________________
તા. ૧૬-૫-૧૯૭૨
લાઓના પણ અપવાદ વિના) એ ગંભીર વિષયના પ્રવચનનો, બપોરના ભાજન પછી એરકન્ડિશન્ડ હાલમાં કેટલા આસ્વાદ લઈ શકે છે એ દેખાઈ આવતું હતું. વિવેચન વિભાગના પ્રમુખ ડૉ. યંત પાઠકે તથા સંશોધન વિભાગના પ્રમુખ ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આપેલાં અભ્યાસનિષ્ઠ પ્રવચન, પ્રમુખના પ્રવચન સહિત, ખરેખર મૂલ્યવાન ગણાય.
પ્રબુદ્ધ જીવન
સાહિત્ય પરિષદના અધિવેશનનું એક નબળું પડનું જતું અંગ તે અભ્યાસી નિબંધોનું છે. એનું કારણ નિબંધ - વાંચનના કાર્યક્રમનું ક્રમેક્રમે અવમૂલ્યન થતું રહ્યું છે તે છે. આ એશિયાળા કાર્યક્રમ આગળપાછળ ઠેલાતા જાય, રદ થાય અને યોજાય ત્યારે નિબંધકારોને બે-પાંચ મિનિટમાં પોતાના નિબંધના સાર બેલી જવાનું કહેવામાં આવે. પરિણામે ઓછા અને ઓછા નિબંધ સાહિત્ય પરિષદના અધિવેશન માટે રજૂ થતા આવ્યા છે. આ વખતે પણ બંને વિભાગમાં નિબંધાની સંખ્યા નહિ જેવી જ હતી.
બીજે દિવસે સવારે શ્રી ચંદ્રવદન મહેતાના અધ્યક્ષસ્થાને ‘સાહિત્ય – સાંગમ’ને કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને સંસ્કૃત ભાષાના વિદ્રાન સાહિત્યકારોએ પોતપોતાની ભાષાના સાહિત્યના અંગ્રેજીમાં પરિચય કરાવ્યો હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં અધ્યક્ષસ્થાનેથી પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું અને આખાયે કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું.
ત્રીજે દિવસે સવારે પરિચયવિધિ અને પ્રાસંગિક પ્રવચનો થયાં, કારણ કે કોઈ નિશ્ચિત કાર્યક્રમનું આયોજન થયું ન હતું. એ પ્રવચનેામાં શ્રી ઉમાશંકર જેષી તથા શ્રી ચંદ્રવદન મહેતાનાં પ્રવચનો શ્રેાતાઓને સંતોષે એવાં નોંધપાત્ર હતાં.
પરિષદના અધિવેશનમાં બીજા કેટલાક કાર્યક્રમે—ઉદ્ઘાટન, પ્રકાશનવિધિ, પારિતોષિક – વિતરણ વગેરે યોજાયા હતા, પણ એમાં પણ અધિવેશન અને એના મુખ્ય કાર્યક્રમાનું ગૌરવ સચવાય એ રીતે એ યોજવાની જરૂર છે. મનોરંજન - કાર્યક્રમ ભાડૂતી હતા, એથી વિશેષ એને માટે કહેવાની જરૂર નથી.
એકંદરે આ વખતના અધિવેશનના અનુભવ સૌને એવ થયો છે કે જેથી સમગ્ર કાર્યક્રમનું નવેસરથી હવે આયોજન કરવાની જરૂર રહે છે.
પ્રો. રમણલાલ શાહ
વિશ્વ સ ંસ્કૃત સ ંમેલન
માર્ચ ૨૬ થી ૩૧ સુધી નવી દિલ્હીમાં વિશ્વસંસકૃત પરિષદનું આયોજન ભારત સરકાર તરફથી થયું હતું. તેમાં દેશ - વિદેશના હજાર ઉપરાંત સંસ્કૃતના વિદ્રાનો હાજર હતા. તેનું ઉંદઘાટન રાષ્ટ્રપ્રમુખે કર્યું. પછી પાંચ વિભાગમાં નિબંધવાચન ક્યું. લગભગ પાંચસે નિબંધો લખીને વિદ્રાનોએ મોક્લ્યા હતા. લેખકોમાંથી બધા જ હાજર રહી શકયા ન હતા. પ્રથમ જાન્યુઆરીમાં આ પરિહૃદ થવાની હતી પરંતુ યુદ્ધને કારણે સ્થગિત થઈ હતી તે કારણે અમુક વિદેશી અને દેશી વિદ્રાનો હાજર રહી શક્યા ન હતા.
સંસ્કૃત ભાષાનું વિવિધ વિષયોમાં વેદકાળથી માંડીને આજ સુધી જે ખેડાણ થયું છે તે બધું જ આવરી લેવાનો અહીં પ્રયત્ન થયા તેને બદલે જો વિષયમર્યાદા નક્કી થઈ હોત અથવા દિવસોની મર્યાદા વધારવામાં આવી હોત તો વિષયાને ન્યાય આપી શકાત પણ તેમ ન થયું તેથી ચર્ચામાં જે અવકાશ મળવા જોઈએ તે મળ્યા નહિ.
વળી તે તે પ્રાન્તમાં સંસ્કૃતમાં શું પ્રદાન છે એ પ્રકારના વિભાગે તે પ્રાન્તવાદ વિદ્રાનોમાં પણ કેવા ઘર કરી ગયા છે તે બતાવી આપ્યું. દેવ કયાં થયો – આવા વિવાદો બહુ જાણીતા છે તે પુન: ચર્ચા પરિષદમાં પણ ચર્ચાયા.
'''''
૧૭
આયુવે દમાં વૈજ્ઞાનિક રીતે જે કામ દક્ષિણમાં થઈ રહ્યું છે તે વિષેની ચર્ચામાં જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કહ્યા છે કે મે આટલા શૅગીઓને મધુમેહ મટાડયો છે તો તમે કઈ દવા વાપરી? એના યથાર્થ ઉત્તર ટાળવાનો જ પ્રયત્ન થયો તે બતાવતું હતું કે આમાં વૈજ્ઞાનિકનું વલણ ન હતું પરંતુ વિદ્યાને છુપાવવાનો આપણા જે પારંપારિક નિયમ છે તેનું જ અનુસરણ હતું.
વેદ અને તેના પાઠ માટેની સભામાં જે રસ વિદ્રાનોએ દાખવ્યો તે જોવા જેવા હતા. નવી વાત એ જણાઈ કે હવે બહેનોને પણ વેદપાઠ કરવાની શિક્ષા આપવામાં આવે છે. આમ રૂઢિવાદના ગઢમાં ગાબડાં પડતાં જોઈ શકાય છે. પરંતુ હજી સંસ્કૃત સાથે પ્રાકૃત - અપભ્રંશને સમાવી લેવાની સંસ્કૃત કમિશને ભલામણ કરી હતી તેનો યથાર્થ અમલ બરાબર થતે નથી તે સ્પષ્ટ જણાઈ આવ્યું. આ સંસ્કૃત સંમેલનમાં પાલિ - પ્રાકૃતને કશું જ સ્થાન હતું નહિ તે ખૂદનો વિષય છે.
આ ખામી નિવારવા જૈન વિદ્યાનું નાનકડું સંમેલન આ અવસરે વિજ્ઞાન ભવનમાં યોજવામાં આવ્યું, પરંતુ તેમાં સંસ્કૃતના દિગ્ગજો ગણાતા કોઈએ પણ હાજરી આપી નહિ. કેટલાક વિદેશી વિદ્રાનાની હાજરી આ સંમેલનમાં ધ્યાન ખેંચતી હતી પરંતુ સંસ્કૃતના વિદ્વાનોની ઉપેક્ષા તરી જ આવતી હતી.
તેરાપંથી સમાજના સાધુઓ પોતાની પ્રતિષ્ઠાના માહમાં વિવેક ગુમાવે છે તેનું એક ઉદાહરણ અહીં જોવા મળ્યું. આ અવ સરનો લાભ લઈ વિજ્ઞાન ભવનમાં જ અવધાનના પ્રયોગો થયા તે વિષે ટીકા કરવાનો આ અવસર નથી. પરંતુ તેરાપંથી સમાજ તરફથી અતિથિઓને ભેજન માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં જે વિવેકરહિત દેખાવ કરવામાં આવ્યો તે ખરેખર શરમજનક હતો, પ્રારંભમાં વિદેશી વિદ્વાનોને બોલાવીને અમુક પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં. તે તો ઠીક પરંતુ પછી જે તેમની ભાષણપરંપરા શરૂ થઈ – લાઉડસ્પીકર દ્વારા — તે તો ખરેખર શરમજનક હતી. અમે અને અમારા આચાર્ય પદયાત્રા કરીને કેવા ધર્મપ્રચાર કરીએ છીએ અને આજે જ અમારામાંના એક મુનિ કલકત્તા તરફની પદયાત્રા શરૂ કરે છે તે આજનો શુભ અવસર છે – એવી એવી અસંબદ્ધ વાતોનાં ગૂંથણાં શરૂ થયાં તેમાં એ પણ ન જોવાયું કે આવા અતિથિને શાંતિથી ભાજન કરવા દઈએ. કાન ફાડી નાખે એવા અવાજ વચ્ચે ભાજનનો રસ વિદ્રાનો માણી શક્યા નહિ અને આ આયોજનની ટીકા કરતા જોવા મળ્યા, ભાજનવ્યવસ્થા ઉત્તમ છતાં મુનિઓના અસંબદ્ધ ભાષણાંએ તેના ઉપર પાણી ફેરવી વાળ્યું.
સરકારી વ્યવસ્થા વડે થતી આવી પરિષદોમાં ઢાળદમામા
પણ વ્યવસ્થાની ખામી, એ હવે આપણી સરકારનું સામાન્ય લક્ષણ થઈ ગયું લાગે છે. લાગવગ જેની વધારે એ તેના તંત્રના સંચાલનમાં હોય. એટલે વ્યવસ્થામાં શિથિલતા આવ્યા વિના ન જ રહે.
નિમંત્રણ આપીને લખાણ મગાવ્યાં એ તો ઠીક પણ તેને વાંચવા - વિચારવા- ચર્ચવાની સમયમર્યાદાને વિચાર તંત્રવાહકોએ કર્યો ન હતો. એટલે મહિના ગાળીને જેણે નિબંધ લખ્યો હોય તેને માત્ર પાંચ કે સાત મિનિટ પણ પૂરી વાંચવા માટે ન મળી અને પછી ચર્ચા માટે તે સમય શાના રહે? આ બતાવે છે કે આયોજન વિનાનું બધું તંત્ર ગોઠવાયું હતું.
વિદેશી વિદ્વાનોમાં અમુક તો શ્રેષ્ઠ કહેવાય તેવા હતા અને તેથી તેમને સગવડ પૂરી અપાય તેમાં કોઈને વાંધા હાય નહિ પણ બધા જ વિદેશી અતિથિના સમાન ભાવે સત્કાર થયો ત્યારે ભારતીય વિદ્રાનાનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને તેમને વર્ગીકરણ પ્રમાણે સગવડ આપવામાં આવી તે તો ભારતીય વિદ્વાનોનું અપમાન જ હતું. શ્રેષ્ઠ ગણાય તેવા ભારતીય વિદ્વાનોને તંબૂમાં ઉતારવામાં આવ્યા