SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫–૧૯૭૨ તથા આમ જનતાને પૂરે સાથ અને સહકાર લેવાય. જનાઓમાં દિલ્હીમાં અને બને તે અન્ય મુખ્ય શહેરોમાં વિવિધલક્ષી ભગવાન મહાવીર સ્મારક રચવાં, જેમાં જેનેજી (જૈન ધર્મ, દર્શન, સાહિત્ય વગેરે)નું ઉચ્ચતર અધ્યયન થાય, જૈન કલા, સ્થાપત્ય, હસ્તપ્રતે વગેરેનું સંગ્રહાલય હોય, સમૃદ્ધ પુસ્તકાલય અને દેશ-વિદેશના વિદ્વાને અને વિદ્યાર્થીઓને જૈન ધર્મના સિદ્ધાંતોના તુલનાત્મક અભ્યાસ માટે બધી સગવડ હોય. દેશની યુનિવર્સિટીમાં જૈનચેર અથવા વિભાગ સ્થાપવા. આ પ્રસંગે ભગવાન મહાવીરનું જીવન અને ઉપદેશ તેમ જ જૈન ધર્મ વિષયક વિવિધ સાહિત્ય, લોકભોગ્ય અને દેશની ભાષામાં વિપુલ પ્રમાણમાં બહાર પાડવું. નેશનલ બુક ટ્રસ્ટ અને સાહિત્ય અકાડમી તથા યુનેસ્કોને તેમાં સહકાર લેવે. મહોત્સવ સમારોહમાં જાહેર સભાઓ, રેડિયો, ટેલિવિઝન, ફેંકયુમેન્ટરી ફિલ્મો, પરિસંવાદો, વગેરેનું આયોજન સૂચવવામાં આવ્યું છે. મહોત્સવ ૧૩ નવેમ્બર ૧૯૭૪થી એક વર્ષ ચાલશે અને તે વર્ષ દરમિયાન અનેક સમારંભ, પરિસંવાદે, શૈક્ષણિક સંસ્થાએ, સ્કૂલ અને કૅલેજોમાં કાર્યક્રમ, વ્યાખ્યા વગેરેનું આયોજન થશે. - સમસ્ત કાર્યક્રમને હેતુ એ છે કે ભગવાન મહાવીરનો સંદેશ દેશ-વિદેશમાં પહોંચે, મહોત્સવ વર્ષ દરમિયાન અને ત્યાર પછી કાયમી વ્યવસ્થા તરીકે, તથા જૈન ધર્મના સિદ્ધાંત અહિંસા અને– કાન, અપરિગ્રહ, વગેરેની વર્તમાન જીવનની સમસ્યામાં ઉપયુકતતા બતાવવી. . જૈન સમાજને માટે આ અપૂર્વ અવસર છે અને અનુવિધ શ્રી સંઘને પૂર્ણ સહકાર અને સાથ આપી જૈન ધર્મનું ગૌરવ વધારવાની તક મળે છે. - ચીમનલાલ ચકુભાઈ શાહ સામાજિક ક્રાંતિ કયારે શકય બને? શ્રી વિમલાબહેન ઠકાર તાજેતરમાં તા. ૧૫-૩-૭૨ના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પાછાં ફર્યા હતાં અને તા. ૧૭થી ૨૩ માર્ચ સુધી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં તેમના સાન્નિધ્યમાં બનારસ હિંદુ યુનિ.ના સહકારથી ડો. શ્રી પ્રેમલતા શર્માએ છાત્ર સ્વાધ્યાય શિબિરના કાર્યક્રમ જ હતું. ' રોજ સવારે ૮ થી ૯-૩૦ નિબંધ વાચન થવું. સાંજે એક કલાક તે જ નિબંધના વિષે પર ચર્ચાવિચારણા અને મંતવ્યની આપ-લે થતી. સવારે વંચાયેલા આ નિબંધના વિષય પર અને ચર્ચા વિચારણા પર બહેનશ્રી પ્રવચન કરી દરેકની સમસ્યા અંગે. દિશાસૂચન કરતાં. આમ આ કાર્યક્રમ છ દિવસ ચાલે. - આ વિષયમાં રસ ધરાવતી અને ગંભીરતા સમજતી વ્યકિતઓ ભાગ લે, અને શિબિરને હેતુ, ચર્ચાવિચારણા બરાબર સમજે તો તેમના દ્વારા ઊંડાં બીજ રોપાશે. અને તેથી ખાસ અરજી દ્વારા છાત્રોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેની સંખ્યા લગભગ ૬૦ની હતી. બનારસ એટલે વિદ્વાને, શાસ્ત્રીઓ, પંડિત અને અભ્યાસીએનું સ્થાન. એટલે આંતરિક, બાહ્ય, શાસ્ત્રીય, ભૌતિક અને આધ્યાત્મિક બધી જ રીતે વિષયોની છણાવટ થતી. બનારસ યુનિવર્સિટીના છાત્રોના નિરાશાભર્યા વાતાવરણમાં આ વિષયોના અધ્યાપક અને છાત્રોની પરિસ્થિતિની ક્ષતિઓ, તેના ઉકેલો અને ઉકેલની મુશ્કેલીઓ અંગે સૌએ ખુલ્લા દિલે સ્વતંત્રતા‘પૂર્ણ પોતાના વિચારો રજૂ કર્યા. આથી આ ક્ષેત્રમાં આ કાર્યકમથી યુવકોમાં કંઈક આશાને સંચાર થતે જણાવે, એટલું જ નહિ પણ આની ફલશ્રુતિરૂપે એક નાનું મંડળ રચવાનું વિચાર્યું, જેથી જે કંઈ વિચારવિનિમય થાય તેની સક્રિયતા અને ગતિ જળવાઈ રહે. કારણ કે આ સ્વાધ્યાય શિબિરમાં કેવળ બાહ્ય રીતે ચર્ચાએ નહતી થઈ પરંતુ અંતરંગના પ્રવાહોને વેગ મળ્યું હતું. કેવળ ભૌતિકવાદ કે કેવળ અધ્યાત્મવાદ, બન્નેની ભિન્ન રીતે ચર્ચા થઈ ન હતી. પરંતુ જીવનની સમગ્રતાને લક્ષમાં રાખી સૌ પોતાની શકિત અને બુદ્ધિને કસીને પિતાના નિબંધ તૈયાર કરી લાવ્યા હતા. દરેક વિષય પરના નિબંધ ખૂબ જ ઊંડાણથી અને વિશદતાથી લખાયા હતા. તેના વિષયો નીચે મુજબ હતા : ૧. જનતંત્રના સંદર્ભમાં શિક્ષણમાં સ્વાધીનતા વિરુદ્ધ અનુશાસન. 1. ૨. વિજ્ઞાન તથા યંત્રવિજ્ઞાનના ફલસ્વરૂપ માનવને ઉપલબ્ધ થયેલી સરળતાઓ અને જવાબદારી. ૩. યુવક પેઢીની વિફળતા કેવી રીતે દૂર થાય? ૪. સંઘ, હિંસા અને અરાજકતાનાં કારણો અને ઉપાય.. ૫. આત્મસાક્ષાત્કાર (સલફ રીઅલાઈઝેશન) આ બધા વિષયોને વિવિધ દષ્ટિકોણથી જોઈ, અને જીવનની બધી સમસ્યાઓના ઉકેલની મૂળ ચાવી અગર ગુરુચાવી શેધવાની સૌની તીવ્ર જિજ્ઞાસા તરવરતી તાદશ થતી. તેથી તો આવા ગંભીર વિષયની ચર્ચા કરવા રવારે બે કલાક અને સાંજે બે કલાક દિવસના પિતાના વર્ગના અભ્યાસ પછી પણ સૌ છેક સુધી ખૂબ જ સ્વસ્થ ચિત્તે બેસતા. બહેને તેમની સમક્ષ રજૂ કર્યું કે મનુષ્યના જીવનમાં અંતર વ્યવસ્થા નથી, સજીવ કે નિર્જીવ જીવન જીવવાની કળા નથી, પ્રાપ્ત કર્મ કે વસ્તુમાં પ્રાણપ્રેરક વાતાવરણ નથી. પ્રેમને આધાર નથી અને આ બધાને ઉકેલ બહારથી મળશે તેમ માનીને મનુષ્ય દોડયો જ જાય છે. આવું ખંડિત જીવન જીવતી વ્યકિતના બનેલા સમાજનું પરિવર્તન કે સમગ્ર ક્રાંતિ સંભવ નથી. એ માટે જેનું મન યુવા છે તેવા યુવકોએ સાહસ કરી આગળ આવવું પડશે. કિંમત ચૂકવવી પડશે. બીજાની ખુશામત પર નભનાર, ભલામણ પર આજીવિકા મેળવનાર યુવક સમાજને જીવિત નહિ રાખી શકે. બધા સંયોગોમાં ખુમારીથી જીવી જનાર, પરિશ્રમ વેઠનાર યુવક સમાજમાં નવસર્જન કરી શકશે. આની શરૂઆત દરેકે પોતાની જીવનશુદ્ધિ અને સુસંવાદિત જીવનથી કરવાની છે. - ચા બધી ચર્ચાવિચારણાની સમગ્રતાને પરિણામે સદ્ભાગી બનેલા શિબિરાથી પૈકી ડાંક સભ્યોએ આ વિચારવિનિમયની જીત જલતી રાખવાની જવાબદારી સ્વીકારી અને માનવીનું જીવન વ્યવસ્થિત બને, સુસંવાદિત બને તેવું એક સંગઠન બળ ઊભું કરવા માટે કાર્યક્રમ વિચારી લીધું. આ રીતે મનુષ્યજીવનમાં ખાસ કરીને યુવાશકિત વેડફાઈ ન જાય અને સુસંગઠિત બને તે માટે આંતરિક અને બાહ્ય બંને રીતે શું થઇ શકે તેની પ્રાથમિક ભૂમિકા આ શિબિરમાં તૈયાર થઈ. તા. ૨૨–૩–૭રના રોજ આ શિબિરની સમાલોચના અને પૂર્ણાહુતિ. જાણીતા વ્યાખ્યાતા શ્રી રોહિતભાઈ મહેતાના સાન્નિધ્યમાં થઈ હતી. આ શિબિરમાં ખરેખર તે ચાર વિશેની છણાવટ થઈ તેમ હું સમજું છું. પાંચમો વિષય જે આત્મસાક્ષાત્કાર છે તે સમજાય તો બધા જ વિષયો સમજાય અને સંઘર્ષો શમે તેમાં કોઈ શંકા નથી. આ દિવસો દરમ્યાન રવિવાર તા. ૧૯મીએ કાશીગીતા સ્વાધ્યાય સમિતિ તરફથી બહેનશ્રીનું જાહેર પ્રવચન માલવીય ભવનમાં થયું હતું. ગયે વર્ષે આ જ વિદ્યાલયમાં ધ્યાનશિબિર થઇ ત્યારે પણ આ જ સમિતિના ઉપક્રમે બહેનશ્રીએ ગીતાના પહેલા અધ્યાય વિષાદયોગ પર નવી દષ્ટિથી પ્રવચન કર્યું હતું અને વિશદ જયારે સમગ્ર જીવનની સાથે અનુબદ્ધિત થાય છે ત્યારે તે કેવી રીતે વિષાદયોગ બને છે તેની સુંદર છણાવટ કરી હતી. . " આ વખતે બીજા અધ્યાય પર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વિશે એવી જ સમગ્ર દષ્ટિ વડે નવું દર્શન કરાવ્યું હતું. સુનંદા વેર
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy