________________
તા. ૧-૩-૭૦
પ્રબુદ્ધ જીવન
૨૪૩
પ્રકીર્ણ નેંધ
અને તેમની અને અસાધારણ વાત્સલ
પુત્રી સદશા
# સરવશીલા શ્રી વિજ્યાબહેન પરીખને એકાએક સ્વર્ગવાસ - તા. ૨૫ મી ફેબ્રુઆરીની વહેલી સવારે શ્રી દુર્લભજી ઉમેદરચંદ પરીખનાં પત્ની સૌ. વિજયાબહેનના એકાએક નીપજેલા અવસાન દ્રારા વિધાતાએ વિરલ નજરે પડે એવા એક દંપતી–મુગલને ખંડિત કર્યું છે. આઝાદીના આન્દોલનનાં જુદા જુદા તબકાઓ સાથે જોડાયેલા આ કુટુંબને પરિચય આપવાની જરૂર નથી. જેમણે ૧૯૩૦-૩૨ ના સવિનય સત્યાગ્રહની લડત નિહાળી છે , અને પરદેશી કાપડ અને દારૂના પીઠાની પીકેટિંગ કરતી દેશ સેવિકાઓનાં પરાક્રમને જાણ્યાં સાંભળ્યા છે તેઓ વિજ્યાબહેનને જાણતા ન હોય એમ બને જ નહિ. આ વિજ્યાબહેનની ઉંમર ૭૨ વર્ષની હતી જયારે દુર્લભજીભાઈની ઉમ્મર આશરે ૭૫ વર્ષની છે. દેશી રજવાડા સામેની લડતના ઈતિહાસમાં દુર્લભજીભાઈ અને તેમના લઘુબંધુ રસિકભાઈને અસાધારણ ફાળે છે. આ તેમની પ્રવૃત્તિઓમાં સૌ. વિજયાબહેને તથી સૌ. શારદાબહેને સતત સાથ આપ્યો હતો. વિજ્યાબહેન પતિપરાયણ પત્ની હતાં; વાત્સલ્યપૂર્ણ માતા હતાં: તેમનામાં નીડરતા તેમજ શાણપણને અપૂર્વ સમન્વય હતો; ધીર ગંભીર અને એમ છતાં જેના મોઢા ઉપર મધુર સિમત સદા સંકિત રહેતું એવાં એક પ્રૌઢ ગૃહિણી હતાં.
ગયા જલાઈ માસની ૩૧ મી તારીખે તેમનાં પુત્ર-પુત્રીઓએ માતપિતાએ લગ્ન જીવનનાં સાઠ વર્ષ પૂરાં કર્યા તે અંગે આનંદ દર્શાવવા, શ્રી ઢેબરભાઈના પ્રમુખપણા નીચે એક પછી પૂર્તિ સમારંભ
જય હતે. પ્રસંગે બોલતાં શ્રી ઢેબરભાઈએ જણાવ્યું હતું. કે: “વિજ્યાબહેન આજન્મ સેવિકા છે. તેમણે કુટુંબની અને સમાજની સેવા કર્યું જ રાખી છે. ભરેલું કુટુંબ તેમણે માના વાત્સલ્યથી સાચવ્યું છે, કોણ કહેશે કે વિજ્યા બહેન રસિકભાઈનાં મા નહિ પણ ભાભી છે? કોણ કહી શકનું કે શારદાબહેન (રસિકભાઈને છેડા સમય પહેલાં અવસાન પામેલા પત્ની) નાં તે જેઠાણી છે? ખબર જ ન પડે. વિજયાબહેન રઈમાં ડૂળ્યા હોય – કપડાં ધોવાનું પણ કરે– કોઈને ખબર ન પડે કે તેઓ શ્રીમંતનાં પત્ની છે. મને લબડીનાં બે બહેન યાદ આવે છે જે પોતાની આ સુખી સ્થિતિમાં પણ રાઈ કરવી, કપડાં ધોવાં, દળણુ અને કાંતવાનું પણ ન છોડે: પૂ. ભકિતબા અને વિજ્યાબહેન. દુર્લભજીભાઈ અને વિજ્યાબહેનને સંસાર કેટલીયે કસેટીમાંથી પસાર થયો છે, પરંતુ હાંસથી અને એકરાગથી તેમણે ચલાવ્યું છે” આમાંનાં એક વિજયાબહેન દુર્લભજી ભાઈને છોડીને સ્વર્ગે સીધાવ્યા છે.
મારે આ બન્ને દંપતી સાથે વર્ષોજુને મૈત્રી સંબંધ છે. પાંચ પંદર દિવસ જાય અને તેમને મળવા ન જઉં તે ન મને ચેન પડે, ન તેમને. વિજ્યાબહેનને મારા ઉપર ખૂબ જ ભાવ હતો. હજુ ગયા શુકવારે ૨૦ મી તારીખે સાંજે તેમને મળવા ગયેલો ત્યારે દુર્લભજીભાઈ લક્વાની આછી અસરમાંથી તાજેતરમાં મુકત થયેલા હોઈને તેમણે મને જણાવ્યું કે: “હું તો સારો થઈ ગયે, પણ હવે આને વારે આવ્યો છે. આ હવે કાંઈક ઢીલી પડી છે પણ મારું તે માનતી જ નથી અને સાવ આરોમ લે જોઈએ તેના બદલે કાંઈને કાંઈ કામ કર્યા જ કરે છે.” એ વખતે એવી કલ્પના પણ કયાંથી હોય કે વિજ્યાબહેન સાથે આ મારૂં છેલ્લું મિલન હતું? તેઓ ત્યાર બાદ પણ કાંઈક ઢીલાં એમ છતાં પણ પિતાના કામકાજમાં સતત નિમગ્ન જ હતાં. ૨૪ મીની રાત્રે નિરાંતે સ્વસ્થતાપૂર્વક સૂતા. સવારના પાંચ વાગ્યે તેમને ભારે શ્વાસ સાંભળી દુર્લભજીભાઈ ઊઠી ગયા અને જોત જોતામાં વિજ્યા બહેને આંખ મીંચી દીધી. અનેક બહેનોના નિકટ પરિચયમાં આવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ આવી સત્વશીલ, સદા પ્રસન્ન, ત્યાગપરાયણ અને વાત્સલ્યસભર સન્નારી મેં બીજી કોઈ જોઈ નથી. તેમના જવાથી એકલા બનેલા દુર્લભજીભાઈને એકલવાયાપણું નભાવવાની પરમાત્મા તાકાત આપે એ જ પ્રાર્થના !
એક વ્યકિતવિશેષને દુ:ખદ દેહવિલય - અમદાવાદનિવાસી શ્રી ત્રિકમલાલ મહાસુખરામના તા. ૧૬ મી ફેબ્રુઆરીના રોજ ૭૧ વર્ષની ઉંમરે નીપજેલા અવસાનથી માત્ર જૈન સમાજને નહિ, વિશાળ ગુજરાતી સમાજને એક સંસ્કારપ્રેમી
ગૃહસ્થની બેટ પડી છે. તેઓ કાપડના કુશળ વ્યાપારી હતા પણ સાથે સાથે તેમને સત્સંગપ્રેમ અને તત્ત્વજિજ્ઞાસા અસાધારણ હતાં. આચાર્ય રજનીશજીનો હજુ ગઈ કાલ સુધી તેમને ત્યાં ઉતારે હતે. મુંબઈમાં જ્યારે પણ શ્રી જે. કૃષ્ણમૂર્તિ આવે ત્યારે તેમના વાર્તાલાપને લાભ લેવા તેઓ અચૂકપણે મુંબઈ આવતા. શ્રી વિમલાબહેન ઠકાર વિશે તેમના દિલમાં અસાધારણ વાત્સલ્ય અને આદરભાવ હતા અને તેમની અને વિમલાબહેન વરચે પિતાપુત્રી સદૃશ બંધ હતો. શ્રીમદ્ રાજચંદ્ર વિશે તેમનામાં અપૂર્વ ભકિત હતી. છેલ્લાં વર્ષો દરમિયાન શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય પ્રગટ કરવા પાછળ તેમણે ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો. તેઓ જન્મે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક હતા એમ છતાં પણ સર્વ પ્રકારના સાંપ્રદાયિક અભિનિવેશથી તેઓ મુકત હતા. સત્સંગ ઉપરાંત સવાંચનને તેમને ખૂબ શોખ હતો. તેમની સાથે મને વર્ષો જૂનો પરિચય હતા અને તેમના પ્રેમાળ સ્વભાવથી હું ખૂબ પ્રભાવિત હતે. દાદા ધર્માધિકારી તથા શંકરરાવ દેવના અમદાવાદ ખાતેના તેઓ યજમાન હતા. * ' તેઓ શરીરે તન્દુરસ્ત હતા. પખવાડિયા પહેલાં પક્ષઘાતને હુમલો આવ્યો અને તેમાંથી તેઓ ઉગરી ન શકયા. તેઓ પોતાની પાછળ બહાળે કટુંબપરિવાર મૂકી ગયો છે. તેમના વિશે આપણું દિલ ઊંડી સહાનુભૂતિ અનુભવે તે સ્વાભાવિક છે. તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાઓ. ભાગવત વિશે શ્રીમદ્ રાજચંદ્રને એક પત્ર
૧૬ મી જાન્યુઆરીના પ્રબુદ્ધ જીવનમાં ‘ભાગવત વિષે કાંઈક એ મથાળા નીચે અમદાવાદવાળા ડે. કાંતિલાલ શાહનું એક લાંબુ ચર્ચાપત્ર અને તે ઉપર મારી એક ટૂંકી નોંધ પ્રગટ થઈ હતી. ત્યાર બાદ મારી વલણના સમર્થનમાં એક મિત્રે ભાગવતમાંથી ભૌતિક કામભેગ સૂચક કેટલાંક અવતરણે લખી મોકલ્યા છે, જ્યારે વવાણીયામાંથી મુનિ પુણ્યવિજયજીએ શ્રીમદ્ રાજચંદ્ર સ્વ. સભાગભાઈ ઉપર લખેલા એક પત્રની નકલ (“શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથપત્રાંક ૧૭૪-૭૫ સં ૧૯૪૭ માહ વદ ૩) મારી જાણ માટે મક્લી છે. ઉપર જણાવેલ પત્રમાં રજૂ કરવામાં આવેલાં અવતરણ અહિં આપવાની મને કાંઈ જરૂર લાગતી નથી, પણ શ્રીમદ્ ભાગવત વિષે શ્રીમદ્ રાજચંદ્ર કે અહોભાવ ધરાવતા હતા તે તે મારે “પ્રબુદ્ધ જીવન’ ના વાચકો સમક્ષ રજુ કરવું જ જોઈએ એમ સમજીને તે પત્રની નકલ નીચે આપું છું :
“આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયા ઈઝેલી પરા ભકિત કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગેપીએ ભગવાન વાસુદેવ (કૃણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી એવી
એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે, અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળકમળ છે એ મહીની મટુકી છે અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગેપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્ય, હાંરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત, તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. બીજું કશુંય પ્રાપ્ત કરવા ગ્ય નથી. માટે તમે પ્રાપ્ત કરે. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુઅને પ્રાપ્ત કરે અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છે * “પુરાણ પુરૂને નિત્ય શાશ્વત આત્માના અર્થમાં શ્રીમદ્ રાજચંદ્ર અનેકવાર પ્રયોગ કર્યો છે.