________________
(6)
તા. ૧૬-૫–૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૧૫
આપણને મેક્ષભાવ પામવે છે તે ધર્મ તેની બધી કારમાં સંપૂર્ણ રીતે અહિંસક કિયામુકત જ હોય તેવું હોતું નથી. સામાન્યત: તો એમ જ કહી શકાય કે આપણી સાંસારિક કક્ષામાં આપણે જે ધર્મો કરીએ છીએ, તેમાં કોઈ ને કોઈ હિંસા રહેલી જ છે. સાધુજીવનના વિહારો, વ્યાખ્યાન–નદી ઉતાર વગેરે અંગેમાં શું હિંસા નથી? એટલે હવે એક જ વિકલ્પ બાકી રહે છે કે આવી સ્વરૂપહિંસાને નજરમાં ને લઈને શક્ય તેટલો વધુ અહિંસકભાવ આત્મામાં ઉત્પન્ન થાય તેમ કરવું. એ માટે ગૃહરજીવનમાં પ્રભુભકિત જ ઉત્તમ ઉપાય છે. હૈયામાં જેટલો ભકિતભાવ વધુ ઉછાળા મારશે, તેટલાં અશુભ કાર્યોને વધુ ક્ષય થશે. તેમ થતાં આત્મા વધુને વધુ વિશુદ્ધ બનતાં સંસારત્યાગ કરીને એવું મેક્ષિપદ પામશે જયાં સ્વરૂપહિંસાને પણ અવકાશ નહીં રહે.
હવે મૂળ વાત ઉપર આવીએ. પ્રભુભકિતમાં જે સુતરાઉ વસ્ત્ર પહેરવામાં આવશે તો તેમાં હિંસા નથી? એટલે હિંસાની દષ્ટિએ રેશમી વસ્ત્ર ત્યાજય બની જતું નથી. હવે બેયમાં હિંસા ઉધાર પાસું હોવા છતાં રેશમી વસ્ત્રનું એક મેટું જમા પાસું નજરમાં લાવીએ.
રિશમી વસ્ત્ર પહેરવાથી જ આત્મામાં અમુક પ્રકારની ઉલ્લસિત લાગણીઓ આપમેળે ઉત્પન્ન (charged) થઈ જાય છે, જેના દ્વારા આત્માને પ્રભુભકિતમાં એકરસ બનવામાં વધુ સુગમતા પ્રાપ્ત થાય છે. આ વાત સુતરાઉ વસ્ત્ર માટે સંભવિત નથી. તમને પણ અનુભવથી તરત જ સમજાઈ જાય તેવી આ હકીકત છે. આથી જ વધુ મેટા અહિંસક પરિણામને ઉત્પન્ન કરતે રેશમી વસ્ત્રને લાભ જવા દેવા ન જોઈએ એમ લાગે છે.'
રેશમી વસ્ત્રોના ઉપયોગની હિમાયત અને સમર્થન કરતી બેહૂદી અને સુફિયાણી દલીલોની પિકળતા સ્વયં દેખાઈ આવે છે. પંચમહાવ્રતધારી જૈન મુનિ આવું કથન કરી શકે, તે હકીકત ન હેત તે, માનવામાં ન આવે. સુતરાઉ વસ્ત્રોમાં હિંસા છે માટે રેશમી વસ્ત્રોની અપાર હિંસા પણ ક્ષમ્ય બને છે તે કદાચ મુનિ ચંદ્રશેખરવિજ્યની સૂક્ષ્મ ધર્મબુદ્ધિ જોઈ શકે તે પૂલ બુદ્ધિવાળા સંસારી જીવ જોઈ ન શકે. પણ તેમની સૌથી આશ્ચર્યકારક દલીલ તે રેશમી વસ્ત્રને મેટા જમા પાસાની છે. તેમના મતે (કે નુભવે) રેશમી વસ્ત્રો પહેરવાથી આત્મામાં અમુક પ્રકારની ઉલ્લસિત લાગણીઓ આપમેળે ઉત્પન્ન થઈ જાય છે જેના દ્વારા આત્માને પ્રભુભકિતમાં એકરસ બનવામાં વધુ સુગમતા પ્રાપ્ત થાય છે, જે સુતરાઉ વસ્ત્રો માટે સંભવિત નથી. એનુભવ એવો છે કે રેશમી વસ્ત્રો કે સુગંધી દ્રવ્ય વગેરેના ઉપયોગથી ઈન્દ્રિયોને ઉત્તેજન મળે છે અને આ વસ્તુઓ ભેગવિલોસનાં સાધન છે. આવી વસ્તુઓથી શરીરને ગલગલિયાં થાય છે. આત્મામાં પ્રભુરસ જાગે તે કદાચ મુનિ ચન્દ્રશેખરવિજયને અનુભવ હશે. એમ હોય તે બધાએ, ખાસ કરી બધાં સાધુ-સાધ્વીએએ કાયમ રેશમી વસ્ત્રો જ પહેરવાં અને “મેટા હિસક પરિણામને ઉત્પન્ન કરતો રેશમી વસ્ત્રોને લાભ જવા ન દેવે”.
એ યાદ આપવું અસ્થાને નહિ ગણાય કે આ એ જ મુનિ ચન્દ્રશેખર વિજય છે જે શાસ્ત્રને નામે ભગવાન મહાવીરને ૨૫00 વર્ષ નિર્વાણ મહોત્સવને જોરશોરથી વિરોધ કરે છે, અને જેમની પત્રિાઓનાં લખાણે શાસ્ત્રોના જ્ઞાનથી ભરપૂર હોવાથી સમજવા મુશ્કેલ થઈ પડે છે. ગુજરાત રાજ્ય દારૂબંધી અને લોટરી
ગુજરાત રાજયના શિક્ષણમંત્રી શ્રી ચોખાવાળાના અમુક વિધાનથી એવી ગેરસમજણ ઊભી થઈ કે ગુજરાત રાજ્ય દારૂબંધી હળવી અથવા નાબૂદ કરવા ઈચ્છે છે. તેમનું વિધાન હું એમ સમજો છું કે દારૂબંધીને અમલ નિષ્ફળ ગયો છે અને તેથી વધારે કડક અમલ થવું જોઈએ. પણ નાણામંત્રી શ્રી કાન્તિલાલ ઘિયાનું વિધાન સ્પષ્ટ
હતું કે રાજયને આવક થાય તે માટે દારૂબંધી હળવી કરવી જોઈએ અને જયે, બીજાં રાજયોની પેઠે, લૉટરી કાઢવી જોઈએ. મુખ્ય મંત્રી શ્રી ઘનશ્યામભાઈ દારૂબંધીના કડક અમલના હિમાયતી છે તેમ લાગે છે. દારૂબંધીને અમલ નિષ્ફળ ગયો છે તે હકીકત છે. આ નિષ્ફળતાનાં ઘણાં કારણે છે, જેમાંનું, મારા નમ્ર મતે, મુખ્ય કારણ, આ અમલ કરવ'ની જેમની મુખ્ય જવાબદારી છે તે પ્રધાને, મેજિસ્ટ્રેટ અને પિલીસની દારૂબંધીમાં અશ્રદ્ધા કે જેણે દારૂબંધીને એક મજાક બનાવી છે અને ભ્રષ્ટાચારનું સાધન બનાવ્યું છે. બીજું કારણ શિક્ષિત અને ધનિક વર્ગને દારૂ માટે વધતો શેખ અને દારૂબંધીને ઉપહાસ. ત્રીજું કારણ સામાજિક કાર્યકરો અને સરકાર, જેને પક્ષે દારૂબંધીની સફળતા માટે કરવું જોઈતું પ્રચાર અને શિક્ષણકાર્ય અને બીજા આનુષંગિક પગલાંઓને સર્વથા અભાવ. ટેક્સંદ કમિટીના અહેવાલે ભારપૂર હકીકતે આપી છે તેની ઉપેક્ષા થઈ છે. દેશની હવા જ એવી છે. આ સંબંધે શ્રી પ્રબંધ ચેકસીને એક મુદ્દાસરને લેખ આ અંકમાં અન્યત્ર પ્રકટ થાય છે.
દારૂબંધીને અમલ નિષ્ફળ ગયું છે અને તેને કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે અને રાજયને માટે આર્થિક નુકસાન થાય છે તેવી દલીલમાં કાંઈક વજૂદ છે એમ કહેવાય. પણ રાજયે લૉટરી ચલાવવી તેને કોઈ બચાવ કલ્પી શકાતું નથી. ગીરવૃત્તિ ઉત્તેજી આવક કરવી હોય તે મટકાના જુગારને વિરોધ કેમ થાય? હું આશા રાખું છું કે આવક કરવાની આવી લાલચમાંથી ગુજરાત રાજય બચી જશે. ડૉ. વિનેદ શાહનું આત્મસમર્પણ
ખેતીવાડી સંશોધન કેન્દ્રના એક યુવાન અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકની આત્મહત્યાએ ખેદ અને રોષની લાગણી પ્રકટ કરી છે. ર્ડો. વિનેદ શાહ એક અતિ સુખી કુટુમ્બના હતા. માત્ર ભરણપોષણ માટે તેમને નેકરી કરવી પડે તેમ ન હતું. પિતાના કુટુમ્બની ખેતીવાડી છે અને પોતે મોટા પાયા ઉપર પિતાના જ્ઞાનનો ઉપયોગ કરી વિશાળ ખેતી વિક્સાવી શકત અને કદાચ સારી કમાણી કરી શકત. પણ સંશોધનને શેખ અને કાંઈક દેશસેવાની ભાવના ખેતીવાડી સંશોધન કેન્દ્રમાં તેમને ખેંચી ગઈ. દુર્ભાગ્ય અનુભવ બહુ કડવો થયો. તેમને અંગત હાનિ અતિ ગૌણ હતી. તેમને પ્રોફેસર તરીકે નિયુકત કરવા જોઈતા હતા, પણ લાગવગશાહીથી તે ન બન્યું. જે પદ ઉપર તે હતા તેને પગાર રૂ. ૧૧૦૦ થી ૧૪૦૦નો હતે. પ્રોફેસરપદને પગાર ૧૧૦૦ થી ૧૬૦૦ છે. આર્થિક લાભહાનિ નજીવી કહી શકાય. આવા અન્યાય આ કેન્દ્રમાં ચાલ્યા જ કરે છે. પણ વધારે ગંભીર વસનું તે સંશોધનની ગેરરીતિઓ બાબત હતી. ડાયરેકટરને પસંદ હોય તેવી હકીકતે ભેગી કરી તેમની માન્યતાઓ કે અભિપ્રાયને પુષ્ટિ મળે એ બધું સંશોધનને નામે ચાલે. આ બધી હકીકતો પ્રત્યે ડે. વિનોદ શાહે પોતે ડાયરેક્ટર ઉપર લખેલા પત્રમાં ભારપૂર્વક ધ્યાન ખેંચ્યું છે.
3. વિનેદ શાહે આત્મહત્યા કરી તેમાં કેટલાકને કદાચ ઉતાવળિયું પગલું લાગે. પણ અન્યાયની વ્યાપકતા અને તે માટેનું તીવ્ર સંવેદન વ્યકિતની પિતાની ભાવના ઉપર આધાર રાખે છે. જીવ કાઢી નાખવો સહેલું નથી. અન્યાયની પ્રતિકારને બીજો કોઈ માર્ગ ન સૂઝે ત્યારે વ્યકિત આવું અંતિમ પગલું લેવા પ્રેરાય છે. તેમાં પણ સ્વાર્થ ન હોય અથવા નજીવો હોય અને બલિદાન શુદ્ધ હોય ત્યારે આદરને પાત્ર બને છે. આ કેન્દ્રમાં આવા વૈજ્ઞાનિકને આ ત્રીજો ભાગ હતો ને ડો. શાહે પિતાના પત્રમાં લખ્યું છે: વધુ એક બલિદાન અનિવાર્ય છે અને પિતાની પેઠે બીજા પણ જે અન્યાયને ભેગમાં થઈ રહ્યા છે તેવા વૈજ્ઞાનિકોનાં નામ આપી તેમને ન્યાય આપવા વિનતિ કરી છે.
ડે. સ્વામીનાથન ઉપરને ડો. શાહને પત્ર મુદ્દાસર, હકીકત ભરપૂર અને ગૌરવપૂર્ણ છે. આ બનાવે પાર્લામેંટનું ધ્યાન સારી પેઠે ખેંચ્યું છે અને આપણે આશા રાખીએ કે આ બલિદાન નિષ્ફળ નહિ જાય. છેવટ તે Some body has to bear the cross.
–ચીમનલાલ ચકુભાઈ