આવક દારૂમાં ખર્ચે છે. સારાં ઘર અને નવી સ્વચ્છ રીતે જીવવાની તક ન મળે તે વધારાની આવક દારૂમાં જ જવાની.
ટૂંકમાં બંને પાસે સત્ય વહેંચાયેલું પડયું છે. આ દેવદાનવના સામસામેા સંગ્રામ નથી, બંનેના એકત્ર પુરુષાર્થથી થતું મૃતમંથન છે. એને ગૂંચવતી કેટલીક રાજકીય હકીકત પણ પડેલી છે, જે અમૂલભાઈ કે શ્રી પટવારીની અહીં રજૂ થયેલી વાતોમાં ઉપર આવી નથી, પણ આવવી જરૂરી છે.
આ પ્રશ્નની ભીતર પડેલી આર્થિક-સામાજિક હકીકતોને તારવી કાઢવા ગુજરાત સરકાર તટસ્થ વ્યકિતઓ અને તાની સિમિત નીમશે તો જાહેર જીવનની સ્વચ્છતા વધારવામાં અને સત્યને પ્રકટ કરી ગુજરાતના શુભ પુરુષાર્થને પુષ્ટ કરવામાં તે અવશ્ય સહાયક થઈ પડશે. સરકાર આવા પ્રયત્ન ન કરે તે યુનિવર્સિટીઓ, ધારાસભ્યો અને જાગ્રત નાગરિકો મળીને ખાસ પંચ નીમે, ચર્ચાસભાઓ ગેાઠવે. પ્રચાર કરતાં વિચાર વધુ જરૂરી જણાય છે. વારે વારે ગાયતે તત્ત્વનોધ: ।
પ્રબોધ ચોકસી
( ‘વિશ્વમાનવ ’માંથી સાભાર)
કોઈ તા સમજાવે !!
(“ મૌન કે અનુનાદ ” એ નામના હિંદી' પુસ્તકમાંથી અનુવાદિત) જિંદગી કઈ બલાનું નામ છે? કોઈ શ્યાનો જરા અમને સમજાવે તો ખરો ! કદમ યારથી મૂકયો છે આ દુનિયાની બજારમાં મોતના સોદો દીઠો છે અમે પ્રત્યેકની આંખમાં. મોતથી બચવાના માર્ગ છે હરકોઈ શોધતા મંદિરો ને મસ્જિદો તરફ છે હરકોઈ દોડતા.
ઈન્સાનને ઈન્સાનથી ડરતો સદા છે દીઠો ઈશ્કને ખેંચાણથી કંપિત સદા છે દીઠો. જૂઠને સાચના બુરખામાંથી ડોકાતું દીઠું અહમ્ ને જાદુઈ - હુનરને ઝરૂખેથી લંકાનું દીઠું. શું બચતા રહેવાની આ કોશિશે। જીવન છે? કોઈ શ્યાનો જરા અમને સમજાવે તો ખરો!
અનુ: બાધભાઈ એમ. શાહ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. ' મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬
Iy
મૂળ હિંદી -વિમલા ઠકાર
પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧