SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુધ્ધ જીવન ☆ તા કંઈ આભ તૂટી પડવાનુ નથી અસાધ્ય રોગથી પીડાતા અને ભયંકર યાતના ભોગવતા માણસને આવી પીડામાંથી મુકિત મળે એ માટે એનું મૃત્યુ વહેલું થાય એવું કરવું જોઈએ કે નહિ? એ પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાયા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં આ વિશે ખરડો પણ રજૂ થયો હતો. પણ તે સ્વીકારાયો નહોતો. આ પ્રશ્નની ચર્ચા જન્મભૂમિ-પ્રવાસી’ ના તા. ૧૯-૩-’૭૨ના અંકમાં શ્રી ગોપાલદાસ મોદીએ કરી છે. એમનો આ વિશેનો લેખ અને એના અનુસંધાનમાં બીજાં ત્રણ મંતવ્યો અહીં પ્રગટ કરવામાં આવ્યાં છે. તંત્રી] તા. ૧૬-૫-૧૯૭૨ [૧] હાથ - પગનાં આંગળાં ખવાઈ ગયાં હોય કે શરીરે મેાટા ઊંડાં ઘારાં પડયાં હોય અને એમાંથી દુર્ગંધ મારતાં લોહી - પરુ વહેતાં હાય, ઊંડી ઊતરી ગયેલી ટગર ટગર બે આંખો મૃત્યુ દ્વારા છુટકારો ઝ ંખતી હોય એવા ભૂખ અને રોગથી રિબાતા અધમૂઆ માનવદેહનું પોટલું રસ્તા પર કે ફૂટપાથ પર પડયું હોય તો આપણે માં ફેરવી લઈ આગળ ચાલ્યા જઈએ છીએ અથવા બહુ બહુ ત ‘અરરર, બિચારા' કહી આને-બે આના ફેંકી અંતેષ માની લઈએ છીએ, પણ એ જ માનવી કે જેનાં દરદ, દુ:ખ અને દારિદ્રય દૂર થવાના જીવનભર કોઈ સંભવ નથી તેની એક નાના ઈન્જેકશન (Hypodermic needle) દ્વારા પીડારહિત હત્યા કરવાની કોઈક વાત કરે તો આપણા નાકનું ટીચકું ચડી જાય છે, ભવાં ખેંચાય છે અને બાલી ઊઠીએ છીએ, “હાય, હાય, એને મારી નાખવા? એવું પાપ તે કેમ કરાય ?' સમાજના આ એક નર્યો દંભ નથી શું? મટી ન શકે એવા દરદથી પીડાતા માનવીને મરવા ન દેવા એ એક ક્રૂરતા છે. આમાં આત્મા, અનુકંપા અને નીતિની વાતો વચ્ચે લાવીને આપણે આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ. વાસ્તવમાં તે મૃત્યુ ઝંખતા માનવને ચાલુ રિબાવા દેવા એ એક પ્રકારનું પાપ છે. કાયદામાં દયાપ્રેરિત હત્યા (Butanasia)ની જૅગવાઈ હોવી ઘટે છે અને એના અમલ માટે નિષ્ણાત ડૉકટરોની એક પેનલ રચાવી ઘટે છે. સામાન્યત: માનવી મૃત્યુ ઈચ્છતો નથી અને એ મૃત્યુ ત્યારે જ ઝ ંખે છે જ્યારે એનું દરદ અસહ્ય હોય. તેથી જ્યારે તે પાતાની જિદગીનો અંત આણવાનું નક્કી કરે ત્યારે તેને તેમ કરવા દેવા જોઈએ. સ્વૈચ્છિક મૃત્યુ એ માનવીના એક મૂળભૂત અધિકાર મનાવા જોઈએ. દયાપ્રેરિત હત્યા નૈતિક દષ્ટિએ પણ યોગ્ય છે. હકીકતમાં તો એક દરદી કે જે કોઈ મટી ન શકે એવા ભયંકર રોગથી પીડાતા હાય તેની દયાપ્રેરિત પીડારહિત હત્યા કરવી એ એક સુકૃત્ય લેખાવું જોઈએ. એક માનવી કે જેણે પોતાનું સારુંમેં જીવન સુખમાં વિતાવ્યું હોય તેને અંત સમયે દુ:ખ ભાગવવા શા માટે દેવા ? વૃદ્ધાવસ્થામાં જેને માટે સુખ, શાંતિ અને આનંદના કોઈ સંભવ ન હોય અને દરદ, દ:ખ અને દારિદ્રયને લીધે જેને જિંદગીના એક એક દિવસ એક એક વરસ જેવા લાગતા હાય તેને સ્વેચ્છાએ મરવા શું કામ ન દેવા? યુવાને પણ પોતાની વૃદ્ધાવસ્થામાં રિબાવું નહિ પડે એવી હૈયાધારણને લીધે પાતાનું યૌવન વધુ મેાજથી માણી શકે. એક જીવન કે જે સુખમાં વીત્યું હોય તેનો અંત પણ સુખમાં જ શા માટે આવવા ન દેવા? અને આમેય પૈસાને અભાવે પેાતાની અંધારી ઓરડીમાં કે ગંધાતા ઝૂંપડામાં તથા યોગ્ય સારવારને અભાવે કે બેદરકારીને લીધે આપણી જાહેર હૅસ્પિટલામાં કેટલાય દરદીએ રોજ મરતા જ હોય છે ને! આ પણ એક પ્રકારની, જો કે નકારાત્મક (negative) પણ હત્યા જ છે ને! તો, આપણા દેશમાં કે જ્યાં આજે દરદ, દુ:ખ અને દારિદ્રયને લીધે દિનપ્રતિદિન જીવન અસહ્ય બનતું જાય છે ત્યાં જીવનની આ કઠોર વાસ્તવિકતા આપણે સ્વીકારીએ અને લાગણીવેડા છેડી કરુણાપ્રેરિત હત્યાને આવકારીએ. અલબત્ત, એમાં અમુક શરતો ૧ આવશ્યક લેખાવી જોઈએ, એક તે આવી હત્યાની વિનંતિ દરદીએ પોતે અથવા દરદીનાં એવાં સગાં કે મિત્રએ કરી હોવી જોઈએ કે જેમને દરદીના મૃત્યુથી કોઈ પણ જાતના, આર્થિક કે અન્ય લાભ થવાના ન હોય; બીજું, જવાબદાર ડાક્ટરોની પેનલ આ વિનતિ સાથે સહમત થવી જોઈએ; અને ત્રીજું, આ નિર્ણય તે જ લેવાવા જોઈએ, જે દરદ અસહ્ય હોય અને દરદી માટે આમાંથી સાજા થવાની કોઈ શક્યતા ન હોય. આ હત્યા મરજિયાત તા હોય જ, પણ એને ફરજિયાત બનાવીએ તો પણ કંઈ આભ તૂટી નથી પડવાનું! ગોપાલદાસ માદી [૨] અવાસ્તવિક સૂચન ‘જન્મભૂમિ-પ્રવાસી’ના ‘સંસારચક્ર’ વિભાગમાં તા. ૧૯-૩-’૭૨ના અંકમાં જાણીતા ચર્ચાપત્રી શ્રી ગોપાલદાસ માદીએ ‘તો પણ કઈ આભ તૂટી પડવાનું નથી!' એ મથાળા નીચેનું ચર્ચાપત્ર લખેલ તે પ્રગટ થયેલ તેની નકલ આ સાથે મેલું છું અને તેના વિશે મારા જે વિચારો છે તેને પણ આ સાથે લખી મોકલું છું તો આ ભારે ચર્ચાસ્પદ અને સાથે રસપ્રદ વિષય હાઈ, તેમનું ચર્ચાપત્ર અને સાથે મે' માકલેલા વિચારો પ્રગટ કરશો તો આભારી થઈશ. તેમની વાત પર વિચાર કરતાં પહેલા પ્રશ્ન એ થાય છે કે ગમે તેવા સંજોગામાં પણ માણસને માણસના જીવ લેવાન અધિકાર નથી. જે માણસને જીવ આપી શકે તેના અધિકાર માણસનો જીવ લેવાના રહે. એ રીતે વિચારતાં ફાંસી આપવાની પ્રથા પણ ઘણી જ અયોગ્ય છે, કેમકે માણસ હમેશાં ભૂલને પાત્ર છે, અને એવી ભૂલના કારણે ફાંસી આપ્યા પછી તે જીવંત થઈ શકતા નથી. એ જ રીતે દરદી ગમે તેટલા બીમાર હોય છતાં તે મૃત્યુને લાયક ઠરતા નથી. જો આપણે કર્મમાં માનતા હોઈએ તો કરેલાં કર્મ સૌએ ભાગવવાં પડે છે. અને ત્યાર બાદ તેના કર્મના ઉદય થવાના હોય તો તે સાજો પણ થઈ જાય. બીજી વાત એ છે કે માણસ પોતે મૃત્યુને આવકારે તે પણ મોટે ભાગે શક્ય નથી, એટલા માટે તો કહેવત છે કે “મરતા માણસ તણખલાને પણ પકડે.” એ રીતે ગમે તેવા બીમાર માણસ પણ સ્વેચ્છાએ મૃત્યુને આવકારવા તૈયાર નથી થતો હોતા અને જો આવા ખૂબ જ બીમાર માણસને મૃત્યુના હવાલે કરવાનો કાયદો કરવામાં આવે તે એમાં એવા પણ વિકલ્પોને સંભવ ખરો કે ચાર- પાંચ વરરાની માંદગીથી તેના ઘરના માણસો કંટાળી ગયા હોય અને તેને વધારે હેરાન કરી તેના જ મેાઢે કહેવરાવે કે મને મૃત્યુ મંજૂર છે. આવા સ્વૈચ્છિક મૃત્યુને સ્વીકૃતિ આપવાને લગતા કાયદા પસાર કરાવવા માટેની હિલચાલ યુરોપમાં ચાલે છે ખરી, પરંતુ એની સંસ્કૃતિ આપણાથી સાવ ભિન્ન પ્રકારની હોવા છતાં, હજુ આજ સુધી ત્યાં પણ આવા કાયદો પસાર કરવામાં આવ્યો નથી, તે જ્યારે આપણી સંસ્કૃતિનો વિચાર કરીએ છીએ ત્યારે આવી ખંડનાત્મક વાત આપણે કોઈ પણ સંજોગામાં સ્વીકારી શકીએ જ નહિ, એક પ્રશ્ન એવા પણ ઉદ્ભવે છે કે શારીરિક રીતે કં ટાળી ગયેલા માણસને સ્વૈચ્છિક મૃત્યુની જો પરવાનગી મળે તો, આજના યુગમાં સામાન્ય અને ગરીબ વર્ગના એવા કેટલાય માણસે છે કે જેઓ આર્થિક પરિસ્થિતિ તેમ જ સાંસારિક વિટંબણાઓને કારણે
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy