________________
૨
માનસિક રીતે એટલા બધા તંગ થઈ ગયેલા હોય છે અને કેટલીયે બહેના ઘરના અને સંસારિક તેમ જ સમાજના અન્યાયોના અસહ્ય ત્રાસથી એટલી બધી તંગ આવી ગઈ હોય છે કે તે સ્વૈચ્છિક મૃત્યુને આવકારે છે. માનસિક ત્રાસ તો ખૂબ અસહ્ય જ ગણાય, તે શું એ લોકોને પણ સ્વૈચ્છિક મૃત્યુ, એટલે કે આપઘાત કરવાની સમાજે અને સરકારે છૂટ આપવી? તે પણ શક્ય નથી જ.
ચાના મુદ્દો ડાકટરોની પેનલનો છે. એ કોણ રચે ? કર્યાં કર્યાં રચાય? આવડો મોટો દેશ, એમાં એની વ્યવસ્થા કેમ ઊભી થાય ? અને એના ખર્ચ કોણ ભોગવે? અને જો સરકાર એવડો મોટો ખર્ચ કરવા તૈયાર હોય તો તે એવા માણસા માટે ખારા એક શુશ્રુષાગૃહ જે કેમ નિર્માણ ન કરે? એમાં એવા માણસોને સારવાર મળે અને મૃત્યુ સુધીની જિંદગી શાન્તિથી પસાર કરે.
પ્રબુધ્ધ જીવન
પાંચમો મુદ્દો એ છે કે આપણા બધામાં કરુણા ભરી છે એમ આપણે બેલીએ છીએ - લખીએ છીએ, પરંતુ તે સાવ ઉપરની જ વાત છે. હાથીના ચાવવાના અને બતાવવાના જુદા દાંત હોય છે એવી જ. કેમકે રસ્તામાં ફુટપાથ પર ખૂબ જ બીમાર હાલતમાં અને મૃત્યુની નજીક પહોંચેલી વ્યકિતને જોવા છતાં આપણે નથી ઊભા રહેતા કે નથી તેના માટે કોઈ કાર્યવાહી કરતા, અને ઉપરની કરુણાની છાંટ છાંટીને ચાલતા થઈ જઈએ છીએ. જો આપણામાં ખરેખર આંતરિક કરુણા હોય અને એવા–કરુણાના દાવા કરનારની સંખ્યા તા ભારતમાં કરોડોની છે- તે એ કરોડો માણસો, આવા હજારો માણસો માટે શુશ્રૂષાની વ્યવસ્થા શું ઊભી ન કરી શકે? તો તો બહુ મેટું કામ થઈ જાય - પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે તેને પાયો જ નથી. એટલે આપણી કરુણા આંતરિક કરુણા નથી. એટલે આવા ખંડનાત્મક વિચાર કરવા કરતાં રચનાત્મક વિચાર કરવા વધારે જરૂરી લાગે છે કે એવા માણસા માટે શુશ્રુષાની - રહેવાની સગવડ ઊભી કરવામાં આવે.
આપણા દેશમાં આવું આયોજન ઊભું કરવામાં આવેલ છે, પણ તે કોઈ ભારતીય નાગરિકે નથી કર્યું પરંતુ આપણા રૂઢિચુસ્ત જેને મલેચ્છ જાતિ ગણે છે એવી જાતિની એક આલ્બેનિયન સ્ત્રી મધર થેરીસાએ કલકત્તામાં, મૃત હાલતમાં સબડતાં દુ:ખીઓને આકાય આપવા માટે એક પડતર મકાનમાં પોતાનું કામ વર્ષો પહેલા શરૂ કરેલું. જેનું મૃત્યુ નિશ્ચિત છે એવા રસ્તા પરના માણસોને ઉપાડી તેને લઈ જાય અને મૃત્યુ પર્યંત તેની સેવા કરે છે. ક્ષય, ગતપીત કે કોઢ જેવા રોગોને કારણે ઉપેક્ષિત થઈ ફૂંકાઈ ગયેલા માણસને તેમને ત્યાં આશ્રય મળતો હોય છે અને તેની સેવા - શુશ્રૂષા કરવામાં આવે છે. આજે ભારતભરમાં તેની સંસ્થાઓની અનેક શાખાઓ છે. અને આવી રોવા અર્થે યુરોપના વિવિધ ભાગામાંથી ૪૦૦ જેટલી સેવિકાએ ભારતમાં આવીને વસી છે અને મધર થૅરીસાને તેના કામમાં મદદ કરે છે અને દર વર્ષે લગભગ પચારા હજાર દર્દીઓની સેવાથૂશ્રુષા આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. આપણે તે ફકત વાતો કરતા હોઈએ છીએ, જ્યારે આ લોકો કામ કરી બતાવે છે, અને તે પણ તદ્દન નિસ્વાર્થ ભાવે. ધન્ય છે તેમની આવી સેવાવૃત્તિને
બાકી જ્યાં સુધી સર્જનહારની ઈચ્છા નહિ હોય ત્યાં સુધી કોઈ કોઈને મારી શકતું નથી અને તેની મૃત્યુની પળ આવી જાય ત્યારે કરોડો પ્રયત્નો કરવા છતાં તે વ્યકિત જીવંત રહી શકતી નથી. એટલે કયાંક કવિના મેઢે ભગવાને કહેવરાવ્યું છે કે “મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.” અને આ સાવ સાચી વાત ધ્યાન પર આવે તે આપણે રચનાત્મક વિચાર તરફ વળવાને પ્રેરાઈશું. બાકી ઉપરની શ્રી ગોપાલદાસભાઈની વાત ગળે ઊતરતી નથી. તે વાસ્તવિક પણ નથી અને એટલે શક્ય પણ નથી. શાન્તિલાલ ટી. શેઠ
તા. ૧૬૫ ૧૯૭૨
[3]
પ્રેમ જો નાશ પામે તા ધૈયા ના જીવતી રહે
‘સંસારચક્ર'માં, માથામાં વીજળી પડે એવું એક ચર્ચાપત્ર ‘જન્મભૂમિ-પ્રવાસી’ના તા. ૧૯-૩-’૭૨ નાં અંકમાં વાંચવા મળ્યું. આ ચર્ચાપત્રના લેખક બહુ જાણીતાં ચર્ચાપત્રી છે. એમા લખાણામાં હમેશ સંવેદન હોય છે. શ્રી ગાપાલદાસ મોદીની કલમ આ કારણે સૌનાં દિલ જીતી શકે છે. એમનાં લખાણા હું તો અચૂક વાંચું જ, ‘પણ આભ તૂટી પડવાનું નથી શીર્ષક હેઠળનું લખાણ એક સખત આંચકા આપી ગયું. મને લખાણ ન ગમ્યું.
મૃત્યુનું રહસ્ય કોઈ પામી શક્યું નથી. મૃત્યુની અનેક સુંદર વ્યાખ્યા પણ થઈ છે અને મૃત્યુ એ મિત્ર છે-સખા છે-એવું કાકારાાહેબ જેવા લખી શકે છે. પરંતુ મૃત્યુના વિચાર કરતાં જ એક ભય જાણે-અજાણ્યે વ્યકિત માત્રને થતો જ હોય છે. નારકીનું જીવન જીવતા લોકોને આપણે જિવાડવા અનેક રાહતકેન્દ્રો ઊભાં કરીએ છીએ. ‘શ્વાસ છે ત્યાં સુધી આશ છે' એમ આપણે માનીએ છીએ અને છેલ્લી ઘડી સુધી પણ કેન્સરના દરદીને ય બચાવવાનો જ પ્રયત્ન, એ જ માણસાઈનું પ્રેમ કર્તવ્ય છે. જો પ્રેમ જ નાશ પામશે તે દયા જેવું કોઈ તત્ત્વ જ નહિ રહે. આથી શું ફૂટપાથ ઉપર કે શું મહેલમાં, અનંત પીડા ભાગવતા માનવીને ઈન્જેકશન આપી. આ જગતમાંથી વિદાય આપવાનો આપણને કોઈ અધિકાર નથી. આ પ્રશ્ન આજે વિદેશમાં સારા એવા ચર્ચાઈ રહ્યો છે, પરંતુ ભારતીય સંસ્કૃતિનાં તત્ત્વામાં આ દયાપ્રેરિત કતલની કલ્પના પણ ન થઈ શકે. દયાપ્રેરિત જીવતદાન હાઈ શકે, દયાપ્રેરિત ખૂન ન હાઈ શકે.
શ્રી ગોપાલદાસ મોદીની વાત ઉપર વિચાર કરી, એમનું સૂચન જો અમલી થયું તો સમાજમાંથી વિવેક-મર્યાદા-પ્રેમ-કરુણા તથા જીવનનાં બીજાં અનેક મંગલ તત્ત્વો લુપ્ત થશે-માટે એમના મંતવ્યના આભ ન તૂટી પડે તો ય અસ્વીકાર જ થવા ઘટે. ચીમનલાલ જે. શાહ
[૪] કુવા સોગામાં આ થઇ શકે !
‘પ્રવાસી’માં શ્રી ગાપાલદાસ મેદીનું લખાણ જોયું હતું. મરી ન શકે એવા દરદથી રિબાતા ને મૃત્યુને ઝંખતા માનવીને સ્વેચ્છાએ મરવા દેવા જ જોઈએ એ વિશે કોઈ શંકા નથી. પણ રિબાત માનવી સાથેસાચ જ મૃત્યુને ઝંખે છે એ નક્કી કરશે કોણ? અસાધ્ય રોગથી પીડાતા માનવીની જિજીવિષા પોતે ઉપરથી એમ કહેતા હાય કે “હવે તો મૃત્યુ આવે તે સારું” તે પણ-જરીકે ઓછી નથી થઈ હતી એવા મારા અનુભવ છે. જવાબદાર ડૉકટરોની પેનલ સામાન્ય કોટિના માણસને ઉપલબ્ધ ખરી? અને રસ્તા પર પડેલા અધમૂઆ ભિખારીઓની હત્યા કરવાનું કોણ માથે લેશે? શું મ્યુનિસિપાલિટી એ માટૅ ડૅાકટરોને પગાર આપીને રોકશે? કે પછી આવા બધાને પકડી પકડીને મ્યુ. વાનમાં બેસાડી કયાંક દૂરદૂર લઈ જઈને હાઈપોડર્મિક નીડલ વડે મૃત્યુને શરણ કરવામાં આવશે? ઉપરાંત મૃત્યુશય્યા પર પડેલા માણસ સાજો નહીં જ થાય એવું કોણ સર્ટિફાય કરશે? શું જીવન અને મૃત્યુનો બ આપણે હસ્તગત કરી લીધેા છે? મરણાસન્ન બનેલા દરદી જીવી જાય ને પછી દસ-વીસ વર્ષ જીવે એવા પ્રસંગો બનતા શું આપણે જોયાજાણ્યાં નથી?
ઉપસ્થિત કરેલા એક-બે મુદ્દાનું સંતોષકારક નિવારણ થઈ જાય તા દયાપ્રેરિત પીડારહિત મૃત્યુને Legalise કરવામાં કશો વાંધા નથી એવા મારો મત છે.
સુબોધભાઈ એમ. શાહ
10