________________
૩૧૮
પ્રબુદ્ધ જીવન
૨૦ કરોડ રૂપિયા ખર્ચવા પડે. લોકશાહીની તંદુરસ્તી માટે આ રકમ કુછ વિસાતમાં નથી.
લાઈસન્સ આપવાનું કાર્ય એક સ્વાયત્ત બોર્ડને સોંપાય અને વાંછુ સમિતિની ભલામણે સ્વીકારાય તથા નાણાંનું ‘ડિમે નેટાઇઝેશન’ થાય તા ચૂંટણી પરથી કાળાં નાણાંને પ્રભાવ ઘટે.
ઉમેદવારની જેમ દરેક પક્ષે ચૂંટણીનો હિસાબ આપવા જોઈએ, એવી કાનૂની જોગવાઈ આવશ્યક છે.
આ વખતે ચૂંટણીને ટાંકણે જ ખાંડનું ગળપણ કમ થયું હતું અને જાન્યુઆરીમાં ટ્રેકટરના ભાવ વધારાતાં ટ્રકટર ઉત્પાદકોને ૧૦ કરોડ રૂપિયાના વધારાના નફો થયો હતો.
પહેલાં મને એમ થતું કે ટેલિવિઝન દેશભરમાં હોય તે કેવું સારુ! પણ મેં ચૂંટણી વખતે દિલ્હીમાં તેના જે પ્રચાર-ઉપયોગ જોયો તેથી હું હેબતાઈ જ ગયા. મને થયું ટી, વી. માત્ર દિલ્હીમાં જ છે એ ગનીમત છે.માત્ર ૧૦૦-૧૫૦ રૂપિયાને ભાડે વડા પ્રધાન સરકારી વિમાનમાં એક આખું રાજય બૂમે છે, વાપરે છે આખું વિમાન, પૈસા માત્ર એક શીટના આપે છે.
નહેરુના વખતમાં પણ કોંગ્રેસની પ્રચંડ સત્તા હતી. પણ તેઓ મૂલ્યાને છોડતા ન હતા. આજે અમને હારનું દુ:ખ નથી. જે રીતે અમને હરાવાય છે તેનું દુ:ખ છે.
સરકારે ગરીબી હટાવવાનાં વચન આપ્યાં છે. પણ તે પાળી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. વડા પ્રધાને તાજેતરમાં જ કહ્યું હતું કે “આઈ મસ્ટ કન્ફેસ ધ પાથ ઈઝ નોટ એટ એલ કિલર'
લોકોને એક વર્ષમાં પરિણામ જોઈએ છે. હવે ઇન્દિરાજીનાં ભાનાં નહિ ચાલે. બંગલા દેશ વારંવાર નથી બનતા.
[TM ]
[શ્રી ફૅન્ક મેરેઈસના પ્રવચનનો સારભાગ
આજે શ્રીમતી ઈન્દિરા ગાંધી' પાસે જેટલી વગ અને સત્તા છે એટલી આઝાદી પછીના ભારતના ઈતિહાસમાં, કદાચ, કોઈ પાસે ન હતી, નહેરુ પાસે પણ આવી સર્વોપરી સત્તા ન હતી. કેન્દ્ર અને રાજ્યો બન્નેનાં ઉચ્ચાલના ઉપર નહેરુની પકડ ન હતી. એક જ વ્યકિતને આટલી બધી અમર્યાદ સત્તા મળે એવું, સંભવત: ભવિષ્યમાં પણ નહિ બને.
આ ઘટના માત્ર શ્રીમતી ગાંધી માટે જ નહિ પણ ભારતની પ્રજાની વિવેકબુદ્ધિ માટે પણ આદર ઉપજાવે તેવી છે.
લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં તથા ૧૯૭૨ની વિધાનસભાઆની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી પ્રાપ્ત કરીને, શ્રીમતી ગાંધીએ તેમની લોકપ્રિયતા સાબિત કરી છે. હવે બહારનાં તથા આંતરિક દબાણા સામે તેઓ કેવાં ટકી શકે છે તે જોવાનું રહેશે.
શ્રીમતી ગાંધીના નેતૃત્વ હેઠળ આપણે યુદ્ધ તે જીતી ગયા છીએ, પણ હવે જ ખરી કસેાટી છે. મેં અગાઉ વારંવાર કહ્યું છે તેમ, આપણે શાંતિ પણ જીતીશું જ એવું કહી શકાય નહિ. શાંતિ જીતવાનું કામ બહુ કપરું છે.
અમેરિકનોએ એવા આક્ષેપ કર્યો છેકે શ્રીમતી ગાંધી રશિયનોના હાથમાં રમી રહ્યાં છે. હવે બન્યું છે એવું કે ઈન્દિરા ગાંધીને સાણસામાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. એટલે વ્યવહારુ રીતે જ તેઓ રશિયના ભણી વળ્યાં.
એથી ધારી અસર પણ થઈ છે.
આજે જગત જાણે છે કે ભારતના હાથમાં ‘સત્તાની સમતુલા’– આ શબ્દને શ્રીમતી ગાંધી ધિક્કારે છે એની મને ખબર છે—આવી પડી છે.
દક્ષિણ એશિયામાં આજે ચીન કે રશિયા કરતાં ભારતનું સ્થાન વધુ દૃઢ છે. આઝાદી પછી પહેલી જ વાર આપણે આ વિસ્તારમાં વર્ચસ મેળવ્યું છે. અમેરિકનો બાજુએ રહી ગયા છે અને તેઓ અવરોધો ઊભા કરવા મથી રહ્યા છે.
રશિયા અને ચીન-થોડે ઘણે અંશે, અમેરિકા પણ-આ વિસ્તારમાં પગદંડો જમાવવાના પ્રયાસ કરી રહ્ય છે. પણ સૌથી મેખરાનું સ્થાન તે અહીં ભારતનું જ છે.
તા. ૧૬-૪-૧૯૭૨
અધિકારોની સાથે જવાબદારીઓ પણ આવે છે. બંગલા દેશની ઘટનાને કારણે આસ્મિક રીતે જ આપણી ઉપર નવી જવાબદારી આવી પડી છે.
તાજેતરની ચૂંટણીની તેમ જ યુદ્ધની ઘટનાઓમાં ભારતના લોકો, મેં ધાર્યું હતું તેના કરતાં ઘણા વધુ જાગ્રત નીવડયા છે.
મને ઘણી વાર એવા વિચાર આવે છે કે લાલબહાદુ૨ લાંબું જીવ્યા હોત તો શું થાત? લાલબહાદુર અત્યંત સંસ્કારી માણસ હતા. તેઓ આટલા વહેલા મૃત્યુ પામ્યા તે એક કમનસીબી કહેવાય. તેમની પછી તો ઘણું બેફામ રાજકારણ બન્યું. કેટલાક લોક સફળ થયા; કેટલાક, નિષ્ફળ.
મોરારજી દેસાઈ વડા પ્રધાન ન બની શક્યા તેને હું કોઈ મેટી આફત માનતો નથી. તેઓ જમાના સાથે કશા સંપર્ક ધરાવતા નથી.
નહેરુએ નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરી જ નહિ. ગાંધીએ કરી હતી. પરિણામે નહેરુ પછી વૃદ્ધ નેતાઓ સત્તા ઉપર આવ્યા. શાસ્ત્રી પછી પણ આ જૂના ભેગીઓના હાથમાં જ સત્તાની લગામ આવી.
નહેરુનું મૃત્યુ ૧૯૬૪ના મેમાં થયું. એ વખતે બે વિશ્વયુદ્ધો વચ્ચે જન્મેલા નાગરિકો ૨૫ થી ૫૦ વર્ષની વયના હતા. ૧૯૧૪ અને ૧૯૩૮ વચ્ચે જન્મેલી આ પેઢીમાં નહેરુની પુત્રી પણ હતી. નહેરુના મૃત્યુ વખતે ઈન્દિરાની ઉમ્મર ૪૬ વર્ષની હતી.
આથી ‘જનરેશન ગેપ' સર્જા યે, બે પેઢી વચ્ચેની ખાઈ સર્જાઈ. ઈન્દિરા ગાંધીએ જૂની પેઢીના વર્ચસ સામે બંડ પોકાર્યું. આ સાથે જ તરુણ પેઢીના મનમાં પણ વીજળી જેવા ચમકારો થયો. જે યુવાન લોકોને સત્તાથી વેગળા રાખવામાં આવ્યા હતા તેઓ શ્રીમતી ગાંધીને પક્ષે ભળ્યા
નહેરુએ જનતાની સાથે તાદાત્મ્ય સાધ્યું હતું. તેઓ પોતાના સાર્થીઓના માથા પર થઈને લોકો સાથે સંવાદ કરતા હતા. પરિણામે તેમણે પેાતાના સહ-કાર્યકરો અને પ્રજા વચ્ચેની કડી તેાડી નાખી હતી. નહેરુ માનતા હતા કે ખરુ`મહત્ત્વ જનતાનું જ છે. મારે સાથી પ્રધાનોની શી પરવા છે?
આજે પણ એમ જ બન્યું છે. ઈન્દિરા ગાંધી અભાનપણે પોતાને સરમુખત્યાર બનાવી રહ્યાં છે. તમામ પ્રધાનોને તેમણે વામણા બનાવી દીધા છે. ઈન્દિરાએ જનતા સાથે ઐકય સાધ્યું છે.
ઈન્દિરા માને છે કે આ લાકશાહી છે. હું એમ નથી માનતે હું માનું છું કે આ ટોળાંશાહી છે. અન્ય નેતાઓના માથા ઉપર થઈને પ્રજા સાથે સંવાદ કરવા એ ઉચિત વાત નથી.
નહેરુ, તેમની તમામ નબળાઈઓ છતાં, લોકશાહીના પુરસ્કર્તા હતા. તેઓ પોતાના સાથીઓનાં મંતવ્યોને આદર કરતા હતા. નહેરુએ અખબારોની અને ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવાનો પ્રયાસ કર્યો ન હતો.
વિરોધ પક્ષો માટેનું માન અને ન્યાયતંત્રની તથા અખબારોની સ્વતંત્રતા - આ ત્રણ પાયા તૂટી જાય તો લાકશાહી નબળી બને.
શ્રીમતી ગાંધી અખબારોની તથા ન્યાયતંત્રની સ્વતંત્રતાના કઈ રીતે આદર કરે છે તેના પરથી જ તેમનું મૂલ્યાંકન થશે.
આજે સરકાર પક્ષની કેન્દ્રમાં તેમ જ રાજ્યોમાં પ્રચંડ બહુમતી છે. નહેરુના જમાનામાં મુખ્ય પ્રધાન દિલ્હીમાં દર વર્ષમાં બે વખત મળતા અને નહેરુ જે કાંઈ કહે તેમાં હા જી હા કરતા હતા. પણ પોતપોતાનાં પાટનગરોમાં જઈને ફરી બેસતા અને ‘ના, ના, ના,” કરતા હતા. આજે ઈન્દિરા ગાંધી મુખ્ય પ્રધાનોને એમ કહી શકવાની સ્થિતિમાં છે કે “ચૂપ રહેા, નહિ તે ઉપાડીને ફેંકી દઈશ.”
આમ છતાં, આજે તે ઈન્દિરા ગાંધી પેાતાની સત્તાને જિરવી જાણે છે. તેઓ મધ્યમ માર્ગે ચાલી રહ્યાં છે. તેઓ અતિશય નીબદાર છે. She has the luck of the devil.” બંગલા દેશ, નિરાશ્રિતો, યુદ્ધ - એમ એક પછી એક બહાનાં તેમને મળતાં ગયાં છે. હવે તેમણે કોઈ નવું બહાનું બતાવવું પડશે.
આખરે તો તેમને પરિણામેા બતાવવાની ફરજ પડશે.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે, શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬
મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧
:
16