SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૯૭૨ ૧૯૪૨માં એ મહામહોપાધ્યાય બન્યા. અલ્લાહાબાદ યુનિવર્સિટીએ એમને ડી. લિટ્.ની માનદ ઉપાધિ અર્પી. ૧૯૫૩થી ૧૯૫૯ સુધી તેઓ રાજ્યસભાના ખૂબ જ સન્માનિત સભ્ય હતા. ભારતીય વિદ્યાઓમાં એમના વિરલ અર્પણથી પ્રભાવિત થઈ સરકારે તેમને ૧૯૫૯માં નૅશનલ રિસર્ચ ફેસર ઑફ ઈન્ડોલૉજી' બનાવ્યા. ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પણ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ‘ભારતરત્ન'નું સર્વોચ્ચ રાષ્ટ્રીય પદક એમને ૧૯૬૩માં એનાયત થયું. તેઓ માનતા કે માણસ ૪૦ની વયે પોતાના જીવનકાર્યને હાથ ધરવું જોઈએ. હિન્દુ ધર્મશાસ્ત્રના સંસ્કૃત સાહિત્ય વિશે પાશ્ચાત્ય વિદ્રાનોમાં પ્રવર્તતો પૂર્વગ્રહ તેમને હમેશાં તો રહ્યો હતો. મેકોલે કહેતા કે એક અંગ્રેજ કવિનું એક કાવ્ય સમગ્ર સંસ્કૃત કવિતાથી ચઢિયાતું છે. સંસ્કૃતને કક્કોય નહિ જાણનાર મેકોલેની આ કેવી ધૃષ્ટતા ! આ ધારણે વિચારતાં એમણે જે નિરધાર કર્યો તેના પરિણામ સ્વરૂપ એમને અમરતા બક્ષે એવા ગ્રંથ રચાયો. ત્રીસ વર્ષના સંશોધનનું પરિણત ફળ એટલે ‘હિસ્ટરી ઑફ ધર્મશાસ્ત્ર.’ પૂનાની ભાંડારકર રિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ તરફથી ૧૯૩૦માં ૮૦૮ પાનાંના તેનો પ્રથમ ગ્રંથ પ્રગટ થયો, બીજો ૧૩૬૮ પાનાંનો ૧૯૪૧માં, ત્રીજો ૧૦૮૮ પાનાંને ૧૯૪૬માં, ગાથા ૯૨૬ પાનાંનો ૧૯૫૩માં અને છેલ્લા ગ્રંથ ૧૯૬૨માં પ્રગટ થયો. આજે આ ગ્રંથ આપણી પ્રજાનો એક સમૃદ્ધ વારસા બની રહ્યો છે. ડૅ, કાણેએ એના સર્જન માટે ૨૧૦ સંસ્કૃત ગ્રંથો તથા અંગ્રેજી અને બીજી ભાષાઓનાં બીજાં સેકડો પુસ્તકો વાંચ્યાં હતાં. નાણાંની ખોટ ને શારીરિક દરદોની પરવા કર્યા વિના ૩૦ વર્ષ સુધી તેમણે તેમના બધા ફાજલ સમય આ કાર્યને આપ્યો હતો. સંશોધનકાર્ય માટેની આવી તપશ્ચર્યા આજે કયાં જોવા મળે છે? ૧૯૪૭માં મુંબઈ યુનિ.નું વાઈસ ચાન્સેલરપદ એમને અપાયું. બે વર્ષ સુધી એમણે એ ફરજ અદા કરી. મુંબઈ સરકાર એમની સેવાઓ ચાલુ રહે એમ ઈચ્છતી હતી અને એ માટે માસિક રૂ. ૨૦૦૦ના પગાર ઠરાવવા માગતી હતી, જેથી ડા. કાણે વકીલાત છાડીને પૂરો સમય યુનિ.ને આપી શકે, પણ ડૅ. કાણેએ લાક્ષણિક જવાબ આપ્યો: બે વર્ષ માટે વાઈસ ચાન્સેલર તરીકે કામ કરવાની તમારી વિનંતિ મે’ માન્ય રાખી હતી. હવે હું ‘હિસ્ટરી ઑફધર્મશાસ્ત્ર’ના મારા કાર્યને આગળ ધપાવવા મુકત રહેવા ઈચ્છું છું. મહાપુરુષોનાં વિચાર, વાણી ને વર્તનમાં સંપૂર્ણ સંવાદ હોય છે. ૐ. કાણેની સાદગીની વાત તો જાણે કહેવતરૂપ બની ગઈ હતી. વાઈસ ચાન્સેલર હતા ત્યારે પણ તેઓ સામાન્ય માનવીના વાહન ટ્રામમાં બેસીને જ ગિરગામથી યુનિવર્સિટી સુધી જતા. અને ૪૦ વર્ષ સુધી દરરોજ અચૂકપણે તેઓ હાઈકોર્ટમાંથી એશિયાટિક સેસાયટીમાં જતા અને ત્યાં મેઘડી સાંજના સાડા સાત સુધી કાળજીપૂર્વક નોંધ ઉતરતા રહેતા. સાસાયટીએ કૃતજ્ઞભાવે તેમના નામનો એક સુવર્ણચન્દ્રક સ્થાપ્યો છે જે સંશોધનમાં વિશિષ્ટતા દાખવનાર વિદ્યાર્થીને આપવામાં આવે છે. ૐ, કાણે રાજ અઢાર ક્લાક કામ કરતા. પાછલી વયે પણ કાર્યની તેમની શકિત વિસ્મયજનક હતી. છ વર્ષ પહેલાં એક મુલાકાતમાં એમણે કહેલું કે સાળમાં વર્ષથી મને પેટનો દુખાવો રહ્યો છે. હવે ટેવાઈ ગયો છું. (તેમને આંતરડાનાં ચાંદાંની બીમારી હતી.) હવે અનેક બીમારીઓ છે. એક આંખે દેખાતું નથી. દાકતરે વાંચવાની ના કહી છે, છતાં પાંચેક કલાક તો રોજ વાંચું જ છું. લખવાની પણ દૈવ છૂટતી નથી. બહુ લખવા જતાં આંખમાંથી પાણી આવે...હજીયે બધું લેખન અક્ષરેઅક્ષર હું જ મારી મેળે કરું છું. ૧૯ મહામહોપાધ્યાયને દુ:ખ એ વાતનું હતું કે ભારતીય વિદ્યા (Indology ) વિશે સંશોધનકાર્ય આ દેશમાં નહિવત્ થાય છે. પશ્ચિમે ભગીરશ કાર્ય કર્યું છે. પણ આપણા સમૃદ્ધ વારસા તરફ વળી આપણી સંસ્કૃતિની કથાને આલેખવાનો ને જગત સમક્ષ રજૂ કરવાના હવે આપણા વારો છે. વીસમી સદીના આ ઋષિને નવી પેઢી વિશે ભારે નિરાશા ઊપજી હતી. તેમણે કહેલું : ‘આજે નવી પેઢીમાં વાચન એછું, સાહસ એછું, મહેનત ઓછી છે, થેડી સિદ્ધિ મળી કે કૂદાકૂદ કરનારાની સંખ્યા ઘણી છે. કૉલેજો વધી છે પણ વિદ્રા નથી, સૌ ના કરી માટે ભણે છે. નવી પેઢી આળસુ પણ છે, જેમને પગાર મળે છે તેમાંના અનેક જણ કશું કરતા નથી હોતા. પ્રાધ્યાપકોને ત્રણ મારા ચાલુ પગારે રજા મળે છે પણ જ્ઞાનવૃદ્ધિ માટે તેઓ શું કરતા નથી. નવી પેઢીને આપણા ભારતરત્ન ઋષિનું આ કેવું પ્રમાણપત્ર! અને કેટલું યથાર્થ ! ડા, કાણેએ તેમનો મહાગ્રંથ અંગ્રેજીમાં લખ્યો છે, કારણ તેમની એક નેમ પાશ્ચાત્ય વિદ્વાનોની ભારત વિશેની ગેરસમજ દૂર કરવાની હતી. ભારતમાં ગાળ અને જ્યોતિષશાસ્ત્ર વિશે પ્રાચીન કાળમાં જે જ્ઞાન પ્રવર્તતું હતું તે વિશે કેટલાક વિદ્વાનોએ ભ્રામક ખ્યાલો ફેલાવ્યા છે. 1. કાણેએ પશ્ચિમી વિદ્વાનોનાં મંતવ્યો સમજવા માટે જર્મન અને ફ્રેન્ચ ભાષાઓ પણ શીખી લીધી હતી. તેમના ‘હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર' એ મહાગ્રંથને સંસ્કૃત તેમ જ મરાઠીમાં પ્રગટ થયેલા જોવાની તેમની ઈચ્છા હતી. આ ગ્રંથ આ બે ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉતારવામાં આવે એ જ આ મહર્ષિની સેવાઓનું યોગ્ય તર્પણ ગણાશે. ગિરગામ ખાતેના એમના નિવાસ્થાનને એક રષ્ટ્રીય સ્મારકમાં ફેરવી નાખવાનું સૂચન થયું છે. એમ થશે તે આ મહાપુરુષનું એ એક ઉચિત સ્મારક બની રહેશે અને યુવાન સંશોધકોને એમાં એક અભ્યાસ-તીર્થ સાંપડશે. હિંમતલાલ મહેતા મહાવિનાશક રોકેટ શસ્ત્રો તા. ૨૨ મેથી નિક્સનની સોવિયેત યાત્રા શરૂ થાય છે, તે દરમિયાન વધુ વિનાશક શસ્ત્રો બનાવવાની પ્રવૃત્તિ થીજાવી દેવાના કરાર પર સહીઓ થાય એવી પૂરી વકી છે, સિવાય કે કંઈ વિઘ્ન નડે, આ શસ્રોની ઝાંખી કરવામાં આપણને રસ પડશે, કારણ કે જો આ બે મહારાજ્યો વચ્ચે વિગ્રહ થાય ત। એ મહાવિનાશક શસ્રો આપણા આકાશમાંથી, અથવા કહો કે અવકાશમાંથી પસાર થાય. અમેરિકાની અણુસબમરીના અરબી સમુદ્રમાં, બંગાળના અખાતમાં અને હિંદી મહાસાગરમાં અણુબામ્બથી સજજ રોકેટો ભરીને સમુદ્રની સપાટી નીચે દિવસ ને રાત સરકતી હોય છે. તેઓ બહાર ડોકાયા વિના પોતાનાં રોકેટો છેડી શકે, જે ભરતખંડ અને હિમાલય પરથી રશિયામાં પહોંચી તેનાં લશ્કરી મહત્ત્વનાં મથકોને ફકી દે. એવી રીતે રશિયાનાં અને ચીનનાં આણુશસ્ત્રસજ રોકેટો પણ આપણા દેશ ઉપરથી પસાર થઈ શકે તેમ છે. દુનિયાને એક જ આશ્વાસન છે કે બેમાંથી એકે પક્ષ યુદ્ધ સળગાવવાની મૂર્ખાઈ નહિ કરે, કારણ કે બંને સમાન બળ ધરાવે છે. એક પાસે થોડાં વધુ રોકેટા હોય કે કોઈનાં રોકેટશસ્રો વધુ વિનાશક હોય તેનું મહત્ત્વ નથી, કારણ કે સમગ્ર દુનિયાનો નાશ કર્યા પછી પણ ઘણાં શસ્રો વધી પડે એટલાં શસ્રો દરેક પક્ષ પાસે છે અને દુનિયાના સર્વનાશમાં તેમના પોતાના સર્વનાશનો પણ સમાવેશ થઈ જાય છે! કોની પાસે વધુ વિનાશક શસ્રો છે એ પ્રશ્ન પણ ગૌણ છે, કારણ કે વધારાની વિનાશક શકિત નકામી જ જવાની છે. તેમ છતાં બંને પક્ષા વધુ ને વધુ વિનાશક શસ્ત્રો બનાવ્યે જાય છે, કારણ કે સામે પક્ષ બનાવે છે. પરંતુ આવી શસ્ત્રસ્પર્ધાની નિરર્થકતા અને મૂર્ખાઈ વિશે બંને પક્ષા સભાન બન્યા પછી તેમણે વ્યૂહાત્મક શસ્રો મર્યાદિત કરવાની વાટાઘાટ ( “ SALT ”) એટલે સ્ટ્રેટેજિક આર્મ્સ લિમિટેંશન ટૅક્સ) શરૂ કરી. આ લખાય છે ત્યારે ફિનાલ ન્ડના પાટનગર હેલસિંકીમાં આ વાટાઘાટ સફળ થવાની અણી પર છે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy