SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૯૭૨ = જે બીજા વિશ્વવિગ્રહમાં હિટલરના રોકેટવિજ્ઞાની ડે. બ્રાઉને ફ્રાન્સમાંથી બ્રિટન પર વિ-૨ નામનાં કેટ ફેંકયાં હતાં, પરંતુ ત્યારે હજી આણુબોમ્બનું માત્ર અમેરિકામાં ગુપ્ત રીતે સર્જન થઈ રહ્યું હતું, તેથી આ સાદા રેકેટ એવાં ભર્યકર ન હતાં. વળી તેઓ આપમેળે નિશાન પણ લઈ શકતાં ન હતાં. - બીજા વિશ્વવિગ્રહ પછી પશ્ચિમી દેશે અને રશિયા વચ્ચે ઠંડો વિગ્રહ શરૂ થયો ત્યારે શસ્ત્રસ્પર્ધા શરૂ થઈ. રશિયાએ પણ અણુર્બળ બનાવ્યા ત્યારે અમેરિકાને ઈજારો તૂટી ગયે. પણ અણુબોમ્બ ધરાવવા એ પૂરતું નથી; તે ફેંકી શકે તેવા વિમાન જોઈએ. અને હવે રોકેટવિજ્ઞાન એટલું આગળ વધી ગયું હતું કે આણુ-હાઈડ્રોજન બૉમ્બ ફેંકવા માટે અમાનવકેટે જ વધુ ઉપયોગી ગણાય. આથી અમેરિકામાં અને વિયેત સંઘમાં વધુ વિનાશક આણુબૉમ્બ સાથે વધુ કાર્યક્ષમ રેકેટ બનાવવાની પણ સ્પર્ધા ચાલી. અમેરિકામાં ત્યારે મેં કાર્થી અને ડલેરા જેવા જોખમી રાજપુરુષોને જમાનો હતો અને વર્તમાન પ્રમુખ નિકસન ત્યારે ઉપપ્રમુખ તરીકે તેમના કરતાં બહુ વધુ સારું માનસ ધરાવતા ન હતા તે વખતે કેટલાક બેજવાબદાર અમેરિકન નેતાઓ એવી પણ વાતે કરતા હતા કે રશિયા અણુશસ્ત્રો અને રેશકેટે વડે વધુ બળવાન બની જાય તે પહેલાં તેને ફટકો મારીને તેની કેડ ભાંગી નાખવી! આથી રશિયને પણ પોતાની બધી તાકાત વાપરીને વધુ શસ્ત્રો અને વધુ ભયાનક શસ્ત્રો બનાવવાની શરતમાં ઊતર્યા. આમ બંને પક્ષો વધુ ને વધુ વિનાશક શસ્ત્રો બનાવવા લાગ્યા. રશિયને એચિત ફટકો ન મારી દે તે માટે અમેરિકન વિમાને અણુ - હાઈહાજન બોમ્બથી સજજ થઈને ચોવીસે કલાક વારા પ્રમાણે આકાશમાં ઊડતાં હતાં – બે દાયકાથી – હજી ઊડે છે! રોકેટોની નવી નવી પેઢી વિકસતી ગઈ તેમ વધુ અંતર કાપવાની, વધુ સચોટ નિશાન લેવાની વધુ વિનાશ કરવાની તેમની શકિત વધતી ગઈ. પ્રતિસ્પર્ધીઓ લાંબા - ટૂંકા અંતરનાં રૅકેટ દુશ્મન દેશ સામે એવી રીતે ગોઠવતા ગયા કે હુકમ મળતાં જ દશમન દેશના બુહાત્મક અને લશ્કરી લો પર રોકેટવર્ષ વરસાવી શકાય. દા. ત. અમેરિકાએ પોતાના દેશમાં, કેનેડામાં, યુરોપમાં, ગ્રીનલેન્ડમાં, કેટલાક એશિયાઇ દેશમાં અને પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં રોકેટ અથવા અણુશસ્ત્રધારી વિમાને અથવા બંને ગોઠવી દીધાં છે. તદુપરાંત રશિયા અને ચીનને ફરતી અણુસબમરીનને ગોઠવી દીધી છે. રેકેટોથી સજજ મનવારો અને અણુશસ્ત્રો ફેંકી શકે એવાં વિમાનવાહક જહાજોને પણ ચોક્કસ સમદ્રોમાં બારે માસ રાખવામાં આવે છે. ધ્રુવ પ્રદેશ પણ મુકત નથી રહ્યો. દા. ત. ગ્રીનલેન્ડના વાયવ્ય કાંઠે થુલ નામનું વિમાની મથક બાંધવામાં આવ્યું છે. આશુ- હાઈડ્રોજન શસ્ત્રોથી સજજ થઈને ચોવીસે કલાક ઊડતાં રહેતાં વિમાનમાંથી યાંત્રિક ખરાબી કે પ્રતિકૂળ હવામાનના કારણે કોઈ વિમાન તૂટી પડે તે શું થાય ?. આવી બીક વર્ષોથી વ્યકત કરવામાં આવે છે. આવાં વિમાન તૂટી પડવાના બનાવ બન્યા છે. પણ ખરા, પરંતુ આણુ - હાઈડ્રોજન બોમ્બ સામાન્ય બેબની જેમ પછડાવાથી ફાટી નથી પડતા. કોઈ વિમાની મગજની સમતુલા, ગુમાવી બેસીને અણુબોમ્બ ફેંકી ન બેસે તે માટે અણુબૉમ્બ ફેંકવા અને ફોડવા માટે કંઈ નહિ તે છ ક્રિયાઓ કરવી પડે છે અને તે કરવા બે માણસેની જરૂર પડે છે. એવી રીતે અણુ • હાઈડેાજને બોમ્બધારી રેટને પણ કોઈ માણસ ભૂલથી કે મગજ ગુમાવીને છોડી શકે નહિ એવી જડબેસલાક જોગવાઈ હોય છે. અણુશસ્ત્રો વડે આક્રમણ કરવાનો હુકમ અમેરિકામાં પ્રમુખ સિવાય બીજો કોઈ આપી શકે નહિ. વિમાનને એવો કાયમી હુકમ હોય છે કે તમને હુમલો કરવા માટે ધસી જવાનો હુકમ મળ્યા પછી પણ સમર્થન માટે બીજો હુકમ ન મળે ત્યાં સુધી અણુશસ્ત્રો ફેંકવા નહિ. કેઈની ગેરસમજૂતી ન થાય તે માટે આવી તકેદારી રાખવામાં આવી છે. આવી ગેરસમજૂતી એકવાર થઈ પણ હતી. કેનેડા અને ગ્રીનલેન્ડની ઉત્તર સરહદે અમેરિકાએ શકિતશાળી રેડાર અંત્રોની હારમાળા ગોઠવી દીધી છે જેથી રશિયાની આકાશી હિલચાલ પર ચાંપતી નજર રાખી શકે. એક દિવસ એવું બન્યું કે રેડારના ચંદા પર તુપ્રવાસી પક્ષીઓ દેખાયાં. રેડારના રાંદા પર આકૃતિઓ સ્પષ્ટ નથી દેખાતી, અને મનમાં શંકા કે બીક હોય તે સીંદરી પણ સાપ લાગે. આથી રેડારના સંચાલકોએ તેને આવી રહેલું રશિયન વિમાની આક્રમણ માની લીધું. તેમને વળતું આક્રમણ કરવાને હુકમ પણ મળી ગયો. પરંતુ ક્રિમણ કરવાની સમર્થનમાં બીજો હુકમ મળે તે પહેલાં આ ગેરસમજણ દુર થઈ. રેડારના ચંદા પર પંખીડાં પંખી તરીકે વ્યકત થયાં અને વળતું આક્રમણ કરવાને પહેલે હુકમ પાછા ખેંચી લેવામાં આવ્યો. તે પછી તો અમેરિકન પ્રમુખ અને રશિયાના વડા પ્રધાને વચ્ચે હટ લાઈન નામની સીધી સંદેશવ્યવસ્થા કરવામાં આવી છે. શેકેટશો તરેહતરેહનાં હોય છે અને તે બધા કંઈ આશુશસ્ત્રો નથી ધરાવતાં. રેકેટના પ્રકાર આ પ્રમાણે હોય છે: (૧) વિમાનમાંથી દમન વિમાનને ફકી દેનાર રૉકેટ, (૨) વિમાનમાંથી ધરતી કે સમુદ્ર પરનાં લક્ષ્યોને ફેકી દેનાર રેકેટ, (૩) ધરતી પરથી વિમાનને ફેંકી દેનારૉકેટ, (૪) ધરતી પરથી ધરતી પરનાં લોને ફકી દેનાર રોકેટ, (૫) મનવારમાંથી દુશમન જહાજને કી દેનાર રૅકેટ, (૬) મનવારમાંથી કાંઠા પરનાં લો ફેંકી દેનાર રોકેટ. અણુ-હાઈડ્રોજન શસ્ત્રોથી સજજ રૉકેટ ધરતી પરથી છોડવાના હોય છે, સબમરીનમાંથી છોડવાનાં હોય છે, સપાટી પરની મનવારમાંથી છાડવાનાં હોય છે અને વિમાનમાંથી છાડવાનાં પણ હોય છે, ધરતી પરથી છોડવાના ટૂંકા ગાળાનાં હોય કે લાંબા ગાળાના એટલે આંતરખંડીય (એક ખંડમાંથી બીજા ખંડમાં પહોંચી શકે એવાં) હોય, દા. ત. રશિયાની સાસિન નામની આંતરખડીય રેકેટ સાડા છ હજાર માઈલ છેટે પહોંચી શકે છે. અમેરિકન હવાઈ દળનું માઈન્યુટમેન શકેટ ૬૦ ફૂટ લાંબું છે, ૭૭૦૦૦ રતલનું વજન ધરાવે છે, અને ૭૦૦૦ માઈલ કરતાં વધુ દૂરના લક્ષ્ય પર પણ ત્રાટકી શકે છે. અમેરિકન હવાઈ દળના ટાઈટાન-૨ નામનો રૅકેટ ૩,૩૦,૦૦૦ રતલ વજન ધરાવે છે, ૧૦૩ ફુટ. લાંબા છે, અને ૬,૫૦૦ માઈલ છેટે જઈ શકે છે.' આશુ-સબમરીનમાંથી છોડવા માટે અમેરિકાએ પહેલા પેલારિસ નામનાં રોકેટ બનાવ્યાં હતાં. હવે પસીડેન નામના વધુ સારાં રૅકેટ બનાવ્યાં છે. આ સબમરીને સમુદ્રમાં ડૂબેલી રહીને રેકેટો છોડે. સબમરીનથી રામુદ્રની સપાટી સુધી રેકેટ હવાના દબાણ વડે પ્રવાસ કરે. પાણીમાંથી બહાર નીકળ્યા પછી તેમનું એન્જિન બળતણ બાળવું શરૂ કરે. આ બધા રેકેટ સ્વયંસંચાલિત (ગાઈડેડ મિસાઈલ) હેય છે. આથી તેઓ હજારો માઈલ છેટે આવેલાં લો. પણ ધીને તેમની ઉપર ત્રાટકે છે - રશિયા અને અમેરિકા વચ્ચેનું અંતર કાપી નાખતાં રોકેટને આશરે અરધો કલાક લાગે. આથી વળતી હુમલો કરવા પૂરતો સમય મેળવવા રેડાર પણ પૂરતાં નથી. તેથી બંને પક્ષોએ અવકાશમાં જાસૂસી ઉપગ્રહ રાખ્યા છે, જેમાં માણસ ને હોવા છતાં દુશમને દેશમાં શું થાય છે તેની તેઓ માહિતી આપે છે! પાકિસ્તાન સામેના વિગ્રહ સમયે વિયેટનામના સમુદ્રમાંથી અમેરિકાના સાતમા કાલાનાં જહાજો. પાકિસ્તાનની મદદે આવવા નીકળ્યાં તેની માહિતી તત્કાળ રશિયાને તેના ઉપગ્રહ દ્વારા મળી ગઈ હતી અને રશિયા દ્વારા આપણને મળી હતી. દુમનમાં આવી રહેલાં પૅકેટોને વચ્ચેથી આંતરી લે અને તેમનો નાશ કરે એવાં રૅકેટે પણ બનાવવામાં આવ્યાં છે, પરંતુ તે એવાં કાર્યક્ષમ નથી અને અતિ ખર્ચાળ છે. તેમની નિરર્થકતાનું ભાન થયા પછી જ અમેરિકાએ આ સ્પર્ધામાં મર્યાદા સ્વીકારવાની સમજતી પર આવવા વાટાઘાટ શરૂ કરી. રેકેટશઓમાં રશિયા આગળ છે અને તે પિતાનાં અણુ - હાઈડ્રોજન શસ્ત્રોને પૃથ્વી આરપાસ અવકાશમાં ફરતાં પણ રાખી ગમે ત્યારે દુશ્મનનાં મથકો પર એવકાશમાંથી ફેંકી શકે છે એવા ભાનથી અમેરિકા અસ્વસ્થ બની ગયું. તેથી તેણે મર્યાદા માટે વાટાઘાટ શરૂ કરી. રશિયાને યુદ્ધ જઈનું નથી, એટલું જ નહિ પણ દુનિયાના બીજા દેશો વચ્ચે યુદ્ધ થાય એની રામે પણ તેને વિરોધ છે. આથી વધુ વિનાશક શસ્ત્રો બનાવવા પર સંયમ રાખવા તે હમેશાં તૈયાર છે, પણ સ્પર્ધામાં હારી જવા તૈયાર નથી. આમ આ બે મહાસત્તાઓ વચ્ચે એક વધુ સમાધાન શક્ય બન્યું જણાય છે. વિજયગુપ્ત મૌર્ય .
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy