SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (6) ૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૯૭૨ અને ખાવા પીવાની પણ પૂરી સગવડ નહિ, આ અપમાન નહિ તે બીજું શું કહેવાય? કેટલાકને નિમંત્રણ આપવામાં આવ્યું છે અથવા તે કેટલા હાજર રહેવાના છે તેને પણ અંદાજ વ્યવસ્થાતંત્રને હતો જ નહિ. બન્યું એમ કે જેણે પંદર રૂપિયા ભરીને હાજર રહેવા સ્વીકાર્યું હતું તેવા ઘણાને આવશ્યક સાહિત્યસામગ્રી પણ મળી નહિ. પછી બીજી સગવડે તે ક્યાંથી મળે? દિલ્હી પ્રદેશના કે શહેરના વિદ્યાર્થી જેવા લાગતા યત્રતત્ર સાહિત્યસામગ્રી લઈ ફરતા જણાતા હતા જયારે દૂરદૂરથી આવનાર સદસ્યને તે સામગ્રી માટે ફાંફાં માર્યા છતાં તે મળી નહિ – આ હતી વ્યવસ્થા !' * સામગ્રી ન મળવાને કારણે કયાં શું થઈ રહ્યું છે તેની પૂરી માહિતી રાભ્યોને મળી નહિ અને વિશાળ. વિજ્ઞાન ભવનમાં યત્રતત્ર આંટો મારવા પડયા. રાત્રે નાટકો થયાં, અને તે સંસ્કૃતમાં. વળી સમાપનમાં શ્રી સુબ્યુલમીનાં સંસ્કૃત ગીતાને કર્યક્રમ હતો તે ઘણો જ રેચક બન્યો. આમ સારવાળે જોઈએ તે માટે ખર્ચે એક મેટે મેળે ભરાયે અને અનેક દૂર - નજીકના મિત્રોને મળવાની સગવડ મળી ગઈ. ચર્ચા - વાર્તા થઈ એ લાલા ગણાય. વળી આ નિમિત્તે કેટલાક સારા નિબંધ પણ લખાયા. પરંતુ જો તેમાંથી ચૂંટીને તે છાપવામાં આવે તે સંસ્કૃત વિદ્યામાં એક રાષ્ટ્ર પ્રદાન થયાને અંતેય લઈ શકાશે. આન્તરરાષ્ટ્રીય પ્રાય વિદ્યા સંમેલન અહીં આ જ વિજ્ઞાન ભવનમાં ભરાયું હતું. તેની જે વ્યવસ્થા હતી, તેના પ્રોગ્રામની જે નિયત વ્યવસ્થા હતી તેમાંથી આ સભાના આયોજકો કશું શીખ્યા હોય તેમ લાગતું નથી. અન્યથા એથી પણ સારી રીતે આ વિશ્વ સંસ્કૃત સંમેલન ભરી શકાયું હોત અને તેની નિષ્પત્તિ પણ લાભદાયક થઈ હોત. આપણા આજકે નવું શીખવામાં માનતા નહીં હોય તેમ જણાય છે. વળી ઉત્તર-દક્ષિણને સંદામાં આ સંમેલનમાં પણ દેખાય. ઘણા ઉત્તારના વિદ્રને દક્ષિણને મળતા પ્રાધાન્ય વિષે ટીકા કરી રહ્યા હતા. જેમાં કેટલું યથાર્થ અને કેટલું અયથાર્થ તેની ચર્ચામાં ન પડીએ પણ આ ભાવનાને પડઘે અહીં વિદ્વત્તાને ક્ષેત્રે પણ પડે છે તે હવે અખંડ ભારતના અવાજમાં નિરકાશ બની જવા જોઈએ એ તરફ આયોજકોએ અવશ્ય ધ્યાન આપવું જોઈએ lી ટાંકણે નેશનલ મ્યુઝિયમમાં શિલાલેખ, ચિત્રકળા અને હસતતેનું ઘણું સારું પ્રદર્શન ગોઠવાયું હતું અને તેને લાભ વિદ્રાનેએ લીધા. અમારા વિદ્યામંદિરમાંથી પણ સચિત્ર હતપ્રતા એ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. આ જ દિવસમાં દિલ્હીમાં તિરરાષ્ટ્રીય પુસ્તક–વર્ષના અનુસંધાનમાં યુનેસ્કોની સહાયથી દેશ - વિદેશનાં પુસ્તકોનું પણ પ્રદર્શન ભરાયું હતું. આયોજન સુંદર પણ આપણા દેશની પુસ્તકસમૃદ્ધિને ખ્યાલ દેવામાં નિષ્ફળ હતું તેમ કહી શકાય. દલસુખ માલવણિયા ભૂલ-સુધારે તા. ૧-૪-૧૯૭૨ના અંકમાં પાનાં ૨૯૪ ઉપરને ભરપેરે કાવ્યમાં બીજી લીટીમાં ‘’ અક્ષર છપાયો નથી એટલે પહેલો શબ્દ “ફ લ’ વાંચો. એ જ કાવ્યમાં ૧૪મી લીટીમાં પહેલે શબ્દ “આભમાં છે છપાયો છે તે “આભ માંહે એમ વાંચવું. તા. ૧૬-૪-૭૨ના અંકમાં પાના ૩૧૪ ઉપર “હું અલ્પજ્ઞ છું” એ મથાળાની નીચે પહેલી લીટીમાં તા. ૧૨-૭-'૭૨ છપાઈ છે તે ૧૨-૭-૬૨’ વાંચવી, નતંત્રી વીસમી સદીના મહર્ષિ : ડો. પી. વી. કાણે ભારત ષિઓની ભૂમિ ગણાય છે. પ્રાંરીન કાળના ઋષિની ચાદ જગાડે એવા એક ઐષિએ ગયે મહિને આપણી વચ્ચેથી વિદાય લીધી. ભારતીય ધર્મ-સંસ્કૃતિના વારસાનું નવસંસ્કરણ કરીને જગત સમક્ષ ભારતીય વિદ્યાઓની સમૃદ્ધિને યથાર્થ રૂપે રજૂ કરવાની નેત્રદીપક કામગીરી બજાવનાર મહામહેપાધ્યાય છે. પાંડુરંગ વામન કાણેના ૯૦ વર્ષની પરિપકવ વયે ૧૮ એપ્રિલ, ૧૯૭૨ના રોજ નીપજેલા અવસાન સાથે પરંપરાને એક તેજસ્વી તારલે ભારતીય નમંડળમાંથી જાણે લુપ્ત થશે છે. મહામહોપાધ્યાયનું એક પ્રખર તેજરેખા સમું જીવનકાર્ય ભાવિ પેઢીઓને રદીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. વર્તમાન સમયમાં વિરલ ગણાય એવું, એક તારવીના જેવું કર્મઠ ને સાદું જીવન તેઓ જીવી ગયા. “સાદી રહેણીકરણી અને ઉચ્ચ વિચારના સૂત્રને તેઓ ચરિતાર્થે કરી ગયા. - ગિરગામના નીચલા મધ્યમ વર્ગીય લોકોના ગીર વિસ્તારમાં વાડીની આગલી ચાલના બીજા માળ પરની બે એારડાની ભાડાની ખેલીએ એમને માટે ‘આકામની ગરજ રારી. સાદી રીતે સજાવાયેલી પણ તદ્દન સ્વચ્છ અને સુઘડ એવી આ ખેલીમાં જ એમણે એમના મહાગ્રંથ “હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર'સર્જન કર્યું. ટાઈપરાઈટર અને સ્ટેનોગ્રાફરના આ યુગમાં તેમણે વીસ હજાર જેટલાં પાનાંની હસ્તપ્રત ક્લમ અને ખડિયા વડે જાતે જ લખીને તૈયાર કરી હતી, કામ કરવા માટે તેમને એરકન્ડિશનિંગ કે અદ્યતન ખુરશીટેબલના વૈભવની જરૂર પડી ન હતી. તેમના ખંડની બહાર ચાલીમાં બાળકો ક્રિકેટ રમતાં હોય, બૂમબરાડા પાડતાં હોય, મેટેરાંએ ટેળટપ્પાં ને વાર્તાવિદ ચલાવતાં હોય, પણ ડા”. કર્ણને પિતાના કાર્યમાં તેથી ખલેલ પડતી નહિ. તેઓ એકચિત્તે પિતાનું લેખનકાર્ય ચલાવી શકતી. તેમનું ટેબલ તદ્દન જનું અને ઘસાઈ ગયેલું હતું. ખંડમાં સર્વત્ર પડી જ નજરે પડતી. હા, એક કબાટની ઉપર સરસ્વતીની એક છબિ ટીંગાતી રહેતી. પોતાના પુત્રના વિદ્યાવ્યાસંગ વિશે વિદ્યાદેવી રાતત નજર રાખતાં હતાં! ૧૮૮૦ને મની ૭મીએ જન્મેલા પાંડુરંગે શાળાનું શિક્ષણ દાપેલીમાં લીધું હતું. તેમના પિતા ત્યાં વકીલાત કરતા. ૧૮૯૭માં મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા પછી ૧૯૦૩માં સંસ્કૃત અને અંગ્રેજી સાથે એમ. એ. થયા અને ઝાલા વેદાન્ત પારિતોષિક પ્રાપ્ત કર્યું. નબળી આર્થિક સ્થિતિને કારણે ૧૯૦૪માં તેઓ રત્નાગિરિની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્રણ વર્ષ બાદ મુંબઈ ખાતે એલિફન્સ્ટન હાઈસ્કૂલમાં સંસ્કૃતના મુખ્ય શિક્ષક તરીકે તેમની બદલી થતાં ૧૯૦૮માં એલએલ. બી. પૂરું કરવાની તેમને સુવિધા સાંપડી. બીજે વર્ષે તેઓ એલિફન્સ્ટન કૅલેજમાં સંસ્કૃતના પ્રૉફેરાર બન્યા, પણ ડેક્કન કૅલેજમાં એક નિમણુક સંબંધમાં સ્વમાન ઘવાયા જેવી ઘટના બનતાં તેમણે શિક્ષણક્ષેત્ર છે.ડયું અને વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ' વકીલ તરીકે હિન્દુ ધારાની બાબતમાં તેમને શબ્દ પ્રમાણભૂત મનાતા. મુંડન કરાવ્યા વિનાની વિધવા પંઢરપુરના મંદિરમાં વિઠોબાની મૂર્તિને ચરણસ્પર્શ કરી શકે નહિ તેવી પુરોહિતેની જોહુકમીને તેમણે પડકારી હતી અને અદાલતમાં વેદિક સૂત્રે તથા સાંસ્કૃતિના પ્રખર જ્ઞાનના બળે તેમણે પુરોહિતેને પરાજય આપ્યો હતો. કાનૂની ક્ષેત્રે આવા ઘણા વિજયે તેમણે મેળવ્યા હતા. જીવનમાં વણમાગ્યાં માન-અકરામ એમને મળતાં રહ્યાં.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy