SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૧૯૭૨ પ્રભુ જીવન આપ આપના હાથમાં લ્યો. એ માટે અમારે ત્રણ મહિનાના સમય જેઈએ. બધા જ બાગીઓ આત્મસમર્પણ કરશે. દેશના વિકાસના કામમાં અમે બધા સહકાર આપીશું. આવા કામની મને કોઈ જાણકારી નહિ હોવાના કારણે મેં મારી અશિંકત દર્શાવી. તેણે ફરી ફરી વિનંતિ કરીને કહ્યું કે વિનોબાજીએ પણ આપનું નામ સૂચવ્યું છે અને અમે બધાને આપના ઉપર પૂરો વિશ્વાસ છે. પછી મને ખબર પડી કે આ વ્યકિત માધોસિંહ પોતે જ છે. તેણે મહારસિંહ અને બીજા બાગી સાથે ચર્ચા કરી હતી. આમેય બે – ત્રણ વર્ષથી માધોસિંહનું હૃદયપરિવર્તન થઈ રહ્યું હતું. તેણે સત્તાધારીઓ પર ઘણી ચિઠ્ઠીએ લખેલી પરંતુ તેના જવાબ નહિ મળેલા. એટલે તેણે ફરી મને આગ્રહ કર્યો. હું એ લોકો વિશે અજ્ઞાત હતા. તેમણે નિવેદન કર્યું કે અમારા અંતરાત્મા કહે છે કે અમે ખૂબ પાપ કર્યાં છે, હવે અમારે આ બંધ કરવું જોઈએ, એમ કહી તેમણે વિનતિ કરી કે અમારી શરણાગિત બાદ (૧) કોઈને ફાંસી ન મળે; જો ફાંસીની સજા કરવામાં આવે તે તે રાષ્ટ્રપતિ માફ કરે; (૨) તેમની સામે કેસા કરવા હોય તે છ માસની અંદર શરૂ થઈ જાય અને ત્રણ વર્ષની અંદર તેના ફેંસલા થઈ જાય; (૩) કોઈને હાથકડી પહેરાવવામાં ન આવે, મારપીટ ન થાય; (૫) અમારા પરિવારની જવાબદારી સરકાર ભેં-આટલું કરવા માટે આપ પ્રયત્ન કરશેા એવું મને આપના તરફથી વચન મળે. તેમના આ મુદ્દાઓ અને તેને લગતા મારા વિચારો મેં... પ્રધાની ઉપર મોકલી આપ્યા. તેમના તરફથી સાનુકૂળ જવાબ મળ્યો એટલે ચંબલ ઘાટીના શાંતિ સમિતિના મંત્રીને મેં પટણા બોલાવ્યા, બધાનો પરિચય કરાવ્યો અને સરકાર તરફથી સર્વોદય કાર્યકરોને પાસા મળ્યા કે જેથી એ લાકો બાગીઓને તેમનાં સ્થાનો પર જઈને મળી શકે. આ માટે શાંતિસેનાના અને સર્વોદયના ૨૫ કાર્યકરો જ કામ કરતા હતા, કેમ કે સરકાર પાસેથી બે જીપા જ મળી હતી. જે વધારે જીપેાની સગવડ મળી હોત તે આટલા જ સમયના ગાળામાં ૪૦૦ જેટલા બાગીઓને આત્મસમર્પણ કરાવી શકાયું હાત. આ કામમાં અમને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના મુખ્ય મંત્રીઓ અને ભારત સરકારના સારા સહકાર મળ્યો છે. આત્મસમર્પણના વિધિ પગારાબંધના ગામમાં થયો—જ્યાં એ લાકોની ટોળીએ. અવારનવાર મળતી હતી. જ્યાં પેાલીસ જવાની હિંમત નહાતી કરતી. પ્રેસવાળા માટે આ વિસ્તાર પ્રતિબંધિત હતા અને અમે સરકાર સાથે આ બાબત બંધાયેલા હતા. છતાં પ્રેસવાળા ગમે તે રીતે આવ્યા અને ફોટાઓ લીધા-પ્રસિદ્ધિ કરી, આત્મસમર્પણ વિધિના એ ૧૪ તારીખનો દિવસ કદી ભુલાશે નહિ. આ લોકોને ગાંધીપરિવારમાં સંમિલિત કરવાને લગનું એક આયોજન ગાઠવાયું- જે ખૂબ ભાવનાપૂર્ણ હતું. બધા બાગીઓ ત્યાં હાજર થયા. પ્રભાદેવીએ સૌને તિલક કર્યાં. બીજી દસબાર બહેન પણ હતી. તેમણે સૌને રક્ષાબંધન કર્યું. રક્ષાબંધનનું આ વિસ્તારમાં ખૂબ જ મહત્ત્વ છે. અહીં ખૂબીની વાત તો એ થઈ કે રક્ષાબંધન કરવામાં એ ડિવિઝનના કમિશનરનાં પત્ની પણ હતા. મેં એક એકને ગળે લગાવ્યા, ચા-પાણી થયાં, મીઠાઈ વહેંચાઈ, લોકોમાં અનેરો ઉત્સાહ હતા અને ત્યાર બાદ જાહેર રીતે સમર્પણ થયું. આ લાકો પાસે અદ્યતન શસ્ત્રો હતાં–મશીનગન, સ્ટેનગન, વગેરે. તે મંચ પર આવે, ગાંધીજી અને વિનાબાજીની છબિને પ્રણામ કરે, હથિયારોના ઢગલા કરે અને પગે પડે. આત્મસમર્પણ કરનાર દરેક બાગીને રામાયણની અને વિનાબાજીના ગીતા-પ્રવચનની એક એક પ્રત ભેટ આપવામાં આવી. એ વિસ્તારના લોકો સાંજનમ્યા પછી, અંધારું થયા પછી, બહાર નીકળવાની કદી હિંમત નહાતા કરતા. એ લોકો હવે નિર્ભય રીતે હરીફરી શકે છે. એટલે ત્યાંની પ્રજા માટે તે! આ એક મોટો બનાવ ગણાય. ત્યાં જે મકાન ૧૫ હજારમાં લેવા કોઈ તૈયાર નહાતું તેની કિંમત આજે બે લાખ બાલાય છે—ભય ટળ્યા તે કારણે. મને પાતાને એમ લાગે છે કે આ બાગીએ પાતે જાણે છે કે એ લોકોના ગુનાઓ એવા છે કે તેમને ફાંસીની સજા પણ થાય. આ વાત તેઓ જાણતા હોવા છતાં, કોઈ લેખિત પૂર્વશરત વિના આટલી મોટી સંખ્યામાં એ લોકો આત્મસમર્પણ કરવા તૈયાર થાય એની કિંમત ઓછી આંકવી ન જોઈએ. મને તો આ એક સંતનું પગલું લાગે છે. આજ સુધીમાં મોટા ભાગના બાગીઓનું આત્મસમર્પણ થયું છે, બાકીના પણ લગભગ બધા જ આ પગલું ભરશે એવા મને પૂરા ભરાસા છે. એટલે એક પક્ષો તે મોટું કામ થયું છે અને બીજા પક્ષે, એટલે કે સરકાર પક્ષે કેવાં પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહે છે. આ લોકોને જે અંતરપ્રેરણા થઈ તેને હું ઈશ્વરપ્રેરણા ગણું છું. ફકત અમારી પ્રેરણાથી જ આ બન્યું છે એમ અમે માનતા નથી. છેલ્લે મેં મહારસિંગને કહ્યું કે હવે તમારા પર કેસે। ચાલશે ત્યારે જો તમારા ગુનાઓના તમા ઈનકાર કરશો તે આ આત્મસમર્પણની કોઈ કિંમત નહિ રહે. તેના તેણે મરદાનગીભર્યો જવાબ આપ્યો કે ભલે અમને ફાંસીની સજા થાય, પરંતુ અમે અમારા ગુનાઓને એકરાર કરીશું. ત્યારે મને વિચાર આવ્યો કે જેઓએ અંતરના અવાજથી અપરાધોના સ્વીકાર કરીને ક્રાંતિકારી પગલું ભર્યું છે તેવા લોકોને જેલમાં પૂરીને સમાજ કે સરકાર શું ફાયદો મેળવશે? મારી ત એવી ઈચ્છા છે કે સરકાર તેમને જમીન આપે, આને જાહેર રીતની ખુલ્લી જેલ ગણી શકાય. સર્વોદય કાર્યકરોને પણ તેમની સાથે રાખવામાં આવે અને ત્યાં પોલીસનો બંદોબસ્ત પણ રહે. તેમને તેમનાં બાલ–બચ્ચાંઓની સાથે રહેવા દેવામાં આવે. વિકાસ યોજનાઓમાં તેમના સહકાર લેવામાં આવે. લીડરશિપ તો એ લોકો પાસે છે જ. તે ઘણું સુંદર કામ થાય. સરકાર પાસે મેં આમાગણી મૂકી છે. હવે પછી શું કરવું એ વિશે પણ થાડાક મુદ્દાઓ વિચારણા માગી લ્યે છે: (૧) જે બાગીઓ બાકી રહ્યા છે તેમનું સમર્પણ કરાવવું. (૨) જેઓ બાગી નથી પણ આજ દિન સુધી જેમણે છૂપી રીતે એ લાકોને ભયના માર્યા સહકાર આપ્યા છે એ લોકોને બચાવી લેવા, કેમ કે જો આવા લોકો પર કામ ચલાવવામાં આવશે તે બીજા હજાર બાગીએ ઊભા થવાની શક્યતા રહે છે. (૩) બાગીઓના પરિવાર માટે ભરણપાષણની યોજના કરવી આવશ્યક છે કે જેથી કોઈ બદલા લેવાની ભાવનાથી તેમને હેરાન ન કરે. (૪) બીકને લીધે ગામડાઓમાંથી જે લોકો ચાલ્યા ગયા છે તેમના પુનર્વસવાટ માટે આયોજન કરવું. મને કહેતાં આનંદ થાય છે કે શેઠીજીએ જાહેર કર્યું છે કે બાગીઓનાં બચ્ચાં માટે ૫૦ થી ૧૦૦ રૂપિયા સુધીની છાત્રવૃત્તિ સરકાર આપશે. તેમનાં કુટુંબોના પુનર્વસવાટ કરાવવામાં આવશે. છેલ્લે આ લોકોની ભાવના વિશે કહેવાનું કે મહારસિંહ સાવ અભણ માણસ છે, તેણે મને કહ્યું કે હું જેલમાંથી બહાર આવીશ ત્યારે આપની સામે આપે આપેલી રામાયણ વાંચી બતાવીશ. દાદા ધર્માધિકારી આ ઉમ્મરે પણ હમણાં એ વિસ્તારની મુલાકાતે ગયા છે. ડોકટરોએ શ્રી જયપ્રકાશજીને ૨૦મિનિટથી વધારે વાત કરવાની ના પાડી હાવા છતાં ૭૦ મિનિટ સુધી તેમણે પ્રવચન આપ્યું તે માટે સભા વતી શ્રી ચીમનભાઈએ તેમના અંત:કરણપૂર્વક આભાર માન્યો. તેમણે કહ્યું કે આ બનાવમાં ભલે શ્રી જયપ્રકાશજી નિમિત્ત બન્યા હોય એમ કહે, પરંતુ ઈશ્વર નિમિત્ત પણ એવી વ્યકિતને બનાવે છે કે જેનામાં એ વિષેની લાયકાત – યોગ્યતા હોય. તેમના પર બાગીઓના સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકારને પણ વિશ્વાસ છે. એમની પાસે એક દૃષ્ટિ છે. અને જો આવા બનાવને ચમત્કાર કહેવામાં ન આવે તો ચમત્કાર કહેવે કાને? ખરેખર આ બનાવથી શ્રી જયપ્રકાશજી અને સર્વોદય કાર્યકરોએ એક ચમત્કાર જ સ છે. આ માટે આ બધા આપણા અંતરનાં અભિનન્દનના અધિકારી બને છે. આવી નરમ તબિયતે પણ જ્યપ્રકાશજીએ આપણા માટે આટલી તકલીફ લીધી તે માટે આપણે સૌ તેમના ખરેખર ૠણી સંકલન : શાંતિલાલ ટી. શેઠ છીએ.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy