SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મણિ પુરી નૃત્યકલા [‘ઝવેરી સિસ્ટર્સ ”ના નામે ભારતભરમાં અને ભારત બહારના અનેક દેશેામાં મણિપુરી નૃત્ય માટે ખૂબ જાણીતાં એવાં શ્રીમતી નયનાબહેન ઝવેરીએ ‘સર્વોદય શિક્ષણ સંઘ’ના ઉપક્રમે તા. ૨૬-૯-૭૧’ના રોજ ‘નૃત્યકલા અને શિક્ષણ’ એ વિષય પર એક મનનીય પ્રવચન આપ્યું હતું, જેનો મહત્ત્વનો સારભાગ નીચે આપવામાં આવે છે. બ્લૅવાટ્કી લેાજના સ્ટેજ પર તેમના ટ્રૂપની ત્રણ બહેનો રંજના, દર્શના અને કલાવતીએ મણિપુરી શૈલીના નૃત્યના તમામ પ્રકારોનું મૃદંગના તાલની સાથે એક સુંદર Demonstration પણ આપ્યું હતું. તા. ૧-૫-૧૯૭૨ છેક ૧૯૪૫થી આ બહેનેએ તેમના ગુરુ શ્રી બિપિનસિંગની સાથે રહીને અથાક પ્રયત્નો દ્વારા મણિપુરી નૃત્યકલામાં પ્રવીણતા પ્રાપ્ત કરી છે અને દેશપરદેશમાં તેના પ્રચાર અર્થે અત્યંત પરિકામ કરીને ભારતના આ સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. ગુજરાત આ બહેનો માટે ખરેખર ગૌરવ લઈ શકે તેમ છે. –તંત્રી] આનંદઉમંગમાંથી સહસા - માનવદેહમાંથી પ્રગટ થતું નૃત્ય ભાષાના ઉદ્દ્ભવ કરતાં પણ પ્રાચીન છે. હસ્તમુદ્રા દ્વારા અર્થસૂચન અને મુખાભિનય દ્વારા ઊર્મિની અભિવ્યકિત માનવી આરભથી કરતા રહ્યો છે. પ્રકૃતિનું અનુપમ સૌન્દર્ય નિહાળી તથા પ્રેમીઓનાં મિલનના હર્ષમાંથી સહજપણે અંગ નાચી ઊઠતું. આજે પણ વનમાં રહેતા આદિવાસીઓના નર્તનમાં તાલબદ્ધતા, ધીમા લયમાંથી ક્રમબુદ્ધ ત્વરિત લય પર જવું, સમૂહમાં અમુક પ્રકારનાં પદચાલન અને અંગમમરાડ નિહાળવા મળે છે. તેઓના જીવનનું પ્રતિબિંબ પાડતાં ભાલા નૃત્ય કે શિકાર - નૃત્ય પણ હોય છે. ગ્રામજનોમાં પ્રચલિત લોકનૃત્યો કાપણીના આનંદમાં, દેવને રીઝવવા કે સ્તુતિરૂપે કે સૃષ્ટિની ઉત્પત્તિની પ્રાચીને માન્યતા દર્શાવતા સમૂહમાં નર્તન થાય છે. ગુજરાતમાં દુર્ગામાતાના પૂજન માટે થતા નવરાત્ર ઉત્સવમાં ગરબાગરબી - તાળી સાથે ગાળાર્કમાં થતું નર્તન, કે રાજસ્થાનમાં સામાજિક આનંદના પ્રસંગે થતું ઘુમ્મર, પંજાબનું ભાંગરા કે મહારાષ્ટ્રની લાવણી કે માછીમારોનું હલેસાં સૂચવતું નર્તન એમ વિવિધ પ્રદેશના ધાર્મિક અને સામાજિક જીવનનું પ્રતિબિંબ પાડતાં વિવિધ લોકનૃત્યો થાય છે. આમાં બાળકથી માંડીને વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ બધાં જ આનંદોલ્લાસથી ક્લાકો સુધી મંદિરના મંડપમાં કે ખુલ્લા મેદાનમાં નૃત્યની રમઝટ માણે છે. ભૌતિક તથા આધ્યાત્મિક સંસ્કૃતિ વધતાં, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, ચિત્ર એમ સહુ ક્લાઓમાં વિકાસ, સમૃદ્ધિ જણાવા લાગી. નૃત્યમાં તો સંગીત અને સાહિત્ય - કાવ્યના સુભગ સમન્વય છે. વિવિધ તાલરચના અને તેના અલંકારરૂપ પ્રસ્તારોની છંદોલયયુકત રચના અને ઊર્મિપ્રધાન કાવ્યોથી નૃત્ય વધુ સમૃદ્ધ બન્યું છે. નૃત્યમાં વિવિધ અંગભંગિમા, પદચલના, હસ્તકાભિનય, મુખાભિનય, હસ્તરેચક, ભ્રમરી ઈત્યાદિમાં ઉત્તરોત્તર વિવિધતા અને વિકાસ થતા ગયો. આ શાસ્ત્રીય નર્તન વિવિધ પ્રદેશમાં વિવિધ રીતે વિકાસ પામ્યાં - જેમ કે ઉત્તર ભારતમાં મણિપુરી, કથક અને દક્ષિણ ભારતમાં ભરતનાટયમ્, કથકલી, કુચીપુડી, ઓડિસી, મેાહિનીઅટ્ટમ ઈત્યાદિ, દેવને પ્રસન્ન કરવા માટે દક્ષિણના મંદિરોમાં દેવદાસીઓ નૃત્ય કરતી. ઉચ્ચ શાસ્રીય પ્રકારે ખીલેલી એ નૃત્યકલાએ કાળક્રમે પડતીની દશા પણ નિહાળી. છેલ્લાં થેાડાં વર્ષોમાં ક્લાક્ષેત્રે નવજાગૃતિ - નવચેતના આવવાથી ફ્રી એ શાસ્ત્રીયતાની સમૃદ્ધિ પામી શકી છે. આજે એ ભરતનાટયમ તરીકે પ્રસિદ્ધ છે. અંગભંગિમાનું મૂતિકલા જેવું સૌન્દર્ય, પદચલનની વિવિધતામુકત ‘ડાઉ’ તાલ અને છ ંદોલયની અટપટી જટિલ રચના, દૈવી પાત્રાના શૃંગારરસપ્રધાન સૂક્ષ્મ ભાવાના નિરૂપણથી શૈલી કલામયરસવાન બની છે. ખુલ્લાં ચાગાનામાં મોટા દીવડાની જ્યોતમાં કથકલી નૃત્યશૈલીમાં ભજવાતી મહાભારત, રામાયણની કથામાં અર્જુન, ભીમ, શ્રીકૃષ્ણ, રામ, સીતા, હનુમાન જીવંત પાત્રા બને છે. તેઓના ઉચ્ચ દૈવી રાજવી પ્રભાવશાળી ચરિત્ર અને વ્યકિતત્વ, તેના ક્લાત્મક ભરાવદાર પહેરવેશ અને ગૌરવાન્વિત ચલના દ્વારા અભિવ્યકત થાય છે. પાત્રાદ્નારા દીવાર્તાલાપ અને વર્ણના અભિવ્યકત કરતી હસ્તકાભિનયપૂર્ણ ભાષા તરીકે વિકસિત થયું છે. શૃંગાર, કણ, વીર, રૌદ્ર, ભયાનક, ઈત્યાદિ રસાના નિરૂપણમાં મુખાભિનયનો મહત્ત્વનો ફાળા રહે છે. ઉત્તર ભારતમાં મોગલ રાજદરબારમાં વિકાસ પામેલું થક નૃત્ય બાદમાં, લખનઉ ઘરાણા અને જયપુર ઘરાણાની શાખાઓ તરીકે પ્રસિદ્ધ થયું. લખનઉ ઘરાણાનું લક્ષ્ય ભાવાભિનયમય નૃત્ય પર રહ્યું જ્યારે જ્યપુરી શૈલીમાં તાલ - તાડા, પદચલનના તત્કાર અને ભ્રમરીઓ પર ધ્યાન કેન્દ્રિત થયું . મણિપુરવાસીમાં ધર્મભાવના જેટલી પ્રબળ છે, એટલા જ ઊંડો કલાપ્રેમ છે. મણિપુરમાં ગૌડીય વૈષ્ણવધર્મ ૧૮મી સદીમાં અંગીકાર કરવામાં આવ્યો ત્યારથી ધાર્મિક સંકીર્તનમાં મૃદ ંગચલન તથા કરતાલચલન અને રાસલીલામાં તાંડવ અને લાસ્ય નર્તનના વિનિયોગ થયો. ધર્મના આશ્રયે મણિપુરી નર્તન વિકાસ પામ્યું હાવાથ તે ભકિતપૂર્ણ, ભાવનાશીલ તથા તેનું અંગચલન સંયમપૂર્ણ રહ્યું છે. પ્રજા સમૃદ્ધ અને ઊંમિવંત હોવાથી સૈકાઓથી નર્તન - સંગીત તે તેમના જીવનનું મહત્ત્વનું અંગ બન્યાં છે. જાણે આ પ્રજા ગાંધર્વલાકની વંશજ ન હેાય! આદિ નર્તન ‘લાઈહરાવબા'માં તેા નાના બાળકથી માંડીને વૃદ્ધ પણ જોડાય છે. ‘માઈલી’(દેવાની આનંદક્રીડા)- પૂજારણ દેવદેવીઓનું આવાહન, સત્કાર, પૃથ્વી અને માનવનું સર્જન તથા માનવીની જીવન ક્રિયા। નર્તન દ્વારા પ્રદર્શિત કરે છે. નર્તન કીર્તન દ્વારા શ્રીકૃષ્ણની ભકિત કરનાર ગૌડીય વૈષ્ણવપંથ મણિપુરવાસીઓએ સહજ રીતે સ્વીકારી લીધા. શ્રીકૃષ્ણની ગોકુળ - વૃન્દાવનલીલાના પ્રસંગે નર્તન - સંગીતની રમઝટથી ઊજવાય છે. શ્રીમદ્ ભાગવતના રાસપંચાધ્યાયમાં વર્ણવેલ રાસલીલા અત્યંત કલાત્મક રીતે મહારાસ નૃત્યનાટિકા રૂપે ભજવાય છે. ગેપીઓ તથા રાધાને કૃષ્ણભકિત માટે ગર્વ ઉદ્ભવતાં શ્રીકૃષ્ણ તેનું કઈ રીતે ખંડન કરે છે અને ત્યાર બાદ સવે અહંકાર ત્યજીને તેમની સ્મૃતિ, પ્રશસ્તિ કરતાં વિરહવેદનાથી વ્યાકુળ બની કૃષ્ણમય બની, કૃષ્ણના જીવનપ્રસંગે નાટયરૂપે ભજવે છે ત્યારે કૃષ્ણજી સર્વ ગેાપીઓ જોડે અનેક રૂપ ધારણ કરી સર્વે ને ઈશ્વરતાદાત્મ્યનો અનુભવ કરાવે છે. જાણે આત્માનું પરમાત્મા જોડે મિલન સધાય છે. હોળી ક્રીડાયુકત વર્તતરાસ, કુંજરાસ તથા નિત્યરસની નૃત્યનાટિકાઓનું ભકતજન મંદિરના મંડપમાં રસદર્શન કરે છે. વૃન્દાવનમાં ગાયો ચરાવવા જતાં ગેાપબાળ જોડે શ્રીકૃષ્ણની રમતે અને જનરંજાડતા ધેનુકાસુર, બકાસુર, કાલિયનાગ ઈત્યાદિ અસુરોના પરાક્રમપૂર્વક સંહારનું વર્ણન કરતા રાખાલરાસ તથા માખણચેરી અને દામેાદરલીલા વર્ણવતું ઉદુખલરાસ એટલી જ રસિક રીતે રજૂ થાય છે. જન્મ, લગ્ન કે જીવનના મહત્ત્વના પ્રસંગા નર્તનકીર્તનથી ઊજવાય છે. શ્રાદ્ધક્રિયામાં થતાં સંકીર્તનમાં કરતાલચલન અને મૃદંગચલનનું મહત્ત્વ રહે છે. કંસના આમંત્રણથી શ્રીકૃષ્ણ અક્ર ૨ સાથે સાનાના રથમાં બેસીને મથુરા તરફ પ્રયાણ કરતાં રાધા અને ગેાપીઓ કરુણ વિલાપ કરી રથને રોવાનો પ્રયત્ન કરે છે. આ પ્રસંગનું વર્ણન રથયાત્રા ઉત્સવના સમયે કરુણરસપ્રધાન ગીત - નૃત્યાભિનય દ્વારા થતાં કરતાલી નર્તન કરવામાં આવે છે. ઝૂલનયાત્રામાં રાધાકૃષ્ણની મૂર્તિને ઝુલાવતાં તેમનાં ગુણગાન અને વૃન્દા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy