SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રભુ જીવન ‘મે' જોયેલા કેટલાક (શ્રી ગુરુદયાળ મલ્લિક રચિત “DIVINE DWELLERS IN THE DESERT ”ના છેલ્લા પ્રકરણ ‘Some of the mystics I have met' ના બીજા કિસ્સા પરથી, પ્રબુદ્ધ જીવનના તા. ૧૬–૩–’૭૦ ના અંકથી અનુસંધાન ). [૨] એની આંખામાં પ્રિયતમ પ્રભુનું સૌન્દર્ય ઝળકી રહ્યું હતું, એના દેહમાં પર્વત—શી અચળતા હતી, એના ભાલપ્રદેશ પરમાત્માનું પાદાસન હતા અને એના અંગ ને મુખારવિંદ પર મૃગવર્ણી મેાહકતા હતી. જ્યારે હું એને મળવા ગયો ત્યારે એ એના એક સહ-સાધકના ઘરમાં પ્રાર્થનાની સાદડી પર બેઠા હતા, મે એને નમસ્કાર કર્યા અને એની બાજુમાં બેઠો. એટલામાં અચાનક જ વરસાદ આવ્યો અને મૂશળધાર વરસી રહ્યો. આ સંતની મૌનની કમાન પણ ઘસારા સાથે ઉછળતી એક સાદા સરળ વાપ્રવાહરૂપે વહેવા લાગી. “ વરસાદ વરસી રહ્યો છે. પ્રભુના અનુગ્રહના આ વરસાદ છે. પ્રભુની પ્યાસના પ્રકાશમાં ધૂળના એ જ ડાઘા ધોવાઇ રહ્યા છે. નીચે, સાગરના પેટાળમાં છે પેલી પોચટ છીપ-માછલી. આજે તેણે સમાચાર સાંભળ્યા છે વર્ષાના આગમનના, કોણે એ તેને પહોંચાડયા ? તેનું મ્હોં પૂરતું ખુલ્લું છે. બરા માત્ર વર્ષાના બિંદુન તેને સ્પર્શ થવા દો અને તેનું અમૂલ્ય મેતીમાં રૂપાંતર થઇ જશે ! “પરંતુ પ્રેમના આ કરુણાર્દ્ર પુકારને આજે કોણ ગ્રહણ કર્યું યા સુણે છે? પ્રત્યેક વ્યકિત પાંડિત્યના પરિગ્રહ પાછળ પૂરપાટ દોડી રહેલ છે. અને આ પાંડિત્ય એક પર્દા જેવું છે કે જે માણસને પોતાના પ્રિયતમના સતત સસંગાથથી દૂર રાખે છે. સૌ કોઇ પોતાની જાતને સુખભાગની ચિન્તા ને તલસાટની પાછળ ઢસડી રહેલ છે, પરંતુ સાધનાના પવિત્ર ધામમાં સંવેદનાના સ્મૃતિ-મંદિરમાં, એક નાનાશા ગોખ સારુ પણ કદી કોઇ પ્રેમનું કંદન કરે છે ખરું? “પ્રભુએ પોતાના સારાયે સર્જનને અન્ન-વસ પૂરા પાડવાનું માથે લીધું છે. જેની સાથે આપણે સંમત થયા હતા તે એક માત્ર શરત એ હતી કે પશ્ચિમમાં સૂરજ ઢળે તે પહેલાં આપણે તેને— પ્રભુને-શાધીશું. પરંતુ દિવસ મેળાના દેખાવે અને દેકારા માણવામાં વીતી ગયો છે અને અંધકારે આપણને ખૂબ ઘેરી લીધા છે એ જ જોવા માટે આપણે ઘેર પાછા ફરીએ છીએ. ધિક્કાર છે આપણને કે આપણે આપણા અંતરાત્માને બેવફા નીવડયા છીએ! “પુસ્તકો શા કામના છે? માણસ ન તેમાત્ર પુસ્તકોથી જીવે છે, ન રોટલાથી. તેને પ્રેમના શિક્ષણ અને પોષણની આવશ્યકતા છે. એ મોટામાં મેોટી વાસ્તવિકતા છે. જો એમ ન હોત તે પ્રભુએ ક્રાસને પોતાની મરણપથારી ન બનાવી હોત અને પ્રેમીએ પોતાની જાતને એક ચાળણી અને એક હાડપિંજર ન બનાવેલ હોત! “આપણે વ્યાપાર સ્થળના રસિયા છીએ. વ્યાપારીની યુતિઆના આપણે નિષ્ણાત છીએ. આપણે સદાય વધારે ને વધારે માટે માગણી કરતા રહીએ છીએ. આપણે ભગવાનને ભવિષ્યની ભીડ ભાંગવા માટે પ્રાર્થતા રહીએ છીએ, પરંતુ તે માટે આપણી અભીપ્સા વિસ્તારવાના રૂપમાં આપણે અગાઉથી કદી કિંમત ચૂકવતા નથી. “ દુનિયાના માણસનું ‘સર્વે સર્વા ’ છે પુરસ્કાર, બદલા, ફળ. સંપત્તિના વીંકરણને સાધવા માટે એ પોતાની જાગૃતિની પ્રત્યેક મિનિટ ખર્ચે છે. પરંતુ પ્રેમીનું સર્વેસર્વા તેના પ્રિયતમપ્રભુની વિશ્વાસપૂર્ણતામાં સરળ હૃદયની શ્રાદ્ધા હોય છે. સાધકને કેવળ સંનિષ્ઠ બનવા દો. “આષધના નિર્માતાને વિક્રેતા પાસેથી આપણા ઘાવા (જખ્મા) માટે મલમ લેવા આપણે જઈએ છીએ. આપણે એ ભૂલી 10 તા. ૧૬-૪-૧૯૭૦ રહસ્યવાદીએ’ જઈએ છીએ કે આપણી અંદર જ ચિકિત્સક બેઠેલા છે અને જીવનનાં સઘળાં દર્દી માટેની તેની દવા છે દુ:ખ...વેદના...પ્રેમની આર્ત્ત પુકાર ! ” તેણે બેલવું પુરું કર્યું અને અમે તેની રજા લેવા ત્યાંથી ઊઠયા. તેણે મને આશીર્વાદ આપ્યા અને અમે ઘરભણી જવા રસ્તે માપી રહ્યા. એ બધા વખત મારા કાનમાં ગૂંજી રહ્યા હતા એક ગીતના સૂર : “કોઈ એક શાશ્વતતાના અમૃતનો આસ્વાદ માણ્યો હોય તેથી શું થયું? જેણે કદી પ્રેમ કર્યો નથી એ કદી ખરેખર જીવ્યા નથી. માણસ પોતાના પાંડિત્યમાં સર્વસંગ્રહકાશ જેવા ભલે બને, પણ જો તેણે બાળકની જેમ પ્રેમનો આસ્વાદ માણ્યો ન હાય તો તેનું સઘળું સાધ્યું નિરર્થક ને કલેશરૂપ છે...... "" જેવું મેં આ ગીત ગાયું કે આકાશના સિતારાએ મારા પર હસ્યા અને ગુલાબ ને જૂઈ એ સૂરધારાને અનુસરવા મને સંકેત કરી રહ્યા. અનુવાદક : પ્રા. પ્રતાપ જ ટોલિયા મૂળ અંગ્રેજી : શ્રી ગુરુદયાળ મલિકજી તા. કે. જણાવતાં અન્યન્ત ગ્લાનિ થાય છે કે પ્રસ્તુત પુસ્તકના લેખક શ્રી ગુરુદયાલ મલ્લિકનું તા. ૧૪-૪-૭૦ ના રોજ ૭૪ વર્ષની ઉમ્મરે મુંબઈ ખાતે અવસાન થયું છે. સમાજવાદી કાણું? સમાજવાદ સુંદર શબ્દ છે. હું જાણું છું ત્યાં લગી સમાજવાદ એટલે સમાજનાં બધાં અંગ સરખાં: ન કોઈ નીચાં, ન કોઈ ઊંચાં. નથી માથું ઊંચું કેમ કે તે શરીરની ટોચ પર છે, નથી પગનાં તળિયાં નીચાં કેમ કે તે જમીનને અડે છે. જેમ વ્યકિતના શરીરનાં બધાં અંગ સરખાં તેમ જ સમાજ-શરીરનાં. આવી માન્યતાનું નામ સમાજવાદ, આ વાદમાં રાજા ને પ્રજા, ધનિક ને ગરીબ, માલિક નેં મજૂર એવું દૂત નથી. આ રીતે સમાજવાદ એટલે અદ્વૈતવાદ સમાજ ઉપર નજર નાખીએ તે જોઈએ છીએ કે બધે દ્રુત જ છે. આ ઊંચા, પેલા નીચા; આ હિંદુ, પેલા મુસલમાન, ત્રીજો ખ્રિસ્તી, ચેાથે પારસી, પાંચમા શીખ, છઠ્ઠો યહૂદી. વળી તેમાંય પેટાજાતિ. મારા અદ્વૈતવાદમાં આ બધાંનું એકીકરણ છે. એ બધાં અદ્ભુતમાં સમાઈ જાય. આ વાદને પહોંચવા સારું આપણે એકબીજાની સામે જોયા ન કરીએ; જ્યાં સુધી બધાને પલટો ન થાય ત્યાં લગી આપણે બેઠા રહીએ, જીવનમાં ફેરફાર ન કરીએ, ભાષણ કરીએ, પક્ષ બનાવીએ નેં બાજ પક્ષીની જેમ જ્યાં શિકાર મળે ત્યાં ઝડપ મારીએ આ સમાજવાદ નથી જ. સમાજવાદ જેવી ભવ્ય ચીજ ઝડપ મારતાં આપણાથી દૂર જ જવાની. સમાજવાદનો આરંભ પહેલાં સમાજવાદીથી થાય. એકડો હાય ને તેની ઉપર મીંડાં ચડે તેયે તેમની કિંમત બેવડી નહીં પણ દશગણી થાય ને દરેક મીંડુ થયે તેની કિંમત આગલાની દશગણી થતી જાય. પણ જો એક મીંડું જ હોય તો મીંડાં ગમે તેટલાં મેળવા છતાં તેમની કિંમત મીંડું જ રહેવાની; માત્ર કાગળ બગડશે અને મીંડાં ભરતાં મહેનત થાય તે એળે જાય. વળી, સમાજવાદ અત્યંત શુદ્ધ વસ્તુ છે; તેને પહોંચવાનાં સાધન પણ શુદ્ધ હોવાં જોઈએ. ગંદાં સાધનથી ગંદું જ સાધ્ય સિદ્ધ થવાનું. તેથી રાજાને મારીને રાજા-પ્રજા સરખાં ન જ થાય, માલિકને મારીને મજૂર માલિક નહીં બને. આમ બધાને વિષે ઘટાવી શકાય. * સત્યવાદી, અહિંસક, પવિત્ર સમાજવાદી જ જગતમાં કે હિંદુસ્તાનમાં સમાજવાદ ફેલાવી શકે. સમાજવાદ આચરનારો દેશ હજુ કયાંય નથી. મેં બતાવ્યાં તે સાધન વિના એવી સમાજસ્થાપના અસંભવિત છે. ‘હરિજનબંધુ’ ૧૩-૭-૪૭ ગાંધીજી
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy