________________
૧૯૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૭૦
આપણને પડકારી રહેલ છે.; નાના સરખા પણ અન્યાયને–અધર્મને પ્રતિકાર કરવાનો આપણે સતત પુરૂષાર્થ દાખવતાં રહીએ. ચેતરફ ભીંસ, મુંઝવણ, અકળામણ, વેદના, વ્યથાનાં આપણને દર્શન થાય છે; કોઈ પણ દુ:ખી, દલિત, પીડિતને રાહત પહોંચાડવા આપણે હાથ સતત લંબાવતા રહીએ. આપણા સંઘના નિર્માણ પાછળ આ ભાવના રહેલી છે. એ ભાવનાને આપણા જીવનમાં શકય તેટલી ઉતારીને સંઘના અસ્તિત્વને આપણે ચરિતાર્થ કરીએ એ જ આપણી કામના હ! એ જ આપણી પ્રાર્થના હે! - પંડિત દલસુખભાઇ માલવણિયા
ત્યાર બાદ સંઘના ખાસ નિમંત્રણને માન આપીને એમદાવાદથી આવેલા પંડિત સુખલાલજીના પ્રતિનિધિ સમાં પંડિત દલસુખભાઈ માલવણિયાએ જણાવ્યું કે :
પંડિત સુખલાલજી સાથે હું કાશીમાં રહેતા હતા તે દરમિયાન એ વખતનું પ્રબુદ્ધ જૈન” પંડિતજીને અક્ષરે અક્ષર વાંચી સંભળાવતો અને આ રીતે મારો સંબંધ જૈન યુવક રાંઘ સાથે આજે વર્ષોથી થયો છે. શ્રી પરમાનંદભાઈ પ્રબુદ્ધ જીવન’ માટે લખવાનું મને નિમંત્રણ આપતા-એકાદ બે વાર મારા બેત્રણ લેખે પાછા પણ મેકલી મને સુધરવાને અવસર પણ આપ્યો છે, પણ મારે કહેવું જોઈએ કે મારા સારામાં સારા લેખે ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રકટ થયા છે.
મને ઘણીવાર વિચાર આવે છે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના જૂના નેતાએ શું નેતાગીરી છોડવા માગતા નથી કે નવી પેઢી તેમાં આવવા માગતી નથી? અને નવી પેઢી આવતી નથી તે કેમ આવતી નથી? મને લાગે છે કે આજે જીવનમાં પૈસાનું મહત્ત્વ વધતું જાય છે અને આજની પેઢીને પણ આમાં રસ લાગવા માંડે છે. હું ઈચ્છું છું કે નવી પેઢી કંઈક વિચાર કરતી થાય અને વિચારક્રાંતિ જૈન સમાજમાં પહોંચાડે. - “બીજું સંઘને મારું નમ્ર સૂચન એ છે કે જેમ અહિં રાષ્ટ્રની સમસ્યાઓ ઉપર પ્રવચને ગોઠવાય છે એમ સમાજની સમસ્યાઓ ઉપર પણ પ્રવચને ગેઠવાય.
અંતમાં, શ્રી પરમાનંદભાઈએ એમના પ્રવચનમાં મુકત થવાની વાત કરી છે તો મારે કહેવાનું કે “પ્રબુદ્ધ જીવન’ તથા પર્યુષણ વ્યાખ્યાનમાળા તે તેમનાં સંતાન છે, તે તે તેમનાથી છોડાય જ નહિ. બધું પરમાનંદભાઈ સાથે ન જાય એમ હું પ્રાર્થ...નવી જગ્યામાં પ્રવૃત્તિના વિકાસની શકયતા ઊભી થઈ છે ત્યારે સંઘ નવી નવી પ્રવૃત્તિઓ વિચારે - આદરે એ જ અભ્યર્થના.”
પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા મને જૈન યુવક સંઘને પરિચય શ્રી પરમાનંદભાઈ દ્વારા અને પ્રબુદ્ધ જીવન” દ્વારા થયો છે અને ઉત્તરોત્તર વધતો રહ્યો છે. મને કેટલાય વર્ષોથી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાન આપી જ્ઞાનસત્રમાં મારું પણ સાકય કરવાની તક આપી છે એ માટે હું આ સંસ્થાનો ખૂબ ચ્છી છું.
સંઘની દષ્ટિ હંમેશા anti-thesis ઉપર રહી છે. એટલે બે પેઢી વચ્ચે અંતર રહેવાનું જ. ગતિ એ પ્રગતિ નથી, ગતિની દિશા નક્કી કર્યું પ્રગતિ થાય છે. પરિવર્તન માટે દિશા નક્કી કરવી જોઈએ. શ્રી મુંબઈ જેન યુવક સંઘે હંમેશા દિશા નક્કી કરી પરિવર્તન દ્વારા પ્રગતિ કરી છે, અને એમાં શ્રી પરમાનંદભાઈ એક જોતિધર સમાં રહ્યા છે, શ્રી પરમાનંદભાઈ વિચરનિષ્ઠ છે, રસમાંજની પરિસ્થિતિ જાણી સમાજમાં પ્રકાશ લાવે છે, તેમનામાં મેં એક ખરી માનવતાની ભાવના ફરતી જોઈ છે. આજના નવા પ્રસ્થાનનાં મંગલ પ્રસંગે તેમ- હું અભિનંદન કરું છું.
શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી આજે મને કેટલાંય જૂના સ્મરણો સ્મૃતિ પટ ઉપર ઉપસી આવે છે. સંઘની સ્થાપના અમે કરી ત્યારે અમારામાં એક તરવરાટ હતું, અમે દોડતા - અથડાતાં. જૈન યુવક પરિષદ અને સવિનય ભંગના એ દિવસે. અમારે સમાજ સાથે અથડામણના દિવસે હતા. અમે એ વખતે જે પત્રિકા ચલાવતા એ સરકારે જપ્ત કરી, જામીનગીરી
માગી - અમે જામીનગીરી ન આપી - અને પત્રિકા સમય બાદ મેં પણ થોડો સમય આ પત્રિકાનું તંત્રીપદ સંભાળી પત્રિકા પાછી છાપવી શરૂ કરી ... આ સંઘ અનેક પ્રવાહો - વમળો અને સંયોગથી પસાર થયો છે. મારા દિલમાં આજે એક વેદના છે. આપણે ભૂતકાળને સાવ જ ફેંકી ન દઈએ—એમાંથી ઘણું લેવા જેવું છે. હવે ૧૯૭૦ થી નવો યુગ શરૂ થાય છે. પૂજ્ય કાકાસાહેબની આશીર્વાદથી સંઘ નવા કદમ ઉપાડશે એવી મારી અભિલાશા છે અને નવી આગેવાનીની - નવી ક્રાંતિની મશાલની જરૂર છે એ આપણે યુવક સંઘ આપશે તો ઈતિહાસમાં સંઘનું નામ ઉજજવળ અક્ષરે લખાશે.
- શ્રીમતી લીલાવતીબહેન દેવીદાસ
હું યુવક સંઘ સાથે ૩૭ વર્ષથી સંકળાયેલી છું. આજે શરીરે અમે ભલે વૃદ્ધ થયા પણ અમારા વિચારો આજેય યુવાને જેવા છે. આજે જૂના સાથીઓની સાથે કારોબારીમાં ઘણા નવા યુવાને આવ્યા છે એથી હું આનંદ અનુભવું છું - મને નિરાશ થવા જેવું કશું જ લાગતું નથી, અને અમારે માટે તો આ પરમાનંદને જ સમય છે. સંધ જમાનાને અનુરૂપ કાર્ય કરે એવી પરમાત્માને મારી પ્રાર્થના છે.
શ્રી મૃણાલિનીબહેન દેસાઈ જૈન યુવક સંઘ સાથેના સંબંધને સરવાળે હું કાઢતી હતી, ' ત્યારે મને લાગ્યું કે આપના સમાગમથી મને પારવિનાનો લાભ થયું છે. આ સંઘમાં મારા જેવી બ્રાહ્મણ, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવે–ફાધર વાલેસ આ સંઘને નાતાલને શુભેચ્છા સંદેશ પાઠવેઠેઠ કલકત્તાથી વિજ્યસિહ નહાર જેવી આગેવાન વ્યકિત અહિ ઉપસ્થિત થાય - આમાં સંધની સાંપ્રદાયિકતા કયાંય હું જોતી નથી. એ દાવે સંધ પ્રત્યે મને હંમેશ પૂજ્યભાવ રહ્યો છે અને હું પર્યુષણ દરમ્યાન વ્યાખ્યાન આપું, વ્યાખ્યાને સાંભળું એટલે હું અર્ધી . જૈન થઈ ગઈ છે. આજે મારે વિશેષ કહેવાનું નથી, ફકત એટલું જ કહીશ, આ સંઘનો અક્ષરદેહ અમર રહે - અક્ષરદેહ એ જ અવિનાશી દેહ છે.
શ્રી વિજયસિંહ નહાર કલકત્તાથી આજ સવારે આવેલા જાણીતા કેંગ્રેસી આગેવાન શ્રી વિજ્યસિહ નહારે નીચે મુજબ જણાવ્યું: | મારો અને મારા કુટુંબને શ્રી પરમાનંદભાઈ સાથે બહુ જ ને ગાઢ સંબંધ છે. યુવક સંઘને મેં એક ક્રાંતિકારી સંઘ તરીકે જો છે–જાણ્યો છે. હું સંઘને મુબારકબાદી દેવા જ અહિં આવ્યો છું.
ત્યાર બાદ સંઘનાં મંત્રી શ્રી ચીમનલાલ જે શાહે કહ્યું - મારી પૂર્વેના વકતાઓને સાંભળીને મને લાગે છે કે હવે અમારે બીલકુલ બેલિવું ન જોઈએ અને કામ ઉપર ચઢી જવું જોઈએ. આથી હું કશું જ બોલવા માંગતો નથી - પણ એટલું જરૂર કહીશ કે સંસ્થામાં પ્રાણનું - અને ઈમારતનું પાયાનું મહત્ત્વ છે એટલું જ મહત્વ સંસ્થાના હાથપગનું અને ઈમારતની ઈંટનું છે-આ સંસ્થાના વિકાસમાં ઘણાને સાથ છે. અમારા કાર્યાલયનાં કર્મચારીઓ પણ સંસ્થાને પિતાની માની કામ કરે છે. એમને આજના શુભ પ્રસંગની ખુશાલીમાં શ્રી કાકાસાહેબના શુભહસ્તે આર્થીક ભેટ આપતાં અમે આનંદ અનુભવીએ છીએ.
અને આ પછી -
શ્રી કાકાસાહેબના શુભ હસ્તે શ્રી શાંતિલાલ શેઠ–કાર્યાલયના વ્યવસ્થાપકને રૂા. ૫૦૧, ગ્રંથપાલ શ્રી લક્ષમીચંદ મહેતાને રૂા. ૨૫૧, સિપાઈ બાબુને રૂ. ૧૦૧ આપવામાં આવ્યા હતા.
(આ પ્રસંગે કાકાસાહેબ કાલેલકર તરફથી મળેલું અને છપાયેલું ( પ્રવચન નીચે મુજબ હતું.) - પરમાનંદ માણવાને અવસર
મને યાદ છે તે પ્રમાણે શ્રી પરમાનંદભાઈ સાથે મારો પરિચય સ્વામી આનંદ મારફતે થયો હતો. એમના બનેવી ભાઈ શ્રી હીરાલાલ અમૃતલાલ સાથે પરિચય ત્યાર પછીને, પણ તરત જ. હવે જોઈએ. હીરાલાલભાઈ સાથેનો પરિચય આકાશના તારા