________________
તા. ૧-૧-૭૦
પ્રબુદ્ધ જીવન
૧૫
મુંબઈમાં ફાટેલા કોમી દાવાનળમાં ભોગ બન્યા અને સંઘને તેમની કીંમતી સેવાનો લાભ મળતા એકાએક કાંધ થયો.
એવા જ ત્રીજા સાથી કાર્યકર્તા શ્રી અમીચંદ ખેમચંદ શાહને પણ મારે યાદ કરવા રહ્યા. તેઓ જીંદગીનાં પાછળનાં વર્ષોમાં પાટણ જઈને વસ્યા હતા અને સેવાપ્રવૃત્તિમાં રોકાયેલા હતા. ગયા વર્ષે જ તેમને ત્યાં અવસાન થયું.
જૂના હયાત સાથીઓમાં સંધના સ્થાપકોમાંના એક શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી આજે પણ સંઘની કાર્યવાહી સાથે જોડાયેલા છે અને આપણી વચ્ચે બિરાજમાન છે. આ પ્રસંગે બીજા ભાઈ તારાચંદ કોઠારીને પણ મારે યાદ કરવા રહ્યા. તેઓ આજે સંધના સભ્યપદ ઉપર નથી પણ તેઓ સંઘના સભ્યપદ ઉપર વર્ષો સુધી રહ્યા છે અને તે દરમિયાન તેમણે સંધને અનેકવિધ સેવાઓ આપી હતી.
સંઘના પ્રારંભથી હું સંઘ સાથે જોડાયે હોઈને અને તેની કાર્યવાહીમાં મને અગ્રસ્થાન મળતું રહેલું હોઈને સંધને અનેક રીતે મારાથી ઉપયોગી થવાનું બન્યું છે એની મારાથી ના નહિ કહેવાય અને તે બધું ધ્યાનમાં લઈને સંઘના નવા કાર્યાલયના સભાગૃહ સાથે મારું નામ જોડવાનું આપ સર્વે એ વિચાર્યું હોય એ હું સમજી શકું છું, અને તે માટે આપને હું ખૂબ જ આભારી છું. આમ છતાં પણ સંધ પ્રત્યે મારૂં કેટલું ત્રણ છે તેને હું આપને કઈ રીતે ખ્યાલ આપું? મારી અનેક નબળાઈઓ અને ત્રુટિઓ હોવા છતાં સંઘે મને એક સરખા આદર અને સદ્ભાવથી નભાવ્યો છે અને મારામાં રહેલી શકિતઓને બહાર લાવવાની–તેને અભિવ્યક્ત રવાની-તક આપી છે એ કોઈ નાની સૂની વાત નથી. મારા અંગત ઘડતરમાં સંઘને નાને સૂને ફાળે નથી. પ્રબુદ્ધ જૈનનું –પાછળથી પ્રબુદ્ધ જીવનનુંસંપાદન પ્રારંભથી તે આજ સુધી– મારા હસ્તક કાયમ રાખીને મારા ચિન્તન, મનન અને લેખનને વિકસાવવામાં રસંધ બળવાન નિમિત્ત બનેલ છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળાના મારી હસ્તકના આજ સુધીના આયોજન દ્વારા સમાજ અને રાષ્ટ્રના અનેક ચિન્તકો અને વિચારકોના સંપર્કમાં આવવાની મને જે તક મળી છે તેનું મૂલ્ય હું કઈ રીતે અંકું?
- સંધના નવા કાર્યાલયના આજે થઈ રહેલા ઉદ્ઘાટનને સંધની ઉજજવળ કારકીર્દિના એક નવા સીમાચિહ્ન તરીકે હું પીછાણું છું. આ નવા કાર્યાલય દ્વારા જે નવી સગવડો સંઘને પ્રાપ્ત થઈ છે તેને પૂરો લાભ ઉઠાવવામાં આવે તે સંધની ચાલુ પ્રવૃત્તિઓને નવી ચાલના મળશે અને નવી પ્રવૃત્તિઓનાં દ્વાર ખૂલ્લાં થશે એમ હું માનું છું.
આજના આ નવા પ્રસ્થાન પ્રસંગે મારા પક્ષે મારે જણાવવું રહ્યું કે હવે મને ઉમ્મરની અસર વર્તાવા લાગી છે; મારી કાર્યક્ષમતા અંશત: પણ ઓસરતી જતી લાગે છે; નવા વિચારપ્રવાહોને ઝીલવાનું સામ્યર્થ પણ ઘટતું જતું એનુભવું છું. આ કારણે સંઘની પ્રવૃત્તિઓના સંચાલનની જવાબદારીથી હું હવે મુકત થવા ઈચ્છું છે. આજથી સંધ માટે નવા યુગ શરૂ થાય છે અને તેની જવાબ- દારી વહન કરવાનું કામ હવે મારા સાથી કાર્યકરોને સંપું છું. આને અર્થ એ નથી કે સમાજ સેવાની અને સમાજનું સમયેચિત વૈચારિક પરિવર્તન સાધવાની મારી ઝંખના જરા પણ મંદ પડી છે. પણ અંગ્રેજીમાં કહેવત છે ને કે “Spirit is willing, flesh is weak’ ચેતના એટલી જ સતેજ છે, પણ શારીરિક ક્ષમતા ઊણી માલુમ પડે છે–આવું કાંઈક હું અનુભવું છું. આંખે પણ વિશેષ કામ આપવાની ના પાડતી હોય એમ લાગે છે. આ જ દષ્ટિએ ‘પ્રબુદ્ધ જીવનના સંપાદનની જવાબદારી સંભાળે એવી કોઈ સમર્થ વ્યકિતની હું શોધમાં છું. બાકીની બધી જવાબદારી તે સાથી કાર્યકરી સંભાળશે, એટલું જ નહિ પણ, સંઘના અઘતન કાર્યને જરૂર વિકસાવશે એ મારે તેમના વિષે વિશ્વાસ છે.
આજે જ્યારે જાણે કે આપની વિદાય લઈ રહ્યો હોઉં એવા સંવેદનપૂર્વક હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે મારા સાથીઓને ઉદ્દેશીને બે શબદ કર્યું તો તે અસ્થાને નહિ ગણપથ.
આપણા સંઘની આજ સુધીની કાર્યવાહીનું નિર્માણ કરવા પાછળ એક ચોક્કસ પ્રકારની વિચારણા રહેલી છે. સંઘને ઉદ્દેશ જનવાણી રીતરસમને પડકાર આપતા રહેવાનું અને તે કારણે સમાજ સાથે અથડામણ નેતરતા રહેવાના હોઈને, સંઘનું વિચાર– સ્વાતંત્ર્ય અબાધિત રહે એ હેતુથી, જે પ્રવૃત્તિમાં વિપુલ અર્થસંચયની અપેક્ષા રહે એવી પ્રવૃત્તિ સંઘે હાથ ન ધરવી –એવી આપણી નીતિ રહી છે, પણ સાથે સાથે આ ધારણ અનુસાર સંધ જે જે પ્રવૃત્તિ હાથ ધરે તેને બને તેટલી સમૃદ્ધ અને ઉર્ધ્વગામી બનાવવી એ પણ આપણું લક્ષ રહ્યું છે. આ ખ્યાલ અનુસાર સંધની બે મુખ્ય પ્રવૃત્તિઓનેપ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળાને-આપણે ઉત્તરોત્તર વિકસાવતા રહ્યા છીએ. સંઘને આજે વિશાળ કાર્યાલય મળતાં સંઘનું પુસ્તકાલય અને વૈદ્યકીય રોહત પ્રવૃત્તિને વિકસાવવાને આપણે સંકલ્પ કર્યો જ છે. વિશાળ સભાગૃહ પ્રાપ્ત થવાના કારણે, વિચારોના આદાનપ્રદાનને ઘણે વેગ મળશે એવી આશા છે.
સંઘની આજ સુધીની પ્રવૃત્તિ અતિ સીમિત રહી છે એ મને કબુલ છે, પણ સંઘના ક્રાન્તિલક્ષી ઉદ્દેશેને બાધક બને એવી કોઈ પણ વિચારોની બાંધછોડ સંઘે આજ સુધી કરી નથી. સંઘ સ્થપાય ત્યારે અનેક જૈન યુવક સંઘે અળશિયાની માફક ફૂટી નીકળેલા. તે બધા થોડા સમયમાં અસ્ત થઈ ચૂક્યા, ત્યારે આ સંઘ આજ સુધી એક ટકી રહ્યો છે અને તેનું સ્વતંત્ર વ્યકિતત્વ એક સરખું અખંડિત અને સુરક્ષિત જળવાઈ રહ્યું છે. આ બાબતને મને સંતોષ છે. આ પરંપરાને યથાવત જાળવી રાખવા મારા સાથી સૂત્રધારેને મારો અનુરોધ છે.
આજે જ્યારે હું નવી પેઢીને જોઉ છું, અને જે પેઢીને હું ગણાઉ તે પેઢી સાથે આજની પેઢીને હું સરખાવું છું, ત્યારે આજની પેઢીમાં વ્યક્તિસ્વાતંત્ર્યની ખુમારી, સાહસિકતા, પ્રણાલિકામુક્તિ, નવચેતનાનો આવિષ્કાર અને દષ્ટિક્ષીતિજનું ક્ષેત્રફલક પ્રમાણમાં વધારે વિકસેલું દેખાય છે, જ્યારે વિદ્યાવ્યાસંગ, કાર્યનિષ્ઠા, સંયમ, સાદાઈ, સેવાની તમન્ના, ત્યાગની ભાવના, પરિશ્રમનિષ્ઠા, ધબક્તા હૃદયની સંવેદનશીલતા–આ ગુણાને, આજની પરિસ્થિતિની માંગ મુજબ, ઉત્કર્ષ હોવ ઘટે, તેના બદલે તેમાં શિથિલતા નજરે પડે છે. આજને યુવક વધારે મનસ્વી છે, મોજમજાહ તરફ તેનું મન વધારે ઢળેલું છે; સમાજપરિવર્તનની તાલાવેલી તેનામાં બહુ ઓછી દેખાય છે. આજના જીવનનાં આ ભયસ્થાને તરફ મારા સાથી સહકાર્યકરોનું અને સંઘના સભ્યોનું ધ્યાન ખેંચવાનું મને કર્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે.
મિત્ર, ક્રાન્તિની ચિનગારીમાંથી પણ સંઘને જન્મ થયો છે. આપણે સંધ ગમે તેટલે ના હોય, આપણું કાર્યક્ષેત્રે ગમે તેટલાં સીમિત હોય, એમ છતાં પણ આપણે ન ભૂલીએ કે આપણે સમાજકાતિના મશાલચીએ છીએ, વૈચારિક ક્ષેત્રે સમયોચિત પરિવર્તન સતત સાધતા રહેવું એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણને આળસપ્રમાદ ન પરવડે આપણા વિચાર અને વર્તન વચ્ચે વિરોધ ન પાલવે, મેજમા અને આનંદમાં આળોટવાનું આપણને ન શોભે: દ્રવ્યોપાર્જનની ઉપેક્ષા થઈ ન શકે, એમ છતાં પણ બચત સમયના સેવા અને સદ્વાંચનમાં જો આપણે પૂરો ઉપયોગ ન કરીએ તો ગાંધીજીના લાયક વારસ આપણે ન ઠરીએ. આપણે ક્ષણ ક્ષણને હિસાબ આપવાનું છે એવી જાગૃતિપૂર્વક જીવન જીવતા થઈએ.
ધાર્મિક તેમ જ સામાજિક અનેક અનિષ્ટ રૂઢિઓ વડે સમાજજીવન રૂંધાયેલું છે; આ રૂઢિઓની પકડમાંથી આપણી જાતને તથા સમાજને મુકત કરવા પાછળ આપણી સર્વ શકિતઓને વેગ આપીએ. ચેતરફ અન્યાય, નબળા ઉપર સબળાની શિરજોરી, અધર્મ