________________
તા. ૧-૫ ૧૯૭૨
વનવર્ણન કરતાં મંજીરા-નર્તન કરવામાં આવે છે.
ભારતની પરંપરાગત શાસ્રીય નૃત્યશૈલીઓમાં મણિપુરી નર્તન એની મૃદુતા અને લાવણ્યથી થતા અંગચલનથી ભિન્ન તરી આવે છે. મૂળ પ્રેરણા નાટયશાસ્ત્ર, અભિનય દર્પણ, સંગીતરત્નાકર જેવાં પ્રાચીન શાસ્ત્રોમાંથી હોવા છતાં મુખ્ય આધાર મહારાજા ભાગ્યચંદ્ર રચિત મણિપુરીશાસ્ત્ર ગોવિંદસંગીતલીલાવિલાસમાં જોવા મળે છે. મણિપુરી નર્તનમાં તાંડવ અને લાસ્ય સ્વતંત્રપણે વિકસેલાં છે. લાસ્ય સ્ત્રીસંહજ કોમળ હોઈ તેમાં હલનચલન સંયમપૂર્ણ થાય છે. તાંડવ પૌરુષય ઉગ્ર છે અને ઉતપ્લવન સહિત જૅસભેર કરવામાં આવે છે. મિણપુરી નર્તનના ગતિરચક નદીના પ્રવાહની જેમ સ્નિગ્ધ અને ગાળાર્કમાં થાય છે, અને સાગરના તરંગની જેમ એકબીજામાં મળી જાય છે. શરીરના કોઈ પણ એક ભાગના ચલનનું મહત્ત્વ ન રહેત પૂરા અંગના હલનચલન દ્વારા સુશોભિત, કમનીય બને છે. (મણિપુરની નૃત્યનાટિકાઓમાં નવે રસની ઉત્પત્તિ થાય છે, પરંતુ શૃંગારરસ પ્રાધાન્ય ભાગવે છે.) મણિપુરી નર્તનનું સંગીત કીર્તનપદ્ધતિને મળતું હોવા છતાં એની ઢબ વ્યકિતગત વિશિષ્ટતા તરી આવે છે. રાસલીલાનાં ગીત ભકતકવિ જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, શાનદાસ ઈત્યાદિની પદાવલિઓમાંથી ચૂંટાય છે અને સંસ્કૃત, બંગાળી, વ્રજબલી તથા હવે વધુ મૈથેઈ ભાષામાં ગવાય છે. રાસલીલાની વેશભૂષા અત્યંત કલાત્મક અને આકર્ષક હોઈ ઘણી પ્રસિદ્ધિ પામી છે. પચીસથી ત્રીસ ગેપીએ આ ભવ્ય વસ્ત્રાલંકારમાં સજજ થતાં દિવ્ય રાસલીલાનાં દર્શનનો અનુભવ કરાવે છે. રાસલીલા મંદિરોના મંડપોમાં રાતભર આઠથી દસ કલાક સુધી ભજવાય છે અને ભકતજન રસતરબોળ બની જીવનની ધન્યતા અનુભવે છે. ૌકાએથી મણિપુરી નર્તનદ્રારા વ્યકિતને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થયો છે અને સમાજમાં આ શુદ્ધ આનંદદ્વારા સંઘટન થયું છે.
બુદ્ધ જીવન
બાળકનું સર્વાંગી ઘડતર કરે, ઊંચું વ્યકિતત્વ ખીલવે, આદર્શ પે, ભાવનાશાળી બનાવે, તત્ત્વગામી કરે, માનવતાના ગુણા ખીલવે, સમાજ - દેશ પ્રત્યેની જવાબદારી તથા પ્રેમ કેળવે, વ્યાપક અગમ્ય ચિરકાલીને તત્ત્વ-ઈશ્વર માટે ભકિત અને જ્ઞાન અર્પે. બાહ્ય પદાર્થવિજ્ઞાન સાથે આંતરિક આધ્યાત્મિક જ્ઞાન અને તેનું સાચું મૂલ્યાંકન આપે એ સાચું અને યથાર્થ શિક્ષણ કહેવાય. આજના ત્વરિતગતિયુકત, વૈજ્ઞાનિક પ્રગતિના યુગમાં માનવીનું લક્ષ્ય, ધ્યેય અને સુખની ક્લ્પના બાહ્ય પદાર્થ, ધન, કીર્તિ જોડે સંકળાયેલી છે તેથી તેના પ્રતિબિંબરૂપે શિક્ષણક્રમમાં પણ બુદ્ધિની ખિલવણી અને શારીરિક સૌષ્ઠવ ખીલવતી રમત – ગમત – પદાર્થવિજ્ઞાન, વિવિધ ભાષાઓ, અને સંગ્રહસ્થાનની જેમ હકીકતોનો સંગ્રહ કરવા ઉપર વધુ ભાર મુકાય છે. આપણા પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિક જ્ઞાન ઉપરાંત ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન અને અતિરિક ભાવાનું ઘડતર, આચાર, વિચાર, વર્તનમાં માન, મર્યાદા, વિવેકનું પણ શિક્ષણ મળતું. ગુરુશિષ્યનો પ્રેમ પિતાપુત્ર જેવા રહેત - શિષ્ય, જ્ઞાનની જિજ્ઞાસા, પિપાસાથી ભકિતપૂર્વક ગુરુસેવા કરતાં વિદ્યા ગ્રહણ કરતા અને ગુરુ પૂર્ણ પ્રેમથી, ઉત્સાહ, ઉમંગથી જ્ઞાનવિતરણ કરતા, ઈશ્વરની સેવાને આનંદ માણતા. મણિપુરમાં ગુરુશિષ્ય પર પરાથી જ નૃત્યશિક્ષણ લેવાય છે. નૃત્ય દ્વારા શરીરસૌષ્ઠવ ક્લા
ત્મક અને સૌન્દર્યના માધ્યમથી જળવાય છે. અંગવિક્ષેપ, મરોડ, ભંગિમા, પાદ, હસ્ત અને અંગ, પ્રત્યાંગ, ઉપાંગના ગતિરેચક દ્વારા દેહને પૂરી કસરત મળે છે. આમાં તાલ - છ ંદોલયનું મહત્ત્વ રહેવાથી વિદ્યાર્થી એના સતત, પરિશ્રમ અને શિસ્ત સાથેના અભ્યાસથી જીવનમાં પણ નિયમ, બંધારણ, મર્યાદામાં રહી સુયોગ્ય આચરણ માટે ઘડાય છે. અભિનયાત્મક નર્તનમાં વી પાત્રાના સૂક્ષ્મ ભાવાનું નિરૂપણ કરતાં તેની ઊમ, લાગણી, મનેભાવ ઘડાઈને શુદ્ધ બને
ช
છે. આપણી શાસ્રીય પર’પરાગત નૃત્યકલા ધર્મ સાથે એકરૂપ બનેલી હોવાથી અને ધર્મસંસ્થાનોની છત્રછાયા અને સહાયને કારણે તે સૈકાઓથી શુદ્ધ સ્વરૂપમાં વિકસી શકી અને આજ સુધી એ ટકી રહી છે. આધુનિક યુગમાં ધર્મ અને તેનાં સંસ્થાના પ્રત્યે શ્રદ્ધા અને ભકિત ઓસર્યા હોવાથી જટિલ સમસ્યા ખડી થઈ છે. એનો વિકાસ અને સંરક્ષણ રૂંધાયાં છે. રાજ્ય અને થોડી સાંસ્કૃતિક સંસ્થાઓ એનું સંરક્ષણ કરવાના પ્રયત્ન કરે, પરંતુ જ્યાં સુધી પૂરા સમાજમાં નૃત્યક્લા પ્રત્યે પ્રેમ, માન, અને આત્મીયતા નહિ કેળવાય ત્યાં સુધી કોયડો અણઉકેલ રહેશે. આપણી શિક્ષણસંસ્થાઓએ તેની શકિત અને આવશ્યકતા ઓળખી શાસ્ત્રીય નૃત્યને શિક્ષણક્રમમાં દાખલ કરવું જોઈએ. યુનિવર્સિટીમાં એની ખાસ Faculty સ્થપાવી જોઈએ, અજ્ઞાનતામાં રત્નને પથ્થર ગણીને ફગાવી દેવાય તેમ આપણી ઉપેક્ષાથી આ સમૃદ્ધ નર્તનકલા લુપ્ત થશે. શાસ્ત્રીય નર્તન ભારતનું ગૌરવ, અણમેાલ સમૃદ્ધિ તથા અમૂલ્ય વારસે છે!
નયના ઝવેરી
સ્ત્રી-પુરુષ સમાજરચનાં બે ચક્રા નથી!
[ ‘પ્રબુદ્ધ જીવન ’ના તા. ૧-૨-૭૨, ૧-૩-૭૨ અને ૧-૪-૭૨ના અંકોમાં પ્રગટ થયેલી પુરુષ નિરપેક્ષ શ્રીજીવન ’ વિશેની ચર્ચાના અનુસંધાનમાં એક વધુ મંતગ્ય અહીં પ્રગટ કરવામાં આવ્યું છે.તંત્રી ]
સ્ત્રી અને પુરુષ એ સમાજરથનાં બે ચક્રો છે એવું ‘પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૪-'૭૨ ના અંકમાં શ્રી શાંતિલાલ ટી. શેઠનું મંતવ્ય છે. આ બાબતમાં મારે કહેવાનું છે કે આ માન્યતા અને આ વિધાન માત્ર કાલ્પનિક છે અને વાસ્તવિકતાને છુપાવનારી છે. સમાજરથનાં કહેવાતાં આ બે પૈડાં - બે ચક્રો - કોઈ કાળે સમાન સ્તર ઉપર હતાં જ નહિ. ભૂતકાળમાં પુરુષને જે સત્તા, જે છૂટછાટ અને અન્ય જે અધિકારો હતાં અને પુરુષોએ જે સ્વેચ્છાએ અપનાવેલાં - તે બધાં શું સ્ત્રીઓને હતાં ખરાં?...અને આજે આટલી બધી શાન અને વિજ્ઞાનની પ્રગતિ પછી સ્ત્રીએ શું માગે છે? માત્ર સમાનતા! પુરુષો જેટલા જ અધિકારો ! કે જેથી સમાજરથનાં બે ચક્રો સરખાં થઈ શકે. જો આજે સ્રીઓ સમાનતા માગતી હોય તે એ આપોઆપ પુરવાર થાય છે કે સ્ત્રી - પુરુષ સમાન હતુ નહિ - અને એથી સંસારના કે સમાજનાં બે પૈડાં સરખા કહેવાં એ અસત્ય છે અને માત્ર કાલ્પનિક છે. આજે છેલ્લાં પચાસ વર્ષમાં સ્રીઓની સ્થિતિમાં ઘણા ફેર પડયો છે. આજે તેઓ જે રીતે રહે છે, છૂટછાટ ભાગવે છે એ પરિસ્થિતિની પચાસ વર્ષ પહેલાં જો કોઈએ વાત કરી હોત તો વાત તે શું, આવી ક્લ્પના કરવી પણ અસ્થાને હતી... આમ છતાંય, પરિવર્તન થયું છે, પ્રગતિ થઈ છે અને કોઈ આકાશ તૂટી પણ નથી પડયું, કોઈ સમાજ વેરિવખેર થયેલા પણ દેખાતો નથી.
આપણે સૌએ એક વસ્તુ સમજી લેવી જોઈએ. all values are relative શિક્ષણના વિકાસ સાથે, અને આર્થિક સ્વાતંત્ર્ય સાથે સ્ત્રીપુરુષના સંબંધા આજે છે એથી પચાસ વર્ષ પછી કંઈક જુદા જ હશે. સ્ત્રી પુરુષથી કેટલી સ્વતંત્ર હશે એ તે સમયે પ્રવર્તતી પરિસ્થિતિ નક્કી કરશે. પણ કોઈ તાકાત આ પરિવર્તનને અટકાવી નહિ શકે.
પુરુષોએ હજારો વર્ષોથી સ્ત્રીઓ ઉપર એક માલિકીહક્ક ભાગવ્યો છે. સ્ત્રીઓને પરાધીન અને ગુલામ જ રાખી છે. આજે જ્યારે સ્રીજાગૃતિ આવી છે અને સમાન હક્કની માગણી થાય છે ત્યારે પુરુષજગતમાં એક ગભરાટ વ્યાપી ગયો છે. પરંતુ આ ગભરાટ અસ્થાને છે. કારણ સ્ત્રીઓએ તો હજુ માત્ર વિચાર જ મૂક્યા છે – એ સાકાર થતાં તે હજુ દાયકા લાગશે. પુરુષો એક હકીકત ધ્યાનમાં રાખે અને એ વાતને તેઓ વિનાસંકાચ સ્વીકાર કરે કે સ્ત્રી - પુરુષ સંબંધના નિયમો ઘડનાર કોઈ ભગવાન ન હતા, પણ તેઓ જ હતા.
એટલે, વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ અને સ્ત્રી - પુરુષ સમાજરથનાં બે ચક્રો છે એવું કહીને આપણે ન સંતાય લઈએ કે ન સ્ત્રીઓને એથી સારું લગાડવાના પ્રયત્ન કરીએ.
ટોકરસી શાહ
1