SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૯૭૨ - મક ર - - - - - - - - - શસ્ત્રો માટેની માગણી જોરદાર બની ત્યારથી એક વર્ગ ભારપૂર્વક કહેતે રહ્યો છે કે આપણા દેશે અણુશસ્ત્રો બનાવવાં જ જોઈએ. તેમાં પણ ચીને અણુબૉમ્બ બનાવ્યા પછી દેશના સંરક્ષાણ માટે આપણે ત્યાં પણ અણુશસ્ત્રો હેવાં અનિવાર્ય છે તેવી માન્યતા દઢ થતી જાય છે. શ્રી જગજીવનરામની આ જાહેરાત સરકારી નીતિમાં કાંઈ ફેરફાર સૂચવે છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. આ કોઈ અછડતો ઉલ્લેખ છે કે સરકારી સ્તર ઉપર ગંભીર વિચારણા કરી, યોજિત પગલું છે તે ખબર નથી. પણ વર્તમાનપત્રોએ યોગ્ય રીતે કહ્યું છે કે Atomic options kept openઅણુશસ્ત્રોની સજાવટ માટે માર્ગ મેકળે છે. શ્રી જગજીવનરામની આ જાહેરાતને બીજે દિવસે Indian Institute of Defence Studies and Analysis ! ડાયરેકટર શ્રી સુબ્રમણ્યમે જાહેર કર્યું કે ભૂગર્ભ પ્રાગ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ-Technology અને અણુશસ્ત્રોની સંરક્ષણ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ એક જ છે. એને અર્થ એ થશે કે શ્રી જગજીવનરામના કહેવા પ્રમાણે ભૂગર્ભ પ્રસંગ માટે વૈશાનિક પદ્ધતિ વિકસાવવી એટલે અણુશસ્ત્રોના સંરક્ષણાત્મક ઉપગની પદ્ધતિ વિકસાવવી. શ્રી સુબ્રહ્મણ્યમે વિશેષમાં કહ્યું: "India would use nuclear power for peaceful purposes including if necessary defence .. In the context of current situation and the power structure in this region, a review of the policy may become necessary. If we are able to acquire the technology necessary for underground nuclear explosion, it follows that we have acquired the nuclear technology necessary also for defence purposes and the decision to use this technology for building warheads in large numbers can be taken at a later stage. By then, we may also have acquired the technology necessary for developing a delivery system on the basis of our present space programme." મેં આ અવતરણ પૂરું આપ્યું છે. એ બતાવવા માટે કે શ્રી જગજીવનરામની જાહેરાત દેખાય છે તેટલી નિર્દોષ નથી. કેટલા ઊંડા પાણીમાં ઊતરશું તે શ્રી સુબ્રહ્મણ્યમની કથનથી સ્પષ્ટ થાય છે. સરકાર આટલી હદે જવા તૈયાર છે કે નહિ તે અત્યારે કહેવાય નહિ પણ એ વાત નિશ્ચિત છે કે આ માર્ગે પ્રયાણ શરૂ કર્યા પછી, અંત સુધી આપણને ખેંચી જશે અને અરધે રસ્તે અટકી પડીએ તે બધું Íકારવ્યું નિષ્ફળ જાય. There is no half way house in the armament race. અણુશસ્ત્રો બનાવવા માટે ત્રણ કારણે આપવામાં આવે છે: (૧) સંરક્ષાણ - Security, (૨) અણુશસ્ત્રોના ભયથી આક્રમણ અટકાવવું - deterrent, (૩) મહસત્તાનું પદ પ્રાપ્ત કરવું. સમર્થ વિદ્વાનોએ હકીકત અને દલીલથી બતાવ્યું છે કે આ ત્રણમાંથી એકેય કારણમાં વજૂદ નથી. ગાંધી શાન્તિ સંસ્થાન તરફથી ૧૯૬૨માં અણુશસ્ત્રવિરોધી સંમેલન થયું તેમાં શ્રી બી. એન. ગાંગુલીએ નિબંધ જ કર્યો હતો. Nuclear Arms for Security જેમાં તેમણે બતાવ્યું હતું કે આઈન્સ્ટાઈનનું કથન કે Arms can bring no security કેટલું સારું છે. એણુશસ્ત્રોની હુમલી થાય ત્યારે અચાનક થવાને અને એટલે ઝડપી હશે કે તેને પ્રતિકાર કરવાનો સમય મળે તે પહેલાં વિનાશ થઈ ચૂકયો હશે. કદાચ દેશને કોઈ ભાગ બચી જાય અને પ્રતિહુમલો કરવાની શકિત રહે તે પણ આપણે બચાવ તે નથી જ, સામ દેશને વિનાશ કદાચ કરી શકાય એટલે બન્નેને પૂર્ણવિનાશ થાય. અણુશસ્ત્રોના ભયથી હુમલો અટકાવી શકીએ તે માન્યતા કેટલી ભ્રામક છે તે હકીકત ડો. વી. કે. આર. વી. રાવે The Fallacy of Nuclear Deterrent માં બતાવ્યું છે. તેમણે કહ્યું છે : “So, consider nuclear arms is a national deterrent is only to invite a nuclear race. When nuclear weapons and the capacity to deliver them have both reached a certain level, deterrent has no meaning." અણુશસ્ત્રો ન હોય તે મહાસત્તામાં ગણતરી ન થાય એ માટે ભ્રમ છે. અણુશસ્ત્રોની દેટ ચાલુ રહી તે ઈઝરાયલ જેવો નાને દેશ પણ અણુશસ્ત્રો બનાવી શકશે. વૈજ્ઞાનિક શોધખોળ એટલી ઝડપથી આગળ વધે છે કે આજે બનાવેલ શસ્ત્રો ૬ - ૧૨ મહિના પછી નિરુપયોગી થાય છે. આશુશસ્ત્રો બનાવવાનું એટલું ખરચાળ છે કે દેશનું આર્થિક દેવાળું નીકળે. ખાસ કરીને ગરીબ દેશ માટે ગુનાહિત ગાંડપણ છે. પણ આ બધી દલીલે ગળે ઊતરવી રહેલી નથી. ભય અને તેમાંથી નીપજતે હિંસક બળ ઉપર આધાર, મનુષ્ય માટે સ્વાભાવિક છે. આ લાલચ રોકવા જે ઊંડી શ્રદ્ધા જોઈએ (act of faith) તે વિરલ છે. બધા એક અવાજે કહેશે કે, અણુશસ્ત્રોમાં માન જાતા અને તેની સંસ્કૃતિને વિનાશ છે. પણ ભય અને અવિશ્વાસ એટલા વ્યાપક છે કે સ્વેછીએ અણુશસ્ત્રોને ત્યાગ અતિ વિકટ છે. સાચા અને સારા માર્ગે જવા કોઈકે તો પહેલ કરવી જ પડશે, ગમે તે જોખમ હોય તો પણ. બધા કરે તો અમે કરીએ એવી વૃત્તિથી કંઈ સારું કામ થાય નહિ. નૈતિક અથવા આધ્યાત્મિક વિચારે એક બાજુ રાખીએ અને માત્ર વ્યાવહારિક દષ્ટિએ વિચારીએ તે પણ અણુશસ્ત્રો બનાવવાની નિરર્થકતા જણાઈ આવશે. કોડેઅબજો રૂપિયાને ધુમાડો કરી, નથી રક્ષણ થવાનું નથી આક્રમણ અટકાવી શકવાના, જો આવવાનું હશે તે. નથી સત્તામાં વધારો થવાને. અયુદ્ધ થવાનું જ હશે તે કોઈ બચવાના નથી, જેણે અણુશસ્ત્રો ખડક્યા છે તે પણ નહિ. તેમને વિનાશ પહેલે થશે. અણુશસ્ત્રો નહિ હોય તેના ઉપર કદાચ આક્રમણ કરવાનું મન કોઈને નહિ થાય, બીજા દેશને અણુશસ્ત્રો બનાવતા અને અણુધડાકાએ કરતા અટકાવવા ગાંધી શાન્તિ સંસ્થાને સંમેલન કર્યું અને વિદેશમાં પ્રતિનિધિમંડળ મેકલ્યાં. હવે આપણો દેશ જ, આ માર્ગે જઈ રહ્યો છે તે ગાંધીવાદી, અથવા સર્વોદય આગેવાનો મૌન બેસી રહેશે? બીજા દેશોમાં બન્યું છે તેમ આપણા દેશમાં પણ, વર્તમાન મનેદશા જોતાં અણુશસ્ત્રોને વિરોધ કદાચ અરણ્યરુદન બની રહે. પણ કઈકે તે ઊર્ધ્વબાહો પિકાર કર્યો હતો અને દેશને આત્મા સાવ મરી ગયા નથી એટલું પણ થાય અને સાચી હકીકતો પ્રજા સમક્ષ રજુ કરી, અનિષ્ટ પરિણામેની જાણ કરી, પ્રજામાં જાગૃતિ લાવવી એ વિચારવંત વ્યકિતઓને ધર્મ છે. ૧૦૫-૭૨ ચીમનલાલ ચકુભાઈ - પ્રકીર્ણ નોંધ : એક જૈન મુનિની અહિંસા - અમદાવાદથી મુકિતદૂત' નામે માસિક વિનામૂલ્ય પ્રક્ટ થાય છે. તેના ચિન્તક મુનિ ચન્દ્રશેખર વિજય છે. તેમાં પ્રશ્નોત્તરી આવે છે. જન્યઆરી માસના અંકમાં રેશમી વસ્ત્રના ઉપયોગ સંબંધ એક પ્રશ્નોત્તર નીચે મુજબ છે: સવાલ: પ્રભુભકિતમાં રેશમી વસ્ત્રને ઉપગ કરી શકાય ખરો?’ જવાબ “એમાં કશે વાંધો લાગતો નથી. કેટલાક બંધુઓને સ્કૂલ દષ્ટિથી એમ લાગે છે કે રેશમી વસ્ત્ર હિંસાથી ઉત્પન્ન થતું હોવાથી પ્રભુભકિતમાં તેને ઉપયોગ થઈ શકે નહિ, પરંતુ ધર્મ માત્ર ભૂલ બુદ્ધિથી થઈ શકે નહિ, એને જોવા માટે તો સૂમ દષ્ટિ જ જોઈએ. ‘એક વાત સહુએ રામજી રાખવી પડશે કે જે ધર્મ કરીને
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy