SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ U Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસ સ્ફુરણ વર્ષ ૩૨ : અંક ૧ મુંબઇ, મે ૧, ૧૯૭૦ શુક્રવાર પરદેશ, માટે શીલિંગ ૧૫ * તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા ભગવાન મહાવીર [ તા. ૧૯-૪-’૭૦ ના રોજ ઑલ ઈન્ડિયા રેડિયોના મુંબઈ મથકેથી ભગવાન મહાવીર ઉપર મારી વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવેલા. તે મૂળ વાર્તાલાપ ઑલ ઈન્ડિયા રેડિયોની અનુમતિપૂર્વક થેાડી પૂરવણી સાથે નીચે આપવામાં આવે છે. પરમાનંદ આજે ભગવાન મહાવીરની જન્મજયંતી હાઈને તેમના લાકોાર જીવનકાર્યની સંક્ષેપમાં સમજ આપવી એ આજના વાર્તાલાપના આશય છે. ભગવાન મહાવીરનું ભવ્ય જીવનકાર્ય સમજવા માટે તત્કાલીન સામાજિક પરિસ્થિતિ આપણા ધ્યાન ઉપર હોવી આવશ્યક છે. એ વખતના સમાજ ઉપર બ્રાહ્મણવર્ગનું અસાધારણ વર્ચસ્વ હતું. ભિન્ન ભિન્ન વર્ણમાં વહેંચાયેલા એ કાળના સમાજમાં નાહ્મણ સર્વશ્રેષ્ઠ મનાતા, ધર્મશાસ્ત્રોમાં વેદને સર્વોત્કૃષ્ટ ધર્મગ્રંથ કે લેખવામાં આવતા, કારણકે વેદ ઈશ્વરપ્રણીત છે એવી માન્યતા એ વખતે પ્રચલિત હતી. એ વખતનો સમાજ રૂઢી-પરટાઓથી અને ધાર્મિક ક્રિયાકાંડથી જકડાયેલા હતા. સ્થળે સ્થળે મોટા પાયા ઉપર યોજાતા યજ્ઞામાં પારવિનાની પશુહિંસા થતી હતી અને તેની આસપાસ સમગ્ર ધર્મોપાસના રચાયેલી હતી. એ વખ ના સમાજમાં સ્ત્રીઓને અને શુદ્રોને હીન સ્થાન હતું. માનવીનાં નર્વ સુખદુ:ખો ઈશ્વરનિમિત હોવાનું મનાતુઁ હતું. માનવીજીવન રૂષે કોઈ ઊંડો વિચાર કે સ્વતંત્ર ચિન્તનને સ્થાન નહોતું. આ પ્રકાની માનસિક તેમ જ સામાજિક ગુલામી એ એ સમયના સમાજની શેષતા હતી. આ પરિસ્થિતિ સામે બે મહાન જ્યોતિર્ધરોએ વિદ્રોહ જગાવ્યો. મેક ભગવાન બુદ્ધ અને બીજા ભગવાન મહાવીર. ચાલુ પરંપરા મુજબ ભગવાન બુદ્ધનો કાળ ઈ. સ. પૂર્વે ૬૨૪ થી ઇ. સ. પૂર્વે ૫૪૪ સુધીનો અને ભગવાન મહાવીરના કાળ ઈ. સ. પૂર્વે ૫૯૯ થી ઇ.સ. પૂર્વે ૫૨૭ સુધીના ગણવામાં આવે છે. એકનું આયુષ્ય ૮૦વર્ષનું અને અન્યનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. ૪૫ વર્ષ બન્ને સમકાલીન હતા. આ બન્ને વિભૂતિઓમાંથી આજે આપણે ભગવાન મહાવીરના ચરિત્રની રજૂઆત કરવાની છે. કારણકે આજે ભગવાન મહાવીરની જન્મજયન્તી ભારતના ખૂણૅ ખૂણેવિશેષ કરીને જૈન સમાજમાં ભકિતભાવપૂર્વક ઉજવાઇ રહી છે. ભગવાન મહાવીરનો જન્મ આજથી ૨૫૭૧ વર્ષ પહેલાં૭. સ. પૂર્વે ૫૯૯માં બિહારમાં આવેલ વૈશાલી નગરીમાં વસતા એક રાજવી કુટુંબમાં થયો હતો. પિતાનું નામ રાજા સિદ્ધાર્થ; માતાનું ામ રાણી ત્રિશલા. રાજા સિદ્ધાર્થને બે પુત્રો અને એક પુત્રી તી; મોટા પુત્રનું નામ નંદીવર્ધન; નાના પુત્રનું નામ વર્ધમાન, એ સમય જતાં અસાધારણ જીવનસાધનાના અને લોકોત્તર પુરુર્દાના કારણે મહાવીરના નામથી જગવિખ્યાત બન્યા. સમૃદ્ધિભર્યા રાજવૈભવ વચ્ચે વર્ધમાનમેટા થવા લાગ્યા; @ શ્રી મુઇ જૈન ચુક સૉંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા . * વિદ્યાસઁપન્ન બન્યા; શસ્ત્રવિદ્યામાં કુશળ બન્યા, સમય જતાં યશેાદા નામની રાજકુંવરી સાથે તેમનું લગ્ન થયું. તેનાથી તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઇ. જીવનના પ્રારંભથી તેમના દિલમાં સંસારવિરકિત હતી અને વિશિષ્ટ જીવનસાધના અર્થે સંસારત્યાગને તેમનું દિલ ઝંખતું હતું. એમ છતાં માતા–પિતાને તેમ કરવાથી સખ્ત આઘાત લાગશે એમ સમજીને માતા- પિતાની હયાતી દરમિયાન તેમણે તેનું પગલું ન લીધું. મેટાભાઈના આગ્રહને વશ થઇને બીજાં બે વર્ષ પણ તેમણે સંસારમાં ગાળ્યા અને એ દરમ્યાન પોતાની સર્વ ધનસંપત્તિનું તેમણે વિતરણ કર્યું. ૩૦ વર્ષની ઉંમરે માગશર વદ ૧૦ના રોજ તેમણે પંચમહાવ્રત રૂપ ચારિત્ર્ય-સંન્યાસદીક્ષા – અંગીકાર કરી અને આજીવન ભિક્ષાવૃત્તિ સ્વીકારી અને પગપાળા વિહાર શરૂ કર્યો. નાની મૅાટી મુદ્દતના ઉપવાસા કરીને, આત્મધ્યાનમાં લીન રહીને દિવસે, મહિનાઓ, વર્ષો, તેઓ વિતાવવા લાગ્યું, પારવિનાનાં કો-ઉપદ્રવ તેમણે સહન કર્યાં. આ પ્રમાણે ૧૨ વર્ષ સુધી તેમણે કઠોર આત્મસાધના કરી, આ વર્ષો દરમિયાન ન કોઇને તેમણે ઉપદેશ આપ્યો; ન કોઇ સાથે ચર્ચાવાર્તા કરી; મેટા ભાગે મૌન વ્રવનું પાલન કર્યું. આમ નાનીમોટી તપશ્ચર્યાના તબક્કાઓ વટાવતાં વટાવતાં ૪૨ વર્ષની ઉમરે ચાર ઘાતી કર્મોનાં બંધન તૂટી જતાં વૈશાખ શુદ ૧૦ ના રોજ તેમને બિહારમાં આવેલી ૠતુવાળુકા નદીના તીરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે કે વસ્તુતત્ત્વના પારગામી દર્શનને તેમણે પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી. એટલે કે આ સંસારને તરવાના માક્ષલક્ષી જે ઉદ્ધારમાર્ગ તેનું તેમણે પ્રતિપાદન કર્યું અને એ રીતે તેઓ તીર્ણ કર તરીકે ઓળખાવા લાગ્યા. તેમના ઉપદેશામૃતનું પાન કરીને અનેક લોકો પ્રભાવિત બનવા લાગ્યા અને તેમના પ્રરૂપેલા માર્ગને એટલે કે જૈન ધર્મને સ્વીકારવા લાગ્યા. આ રીતે ઉભા થયેલા વિપુલ અનુયાયી દળને સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ. ચતુર્વિધ સંઘમાં તેમણે વિભાજિત કર્યું. એમ કહેવાય છે કે આ સંઘમાં એ વખતે ૧૪,૦૦૦ સાધુઓ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧,૫૦,૦૦૦ શ્રાવકો અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ હતી. તાત્વિક ક્ષેત્રે તેમણે આ સંસાર અનાદિ અનંત હોવાનું જણાવ્યું અને તેના નિર્માતા કોઇ અમુક ઇશ્વર છે એ માન્યતાનો તેમણે ઇનકાર કર્યા અને આત્મત્વનું અને પુનર્ભવનું પ્રતિપાદન કર્યું, અને કર્મવશાત આત્માનું ભવભ્રમણ ચાલ્યા કરે છે અને કર્માથી મુકત થતાં આત્મા મેક્ષપદને પ્રાપ્ત કરે છે—આ સિદ્ધાંતો ઉપર તાત્વિક વિચારની તેમણે માંડણી કરી.
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy