________________
Regd. No. MH. 117
*
*
*
*
GUબુદ્ધ જીવન
પ્રબુદ્ધ નાનું નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક ૧
મુંબઈ મે ૧, ૧૯૭૨ સેમવાર
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખ પત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ –૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
લોકશાહીનાં પ્રાણવાન મૂલ્યો
વર્તમાનમાં લોકશાહી શબ્દ, આપણા દેશમાં અને દુનિયાના t" દેશમાં ખૂબ લેકજીભે ચડેલ છે. લોકશાહી શબ્દની આસપાસ
ભાવનાના થર જામ્યા છે. સાચી લોકશાહીની પ્રતિષ્ઠા અને ગૌરવ એટલાં બધાં છે કે લોકશાહીમાં માનતા ન હોય અને લેકશાહી આચરણ કરવાની લેશમાત્ર ઈચ્છા ન હોય એવા લેકે અને દેશ પણ પોતે લેકશાહી ધેરણ સ્વીકાર્યું છે એવી જાહેરાત ભારપૂર્વક કરે છે. પછી નવા નવા શબ્દો શોધી પિતાને દંભ ઢાંકવા પ્રયત્ન કરે છે. People's Democracy, Real democracy, Demo cratic Centralism, Guided Democracy-2114120€-il છલના પાછળ લેકશાહીથી વિરોધી વર્તન ઢાંકવા પ્રયત્ન થાય છે.
સામાન્ય રીતે લોકશાહી કહીએ ત્યારે એક વિશિષ્ટ પ્રકારની રાજકીય પદ્ધતિ લકામાં હોય છે. તેમાં પણ ખાસ કરીને બ્રિટનમાં જે Ustail riuelu alsadl-Parliamentary Democracy 39 તેના ઉપલક્ષમાં બહુધા લોકશાહી શબ્દનો ઉપયોગ થાય છે. અમેરિકામાં પણ બ્રિટન જેવી, પણ તેના કરતાં થોડા ભિના પ્રકારની, લોકશાહી વિકસી છે. બ્રિટન અને અમેરિકાની લોકશાહીને Atlantic Democracy – આટલાન્ટિક મહાસાગરની બન્ને બાજુ પ્રવર્તતી લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. યુરોપના કેટલાક દેશોએ ખાસ કરી ફ્રાન્સ, ઈટલી, ઉત્તર યુરોપના દેશે વગેરેમાં થોડા ફેરફાર સાથે આવી રાજકીય પદ્ધતિ અપનાવવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ પછી, સંસ્થાનવાદમાંથી એશિયા, આફ્રિકાના દેશો મુકત થયા, તેમણે બ્રિટન અને ફ્રાન્સનું અનુકરણ કરી લેકશાહી પદ્ધતિને અમલ કરવાનો પ્રયત્ન વધતેઓછે અંશે કર્યો છે. પણ ભારત સિવાય બીજા કોઈ દેશને સફળતા મળી નથી. આપણે બ્રિટિશ પદ્ધતિ સ્વીકારી છે અને એકંદરે ૨૫ વર્ષથી તેને સફળ પ્રગ કર્યો છે. બ્રિટનની સંસદીય લોકશાહીને ઘણી સદીઓને ઇતિહાસ છે. એમ પણ કહેવાય છે કે બ્રિટિશ પ્રજાની લાક્ષણિકતા અને દીર્ધ પરંપરાને કારણે બ્રિટનમાં લોકશાહી સફળ થઈ છે તેવી રીતે બીજા દેશમાં સફળ ન થાય. દરેક દેશે પિતાની પરંપરા અને પ્રજાની પ્રકૃતિ પ્રમાણે રાજકીય પદ્ધતિ વિકસાવવી રહી. બ્રિટિશ લેકશાહી, જે આપણે સ્વીકારી છે તેમાં ઘણાં, અને કેટલાકને મતે, ગંભીર દૂષણે છે અને સાચી લોકશાહી તરીકે તેને સ્વીકારી ન શકાય એ ઘણી વિચારવંત વ્યકિતએને મત છે. આપણા દેશમાં જ વિનોબાજી અને જયપ્રકાશ નારાયણ જેવા આવા પ્રકારની સંસદીય લોકશાહીને સાચી લેકશાહી માનવા તૈયાર નથી. એ વાત ખરી છે કે તેમાં ગંભીર દૂષણે છે, જેને હવે પછી સંકોપમાં નિર્દેશ કરીશ.
પણ એક રાજકીય પદ્ધતિ તરીકે લોકશાહીનું મૂલ્યાંકન કરીએ ત્યારે સાચી લોકશાહી શું છે તે સમજવાની જરૂર છે. લોકશાહી
માત્ર એક રાજકીય પદ્ધતિ જ નથી. સાચી લેકશાહી જીવનવ્યાપી સમગ્ર વ્યવહારને આવરી લેતે જીવનમાર્ગ–Way of life—છે. આવી લોકશાહીનાં પ્રાણવાન મૂલ્યો શું છે?
લેકશાહીને પાયે છે માનવીનું માનવ તરીકે ગૌરવ–Dignity of man-પછી તે ગરીબ હોય કે તવંગર, કાળે હોય કે ગોર, સ્ત્રી હોય કે પુરુષ, દરેકનું ગૌરવ કરવું, તેની સાથે સમાન ભાવે વર્તવું, તેને આદર કર, લોકશાહીનું હાર્દ છે. જીવનના બધા થવહારમાં આવી દષ્ટિ સાચી લોકશાહી છે, પછી તે કૌટુંબિક વ્યવહાર હોય, ધંધાદારી હોય, સામાજિક હોય કે રાજકીય. આવી ભાવના ન હોય ત્યાં લોકશાહી નથી. મનુષ્યને સામાન્ય રીતે
જ્યાં તક મળે ત્યાં બીજા ઉપર આધિપત્ય ભેગવવું ગમે છે. કુટુંબના વડા તરીકે, ધંધાના માલિક તરીકે, જ્ઞાતિ કે કામના આગેવાન તરીકે, કે રાજા અથવા રાજકીય નેતા તરીકે, જાહેર અથવા સૂક્ષ્મ રીતે, પિતાનું વડીલપણું ભેગવવું એ માણસને સ્વભાવ છે. પિતા પુત્ર ઉપર, પતિ પત્ની ઉપર, શિક્ષક શિષ્ય ઉપર, માલિક કરો ઉપર, રાજા પ્રજા ઉપર બધા ક્ષેત્રે પોતે ડાહ્યા છે, બીજાઓ સમજતા નથી તેમ માની પિતાનું આધિપત્ય બીજા ઉપર જમાવવાને પ્રયત્ન મનુષ્ય કરે છે. બહુ મોટા પાયા ઉપર પોલીસ કે લશ્કરની મદદથી આવા અધિકારો ભોગવવા પ્રયત્ન થાય ત્યારે આપણે તેને Tyranny–જુલ્મ કહીએ છીએ. આવી Tyranny જીવનના વિવિધ ક્ષેત્રોમાં સ્થૂળ કે સૂક્ષ્મ રીતે દષ્ટિગોચર થશે, આવી Tyrannyમાંથી મુકિત મેળવવાનો માર્ગ લોકશાહી છે.
દરેક વ્યકિત સામાન્ય રીતે પોતાનું હિત સંભાળવા અને વધારવા પ્રયત્ન કરે છે. સમાન હિતવાળા એક થાય છે અને આવી રીતે સમાજમાં વિરોધી હિત ધરાવતા વર્ગો જન્મે છે. પિતાના હિતના રક્ષણ માટે વ્યકિત કે વર્ગ રાજ્યને અથવા સમાજનાં બીજાં બળે અને સંસ્થાઓને આશ્રય લે છે. કોઈ વ્યકિત પોતાના જીવનમાં પિતાના હિત સાથે સામાજિક કલ્યાણ પણ લક્ષમાં રાખે ત્યારે બીજાનાં હિતેની અવગણના ન કરતાં, સમન્વય સાધવા પ્રયત્ન કરવો પડે. વિરોધી હિતેને સંઘર્ષ સમાજમાં હમેશાં રહેવાનું. કેટલેક દરજજે રાજય, સમસ્ત પ્રજાનું કલ્યાણ લક્ષમાં રાખી વિરોધી હિતોને અંકુશમાં રાખે છે. પણ જ્યાં સુધી સમાજની દરેક વ્યકિત સ્વેચ્છાએ અને સમજણપૂર્વક આ સંયમ સ્વીકારે નહીં ત્યાં સુધી રાજ્યના અંકુશે એટલા સફળ થાય નહિ. શાંતિમય માર્ગે, પરસ્પર વિચારવિનિમયથી, બાંધછોડ કરી, સહજીવન નિર્માણ કરવું તે લેકશાહી પદ્ધતિ છે. કોઈ વ્યકિત કે વર્ગ બળજબરીને ઉપયોગ કરે ત્યારે પિતાનું અને સમાજનું અહિત કરે છે. આવી લોકશાહી પદ્ધતિ ખૂબ ધીરજ અને સહિષ્ણુતાની અપેક્ષા રાખે છે. બીજાનાં વિચારો અને માન્યતાઓને સમભાવપૂર્વક સમજવાં અને તેમાં રહેલ સત્યને
છે