________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૭૦
ખુલ્લાં પાડવાં, જુનવાણી સમાજને નિહિત હિતેની પકડમાંથી મુકત કરી પ્રગતિના માર્ગે ગતિમાન કરવો, જૈન સમાજમાં રાષ્ટ્રવાદની ભાવનાને સંચાર કરવે-આવા હેતુપૂર્વક આ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. એ સંઘનું સભ્યત્વ જૈન શ્વે. મૂ. સમાજના યુવકો પૂરતું સીમિત હતું, અને એનું કાર્યક્ષેત્ર એ જ સમાજના પ્રશ્નોની ચર્ચા, આલોચના તથા તેને લગતા આન્દોલન પૂરતું મર્યાદિત હતું. એ દિવસેની આપણા સંઘની કામગીરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના ઈતિહાસમાં આપણને ગૌરવ આપે એ રીતે નોંધાયેલી છે. એ કામગીરીના સંદર્ભમાં, ૧૯૩૬ માં અમદાવાદ ખાતે ખાતે ભરાયેલી બીજી જૈન યુવક પરિષદના પ્રમુખ સ્થાનેથી કરાયેલા મારા ભાષણે જે લોભ પેદા કર્યો હતો, અને જેનું પરિણામ મારા સંઘબહિષ્કારમાં આવ્યું હતું, તેનું પણ આજે સ્મરણ થાય છે. સમથોચિત વિચારવિકાસના પરિણામ રૂપ, ૧૯૩૮ના એપ્રિલમાં સંઘના બંધારણની નવી રચના થઈ. આના પરિણામે જૈન યુવકોને- જે ચોક્કસ પ્રગતિશીલ વિચારસરણી રવીકારે તેવા જૈન સમાજના બધા ફિરકાના યુવકને - સંઘમાં પ્રવેશવાને હક્ક મળે. ચાનું પરિણામ સંઘના કાર્યક્ષેત્રને વિશાળ બનાવવામાં આવ્યું. સંઘના પાક્ષિક મુખપત્ર તરીકે “પ્રબુદ્ધ જૈન” તા. ૧-૫-૩૯ ના રોજ શરૂ કરવામાં આવ્યું. તેના તંત્રી તરીકે એ વખતના સંધના મંત્રી સ્વ. મણિલાલ મકમચંદ શાહની નિમણૂક કરવામાં આવેલી, પણ તેના સંપાદનની જવાબદારી મને સોંપવામાં આવી હતી, જે આજ સુધી હું સંભાળી રહ્યો છું. ૧૯૫૩ થી સાલમાં પ્રબુદ્ધ જૈન’નું પ્રબુદ્ધ જીવનમાં રૂપાન્તર થયું, અને તે રૂપાન્તરે સંઘના મુખપત્રને વધારે વ્યાપક રૂપ આપ્યું.
પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ તે ૧૯૩૨ ની સાલથી કરવામાં આવેલો, પણ તેને વ્યવસ્થિત રૂપ ૧૯૩૬ની સાલથી આપવામાં આવ્યું ત્યારથી, તેના આયોજનની જવાબદારી આજ સુધી મુખ્યત્વે મારા શિરે રહી છે.
૧૯૫૪ની સાલમાં નો ઠરાવ કરીને જેની વિચારસરણી પ્રત્યે આદર ધરાવતા જૈન - જૈનેતર સૌ કોઈ માટે સંઘનું પ્રવેશદ્વાર ખુલ્લું કરવામાં આવ્યું. એ જ સાલના ઍકબર માસમાં સંઘને રજત
મહોત્સવ ઉજવવામાં આવ્યો. એ મુજબ ૧૯૬૪ની સાલમાં પ્રબુદ્ધ જીવન’ને પણ રજત મહોત્સવ ઉજવાય. સંઘની કારકીર્દિના આ બધા તબક્કાઓ આજે સ્મરણપટ ઉપર આરૂઢ થાય છે અને દિલમાં એક રોમાંચની લાગણી પેદા કરે છે.
કાંઇની બીજી એક પ્રવૃત્તિ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયની છે. તેની શરૂઆત ૧૯૪૦ ની ઑગસ્ટમાં કરવામાં આવી. રાંદની ચેથી પ્રવૃત્તિ વૈદ્યકીય રાહતને લગતી છે, જેની ૧૯૪૭માં શરૂઆત કરવામાં આવી. આ બધી પ્રવૃત્તિ આજે પણ એક સરખી ચાલી રહી છે.
સંઘના પ્રાદુર્ભાવ અને વિકાસમાં જેમને મહત્વનો ફાળો રહ્યો છે, પણ આજે જેઓ હયાત નથી, તેમનાં નામ આ . પ્રસંગે યાદ કરે છે. સૌથી મોખરે સ્વ. મણિલાલ મોકમચંદ શાહનું નામ યાદ આવે છે. તેઓ સંઘના આદ્યસ્થાપકોમાંના એક હતા. તેમનું અવસાન ૧૯૫૨ની સાલમાં થયું ત્યાં સુધી તેમણે સંઘને ચેતનવન્તો બનાવવામાં પોતાના તન, મન અને ધનને અપૂર્વ વેગ આપ્યો હતો. જ્યારે પણ હું ધીમે પડત ત્યારે તેઓ મને આગળ ધકેલવાનું કામ કરતા. તેઓ સંઘના ચેતનવત્તા પ્રાણ હતા. તેમને સંઘ તરફથી ૧૯૪૪ની સાલમાં રૂ. ૧૩૮૩૩ ની થેલી ર્પણ કરવામાં આવી હતી. તેમાં તેમણે રૂા. ૧૦૧ ૬૭ ઉમેરીને કુલ રૂા. ૨૪૦૦૧ ની રકમ સંઘના વાંચનાલય અને પૂરતકાલયને અર્પણ કરેલી અને ત્યારથી સંઘના વાચનાલય-પુસ્તકાલય સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. આ ઘટનાનું પણ આજે મરણ થાય છે. એ
સંઘના એ સ્થાપક અને પ્રારંભની પ્રવૃત્તિઓને પોતાની શકિતએનો પૂરે વેગ આપનાર ડૅ. નગીનદાસ જે. શાહનું પણ આજે સ્મરણ થાય છે. તેમનું ૧૯૩૨ માં અકાળ અવસાન થતાં તેમની સેવાને સંઘને બહુ ટૂંક સમય માટે લાભ મળી શકો.
એવા જ બીજા રસંધના કાર્યકર્તા ડૅ. વ્રજલાલ ધરમચંદ મેઘાણીને પણ મારે યાદ કરવા જોઈએ. સંઘના બંધારણમાં ૧૯૩૮ ની સાલમાં થયેલા પાયાના ફેરફારના પરિણામે તેઓ સંઘમાં જોડાયેલા. તેમણે સંઘના મંત્રી તરીકે ખૂબ જ સેવા આપેલી. “પ્રબુદ્ધ જૈન' પણ તેમની જીવન્ત કથાઓ દ્વારા ખૂબ જ સમૃદ્ધ થયું હતું. તેઓ ૧૯૪૭માં
ઉદ્દઘાટન સમારંભની કાર્યવાહીનું દૃશ્ય : ડાબી બાજુથી (૧) સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, (૨) સમારંભના પ્રમુખ કાકાસાહેબ કાલેલકર, (૩) સંઘના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પિતાનું પ્રવચન વાંચે છે. (૪) સંઘના એક આદ્યસ્થાપક શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, (૫) સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહ,